નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

પૉલિસીના કારણોસર AdSense એકાઉન્ટ બંધ થઈ શકે છે

શું મારા એકાઉન્ટ પર જાહેરાત સેવા બંધ કરવામાં આવી છે?

તમારું AdSense એકાઉન્ટ હાલમાં સક્રિય છે, પરંતુ જો તમે અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવા માટે ફેરફારો નહીં કરો, તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે.

મને આ ચેતવણીનો મેસેજ શા માટે મળ્યો?

તમારા એકાઉન્ટના તાજેતરના રિવ્યૂ દરમિયાન, અમારા નિષ્ણાતોને તે અમારી પૉલિસીઓનું અનુપાલન ન કરતું હોવાનું જાણવા મળ્યું હતું. નીચેના સહિત, પરંતુ તેના સુધી મર્યાદિત ન હોય તેવા વિવિધ કારણોસર એકાઉન્ટને એકાઉન્ટ ચેતવણી જારી કરવામાં આવી શકે છે:
  • તમારા એકાઉન્ટમાં પૉલિસીના ઉલ્લંઘનોના અને/અથવા પૉલિસીના વારંવારના ઉલ્લંઘનોનો વ્યાપક ઇતિહાસ છે.
    યાદ રાખો કે પ્રકાશકો તેમની જાહેરાત પ્રદર્શિત કરતા દરેક પેજ પરના કન્ટેન્ટ માટે જવાબદાર છે, કન્ટેન્ટ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા, જેમ કે વપરાશકર્તા દ્વારા જનરેટ થયેલા કન્ટેન્ટવાળી સાઇટ પર, બનાવવામાં આવ્યું હોય તો પણ.
  • તમારા એકાઉન્ટ દ્વારા છેતરામણો વ્યવહાર પ્રદર્શિત થયો છે.
    અમારા નિષ્ણાતો તમારી અને અમારા જાહેરાતકર્તાઓની રુચિઓને સુરક્ષિત રાખવા માટે, ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ અને માનવ રિવ્યૂ બન્નેનો ઉપયોગ કરીને, Google જાહેરાતો પરની ક્લિક અને છાપનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરે છે. કૃપા કરીને નોંધો કે અમારા નિયમો અને શરતોમાં જણાવ્યા અનુસાર, અમાન્ય ક્લિક પ્રવૃત્તિના બનાવ વિશે નિર્ધાર કરતી વખતે Google પોતાની સંપૂર્ણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરશે.
  • અમારી પૉલિસીના નિષ્ણાતોને તમારા એકાઉન્ટમાં ખાસ કરીને અસાધારણ સાઇટ મળી છે.
    આમાં પુખ્ત લોકો માટેના કન્ટેન્ટનો, કૉપિરાઇટના ઉલ્લંઘનનો અને અત્યંત હિંસા તથા રક્તપાતના કિસ્સાઓનો સમાવેશ હોઈ શકે છે પણ તેના સુધી સીમિત નથી.

એકાઉન્ટ બંધ થવાના સૌથી સામાન્ય કારણો વિશે વધુ જાણવા માટે, અમારા એકાઉન્ટ બંધ થવાના મુખ્ય કારણો જુઓ.

મારું એકાઉન્ટ બંધ ન થાય તે માટે મારે શું કરવાની જરૂર છે?

રિસ્પૉન્સિવ બનો. તમારા ચેતવણીના મેસેજમાં તમારી સાઇટ પરના ઉલ્લંઘનોના ઉદાહરણો શામેલ છે, પરંતુ તે બધા અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરે છે એની ખાતરી કરવા માટે, અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારા નેટવર્કમાં કન્ટેન્ટ અને જાહેરાતની પ્લેસમેન્ટનો સંપૂર્ણ રિવ્યૂ કરો.

