નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

તમે અમાન્ય ટ્રાફિક અટકાવવામાં કેવી રીતે સહાય કરી શકો છો

તમે કદાચ જાણતા હશો કે AdSense પ્રકાશકો તેમની જાહેરાતોના ટ્રાફિક માટે પોતે જ જવાબદાર હોય છે. આ જ કારણ છે કે તમારે તમારી જાહેરાતોના ટ્રાફિકનું બારીકાઈથી નિરીક્ષણ કરીને એ ખાતરી કરવી જરૂરી છે કે તમારું એકાઉન્ટ અમારી પૉલિસીનું પાલન કરે છે અને અમાન્ય ટ્રાફિક એકત્રિત કરતું નથી. જો નીચે જણાવેલી ટિપ ફૉલો કર્યા બાદ તમને કંઈપણ શંકાસ્પદ દેખાય, તો તમે જરાયે સંકોચ વિના અમને સૂચિત કરો.

અમે તમને અમારી AdSense પૉલિસી માટે નવોદિતની ગાઇડમાં આપવામાં આવેલી માહિતી સાથે જ અમારી સંપૂર્ણ પ્રોગ્રામ પૉલિસી તેમજ નિયમો અને શરતોનો રિવ્યૂ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ ઉપરાંત, તમારી જાહેરાતો પર અમાન્ય ટ્રાફિક અટકાવવામાં તમારી સહાય માટે અહીં અમુક ટિપ આપવામાં આવી છે:

  • તમારી જાહેરાતના ટ્રાફિક અને સાઇટના મુલાકાતીઓને સમજો

    તમારા ટ્રાફિક રિપોર્ટને URL ચૅનલ, કસ્ટમ ચૅનલ અથવા તો Google જાહેરાત મેનેજરના જાહેરાત યુનિટનો પણ ઉપયોગ કરીને અર્થપૂર્ણ વિભાગોમાં વિભાજિત કરો. આમ કરવાથી તમને એ જાણવામાં સહાય થશે કે ટ્રાફિક સૉર્સ અથવા અમલીકરણમાં ફેરફારો તમારા જાહેરાતના ટ્રાફિકને કેવી રીતે અસર કરી શકે છે.

    ત્યાર બાદ, તમારી સાઇટના મુલાકાતીઓ વિશે વિગતવાર માહિતી મેળવવા માટે Google Analyticsનો ઉપયોગ કરો અને કોઈપણ વપરાશકર્તાના શંકાસ્પદ વર્તન પર નજર રાખો. (મારા વપરાશકર્તાઓ ભૌગોલિક રૂપે આવે છે કે પછી વેબ પર આવે છે? તેઓ મારી સાઇટ પર કયા પેજ જુએ છે?). તમારા ટ્રાફિકને કેવી રીતે સમજશો તે જાણો.

  • અવિશ્વસનીય / ઓછી-ક્વૉલિટી ધરાવતી પાર્ટી સાથે ભાગીદારી કરવાનું ટાળો

    અમુક પ્રકાશકોને તેમની સાઇટ પર ટ્રાફિક વધારવાના પ્રયાસમાં ઓછી-ક્વૉલિટી ધરાવતા જાહેરાતના નેટવર્ક, શોધ એન્જિન અથવા ડિરેક્ટરી સાઇટ સાથે ભાગીદારી કર્યા બાદ અમાન્ય ટ્રાફિક સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ટ્રાફિક ખરીદી વિશે વધુ જાણો.

  • તમારી પોતાની જાહેરાતો પર ક્લિક ન કરો. પછી ભલે આમ કરવું તમને યોગ્ય લાગતું હોય

    જો તમને કોઈ જાહેરાતમાં રુચિ હોય અથવા તમે તેના નિર્ધારિત સ્થાનનું URL શોધવા માગતા હો, તો પણ તમારી પોતાની જાહેરાતો પર ક્લિક કરવું પ્રતિબંધિત છે. તેને બદલે, તમે AdSense પ્રકાશકના ટૂલબારનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે જ્યારે પણ અમે તમારી પોતાની જાહેરાતો પરની ક્લિકને ફિલ્ટર કરીએ છીએ, ત્યારે અમે એ ક્લિકને સંપૂર્ણપણે અવગણતા નથી. જો અમને લાગે કે પ્રકાશક તેની કમાણી કે જાહેરાતકર્તાના ખર્ચને વધારવા માટે પોતે જ પોતાની જાહેરાતો પર ક્લિક કરી રહ્યો છે, તો અમે અમારા જાહેરાતકર્તાઓની સુરક્ષા કરવા માટે એકાઉન્ટને બંધ કરી શકીએ છીએ.

  • તમારા અમલીકરણને બે વાર અને ત્રણ વાર ચેક કરો

    અમુક પ્રકાશકો કસ્ટમ અમલીકરણનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમની જાહેરાતની વિનંતીઓ પર અનિચ્છનીય પરિણામો થઈ શકે છે. ખાતરી કરો કે તમારી જાહેરાતનું અમલીકરણ અમારી જાહેરાતના સ્થાન નિયોજનની પૉલિસીનું પાલન કરે અને તેમાં પ્રોગ્રામિંગ ભૂલ ન હોય. સાથે જ વિવિધ બ્રાઉઝર અને પ્લૅટફૉર્મ પર તમારી જાહેરાતો ચેક કરો, જેથી તમે એ ખાતરી કરી શકો કે તેઓ તમારી અપેક્ષા પ્રમાણે કામ કરે છે.

  • AdSense સહાય ચર્ચામંચમાંથી સલાહ લો

    શક્ય છે કે તમને જે પ્રશ્ન હોય, એ જ સમસ્યાનો સામનો અન્ય પ્રકાશકને પણ કરવો પડ્યો હોય. તેથી વધુ જાણવા માટે ચર્ચામાં ભાગ લો અથવા પોતે તમારી ચર્ચા શરૂ કરો. જો તમે અમાન્ય ટ્રાફિક જનરેટ કરનારા ત્રીજા પક્ષ અથવા એવી કોઈ સ્થિતિનો સામનો કર્યો હોય તો અન્ય લોકોને તેના વિશે જણાવો.

AdMobમાં અમાન્ય ટ્રાફિક કેવી રીતે અટકાવી શકાય તેની માહિતી મેળવવા માટે AdMob સહાયતા કેન્દ્ર જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5882375461376398758
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false