નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

તમારા પેજ અથવા સાઇટ પર જાહેરાત સેવા બંધ કરવામાં આવી હતી

જો તમે તમારા પેજ અથવા સાઇટ પર જાહેરાત સેવા ફરી ચાલુ કરવા અથવા જાહેરાત સેવામાં કોઈ વિક્ષેપ નથી આવ્યો તેની ખાતરી કરવા માગતા હો, તો તમારે અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવા માટે ફેરફાર કરવા આવશ્યક છે. બંધ કરવામાં આવેલી જાહેરાત સેવા વિશે સૌથી વધુ પૂછાતા સામાન્ય પ્રશ્નો નીચે મુજબ છે.

જાહેરાત સેવા શા માટે બંધ કરવામાં આવી હતી?

જ્યારે પૉલિસી નિષ્ણાતોને પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરતું પેજ અથવા સાઇટ મળે ત્યારે તેઓ તેના માટે જાહેરાત સેવા બંધ કરે છે. જાહેરાત સેવા શા માટે બંધ કરવામાં આવી હતી તેનું ચોક્કસ કારણ જાણવા માટે, કૃપા કરીને તમારા નોટિફિકેશનનો રિવ્યૂ કરો.

સૌથી ઉપર પાછા

મારું નોટિફિકેશન હું ક્યાં મેળવી શકું?

તમારું પૉલિસી નોટિફિકેશન જોવા માટે:

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. પૉલિસી કેન્દ્ર પર ક્લિક કરો.

વધુમાં, નોટિફિકેશન તમારા AdSense એકાઉન્ટ સાથે સંકળાયેલા ઇમેઇલ ઍડ્રેસ પર મોકલવામાં આવે છે.

સૌથી ઉપર પાછા

નોટિફિકેશનમાં શું હોય છે?

અમે તમને મોકલીએ છીએ તે નોટિફિકેશનમાં મહત્ત્વપૂર્ણ માહિતીનો સમાવેશ હશે, જેમ કે આ કોઈ પેજ-લેવલ, સાઇટ-લેવલ કે એકાઉન્ટ-લેવલની ક્રિયા છે. જો અમે તમારા પેજ પર જાહેરાત સેવા બંધ કરી હોય, તો પછી અમને મળેલા તે ચોક્કસ ઉલ્લંઘન વિશે અમે તમને સલાહ આપીશું અને અમને જ્યાં તે ઉલ્લંઘન મળ્યું છે તે ચોક્કસ પેજ પણ પ્રદાન કરીશું. જો અમે તમારી સાઇટ પર જાહેરાત સેવા બંધ કરી હોય, તો પછી અમને મળેલા તે ચોક્કસ ઉલ્લંઘન વિશે અમે તમને જાણકારી આપીશું અને અમને જ્યાં તે ઉલ્લંઘન મળ્યું છે તે ઉદાહરણ પેજ પણ પ્રદાન કરીશું. જો એકાઉન્ટ-લેવલના પગલાંને પરિણામે જાહેરાત સેવાને બંધ કરવામાં આવી હોય, તો પછી તમારે તેને બદલે અમારા AdSense એકાઉન્ટ પૉલિસી સંબંધિત કારણોસર બંધ કરવામાં આવ્યું હોઈ શકે લેખનો રિવ્યૂ કરવો જોઈએ.

સૌથી ઉપર પાછા

મારા દ્વારા મેનેજ કરવામાં આવતા ન હોય એવા પેજ અથવા સાઇટ માટે મને નોટિફિકેશન મળ્યું છે. મારે શું કરવું જોઈએ?

જો કોઈ અન્ય લોકો તમારા જાહેરાત કોડનો દુર્ભાવનાપૂર્ણ ઉપયોગ કરે તે વિશે તમે ચિંતિત હો, તો તમે સાઇટ અધિકરણ સુવિધાનો ઉપયોગ કરો એવો અમારો સુઝાવ છે. સાઇટ અધિકરણ એ એવી વૈકલ્પિક સુવિધા છે, જે તમને માત્ર તમારા Google જાહેરાત કોડનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવેલી ચોક્કસ સાઇટને ઓળખવાની મંજૂરી આપે છે. તમારી સાઇટનું અધિકરણ કરવાની રીત જાણો.

સૌથી ઉપર પાછા

મને નોટિફિકેશન મળ્યું છે, હવે મારે શું કરવું જોઈએ?

સમસ્યાઓના નિરાકરણ માટે, તમારે નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચીને ફેરફારો કરવા જોઈએ. પછી તમારે નીચે રિવ્યૂની વિનંતી કરવા વિશે જાણવું જોઈએ:

