નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Ad units

જાહેરાતના ફૉર્મેટ વિશે પૂછાતા સામાન્ય પ્રશ્નો

AdSenseના જાહેરાતના ફૉર્મેટ વિશે તમને હોઈ શકે એવા અમુક પ્રશ્નોના જવાબો અહીં આપ્યા છે.

બધું મોટું કરો  બધું નાનું કરો

રિસ્પૉન્સિવ જાહેરાતો

રિસ્પૉન્સિવ જાહેરાતના ટૅગના પેરામીટરનો હું કેવી રીતે ઉપયોગ કરી શકું?

રિસ્પૉન્સિવ જાહેરાતના ટૅગના પેરામીટર તમને તમારી રિસ્પૉન્સિવ પ્રદર્શન જાહેરાતના યુનિટનું વર્તન બદલવાની મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, એક સામાન્ય આકાર ઉલ્લેખિત કરવો કે જે તમારી જાહેરાતના યુનિટ સાથે અનુકૂળ હોય. રિસ્પૉન્સિવ જાહેરાતના ટૅગના પેરામીટરનો ઉપયોગ કરવા માટે, તમે સામાન્ય રીતે તમારી રિસ્પૉન્સિવ જાહેરાતના કોડમાં નાનો ફેરફાર કરો છો. રિસ્પૉન્સિવ જાહેરાતના ટૅગના પેરામીટરનો ઉપયોગ કરવાની રીત જાણો.

શું હું રિસ્પૉન્સિવ જાહેરાતો મારી સાઇટ પર ફિટ થાય તે રીતે તેમને કસ્ટમાઇઝ કરી શકું?

જો તમને જાણવા મળે કે અમારી રિસ્પૉન્સિવ જાહેરાતનો કોડ તમારી જરૂરિયાતો અનુસાર બધુ કામ નથી કરતો, તો તમે તમારી રિસ્પૉન્સિવ સાઇટની જરૂરિયાતોને બહેતર રીતે પહોંચી વળવા માટે તમારી જાહેરાતના કોડમાં ફેરફાર કરી શકો છો. આ વિગતવાર રિસ્પૉન્સિવ જાહેરાતના કોડની સુવિધાઓના ઉદાહરણો તમને સાચી રીતે આ ફેરફાર કરવાની રીત બતાવે છે.

શું હું મારી રિસ્પૉન્સિવ જાહેરાતો માટે મહત્તમ પહોળાઈ અને/અથવા ઊંચાઈ સેટ કરી શકું?

હા, તમે મહત્તમ પહોળાઈ અને/અથવા ઊંચાઈ સેટ કરી શકો છો. આવું કરવા માટે સૂચનો માટે, તમારી રિસ્પૉન્સિવ જાહેરાતોના કોડમાં ફેરફાર કરવાની રીત જુઓ.

Chrome DevToolsમાં મને availableWidth=0 ભૂલ મળે છે. તેનો અર્થ શું થાય છે?

જો નીચે જણાવેલી ભૂલ જોવા મળે છે, તો એનો અર્થ એ છે કે જ્યારે રિસ્પૉન્સિવ જાહેરાતના કોડની ગણતરી કરવામાં આવી, ત્યારે પહોળાઈ 0 હતી.

Chrome DevToolsમાં મને આ ભૂલ મળે છે: adsbygoogle.push() ભૂલ: availableWidth=0 માટે કોઈ સ્લૉટ સાઇઝ નથી. મારે શું કરવું જોઈએ?

આનું કારણ એ છે કે તમારી રિસ્પૉન્સિવ જાહેરાતનો કોડ પેરેન્ટ કન્ટેનરની અંદર છે જેની કોઈ સ્પષ્ટ પહોળાઈ સેટ કરેલી નથી. આને ઠીક કરવા માટે, તમારે પેરેન્ટ કન્ટેનરની પહોળાઈ સેટ કરવાની રહેશે અથવા તો જાહેરાત યુનિટનું કદ નિશ્ચિત કરવાનું રહેશે.

નિશ્ચિત કદની જાહેરાતો

ક્યારેક નિશ્ચિત કદની જાહેરાતના યુનિટ મેં ઉલ્લેખિત કરેલા કદને બદલે અલગ કદની જાહેરાતો કેમ બતાવે છે?

જાહેરાતના યુનિટનું પ્રદર્શન વધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલી AdSenseની નીચે જણાવેલી સુવિધાઓને લીધે કદાચ આ થઈ શકે છે:

  • સમાન કદની ડિસ્પ્લે જાહેરાતો તમને તમારા જાહેરાતના યુનિટમાં સમાન કદની પણ વધુ પર્ફોર્મન્સવાળી ડિસ્પ્લે જાહેરાતો બતાવવાની મંજૂરી આપે છે. આ સુવિધા નાપસંદ કરવા માટે, બ્રાંડ સુરક્ષા અને પછી કન્ટેન્ટ અને પછી બ્લૉક કરવા માટેના નિયંત્રણો અને પછી જાહેરાત સેવા મેનેજ કરો પર જાઓ અને સમાન કદની ડિસ્પ્લે જાહેરાતો સુવિધા બંધ કરો.
  • જાહેરાતના કદનું ઑપ્ટિમાઇઝેશન Googleને મોબાઇલ પર તમારી જાહેરાતના યુનિટના કદને ઑટોમૅટિક રીતે ઑપ્ટિમાઇઝ કરવાની મંજૂરી આપે છે. આ સુવિધા નાપસંદ કરવા માટે, જાહેરાતો અને પછી વૈશ્વિક સેટિંગ પર જાઓ અને Googleને તમારી મોબાઇલ પરની જાહેરાતોનું કદ ઑપ્ટિમાઇઝ કરવાની મંજૂરી આપો સુવિધા બંધ કરો.
નોંધ: આ સુવિધાઓમાંથી કોઈપણ એકને બંધ કરવાથી તમારી જાહેરાતના યુનિટના પર્ફોર્મન્સ પર નકારાત્મક અસર પડી શકે છે.

