નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

અમાન્ય ટ્રાફિક અથવા પૉલિસીના ઉલ્લંઘનના કારણોસર એકાઉન્ટનું સસ્પેન્ડ થવું

મારું એકાઉન્ટ શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું?

Google અમારી જાહેરાતની ઇકોસિસ્ટમ બનાવનાર વપરાશકર્તાઓ, પ્રકાશકો અને જાહેરાતકર્તાઓનું રક્ષણ કરી શકાય તે માટે, પૉલિસીના ઉલ્લંઘનોને અને અમાન્ય ટ્રાફિકને બહુ ગંભીર માને છે. અમે અમારા પ્રકાશકોને સૂચના આપીએ છીએ અને પૉલિસી તથા અમાન્ય ટ્રાફિક માટે સાઇટના સ્તરે પગલાં લઈએ છીએ, છતાં એવું બની શકે છે કે અમારે પૉલિસીના ઉલ્લંઘનો તથા અમાન્ય ટ્રાફિક માટે એકાઉન્ટને સસ્પેન્ડ કે બંધ કરવું જરૂરી હોય.

એકાઉન્ટના સસ્પેન્શન થકી તમને તમારી સાઇટમાં સંબંધિત ફેરફારો કરવાનો સમય મળે છે. સસ્પેન્શન જુદા-જુદા સમયગાળા સુધી ચાલી શકે છે. તમારા સસ્પેન્શનની અવધિ તમારા ઇમેઇલ નોટિફિકેશનમાં જણાવવામાં આવશે. જો તમે સસ્પેન્ડ થયા હો, તો પણ તમે તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકશો. જોકે, તમારા સસ્પેન્શનની અવધિ દરમિયાન કોઈ જાહેરાત બતાવવામાં આવશે નહીં. જ્યાં સુધી સસ્પેન્શન દૂર કરવામાં ન આવે, ત્યાં સુધી સાઇટના રિવ્યૂ અને એકાઉન્ટને લગતી અપગ્રેડ થોભાવવામાં આવશે. તમે એ પણ જોશો કે તમારા એકાઉન્ટમાં ઑટોમૅટિક રીતે ચુકવણી પર રોક ઉમેરવામાં આવી છે.

સસ્પેન્શનના સમયગાળાના અંતે, અમારા તરફથી ઑટોમૅટિક રીતે જાહેરાત સેવા ફરી ચાલુ થશે, ચુકવણી પરની રોક કાઢી નખાશે અને અનુપાલનની ખાતરી કરવા માટે તમારા એકાઉન્ટનું નિરીક્ષણ થશે. કૃપા કરીને સજાગ રહો કે જો એકાઉન્ટના સસ્પેન્શનના સમયગાળા પછી પણ પૉલિસીના ઉલ્લંઘનો અથવા અમાન્ય ટ્રાફિક વિશેની વધારાની સમસ્યાઓ ચાલુ રહેશે, તો અમે કાયમી ધોરણે એકાઉન્ટ બંધ કરી શકીએ છીએ. નોંધ કરો કે એકાઉન્‍ટના સસ્પેન્શન સામે અપીલ કરી શકાતી નથી.

જો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થયું હોય, તો તમને આ પગલું લેવાયાનું કારણ પૉલિસીનું ઉલ્લંઘન છે કે અમાન્ય ટ્રાફિક તે જણાવતો ઇમેઇલ મળશે. કૃપા કરીને તમારા ઇમેઇલમાં AdSense તરફથી મોકલવામાં આવેલો મેસેજ શોધો અને નીચેના સંબંધિત સેક્શનને રિવ્યૂ કરો:

પૉલિસીના ઉલ્લંઘનો માટે એકાઉન્ટનું સસ્પેન્શન

અમારી પ્રોગ્રામ પૉલિસીઓ અમારી જાહેરાતની ઇકોસિસ્ટમની રચના કરનાર દરેક જણ માટે હકારાત્મક અનુભવની ખાતરી કરવામાં સહાય કરવા માટે ઉપલબ્ધ છે. જ્યારે અમે કોઈ ઉલ્લંઘનકર્તા સાઇટ જોઈએ, ત્યારે અમે a) તમને સાઇટ સુધારવાનું જણાવતો ચેતવણીનો મેસેજ મોકલીએ છીએ અથવા b) જો ઉલ્લંઘન ગંભીર હોય તો સાઇટ પર જાહેરાત સેવા આપવાનું તાત્કાલિક બંધ કરીએ છીએ.

