નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

તમારી ચુકવણી પ્રોફાઇલનું નામ અને સરનામું બદલો

AdSenseના નિયમો અને શરતો અથવા YouTube માટે AdSenseની સેવાની શરતો, જે લાગુ થાય તે, એકાઉન્ટની માલિકી ટ્રાન્સફર કરવાની પરવાનગી ન આપતા હોવા છતાં, તમે ખોટી જોડણી સુધારવા માટે અથવા લગ્ન, મૃત્યુ કે કંપનીના મર્જર જેવા બદલાવ માટે ગોઠવણ કરવા તમારું ચુકવણી નામ કે સરનામું અપડેટ કરી શકો છો.

તમે શરૂ કરો તે પહેલાં

તમારું ચુકવણી પ્રોફાઇલ પરનું નામ અથવા સરનામું બદલવાની રીત

  1. તમારા AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ચુકવણીઓ, પછી ચુકવણીઓની માહિતી પર ક્લિક કરો.
  3. જો તમે AdSense અને YouTube માટે અલગ-અલગચુકવણી એકાઉન્ટ ધરાવતા હો, તો ખાતરી કરો કે તમે સાચું ચુકવણી એકાઉન્ટ પસંદ કરો છો.
  4. સેટિંગ મેનેજ કરો પર ક્લિક કરો.
  5. "ચુકવણી પ્રોફાઇલ"ના વિભાગમાં, "નામ અને સરનામા"ની બાજુમાં Compose પર ક્લિક કરો.
  6. તમારું મનગમતું ચુકવણી પ્રોફાઇલ પરનું નામ દાખલ કરો.
    ટિપ: વ્યાવસાયિક એકાઉન્ટ માટે, પહેલી લાઇન વ્યવસાયનું નામ અને બીજી લાઇન વ્યવસાયના કન્ટેન્ટનું નામ હોવું જોઈએ.
  7. "સરનામા"ના ફીલ્ડમાં તમારું ચુકવણી માટેનું ઍડ્રેસ અપડેટ કરો.
  8. સાચવો પર ક્લિક કરો.

    મહિનાની 20મી તારીખ પહેલાં કરવામાં આવેલા બદલાવ સામાન્ય રીતે વર્તમાન મહિનાની ચુકવણીને અસર કરે છે, જ્યારે 20મી તારીખ પછી કરવામાં આવેલા બદલાવ આગામી મહિનાની ચુકવણી સાઇકલ સુધી લાગુ થતા નથી.

તમારી ચુકવણી માટેનો દેશ બદલો

કમનસીબે AdSenseમાં તમારા ચુકવણી માટેના ઍડ્રેસનો દેશ બદલવો શક્ય નથી. જો તમે નવા દેશ કે પ્રદેશમાં સ્થળાંતરિત થયા છો, તો તમારે તમારું હાલનું AdSense એકાઉન્ટ રદ કરવાની અને નવું AdSense એકાઉન્ટ બનાવવાની જરૂર છે.

તમારી ટેક્સ વિશેની માહિતી ફરીથી સબમિટ કરો

તમારું ટેક્સ ફોર્મ પરનું નામ તમારી ચુકવણી પ્રોફાઇલમાંના નામમાંથી ઑટોમૅટિક રીતે કૉપિ થઈ જાય છે. જ્યારે પણ તમે તમારું ચુકવણી પ્રોફાઇલ પરનું નામ અપડેટ કરો છો, ત્યારે તમારે તમારી ટેક્સ વિશેની માહિતી ફરીથી સબમિટ કરવી પણ જરૂરી છે. વધુ માહિતી માટે, Googleને તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કેવી રીતે કરશો તે જુઓ.

યુએસના પબ્લિશર માટે, W9 નામ ફીલ્ડ તમારી ચુકવણી પ્રોફાઇલમાંના નામ પરથી ઑટોમૅટિક રીતે ભરાઈ જશે.

ઉપેક્ષિત એકમો હોય એવા યુએસના વ્યવસાયો માટે: તમારું W9 ટેક્સ ફોર્મ ભરતી વખતે, નામની પહેલી લાઇનમાં વ્યવસાય માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરનારી વ્યક્તિ અથવા એકમનું નામ હોવું જરૂરી છે. કેવી રીતે ઉપેક્ષિત એકમ માટે ટેક્સ વિશેની માહિતી સબમિટ કરશો તે જાણો.

તમારી ઓળખની ચકાસણી પૂર્ણ થયા પછી તમારી ચુકવણી પ્રોફાઇલમાં તમારું નામ બદલવું ​

તમે તમારી ઓળખની ચકાસણી સફળતાપૂર્વક કરી લો તે પછી, તમે તમારી ચુકવણી પ્રોફાઇલમાં તમારું નામ બદલી શકશો નહીં. જો તમારી પાસે તમારું નામ બદલવાનું માન્ય કારણ હોય, તો અમારો સંપર્ક કરો.

સંબંધિત લિંક

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1110695917718461123
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false