નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

User management

વપરાશકર્તાના ઍક્સેસ સંબંધિત સામાન્ય પ્રશ્નો

AdSenseમાં વપરાશકર્તા મેનેજમેન્ટ વિશે પૂછવામાં આવતા કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાબો નીચે મુજબ છે.

બધું મોટું કરો  બધું નાનું કરો વપરાશકર્તાઓને કોણ મેનેજ કરી શકે?

વપરાશકર્તાઓને ઉમેરવા, વપરાશકર્તાઓને કાઢી નાખવા કે વપરાશકર્તાઓના ઍક્સેસ લેવલમાં ફેરફાર કરવા માટે, તમારી પાસે ઍડમિન ઍક્સેસ હોવો આવશ્યક છે.

મારાથી શા માટે આ વપરાશકર્તા ઉમેરી શકાતા નથી?
  • વપરાશકર્તા પહેલેથી જ અન્ય કોઈ સક્રિય કે બંધ કરેલા AdSense એકાઉન્ટ સાથે લિંક થયેલા છે. નોંધો કે આ Ad Exchange એકાઉન્ટ પર લાગુ થતું નથી.
  • વપરાશકર્તા, હાલના કોઈ AdSense લૉગ ઇનનું વૈકલ્પિક વપરાશકર્તા નામ છે. આ લૉગ ઇન કોઈ વિવાદિત AdSense એકાઉન્ટ અથવા અન્ય કોઈ AdSense એકાઉન્ટ અથવા ઍપ્લિકેશન સાથે સંકળાયેલું હોઈ શકે છે.
  • વપરાશકર્તાના G Suite એકાઉન્ટમાં AdSense ચાલુ નથી. AdSenseને ચાલુ કરવા માટે, તમારા G Suite ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.
મારી પાસે મારા એકાઉન્ટ પર અચાનક વધુ વપરાશકર્તાઓ છે: આ વપરાશકર્તાને કોણે ઉમેર્યા?

વપરાશકર્તાને કોણે ઉમેર્યા છે તે જાણવા માટે, નોટિફિકેશનનો ઇમેઇલ જુઓ -- જ્યારે પણ તમારા એકાઉન્ટમાં નવા વપરાશકર્તા ઉમેરવામાં આવશે, ત્યારે તમે ઇમેઇલ મેળવશો. તમે તમારા એકાઉન્ટ વિશે જાણવા અન્ય ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરી શકો છો.

શું હું મારા એકાઉન્ટમાં ઍડમિનિસ્ટ્રેટર અથવા માનક વપરાશકર્તાઓને ઉમેરી શકું, તેની કોઈ મર્યાદા છે?
ના. તમારા દ્વારા ઉમેરવામાં આવનાર ઍડમિનિસ્ટ્રેટર અથવા માનક વપરાશકર્તાઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી, પરંતુ તમે તમારા એકાઉન્ટને અન્ય કોઈ AdSense એકાઉન્ટ સાથે મર્જ અથવા જોડી શકતા નથી.
શું હું કોઈ અન્ય વ્યક્તિને મારું AdSense એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકું?
ના. ઍડમિનિસ્ટ્રેટર બેંકની માહિતી બદલી શકે છે અને/અથવા નવા ઍડમિનિસ્ટ્રેટર ઉમેરી શકે છે, પરંતુ તેઓ અન્ય વ્યક્તિને AdSense એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકતા નથી.
મને કોઈ આમંત્રણ મળ્યું છે, પરંતુ હું જ્યાંથી મને ઇમેઇલ મળ્યો છે, તેના કરતાં કોઈ અલગ Google એકાઉન્ટના લૉગ ઇનનો ઉપયોગ કરવા માગું છું.

જેમણે આમંત્રણ મોકલ્યું છે એ ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો અને આ ઇમેઇલ ઍડ્રેસના બદલે તમે જેનો ઉપયોગ કરવા માગો છો, તેના પર નવું આમંત્રણ મોકલવા માટે કહો.

હું અન્ય કોઈ વપરાશકર્તાને ઉમેરવા માટે ઇચ્છુક નથી, હું ફક્ત મારું લૉગ ઇન બદલવા માગું છું.

તમે આ બે રીત કરી શકો છો:

  • તમારા Google એકાઉન્ટમાં ફેરફાર કરો
    તમે AdSenseને ઍક્સેસ કરવા માટે જે Google એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તેમાં ફેરફાર કરીને તમે તમારું ઇમેઇલ ઍડ્રેસ/લૉગ ઇન બદલી શકો છો. આ માત્ર Gmail સિવાયના ઍડ્રેસ માટે ઉપલબ્ધ છે અને તમારા Google એકાઉન્ટ સાથે લિંક થયેલી બધી પ્રોડક્ટ પર અસર કરે છે.
  • તમારા લૉગ ઇન તરીકે કોઈ અલગ Google એકાઉન્ટને સાંકળો
    જો તમે ઍડમિન ઍક્સેસ ધરાવતા હો, તો તમે કોઈ નવા ઍડમિનિસ્ટ્રેટરને આમંત્રણ મોકલી શકો છો, નવા ઍડમિનિસ્ટ્રેટર તરીકે લૉગ ઇન કરીને તમારા Google એકાઉન્ટનું ઑરિજિનલ લૉગ ઇન કાઢી નાખી શકો છો.
જ્યારે કંઈક ફેરફાર થાય, ત્યારે કોને નોટિફિકેશન મળે છે?