જો અમારી પૉલિસીઓનું વારંવાર અથવા અસાધારણ રીતે ઉલ્લંઘન થાય, તો અમારે વ્યક્તિગત સાઇટના સ્તરે પગલાં લેવાથી વધીને એકાઉન્ટના સ્તરે પગલાં લેવા જરૂરી હોઈ શકે છે. અમે તમારું એકાઉન્ટ હંગામી રીતે સસ્પેન્ડ કરી શકીએ છીએ, જેથી તમે તમારા બધા કન્ટેન્ટને રિવ્યૂ કરી શકો, ઉલ્લંઘનો સુધારી શકો અને પૉલિસીના તમારા અનુપાલનની ખાતરી માટે સંરક્ષણના પગલાં લઈ શકો.

તમારા સસ્પેન્શનનું કારણ બનનાર પૉલિસી સંબંધિત સમસ્યાઓ વિશે વધુ જાણવા માટે, તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો અને તમારા ઉલ્લંઘન ઇતિહાસને રિવ્યૂ કરો. પૉલિસીના ઉલ્લંઘનો વિશે તમારી સાઇટનું નિરીક્ષણ કરવા સંબંધિત ટિપ અને અમારી પૉલિસીઓ વિશેના ખુલાસા માટે, અમે નીચેના સંસાધનોનો રિવ્યૂ કરવાનો સુઝાવ આપીએ છીએ:

અમે આશા રાખીએ છીએ કે તમે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન પૉલિસી સંબંધિત તમારી સમસ્યાઓ ઉકેલી શકશો. જો તમે સસ્પેન્શનના સમયગાળા પછી અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા રહેશો, તો તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવશે. જો આવું થાય, તો અમે ઉલ્લંઘનો સાથે સંકળાયેલી કમાણીની ચુકવણી રોકી શકીએ છીએ, જે છેલ્લા 60 દિવસની તમારી કુલ કમાણી સુધીની હોઈ શકે છે, જેથી (જ્યાં ઉચિત અને શક્ય હોય ત્યાં) અસરગ્રસ્ત જાહેરાતકર્તાઓને રિફંડ આપી શકાય.

ટિપ: પૉલિસીના ઉલ્લંઘનો માટે એકાઉન્ટના સસ્પેન્શન વિશે વધુ માહિતી મેળવવા માટે, જુઓ: પૉલિસી એકાઉન્ટની ચેતવણીઓ અને સસ્પેન્શનની સમજ મેળવવી

અમાન્ય ટ્રાફિક માટે એકાઉન્ટનું સસ્પેન્શન

પૉલિસીના ઉલ્લંઘનો માટે નિરીક્ષણ કરવા ઉપરાંત, અમે બધી ક્લિક અને છાપનું વિશ્લેષણ કરીએ છીએ, જેથી નક્કી કરી શકાય કે તે જાહેરાતકર્તાના ખર્ચ અથવા પ્રકાશકની કમાણીઓને કૃત્રિમ રીતે વધારીને બતાવી શકે તેવી વપરાશની પૅટર્નમાં બંધબેસે છે કે નહીં. જો અમે નક્કી કરીએ કે તમારા એકાઉન્ટમાં અમાન્ય ટ્રાફિક છે, તો અમે તમારા એકાઉન્ટને સસ્પેન્ડ કે બંધ કરી શકીએ છીએ. જો આવું થાય, તો અમે ઉલ્લંઘનો સાથે સંકળાયેલી કમાણીની ચુકવણી રોકી શકીએ છીએ, જે છેલ્લા 60 દિવસની તમારી કુલ કમાણી સુધીની હોઈ શકે છે, જેથી (જ્યાં ઉચિત અને શક્ય હોય ત્યાં) અસરગ્રસ્ત જાહેરાતકર્તાઓને રિફંડ આપી શકાય.

એકાઉન્ટના સસ્પેન્શન થકી તમને અમાન્ય ટ્રાફિકના સૉર્સની તપાસ કરવા, શંકાસ્પદ ટ્રાફિકને ઓળખવા તથા બ્લૉક કરવા અને સ્વચ્છ ટ્રાફિકની ખાતરી માટે પગલાં લેવા માટે સમય મળે છે. સસ્પેન્શન સામે અપીલ કરી શકાતી નથી. અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારી સાઇટના ટ્રાફિકને શ્રેષ્ઠ રીતે સમજી શકો, તેનું નિરીક્ષણ કરી શકો અને તેનું મૂલ્યાંકન કરી શકો તે માટે, તમારા ટ્રાફિકના ભાગ પાડવાની રીત વિશે જાણો. આનાથી તમને અમાન્ય ટ્રાફિકના સૉર્સને ઓળખવામાં સહાય મળી શકે છે. વધુ માહિતી માટે અમારા જાહેરાત ટ્રાફિક ક્વૉલિટી સંસાધન કેન્દ્રની મુલાકાત લો.

