નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

જાહેરાતના સ્થાન નિયોજન માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ

તમારી સાઇટ પર જાહેરાતો મૂકતી વખતે વપરાશકર્તા અનુભવ અને AdSense પ્રોગ્રામ પૉલિસીઓ પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ હોય છે. આ રહી અમુક ટિપ.

તમારા વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખો

તમારી સાઇટનું કન્ટેન્ટ ગોઠવો અને તમારી સાઇટને એવી બનાવો કે જેથી તેને સરળતાથી નૅવિગેટ કરી શકાય. અહીં અમુક એવા પ્રશ્નો છે, જે તમારી જાહેરાતો ક્યાં મૂકવી તેનો વિચાર કરતી વખતે તમે પોતાને પૂછી શકો છો:

  • મારી સાઇટની મુલાકાત લઈને વપરાશકર્તા શું હાંસિલ કરવાનો પ્રયાસ કરે છે?
  • કોઈ ખાસ પેજ જોતી વખતે તેઓ શું કરે છે?
  • તેમનું ધ્યાન ક્યાં કેન્દ્રિત થવાની શક્યતા છે?
  • વપરાશકર્તાઓને અડચણ ન થાય એ પ્રમાણે આ વિસ્તારમાં હું જાહેરાતોને કેવી રીતે શામેલ કરી શકું?
  • હું આ પેજ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આકર્ષક દેખાય એવું કેવી રીતે રાખી શકું?

વપરાશકર્તાની જેમ વિચાર કરશો, તો તમને તમારું પેજ (અને તમારી જાહેરાતનું સ્થાન નિયોજન) સંપૂર્ણ નવી દ્રષ્ટીથી દેખાઈ શકે છે. વપરાશકર્તાઓ જે શોધતા હોય, તે તેમને સરળતાથી મળી રહેશે, તો તેઓ તમારી સાઇટ પર પાછા આવશે.

Googleને તમારા માટે જાહેરાત મૂકવા દો

તમારી સાઇટ માટે ઑટો જાહેરાતોની સુવિધા ચાલુ કરવી, એ એક વિકલ્પ છે. ઑટો જાહેરાતો તમારી માટે ઑટોમૅટિક રીતે જાહેરાતો મૂકે છે અને તેમને ઑપ્ટિમાઇઝ કરે છે, જેને કારણે આ બધું તમારે જાતે કરવામાં સમય વેડફવો ન પડે. ઑટો જાહેરાતો વિશે વધુ જાણો.

જો તમે તમારી પોતાની જાહેરાતો મૂકી રહ્યાં હો, તો

તમારું કન્ટેન્ટ બતાવો

તમારા વપરાશકર્તાઓને જેમાં રુચિ હોય, એવા કન્ટેન્ટની પાસે તમારી જાહેરાતો મૂકો અને ખાતરી કરો કે તમારા વપરાશકર્તાઓ જે શોધી રહ્યાં છે, તે તેમને સરળતાથી મળી રહે. ઉદાહરણ તરીકે, જો તમારી સાઇટ ડાઉનલોડનો સુઝાવ આપતી હોય, તો ખાતરી કરો કે ડાઉનલોડ લિંક ફોલ્ડથી ઉપર મૂકેલી હોય અને સરળતાથી શોધી શકાય તેવી હોય.

કન્ટેન્ટ અને જાહેરાતો વચ્ચે કેવી રીતે બૅલેન્સ રાખવું તેના વિશેની વધુ ટિપ માટે, અમારી AdSenseની અંદર બ્લૉગ પરની પોસ્ટ જુઓ: કન્ટેન્ટ સૌથી મહત્ત્વનું હોય છે

તમારી જાહેરાતો, સામાન્ય જાહેરાતો જેવી દેખાય એવી રાખો

તમારી જાહેરાતો સાથે છબીઓને ગોઠવવાનું અથવા જાહેરાતની આસપાસનું કન્ટેન્ટ તૈયાર કરતી વખતે તેમની ફૉર્મેટિંગની નકલ કરવાનું ટાળો. અમારી પ્રોગ્રામ પૉલિસીઓ અનુસાર આ પ્રકારે જાહેરાતો પ્રદર્શિત કરવાની પરવાનગી નથી.