જ્યારે પણ કોઈ વપરાશકર્તાને ઉમેરવામાં આવે, કાઢી નાખવામાં આવે કે તેમના ઍક્સેસ લેવલમાં ફેરફાર થાય, ત્યારે ઍડમિનિસ્ટ્રેટર અને જે વપરાશકર્તાને અસર થઈ હોય તેને ઇમેઇલ નોટિફિકેશન મોકલવામાં આવે છે.

"સાઇન ઇનનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓ"ના કોષ્ટકમાં "બાકી" તરીકે બતાવતા સ્ટેટસનો અર્થ શું થાય છે?

"બાકી"નો અર્થ એ છે કે વપરાશકર્તાએ હજી સુધી ઇમેઇલમાંની લિંક પર ક્લિક કરીને તેમનું આમંત્રણ સ્વીકાર્યુ નથી. કોઈ આમંત્રણની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં, વપરાશકર્તાઓ પાસે તેને સ્વીકારવા માટે 30 દિવસનો સમય હોય છે.

મારા એકાઉન્ટમાંથી મારો ઍક્સેસ કાઢી નાખવામાં આવ્યો છે, મારે શું કરવું જોઈએ?

સીધો એકાઉન્ટના ઍડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો. કૃપા કરીને ધ્યાન રાખો કે ઍક્સેસને લઈને વપરાશકર્તાઓ વચ્ચેની તકરારો હલ કરવામાં Google AdSense મધ્યસ્થતા કરી શકતું નથી.

હું કયું ઍક્સેસ લેવલ ધરાવું છું, તેની જાણ મને કેવી રીતે થશે?
  • ઍડમિનિસ્ટ્રેટર તરીકે, તમે વપરાશકર્તાઓની સૂચિ અને તેમના ઍક્સેસ લેવલ જોઈ શકો છો.
  • તમે કોઈ એકાઉન્ટને ઍક્સેસ કરવા માટેનું આમંત્રણ સ્વીકારો તે પછી, તમે કયું ઍક્સેસ લેવલ ધરાવો છો તેના વિશે તમને જણાવવામાં આવશે.
  • જો તમારું ઍક્સેસ લેવલ કોઈપણ સમયે બદલાઈ જાય, તો તમે નોટિફિકેશનનો ઇમેઇલ મેળવશો, જેમાં તમને જણાવવામાં આવશે કે હવે તમે કયું ઍક્સેસ લેવલ ધરાવો છો.
મારાથી હવે મારું એકાઉન્ટ ઍક્સેસ કરી શકાતું નથી, મારે શું કરવું જોઈએ?

તમે કયા કારણસર તમારા એકાઉન્ટનો ઍક્સેસ કરી શકતા નથી, તે સમજવામાં અમારી સહાય કરવા માટે, કૃપા કરીને અમારા લૉગ ઇન માટેના સમસ્યાનિવારકનો ઉપયોગ કરીને જણાવો કે અમે કેવી રીતે તમારી શ્રેષ્ઠ સહાય કરી શકીએ છીએ.

હું મારા એકાઉન્ટમાં વપરાશકર્તાઓની સૂચિ કેવી રીતે જોઉં?

જો તમે ઍડમિન ઍક્સેસ ધરાવતા હો, તો તમે એકાઉન્ટનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓની સૂચિ જોઈ શકો છો:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. ઍક્સેસ અને અધિકરણ પર, પછી વપરાશકર્તાનું મેનેજમેન્ટ પર ક્લિક કરો.
  4. "વપરાશકર્તા મેનેજમેન્ટ" હેઠળ, તમે વપરાશકર્તાઓની સૂચિ જોઈ શકો છો.
નોંધ: AdSense પ્રોગ્રામની પ્રોપર્ટી માટે એકાઉન્ટ ધારક એકમાત્ર જવાબદાર રહેશે. ઍડમિનિસ્ટ્રેટરે વપરાશકર્તાઓને કોઈ એકાઉન્ટનો ઍક્સેસ આપતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. એકાઉન્ટમાં ઉમેરવામાં આવેલા બધા વપરાશકર્તાઓએ AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે.

કોઈ પ્રશ્ન છે?

સમુદાયને પૂછો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11290815690398443119
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false