નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

તમારા ટ્રાફિકના ભાગ પાડો

તમારો ટ્રાફિક સમજવામાં અને અમાન્ય ટ્રાફિક રોકવામાં સહાય માટે ચૅનલ અને વિશ્લેષણોનો ઉપયોગ કરી શકો છો. #invalidtraffic #trafficsources

ટ્રાફિકના ભાગ પાડવા એ તમારા જાહેરાત યુનિટ અને કસ્ટમ ચૅનલનું સેટઅપ કરવાની પ્રક્રિયા છે, જેથી તમે તમારા વિવિધ ટ્રાફિક સૉર્સને સ્પષ્ટ રીતે જોઈ શકો. વિભાજન મારફતે તમારા ટ્રાફિકને સમજવામાં તમારી સહાય માટે, અમે નીચે મુજબના પગલાં સેટ કર્યા છે, જેમનું પાલન કરવું તમારા માટે જરૂરી રહેશે. AdSenseની દુનિયામાં તમે નવા હો જૂના કે પછી તમે લાંબા સમયથી પ્રકાશક તરીકે કામ કરી રહ્યાં હો, આ જાણકારી તમારા માટે ઘણી ફાયદાકારક છે. શરૂ કરવા માટે, તમારી પાસે વિશ્લેષણો માટેના ટૂલ (જેમ કે Google Analytics)નો ઍક્સેસ હોવો જરૂરી રહેશે અને તેની સાથે જ એ સમજવું ખૂબ જ જરૂરી રહેશે કે તમારા AdSense એકાઉન્ટમાં તમારા માટે ચૅનલ કેવી રીતે કામ કરી શકે છે. ટ્રાફિકના વિભાજનનું વધુ સ્પષ્ટ રીતે સેટઅપ કરીને તમે કોઈપણ સમયે એ જોઈ શકશો કે તમારા ટ્રાફિક સૉર્સ કયા છે અને તે એક-બીજાની તુલનામાં કેવું કાર્યપ્રદર્શન કરે છે. તમારા AdSense એકાઉન્ટ માટે આ વધારાનો ડેટા રાખવાના બે મુખ્ય લાભ છે:

  • તમારા ટ્રાફિક સૉર્સ અને વપરાશકર્તાઓને સારી રીતે સમજવા
    • તમે એ જોઈ અને સમજી શકશો કે જાહેરાતના કાર્યપ્રદર્શનની દૃષ્ટીએ તમારી સાઇટ માટે કયા ટ્રાફિક સૉર્સ શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરી રહ્યાં છે.
    • આ ડેટાનો ઉપયોગ કરીને તમે એ નક્કી કરી શકો છો કે વપરાશકર્તાઓ તમારી સાઇટ સુધી કેવી રીતે પહોંચી રહ્યાં છે અને તમે તમારા ટ્રાફિક સૉર્સને ઑપ્ટિમાઇઝ કરી શકો કે નહીં.
  • અમાન્ય ટ્રાફિક સામે સુરક્ષા
    • તમારા ટ્રાફિક સૉર્સ કેવું કાર્યપ્રદર્શન કરી રહ્યાં છે, તેનું સક્રિય રીતે નિરીક્ષણ કરો, જેથી તમે સમજી-વિચારીને નિર્ણયો લઈ શકો અને તમને લાગતું હોય કે અમુક સૉર્સ ખરાબ ટ્રાફિક મોકલી રહ્યાં છે તો તેમનો ઉપયોગ કરવાનું બંધ કરી શકો.
    • વિવિધ સૉર્સ કેવું કાર્યપ્રદર્શન કરી રહ્યાં છે અને તમે AdSense પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરી રહ્યાં છો એ વાતની ખાતરી કરવા માટે તમારે કયા પગલાં લેવા જોઈએ, તે સમજવા માટે ડેટામાં રહેલી વિસંગતતાઓ ઓળખો.

અમે બે પગલાં અપનાવવાનો સુઝાવ આપીએ છીએ. તમારે વિશ્લેષણો માટેના ટૂલ, કસ્ટમ ચૅનલ અને URL ચૅનલનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. પહેલું પગલું રિવ્યૂ માટે તમારા ટ્રાફિકના કોઈ ભાગને હાઇલાઇટ કરવાનું છે, જ્યારે બીજું પગલું ટ્રાફિકની પાછળનો ડેટા જોવાનું છે. તમારી પાસે તમારા ટ્રાફિક સૉર્સ અને સાઇટના કાર્યપ્રદર્શનનું સંપૂર્ણ ચિત્ર છે એ વાતની ખાતરી કરવા માટે આ બન્ને પગલાં પૂરા કરવા મહત્ત્વપૂર્ણ છે.

