નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારી સાઇટ અને તમારી જાહેરાતો માટે ઑપ્ટિમાઇઝેશન ટિપ

ઑપ્ટિમાઇઝેશન એ તમારી સાઇટની ક્વૉલિટી, તમારી સાઇટ પરના ટ્રાફિક અને તમારી AdSense જાહેરાતોના કાર્યપ્રદર્શનને બહેતર બનાવવા માટે ફેરફાર કરવાની પ્રક્રિયા છે. તમારા ઑપ્ટિમાઇઝેશનના લક્ષ્યોના આધારે, આનો અર્થ તમારી સાઇટ અથવા તમારી જાહેરાતના અમલીકરણમાં ફેરફાર કરવો થઈ શકે છે. તમારી AdSenseની આવક વધારવામાં, તમારી સાઇટની ઉપયોગિતા બહેતર બનાવવામાં અને વધુ ટ્રાફિક મેળવવા જેવી અનેક બાબતોમાં ઑપ્ટિમાઇઝેશન તમારી સહાય કરી શકે છે

તમારી જાહેરાતના કાર્યપ્રદર્શનને કેવી રીતે સુધારવું અને બહેતર સાઇટ કેવી રીતે બનાવવી, તેની ટિપ તમે નીચે શોધી શકો છો.

જાહેરાતના અમલીકરણની ટિપ

  • ઑટો જાહેરાતો અજમાવો: તમારા કન્ટેન્ટ પર ધ્યાન આપો અને ઑટો જાહેરાતો વડે તમારો વ્યવસાય વિકસાવો. તે સેટઅપ કરવામાં ઘણી સરળ હોય છે અને તે જાહેરાતની સંખ્યા જેવી કસ્ટમાઇઝેશનની વિગતવાર સુવિધાઓ પ્રદાન કરે છે, જેને કારણે તમે તમારા પેજ પર બતાવવામાં આવતી જાહેરાતોની સંખ્યા નિયંત્રિત કરી શકો છો. ઑટો જાહેરાતો તમારી સાઇટ પરના જાહેરાત અનુભવને કસ્ટમાઇઝ કરી શકાય એ માટે, તમને જાહેરાતના વિવિધ ફૉર્મેટ પણ ઑફર કરે છે:
    • જો તમે તમારા પેજ પર જાહેરાતના સ્લૉટની સંખ્યા વધારવા માગતા હો, તો 'ઇન-પેજ' ફૉર્મેટનો ઉપયોગ કરવાનું વિચારો.
    • જો તમે તમારી સાઇટ પર અન્ય કન્ટેન્ટનો સુઝાવ આપવા માગતા હો, તો Multiplex જાહેરાતો સક્રિય કરો.
    • વિગ્નેટ જાહેરાતો અને એન્કર એડ જેવા ફૉર્મેટ અજમાવી જુઓ, જે મોબાઇલ અને ડેસ્કટૉપ પર સારું કાર્યપ્રદર્શન કરે છે તેમજ તમારી જાહેરાતોની દૃશ્યતામાં વધારો કરી શકે છે.
  • તમારા AdSense એકાઉન્ટના સેટિંગમાં પ્રયોગ કરો: તમારી આવક વધારી શકે તેવા કસ્ટમાઇઝ કરેલા સુઝાવો શોધવા માટે, તમારા એકાઉન્ટમાં ઑપ્ટિમાઇઝેશન પેજની મુલાકાત લો.
  • તમારા જાહેરાતના સેટિંગને બહેતર બનાવવા માટે પ્રયોગો ચલાવો. પ્રયોગો તમને તમારા જાહેરાત સેટિંગમાંથી એકની સરખામણી તેના અન્ય કોઈ વિકલ્પના સેટિંગ સાથે કરવાની મંજૂરી આપે છે, જેથી તમે જાણી શકો કે કયું સેટિંગ શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન કરે છે. પ્રયોગો તમને તમારા જાહેરાત સેટિંગ કેવી રીતે ગોઠવવા એ વિશેના સૂચિત નિર્ણયો લેવામાં સહાય કરે છે અને સાથે જ તમારી કમાણી વધારવામાં તમને સહાય કરી શકે છે. તમે તમારા જાહેરાત ફૉર્મેટના સેટિંગ પર Googleને પ્રયોગો ચલાવવાની મંજૂરી આપી શકો છો અને તમારી આવક અથવા વપરાશકર્તા અનુભવ માટે યોગ્ય હોય તેવા સુધારાઓ ઑટોમૅટિક રીતે લાગુ કરી શકો છો.
  • દૃશ્યતાની ક્ષમતા વડે તમારી જાહેરાતોને વધુ દેખાય તેવી બનાવો. તમે તમારી સાઇટ પર જાહેરાતની જોઈ શકાય તેવી છાપની સંખ્યા વધારી હોવાની ખાતરી કરો. આને કારણે વધુ ક્લિક મળવાની અને આવકમાં વધારો થવાની શક્યતા છે. તમારા સૌથી સારું કાર્યપ્રદર્શન કરતા જાહેરાતના યુનિટ માટે દૃશ્યતાનો રેટ 70%થી વધારે મેળવવા માટે, દૃશ્યતાની ક્ષમતા ધરાવતી શ્રેષ્ઠ પદ્ધતિઓ અનુસરો: પેજની લંબાઈ ઘટાડો, જાહેરાતોને ફોલ્ડની બરાબર ઉપર મૂકો, જાહેરાતના ઊભા કદનો (ખાસ કરીને ડેસ્કટૉપ પર) ઉપયોગ કરો, પ્રેક્ષકોને જોડાયેલા રાખે તેવું કન્ટેન્ટ બનાવતા રહો, પેજ લોડ થવાની સ્પીડ વધારો.
  • તમારા નિયત-કદના જાહેરાતના યુનિટનો જાહેરાતનો કોડ અપડેટ કરીને તેને જાહેરાતના રિસ્પૉન્સિવ યુનિટ પર સ્વિચ કરો. અથવા જો તમે તમારા જાહેરાતના કોડને અપડેટ ન કરી શકતા હો, તો જાહેરાતના કદના ઑપ્ટિમાઇઝેશન સેટિંગ ચાલુ કરો.
  • તમારે બ્લૉક કરવી જરૂરી ન હોય તેવી કોઈ જાહેરાતને તમે બ્લૉક કરી રહ્યાં નથી તેની ખાતરી કરો. જો તમે જાહેરાતકર્તાના ઘણાં બધાં URLs, જાહેરાત નેટવર્ક અને તેમની સામાન્ય અથવા સંવેદનશીલ કૅટેગરી બ્લૉક કરશો, તો તેનાથી જાહેરાતનું કાર્યપ્રદર્શન ઘટી શકે છે કારણ કે હરાજીમાં બહુ ઓછા જાહેરાતકર્તાઓ હોય છે કે જેઓ તમારી ઇન્વેન્ટરી પર બોલી કરે. અમારી જાહેરાતને મંજૂરી આપવાની અને બ્લૉક કરવાની માર્ગદર્શિકામાં વધુ જાણો.
  • તમારી સાઇટ પર જાહેરાતો મૂકતી વખતે વપરાશકર્તા અનુભવ અને AdSense પ્રોગ્રામ પૉલિસીઓ પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ હોય છે. અમારી જાહેરાતના સ્થાન નિયોજન માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ જુઓ.તમે જાહેરાતોના બહેતર માનકોથી પરિચિત પણ થઈ શકો છો અમે AdSenseના પ્રકાશકોને મુખ્યત્વે એ માટે પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ તેમના જાહેરાત સંબંધિત અનુભવનો રિપોર્ટ જોતા રહે અને તેમાં ઓળખવામાં આવેલી કોઈપણ સમસ્યાનું નિરાકરણ કરે.