અમે સમજીએ છીએ કે તમારું કન્ટેન્ટ ડાયનૅમિક છે, તેથી અમે સુઝાવ આપીએ છીએ કે તમે એ વાતની ગૅરંટી આપવા માટે સક્રિય પગલાં લાગુ કરો કે તમારા કન્ટેન્ટ અને જાહેરાતની પ્લેસમેન્ટમાં થનારા ભાવિ ફેરફારોને ધ્યાનમાં રાખીને, તમે અમારી પૉલિસીઓનું પાલન કરતા રહેશો.

અહીં કેટલીક ટિપ આપી છે, જે તમને પૉલિસીના ઉલ્લંઘનો માટે તમારા નેટવર્કનું નિરીક્ષણ કરવામાં સહાય કરી શકે છે:

  1. સાઇટના પેજ પર જાહેરાતનો કોડ મૂકતા પહેલાં દરેક સાઇટનું માનવીય મૂલ્યાંકન કરો.
  2. જે પેજના વ્યૂ સૌથી વધુ હોય એવા પેજનો અઠવાડિયામાં ઓછામાં ઓછો એકવાર સક્રિય રીતે રિવ્યૂ કરો.
  3. કીવર્ડ ફિલ્ટર (જેમ કે પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ, સેવાઓ માટે ચુકવણી, હૅકિંગ કન્ટેન્ટ, જુગાર સંબંધિત કન્ટેન્ટ વગેરે) ઇન્સ્ટૉલ કરો, ખાસ કરીને વપરાશકર્તા દ્વારા જનરેટ કરાયેલા કન્ટેન્ટ ધરાવતા પેજ પર. જોકે અમે "કીવર્ડ ફિલ્ટરિંગ" અથવા "કન્ટેન્ટ ફિલ્ટરિંગ" જેવા વિષય પર માહિતી આપી શકતા નથી, તેમ છતાં તમે Google પર આ માહિતી શોધવાનું વિચારી શકો છો.
  4. વપરાશકર્તા દ્વારા જનરેટ કરાયેલા કન્ટેન્ટ ધરાવતા બધા પેજ પર “ઉલ્લંઘનની જાણ કરો” લિંક ઉમેરો.

જો હું જરૂરી ફેરફારો કરું તો શું થશે?

તમારું AdSense એકાઉન્ટ હાલમાં સક્રિય છે અને જો તમે જરૂરી ફેરફારો કરશો, તો તે સક્રિય રહેશે. જોકે, જો અમને સમસ્યાઓ મળવાનું ચાલુ રહે, તો અમે તમારું સંપૂર્ણ એકાઉન્ટ બંધ કરી શકીએ છીએ.

જ્યારે મેં ફેરફારો કર્યા હોય, ત્યારે શું મારે તમને સૂચિત કરવાની જરૂર છે?

ના, રિસ્પૉન્સિવ હોવાનો અર્થ એ નથી કે તમારે અમને સૂચિત કરવાની જરૂર છે કે તમે આ ફેરફારો કરી રહ્યાં છો. જો તમારું એકાઉન્ટ અમારી પૉલિસીઓનું પાલન કરતું હોય, તો અમને જાણ થશે કે તમે જરૂરી ફેરફારો કર્યા છે.

જો હું જરૂરી ફેરફારો ન કરું અને પૉલિસીઓનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખું તો શું થશે?

તમારું AdSense એકાઉન્ટ બંધ કરવામાં આવશે.

મારી સાઇટ જે પૉલિસીનું ઉલ્લંઘન કરી રહી છે, તેના વિશે મને સ્પષ્ટતાની જરૂર છે. મારે શું કરવું જોઈએ?

અમારી પૉલિસીઓ વિશે વધારાની સ્પષ્ટતા મેળવવા માટે આ સહાયતા કેન્દ્રમાં શોધો અથવા અમારા સહાય ચર્ચામંચની મુલાકાત લો. તમને હજુ પણ વધુ સ્પષ્ટતા જોઈતી હોય અથવા અમારી પૉલિસીઓના ઉદાહરણો જોવા હોય, તો કૃપા કરીને અમારા ઑનલાઇન સંસાધનોની મુલાકાત લો:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6638862432475792547
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false