પહેલું પગલું: તમારા રિવ્યૂ કરવાના ટ્રાફિકના કોઈ ભાગને હાઇલાઇટ કરવા ચૅનલનો ઉપયોગ કરો

તમારા AdSense એકાઉન્ટમાં, તમે બે પ્રકારની ચૅનલનો ઉપયોગ કરી શકો છો:

  • જાહેરાતના વિશેષ યુનિટ માટે કસ્ટમ ચૅનલનો ઉપયોગ કરો. કસ્ટમ ચૅનલ તમને જાહેરાત યુનિટનું એક ચોક્કસ ગ્રૂપ, બીજા ગ્રૂપની તુલનામાં કેવી રીતે કામ કરી રહ્યું છે તે જોવાની મંજૂરી આપે છે. બિલ્ટ ઇન રિપોર્ટ (જાહેરાત યુનિટ, જાહેરાતના કદ, વગેરે.)થી અલગ તમે પોતે પણ આવા ગ્રૂપ બનાવી શકો છો. વિશેષ ચૅનલ વડે વિવિધ જાહેરાત યુનિટને ટ્રૅક કરવાથી જો કોઈ એવા ચોક્કસ જાહેરાત યુનિટની ભાળ મળે કે જેમના પર તમારે ધ્યાન આપવાની જરૂર હોય, તો તેને તરત જ અલગ કરવામાં તમને સહાય મળશે.

    કસ્ટમ ચૅનલના બ્રેકડાઉન માટેના કેટલાક ઉદાહરણ અહીં આપવામાં આવ્યા છે:
    • જાહેરાતનું સ્થાન નિયોજન
      • ફોલ્ડની ઉપર
      • ફોલ્ડની નીચે
      • કન્ટેન્ટ સાથે ઇનલાઇન
      • કન્ટેન્ટની જમણે
    • જાહેરાતનું કદ
    • ટ્રાફિક રેફરલ સૉર્સ (સાચા સેટઅપ વિશેની સૂચનાઓ માટે નીચે બીજું પગલું જુઓ)
      • Google Search
      • સોશિયલ મીડિયા નેટવર્ક
      • અન્ય શોધ એન્જિન
    • સાઇટનો વિભાગ
      • હોમ પેજ
      • બ્લૉગ
      • ચર્ચા મંચો
  • તમારા AdSense ટ્રાફિકના વિવિધ ભાગોને URL ચૅનલની અંદર મૂકો. તમારી સાઇટના વિવિધ ભાગો પર તમારી જાહેરાતો કેવી રીતે કામ કરી રહી છે, તેનું વિભાજન કરવા માટે URL ચૅનલનો ઉપયોગ કરો.

બીજું પગલું: તમારા ટ્રાફિક વિશેનો ડેટા જોવા માટે વિશ્લેષણોનો ઉપયોગ કરો

તમારી સાઇટ પર વિશ્લેષણો હોવા એ તમારી સાઇટને ઑપરેટ કરવા માટેનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ પાસું છે. ઉદાહરણ તરીકે, Google Analytics વડે તમે તમારી સાઇટના અમુક ચોક્કસ ટ્રાફિક સૉર્સની ઊંડે સુધી તપાસ કરી શકો છો. તમારા એકાઉન્ટ સેટઅપના ભાગ તરીકે આ ટ્રાફિક સૉર્સના ભાગલા પાડવામાં આવે એ વાતની ખાતરી કરો, જેથી તમે તેના પર રિપોર્ટિંગ કરી શકો. તમારા ટ્રાફિકના ભાગ પાડવા એ ત્યારે ખાસ કરીને મહત્ત્વપૂર્ણ હોય છે, જ્યારે તમે નવો ટ્રાફિક સૉર્સ ઉમેરો છો. આમ કરવાથી તમે આ નવો સૉર્સ કેવી રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કરી શકશો અને વિવિધ પેજમાં સૉર્સ વડે કેટલાક A/B પરીક્ષણો પણ કરી શકશો.