સાઇટ ઑપ્ટિમાઇઝ કરવાની ટિપ

  • તમારી સાઇટના મોબાઇલ વર્ઝનને ઑપ્ટિમાઇઝ કરો. સ્માર્ટફોનના વધતા જતા ઉપયોગ અને એમાંયે ખાસ કરીને સ્થાયી કનેક્ટિવિટીને કારણે પ્રકાશકો માટે તેમના વપરાશકર્તાઓ સાથે જોડાવાની અનેક તકો નિર્માણ થઈ છે. મલ્ટિ-સ્ક્રીન કેન્દ્રિત અભિગમ સાથે આ તકોને કારણે વ્યાપક પ્રમાણમાં પ્રેક્ષકો સુધી પહોંચી શકાય છે અને અંતે, લાંબા ગાળે આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. વધુ ટિપ માટે મોબાઇલ વેબ માટે ઑપ્ટિમાઇઝેશન જુઓ.
  • AMP સાઇટ બનાવો: પહેલા-AMP સાઇટ બનાવવાથી તમને શ્રેષ્ઠ કાર્યપ્રદર્શન પ્રાપ્ત થાય છે - ઓછા સમયમાં ઝડપથી પેજ લોડ થાય છે, વપરાશકર્તાને મોબાઇલમાં વધુ સારો અનુભવ મળે છે અને એકંદરે ટ્રાફિક વધુ રહે છે.
  • તમારી સાઇટના પેજની ગતિ ચેક કરો: તમારા પેજની ગતિ ચેક કરવા માટે, અમે સુઝાવ આપીએ છીએ કે તમે Google PageSpeed Insights સાધનનો ઉપયોગ કરો.
  • ટ્રાફિક માટેની વ્યૂહરચના ડેવલપ કરો: તમારી સાઇટનો ટ્રાફિક વધારવાની અને તેને ઑપ્ટિમાઇઝ કરવાની રીત જાણવા માટે અમારી ટ્રાફિક ટિપનો રિવ્યૂ કરો.
  • તમારી સાઇટના શોધ એન્જિન ઑપ્ટિમાઇઝેશન પર ધ્યાન આપવું યોગ્ય છે. અમારી SEO સ્ટાર્ટર ગાઇડ જુઓ.
  • વપરાશકર્તા અનુભવની ક્વૉલિટી ઑપ્ટિમાઇઝ કરવી, એ વેબ પર કોઈપણ સાઇટ માટે લાંબા ગાળે સફળ થવાની ચાવી છે. તમે વ્યવસાયના માલિક હો, માર્કેટર હો કે પછી ડેવલપર હો, વેબની વિગતો, તમારી સાઇટના અનુભવની ક્વૉલિટી માપવા અને તેને બહેતર બનાવવાની તકો ઓળખવામાં તમારી સહાય કરે છે. તમારા વર્તમાન વિશ્લેષણ સાધન વડે વેબની વિગતો માપવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7440917569417918269
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false