નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Monetization and ads

ક્લિકના કન્ફર્મેશન વિશે

ક્લિકનું કન્ફર્મેશન એ Google Ads પ્રોડક્ટની એવી સુવિધા છે, જે જાહેરાતની પ્લેસમેન્ટમાં એવું કન્ફર્મેશન ઉમેરે છે, જે કદાચ આકસ્મિક ક્લિક જનરેટ કરી રહ્યું છે. જ્યારે કોઈ વપરાશકર્તા ક્લિકના કન્ફર્મેશન વડે જાહેરાતને ક્લિક કરે, ત્યારે વપરાશકર્તાને "સાઇટની મુલાકાત લો" જેવી ક્રિયાથી સંકળાયેલા કોઈ બટનને ક્લિક કરીને જાહેરાતકર્તાના પેજની મુલાકાત લેવા માટેનો તેમનો હેતુ કન્ફર્મ કરવાનું કહેવામાં આવશે.

ક્લિકનું કન્ફર્મેશન શા માટે લાગુ કરવામાં આવે છે?

જ્યારે Google Ads સિસ્ટમ નક્કી કે અસરગ્રસ્ત સાઇટ પરની જાહેરાતો અનિચ્છનીય ક્લિક જનરેટ કરી રહી છે, ત્યારે ક્લિકનું કન્ફર્મેશન લાગુ કરવામાં આવે છે. આનાથી વપરાશકર્તાને નબળો વપરાશકર્તા અનુભવ મળે છે કારણ કે વપરાશકર્તા તેમના હેતુપૂર્વકના કન્ટેન્ટને બદલે જાહેરાતકર્તાના લૅન્ડિંગ પેજ પર પહોંચી જાય છે.

બીજું ક્લિક રજૂ કરીને, અમે વપરાશકર્તાને જાહેરાત કરાયેલા પેજની મુલાકાત લેવા માટેનો તેમનો હેતુ કન્ફર્મ કરવાની સુવિધા આપીને અનુભવને બહેતર બનાવીએ છીએ. સામાન્ય રીતે, જે વપરાશકર્તાઓનો ઇરાદો જાહેરાત પર ક્લિક કરવાનો હતો, તેઓ હજી પણ જાહેરાત જોવા માટે ક્લિક કરશે.

મારી સાઇટ પર ક્લિકનું કન્ફર્મેશન ઉમેરવામાં આવ્યું છે કે નહીં તેની જાણ મને કઈ રીતે થાય?

તમારા એકાઉન્ટમાં પૉલિસી કેન્દ્રની મુલાકાત લો અને "સ્ટેટસ" કૉલમ ચેક કરો. પૉલિસી કેન્દ્ર તમારી સાઇટ પર જાહેરાત સેવાને અસર કરતી તમામ સમસ્યાઓ બતાવે છે, જેમાં ક્લિકનું કન્ફર્મેશન શામેલ છે.

તમે તમારી જાહેરાતોમાંથી ક્લિકનું કન્ફર્મેશન કેવી રીતે કાઢી શકો?

જ્યારથી Google Ads ચાલુ આકસ્મિક ક્લિકની ભાળ મેળવવાનું બંધ કરે, ત્યારથી ક્લિકનું કન્ફર્મેશન લાગુ કરવાનું ઑટોમૅટિક રીતે બંધ કરવામાં આવે છે. જો કે, એવું તરત જ થતું નથી. જ્યારે Google Adsને તમારા કન્ટેન્ટ પરની જાહેરાત સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતા વપરાશકર્તાઓની ક્લિકની ક્વૉલિટીમાં સતત સુધારો જોવા મળે, ત્યારે ક્લિકનું કન્ફર્મેશન ઑટોમૅટિક રીતે કાઢી નાખવામાં આવશે. 

નામંજૂર અમલીકરણો

વપરાશકર્તાઓ જાહેરાતો પર આકસ્મિક રીતે ક્લિક કરે તે પાછળના કારણો સમજી લેવાથી, તમે આવું થવાની ઘટનાને ઘટાડી શકશો અને વધુ સચોટ રિપોર્ટિંગ માહિતી અને બહેતર વપરાશકર્તા અનુભવ મેળવી શકશો.

Encouraging accidental clicks | Google Publisher Policies

જાહેરાતોની નજીક લિંક, ચલાવો બટન, ડાઉનલોડ બટન, નૅવિગેશન બટન (ઉદાહરણ તરીકે, “પાછળ" અથવા “આગળ"), ગેમ વિન્ડો, વીડિયો પ્લેયર, નીચેની ઍરો કી અથવા ઍપ્લિકેશનો મૂકતી વખતે સાવચેત રહેવાનું ધ્યાન રાખો કારણ કે તે આકસ્મિક ક્લિક તરફ દોરી શકે છે.

