નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

અંદાજીત વિરુદ્ધ કુલ કમાણી

તમારા એકાઉન્ટમાંના રિપોર્ટનો હેતુ તમને તમારા એકાઉન્ટની હાલની પ્રવૃત્તિ વિશે અંદાજ આપવાનો હોય છે. જોકે, 'તમારા એકાઉન્ટની કામગીરીનો રિપોર્ટ' ટૅબ હેઠળ જોવા મળતી અંદાજીત કમાણી મહિનાના અંત સુધી નક્કી કરવામાં આવતી નથી, એ સમય દરમિયાન અમે અમાન્ય ક્લિક અથવા છાપ માટે જરૂરી વધ-ઘટ કરીએ છીએ. અમાન્ય ક્લિક અને છાપથી થતી આવક અસરગ્રસ્ત જાહેરાતકર્તાઓને રિફંડ કરવામાં આવે છે. અમે ખાતરી કરીએ છીએ કે તમને કુલ કમાણી માટે ચુકવણી કરવામાં આવી છે, જેમાં તમામ માન્ય ક્લિક અને છાપ શામેલ છે. કુલ કમાણીની રકમ તમારી ચુકવણીઓ અને વ્યવહારના ઇતિહાસ ટૅબ પર પોસ્ટ કરવામાં આવે છે.
અમાન્ય પ્રવૃત્તિ માટેની કપાત તમારી અંદાજીત કમાણી અને કુલ કમાણી વચ્ચે તફાવતનું કારણ બની શકે છે. અમે એ વાતની ખાતરી કરવા માટે આમ કરીએ છીએ કે અમારા જાહેરાતકર્તાઓ માત્ર માન્ય ટ્રાફિક માટે જ ચુકવણી કરે છે, જે બદલામાં જાહેરાતની અમારી વ્યાપક ઇકોસિસ્ટમનું રક્ષણ કરે છે જેમાં તમારો સમાવેશ થાય છે.

પબ્લિશરની વેબસાઇટ પર જાહેરાત આપનારા કોઈ જાહેરાતકર્તા જો ચુકવણી ન કરે, તો આવા કિસ્સામાં અમે પબ્લિશરની કમાણીમાં જરૂરી વધ-ઘટ કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ. આ જાહેરાતકર્તાઓએ ચોરેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય કે અન્યથા ચુકવણીઓ ન કરી હોય તેમ બની શકે. આવા કિસ્સાઓ ભાગ્યે જ બને તેની ખાતરી કરવા માટે Google ખંતપૂર્વક કાર્યરત છે, જેથી વપરાશકર્તાઓ, પબ્લિશર અને જાહેરાતકર્તાઓ માટે સલામત ઇકોસિસ્ટમ જાળવી રાખી શકાય.

અમાન્ય પ્રવૃત્તિની ભાળ મેળવવાની અમારી સિસ્ટમની અખંડિતતાને જાળવી રાખવા અને સિસ્ટમને અવરોધતા વપરાશકર્તાઓને રોકવા માટે, અમે દિવસ દીઠ કે સાઇટ દીઠ કેટલી માત્રામાં વધ-ઘટ કરવામાં આવી તેની વિગતો આપી શકતા નથી. જાહેરાતકર્તાઓ, પબ્લિશર અને વપરાશકર્તાઓ માટે અમારું AdSenseનું નેટવર્ક સલામત તેમજ ઉપયોગી વાતાવરણ બની રહે તે માટે, અમે અમાન્ય પ્રવૃત્તિ સામે આ સુરક્ષા પ્રણાલી અમલમાં મૂકી છે.

તેમ છતાં, અમાન્ય પ્રવૃત્તિને ઓળખવા અને ઘટાડવામાં તમને સહાય કરવા માટે કેટલાક પગલાં અહીં આપ્યા છે:

  • છેલ્લા 90 દિવસમાં ટ્રાફિક સૉર્સમાં થયેલા કોઈપણ ફેરફારની તપાસ કરવા માટે Google Analyticsનો ઉપયોગ કરો. ટ્રાફિક/ડાઉનલોડમાં અજાણ્યા સૉર્સને કારણે આવતા સ્પાઇક શોધો.
  • AdSense પૉલિસી શિખાઉ માટે માર્ગદર્શિકાનો રિવ્યૂ કરો. કૃપા કરીને જાહેરાતની પ્લેસમેન્ટ માટેની પૉલિસીઓ વાંચો. અમાન્ય પ્રવૃત્તિ ઘણીવાર જાહેરાતના ખરાબ અમલીકરણનું પરિણામ હોય છે, જેને તમે કદાચ ઠીક કરી શકો છો.
  • અમાન્ય પ્રવૃત્તિ માટેના ફોર્મનો ઉપયોગ કરીને ટ્રાફિકની ક્વૉલિટી માટેના અમારા નિષ્ણાતોને તમારી જાહેરાતો પરની અમાન્ય ક્લિક અથવા છાપની જાણ કરો. તમારા રિપોર્ટમાં, કૃપા કરીને શક્ય તેટલી વધુ માહિતી પ્રદાન કરો. તમે પ્રદાન કરેલી વિગતો તમારા એકાઉન્ટની તપાસ કરવામાં અમારી ટ્રાફિક ક્વૉલિટી ટીમને સહાય કરશે. તમને કદાચ તેમની પાસેથી વ્યક્તિગત પ્રતિસાદ મળશે નહીં, પણ ભાવિ સંદર્ભ માટે તમારા એકાઉન્ટમાં નોંધ ઉમેરવામાં આવશે.
જાહેરાતના ટ્રાફિકની ક્વૉલિટી વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને જાહેરાતના ટ્રાફિકની ક્વૉલિટી માટે સંસાધન કેન્દ્રની મુલાકાત લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8541877681429199552
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false