રિવ્યૂની વિનંતી કરવા માટેના શ્રેષ્ઠ સિદ્ધાંતો

  • તમે ઉલ્લંઘન સમજો છો તેની ખાતરી કરો: અમે જ્યારે પણ પૉલિસી નોટિફિકેશન મોકલીએ ત્યારે અમે ઉલ્લંઘનનું કારણ કઈ પૉલિસી છે તે સમજાવતી એક સ્નિપેટ પણ તેમાં શામેલ કરીએ છીએ. આ ધ્યાનપૂર્વક વાંચો અને તે તમારા પેજ કે સાઇટ પર કેવી રીતે લાગુ થાય છે તે સમજો. જો આ પછી પણ તમારી પાસે પ્રશ્નો હોય અથવા આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરવું તે જાણતા ન હો, તો પછી અમે તમને અમારા સહાયતા કેન્દ્રમાં સંબંધિત પ્રોગ્રામ પૉલિસી વિભાગોનો રિવ્યૂ કરવાનો સુઝાવ આપીએ છીએ.
  • તમારી સમગ્ર સાઇટ ચેક કરો: જ્યારે તમારી સાઇટ પર જાહેરાતો બંધ કરવામાં આવે, ત્યારે અમે તમને એક નોટિફિકેશન મોકલીએ છીએ જેમાં ઉલ્લંઘનના ઉદાહરણ તરીકે URLનો સમાવેશ હોય છે. ધ્યાનમાં રાખો કે આ માત્ર એક ઉદાહરણ છે, ઉલ્લંઘન કદાચ તમારી સાઇટ પર અન્ય પેજ પર હોઈ શકે અને અમે તમારી પાસેથી તમારી સમગ્ર સાઇટ પર યોગ્ય પગલું લેવાની અપેક્ષા રાખીએ છીએ. ઘણા ખરા કિસ્સાઓમાં પ્રકાશકોને Googleના શોધ ઑપરેટર ઉલ્લંઘનો શોધવામાં સહાયરૂપ જણાયા છે.
  • રિવ્યૂની વિનંતી કરો: તમે ઉપર આપેલાં તમામ પગલાં પૂર્ણ કરી લો, તે પછી તમે તમારા પેજ અથવા સાઇટના રિવ્યૂની વિનંતી કરી શકો છો. પેજ-લેવલના ઉલ્લંઘનો માટે, તમે કોઈ રિવ્યૂની વિનંતી કરો તે પહેલાં ખાતરી કરો કે તમે નોટિફિકેશનમાં સૂચવેલા બધા પગલાં પૂર્ણ કર્યા છે. સાઇટ-લેવલના ઉલ્લંઘનો માટે, તમે ઉલ્લંઘનોના નિરાકરણ માટે ચોક્કસ રીતે કયા પગલાં લીધા છે અને ભવિષ્યમાં તમે આવી પરિસ્થિતિઓને કેવી રીતે રોકશો તે પણ અમને જણાવો. તેમજ તમે જેના પર પગલું લીધું હોય તેવા કેટલાક ઉદાહરણના URLsની સૂચિ પણ બનાવી શકો છો. જ્યારે તમે તમારા રિવ્યૂની વિનંતી કરવા માટે તૈયાર હો, ત્યારે તમારા AdSense એકાઉન્ટમાં પૉલિસી કેન્દ્રની મુલાકાત લો.
    રિવ્યૂની વિનંતી કરતા પહેલાં, ખાતરી કરો કે તમારી સાઇટ પર એક AdSense જાહેરાત કોડ છે અન્યથા અમે તમારા અનુપાલનનો રિવ્યૂ કરી શકીશું નહીં.
  • કૃપા કરીને ધૈર્ય રાખો: અમે સામાન્ય રીતે અઠવાડિયાની અંદર રિવ્યૂની વિનંતીઓનો પ્રતિસાદ આપીએ છીએ પણ કેટલીક વખત અમને વધુ માત્રામાં વિનંતીઓ મળતી હોવાને કારણે વધુ સમય લાગી શકે છે.

સૌથી ઉપર પાછા

શું હું રિવ્યૂની વિનંતી કરું પછી હંમેશાં જાહેરાત સેવા ફરી ચાલુ થશે?

ઘણા બધા કિસ્સાઓમાં જો તમે તમારા પેજ કે સાઇટને અનુપાલનમાં લાવવા માટે યોગ્ય ફેરફારો કરી શકો એમ હોય, તો અમે જાહેરાત સેવા ફરી ચાલુ કરી શકીશું, પણ ધ્યાન રાખો કે બધા કિસ્સાઓમાં આ શક્ય નથી. જો તમને પૉલિસી ચેતવણી માટે નોટિફિકેશન મળે અથવા તમારી સાઇટની જાહેરાત સેવા બંધ કરવામાં આવે, તો નોંધો કે તમારા નોટિફિકેશનમાં ઉલ્લેખિત URL કદાચ માત્ર એક ઉદાહરણ હોઈ શકે; અમે તમારી સાઇટ પર જાહેરાત સેવા ફરી ચાલુ કરવાનું વિચારી શકીએ તે પહેલાં તમારી સમગ્ર સાઇટ પર યોગ્ય ફેરફારો કરવા આવશ્યક છે.

સૌથી ઉપર પાછા

જે પૉલિસીનું ઉલ્લંઘન થયું હતું, તેના વિશે મને સ્પષ્ટતાની જરૂર છે. મારે શું કરવું જોઈએ?

અમારી પૉલિસીઓ વિશે વધારાની સ્પષ્ટતા મેળવવા માટે, અમે તમને આ સહાયતા કેન્દ્રમાં શોધવા અથવા અમારા સહાય ચર્ચામંચની મુલાકાત લેવાનો સુઝાવ આપીએ છીએ. તમને હજુ પણ વધુ સ્પષ્ટતા જોઈતી હોય અથવા અમારી પૉલિસીઓના ઉદાહરણો જોવા હોય, તો અમારા ઑનલાઇન સંસાધનોની મુલાકાત લો:

સૌથી ઉપર પાછા ફરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16325009556232310614
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false