કૃપા કરીને નોંધો કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન જો તમારા AdSense એકાઉન્ટમાં કોઈ વધારાની સમસ્યાઓ મળી આવશે, તો સસ્પેન્શનનો સમયગાળો પૂરો થતા પહેલાં જ તમારા એકાઉન્ટને કાયમી ધોરણે બંધ કરવામાં આવી શકે છે. તમારા એકાઉન્ટ પરનું સસ્પેન્શન દૂર કરવામાં આવ્યા પછી જો અમાન્ય ટ્રાફિક ચાલુ રહે અને અમારી જાહેરાતની ઇકોસિસ્ટમને નિમ્ન કક્ષાના મૂલ્યનો ટ્રાફિક આપ્યા કરે, તો અમારા જાહેરાતકર્તાઓનું અને વપરાશકર્તાઓનું રક્ષણ કરવા માટે અમે જાહેરાત સેવાને મર્યાદિત કે બંધ કરી શકીએ છીએ, તમારા એકાઉન્ટને ફરીથી સસ્પેન્ડ કરી શકીએ છીએ અથવા તમારું એકાઉન્ટ બંધ કરી શકીએ છીએ.

પ્રકાશકોના એકાઉન્ટ અમાન્ય ટ્રાફિક માટે સસ્પેન્ડ થવા પાછળના સંભવિત કારણો સમજવામાં સહાય કરવા માટે, અમે નીચે સૌથી સામાન્ય કારણો જણાવ્યા છે. નોંધ કરો કે આ સંપૂર્ણ સૂચિ નથી, પણ મુખ્ય કારણો છે.

અમાન્ય ટ્રાફિક માટે AdSense એકાઉન્ટ સસ્પેન્ડ થવાના સામાન્ય કારણો

તમારા પોતાના કન્ટેન્ટ પરની જાહેરાતો પર ક્લિક કરવું
  • પ્રકાશકો તેમની સાઇટ અથવા YouTube ચૅનલ પરની જાહેરાતો પર ક્લિક ન કરે તે જરૂરી છે અને જાહેરાત સેવાને મળતી છાપ અથવા ક્લિકને ઑટોમેટ કરેલા અથવા મૅન્યુઅલ સાધન થકી કૃત્રિમ રીતે વધારે નહીં તે જરૂરી છે. વધુમાં, YouTube પ્રકાશકોએ જાહેરાતકર્તાના કૃત્રિમ રીતે વધતા ખર્ચ ટાળવા માટે તેમના પોતાના વીડિયો જોતી વખતે જાહેરાતો છોડી દેવી જોઈએ.

  • જો તમે તમારી સાઇટ પરના જાહેરાતકર્તાઓમાંથી કોઈ એક વિશે વધુ માહિતી મેળવવા માગતા હો, તો કૃપા કરીને જાહેરાતનું URL સીધું તમારા બ્રાઉઝરના ઍડ્રેસ બારમાં ટાઇપ કરો.

એક અથવા વધુ વપરાશકર્તાઓ દ્વારા તમારા કન્ટેન્ટ પરની જાહેરાતો પર વારંવાર ક્લિક કરવું
  • પ્રકાશકો અન્ય લોકોને તેમની જાહેરાતોને રિફ્રેશ કરવાનું અથવા તેના પર ક્લિક કરવાનું કહી શકે નહીં. આમાં જાહેરાતો જોવા માટે અથવા શોધ કરવા માટે અને આ પ્રકારના વર્તન માટે ત્રીજા પક્ષ માટે નાણાં એકત્ર કરવા માટે વપરાશકર્તાઓને પુરસ્કારો ઑફર કરીને તેઓને તમારી સાઇટને અથવા ચૅનલને સપોર્ટ કરવાનું કહેવાનો સમાવેશ થાય છે.
ટિપ: AdMob એકાઉન્ટ સસ્પેન્શન વિશે માહિતી માટે AdMob સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14055612391430290667
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false