સ્ટીકી જાહેરાતો

શું મને સ્ટીકી જાહેરાતોનો અમલ કરવાની મંજૂરી છે અને તેને સંબંધિત પૉલિસીના નિયમો શું છે?

સ્ટીકી જાહેરાતોને AdSenseમાં મંજૂરી આપવામાં આવી છે. જો તમે આ ફૉર્મેટનો ઉપયોગ કરવામાં રૂચિ ધરાવો છો, તો કૃપા કરીને ફરજિયાતપણે પાલન કરવાની હોય તેવી નીચે જણાવેલી ટેક્નિકલ જરૂરિયાતો જુઓ:

  • ફક્ત 300px અથવા તેનાથી ઓછી પહોળાઈવાળા જાહેરાતને ફૉર્મેટને જ મંજૂરી આપવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે, 728x90ને મંજૂરી આપવામાં આવતી નથી.
  • તમામ 160x600, 300x600, 300x250, 300x50 અને 120x600ને મંજૂરી આપવામાં આવે છે.
  • સ્ટીકી જાહેરાતો પેજ પરના અન્ય કન્ટેન્ટને ઓવરલેપ કે અન્ડરલેપ ન કરતી હોય તે આવશ્યક છે. જાહેરાત કન્ટેન્ટ, સાઇટના નૅવિગેશનલ કાર્યો (સ્ક્રોલબાર સહિત) કે અન્ય જાહેરાતની એકદમ નજીક ન આવવી જોઈએ. આમાં રિસ્પૉન્સિવ ડિઝાઇનવાળા પેજ અને બદલેલા કદની વિન્ડોને લીધે ઊભી થતી કોઈપણ સમસ્યાઓનો સમાવેશ થાય છે.
  • જાહેરાતના બધા એટ્રિબ્યુશન અને જાહેરાતનું બધુ કન્ટેન્ટ દરેક સમયે દેખાતું હોવું જોઈએ.
  • જાહેરાતો વ્યૂપોર્ટની બહાર સ્ક્રોલ થવી આવશ્યક છે, તેઓ સ્ક્રોલમાં કોઈપણ સમયે દેખાઈ કે અદૃશ્ય થઈ શકે નહીં.
  • જાહેરાતો કોઈપણ પ્રકારના આડા સ્ક્રોલિંગ વિના ફક્ત ઊભા અક્ષ પર હિલચાલ કરે તે આવશ્યક છે. સ્ટીકી યુનિટને પેજ પર અન્ય ક્યાંય સરકવાની કે કર્સરને ફૉલો કરવાની મંજૂરી હોતી નથી.
  • જાહેરાતો વાજબી દરે રેન્ડર થવી અને કોઈપણ પ્રકારની અસ્થિરતા કે અટક્યા વિના સરળતાથી સ્ક્રોલ થવી આવશ્યક છે.
  • એક સમયે વ્યૂપોર્ટમાં ફક્ત એક જ સ્ટીકી જાહેરાત દેખાઈ શકે છે. કન્ટેન્ટની બન્ને બાજુએ મિરર કરેલા સ્ટીકી યુનિટ અથવા કન્ટેન્ટની એક બાજુએ આવેલા સમાંતર યુનિટ (આડી રીતે એકબીજાની નજીક)ને મંજૂરી આપવામાં આવતી નથી.
  • આ અમલીકરણો ફક્ત ડેસ્કટૉપ માટે છે અને જાહેરાતો સાઇટના ટૅબ્લેટ કે મોબાઇલ માટે ઑપ્ટિમાઇઝ કરેલા વર્ઝન પર સ્ટીકી હોવી જોઈએ નહીં. જો પેજને ટૅબ્લેટ/મોબાઇલ માટે ઑપ્ટિમાઇઝ ન કરવામાં આવ્યું હોય તો પણ, પ્રકાશકોએ ખાતરી કરવી જોઈએ કે જ્યારે તેમની સાઇટ ટૅબ્લેટ/મોબાઇલ પર લોડ થાય, ત્યારે અમલીકરણનું પાલન થશે.

કન્ટેન્ટ મુજબની જાહેરાત

હું કેવા પ્રકારની કન્ટેન્ટ મુજબની જાહેરાતો અમલી બનાવી શકું?

AdSense નીચે જણાવેલી મૂળ પ્રોડક્ટ ઑફર કરે છે:

જ્યાં સુધી તમારી જાહેરાતોની સંખ્યા તમારા કન્ટેન્ટની સંખ્યા વટાવતી નથી, ત્યાં સુધી તમે તમારી મરજી અનુસાર તમારા પેજ પર જોઈએ તેટલી કન્ટેન્ટ મુજબ અને કન્ટેન્ટ મુજબની ન હોય તેવી જાહેરાતો બતાવી શકો છો. અમારી ઇન્વેન્ટરીના મૂલ્યની પૉલિસી વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10971665578861518951
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false