તેમને જે હોય, તે જ નામ આપો

એ વાતની કાળજી રાખો કે તમે વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરી શકે એવા લેબલ અને શીર્ષકો આપવાનું ટાળો. જાહેરાતના યુનિટને માત્ર "જાહેરાતો" અથવા "પ્રાયોજિત લિંક" તરીકે લેબલ કરી શકાય છે. સાથે જ, જાહેરાતોને એવા સ્થાનોમાં મૂકવાનું ટાળો કે જ્યાં તેમની ગણતરી ગેરસમજમાં મેનૂ, નૅવિગેશન અથવા ડાઉનલોડ માટેની લિંક તરીકે થઈ શકે.

તમારી જાહેરાતના કદ ઑપ્ટિમાઇઝ કરો

Google ઑટોમૅટિક રીતે મોબાઇલ પર તમારી જાહેરાતોનું કદ ઑપ્ટિમાઇઝ કરી શકે છે. જાહેરાતના યુનિટના કદની પસંદગી તમારા યોગ્યતાપ્રાપ્ત મોબાઇલ ટ્રાફિક પર શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન માટે કરવામાં આવે છે, જેના માટે તમારા પેજ પર જાહેરાતના કોડમાં ફેરફાર કરવાની જરૂર નથી. "જાહેરાતના કદ"ના ઑપ્ટિમાઇઝેશન સેટિંગ વિશે વધુ જાણો.

ઓછી જાહેરાતો બતાવવામાં જ વધુ ફાયદો છે

જો તમે તમારા પેજ પર કન્ટેન્ટ કરતાં વધુ જાહેરાતો ન મૂકતા હો, તો તમે તમારી સાઇટના પ્રત્યેક પેજ પર જાહેરાતના યુનિટ, લિંક કરાયેલા યુનિટ અને/અથવા શોધ બૉક્સનું કોઈપણ મિશ્રણ મૂકી શકો છો. વધુ માહિતી માટે ઇન્વેન્ટરીના મૂલ્યની પૉલિસી જુઓ. જોકે, ધ્યાન રાખો કે તમારા પેજ પર ઘણી બધી જાહેરાતો મૂકવાથી તે અવ્યવસ્થિત દેખાઈ શકે છે. જો વપરાશકર્તાઓને એ મળશે નહીં, જેની તેઓ શોધ કરી રહ્યાં છે, તો તેઓ બીજી કોઈ સાઇટ પર જતા રહેશે.

તમારી સાઇટનો રિવ્યૂ કરો

તમારી સાઇટ પર શોધખોળ કરો અને વિચાર કરો કે પહેલી વાર તમારી સાઇટ પર આવનારા વપરાશકર્તાઓને કેવો અનુભવ મળી શકે છે. જો તમે ટેમ્પ્લેટ બિલ્ડરનો ઉપયોગ કરી રહ્યાં હો, તો ચેક કરો કે જાહેરાતો યોગ્ય રીતે દેખાઈ રહી છે, જેમાં તેમની "Google દ્વારા જાહેરાતો" અથવા "AdChoices" લેબલ શામેલ છે.

પોતાને આ બે પ્રશ્ન પૂછો:

  • શું મારું કન્ટેન્ટ સરળતાથી શોધી શકાય છે?
  • શું મારા કન્ટેન્ટ અને મારી જાહેરાતો વચ્ચે તફાવત કરવો સરળ છે?

જો આ બન્ને પ્રશ્નનો જવાબ હા હોય, તો સમજો કે તમે યોગ્ય ટ્રૅક પર છો

 

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2065651646229247911
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false