  • વિવિધ સૉર્સ અનુસાર ભાગ પાડવા માટે કસ્ટમ URLs બનાવો. અમુક ચોક્કસ URLs બનાવવા માટે URL બિલ્ડરનો ઉપયોગ કરો, જેથી તમે તમારી વિવિધ ઝુંબેશોમાં તેનો ઉપયોગ દરેક ઝુંબેશ અનુસાર કરી શકો. ઉદાહરણ તરીકે, તમે તમારા ન્યૂઝલેટર, સોશિયલ મીડિયા પરની પોસ્ટિંગ, વગેરે માટે વિશિષ્ટ URLs બનાવી શકો છો.
  • તમારા મુખ્ય URL (દા.ત. example.com)ને તમારા ન્યૂઝલેટરમાં મૂકવાને બદલે, એ વિશેષ સૉર્સ માટે બનાવવામાં આવેલા કસ્ટમ URLનો ઉપયોગ કરો. આમ કરવાથી તમે આવી ચોક્કસ પ્રકારની ઝુંબેશો પર ખૂબ જ સારો ક્વૉલિટી રિપોર્ટ મેળવી શકશો. પછી તમે એ વિશિષ્ટ ઝુંબેશોના URLs પર સંબંધિત સૉર્સ કેવું કાર્યપ્રદર્શન કરી રહ્યાં છે તે જોવા માટે, URL ચૅનલમાંથી તમારા AdSenseના ડેટા સાથે તમારા વિશ્લેષણોના ડેટાની તુલના કરી શકો છો.

Google Analyticsમાં વિગતવાર વિભાગોનો ઉપયોગ કરીને તમે તમારી સાઇટ પર કેવા પ્રકારના વપરાશકર્તાઓ આવી રહ્યાં છે અને તમારા AdSense એકાઉન્ટને Analytics સાથે લિંક કરીને તેઓ તમારા AdSenseની જાહેરાતના કાર્યપ્રદર્શનને કેવી રીતે પ્રભાવિત કરી રહ્યાં છે તે જોઈ શકો છો. જો તમને એવી ભાળ મળે કે તમારો ઇચ્છિત યૂઝર બેઝ ન હોય છતાં તમારા ટ્રાફિક સૉર્સમાંનો કોઈ ચોક્કસ ટ્રાફિક સૉર્સ ખૂબ જ મોટા પ્રમાણમાં તમને ટ્રાફિક મોકલી રહ્યો છે, તો તમે તેમાં યોગ્ય ફેરફારો કરી શકો છો.

શું ધ્યાન રાખવું અને કયા પગલાં લેવા

હવે જ્યારે તમે તમારો વિભાજીત ટ્રાફિક જોઈ શકો છો, ત્યારે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

  • આમાં અસામાન્ય ઉછાળ
    • છાપ
    • ક્લિક
    • CTR
    • મુલાકાત લીધેલા પેજ
  • તમારી રિપોર્ટિંગમાં અન્ય પરિબળોની તુલનામાં અલગ પડી જતા પરિબળો.

જો તમને આમાંની કોઈ અનપેક્ષિત વર્તણૂક જણાય, તો તમે નીચે જણાવેલા કેટલાંક પગલાં લઈ શકો છો:

  • તમારા ટ્રાફિક સૉર્સના વપરાશકર્તાઓ ક્યાંથી આવી રહ્યાં છે, તે સમજવા માટે તેમની સાથે વાત કરો.
  • તમારા લક્ષિત દર્શકો મુજબના વપરાશકર્તાઓને મોકલી શકતા ન હોય એવા ટ્રાફિક સૉર્સ સાથે કામ કરવાનું બંધ કરો.
  • અમારી ટીમને તમારા તારણોની તમે પોતે જાણ કરો.

અનપેક્ષિત વર્તણૂક ઉજાગર કરવા ઉપરાંત તમે તમારી સાઇટના કાર્યપ્રદર્શનને ઑપ્ટિમાઇઝ કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરી શકો છો. જો તમને એવું જણાય કે કોઈ ચોક્કસ ટ્રાફિક સૉર્સ, અન્ય સૉર્સ કરતાં નિરંતર બહેતર કાર્યપ્રદર્શન કરી રહ્યો છે, તો તમે તેમાં વધુ સમય કે નાણાં ખર્ચવાનું અને તે સૉર્સ વડે હજી પણ વધુ ટ્રાફિક મેળવવાનું વિચારી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15962906892120142285
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false