તમારે રિવ્યૂ કરવા જોઈએ એવા અમલીકરણના ઉદાહરણો અહીં આપેલા છે, પણ આટલા પૂરતા મર્યાદિત નથી:

  • નૅવિગેશનલ તત્ત્વોની નજીક જાહેરાતો
  • ડિસ્પ્લે જાહેરાતો પર ઓવરલે થતાં નૅવિગેશનલ તત્ત્વો
  • જાહેરાતોની ઉપર અથવા નજીકમાં બટન
  • જાહેરાતોની ઉપર અથવા નજીકમાં સાઇટ કન્ટેન્ટ
  • સાઇટ કન્ટેન્ટના રીફ્લોને કારણે ગુંચવણ ઊભી થવી
  • જાહેરાતની પ્લેસમેન્ટની પૉલિસીઓનું કોઈપણ ઉલ્લંઘન

સુઝાવ આપેલા અમલીકરણો

  • જાહેરાતના સ્લૉટની એકદમ ઉપર અને એકદમ નીચે જગ્યા ઉમેરો, ખાસ કરીને ફીડમાં અથવા લેખમાં જાહેરાતો પર.
  • જાહેરાતોને સ્પષ્ટ રીતે લેબલ કરો.
  • નૅવિગેશનલ બટનમાંથી જાહેરાતોને દૂર ખસેડો, જેમ કે આગલું બટન અથવા સાઇટ પરનું ક્લિક કરી શકાય એવું કન્ટેન્ટ.
  • જાહેરાત યુનિટ કન્ટેનરનું કદ સુધારો ખાસ કરીને લેખમાં જાહેરાત પર, જેથી તે લોડ હોય ત્યારે તમારી સાઇટનું કન્ટેન્ટ મર્યાદાથી બહાર ન જાય.
  • તમારી સાઇટના પેજની ગતિ વધારો. યાદ રાખો કે, ઓછી પેજ ગતિને કારણે જાહેરાતો લોડ થવામાં વિલંબ થઈ શકે છે અને વપરાશકર્તાઓ તમારી સાઇટ પર સ્ક્રોલ કરે ત્યારે તે અનપેક્ષિત રીતે પ્રદર્શિત થઈ છે.

સામાન્ય પ્રશ્નો

ક્લિકનું કન્ફર્મેશન ક્યારે ઉમેરવામાં આવે છે?

ક્લિકનું કન્ફર્મેશન માત્ર ત્યારે જ ઉમેરવામાં આવે છે, જ્યારે અમને વપરાશકર્તાઓ માટે આકસ્મિક ક્લિકનું કારણ બનતા હોય એવા જાહેરાત સ્લૉટ મળે. આ ફેરફાર કોઈપણ અહેતુક ક્લિકને ઘટાડીને, તમારી સાઇટનો કુલ વપરાશકર્તા અનુભવ વધુ સારો બનાવશે. અંતે, ઓછી અહેતુક ક્લિક વપરાશકર્તાને ખુશ રાખશે અને જાહેરાતનું પર્ફોર્મન્સ બહેતર બનાવશે.

હું મારા જાહેરાત સ્લૉટ પર આકસ્મિક ક્લિકની સમસ્યાનું નિવારણ કેવી રીતે કરી શકું?

પહેલા તમારે ઉપર આપેલા નામંજૂર અને સુઝાવ આપેલા અમલીકરણોનો રિવ્યૂ કરીને કયા જાહેરાત સ્લૉટ વપરાશકર્તાઓ માટે ખરાબ વપરાશકર્તા અનુભવનું કારણ બને છે તે જાણી લેવું જોઈએ. વપરાશકર્તાઓનો અનુભવ વધુ સારો બનાવવા અને આકસ્મિક ક્લિક ઘટાડવા માટે જાહેરાત યુનિટના અમલીકરણને અને પેજ લોડિંગની ગતિ બહેતર બનાવવા પર ફોકસ કરો.

હું ક્લિકના કન્ફર્મેશનની અપીલ કેવી રીતે કરી શકું?

કોઈ મેન્યુઅલ રિવ્યૂની જરૂર નથી. જ્યારે Google Ads જાહેરાતની પ્લેસમેન્ટ આકસ્મિક ક્લિક જનરેટ થવાના સંકેતો બતાવે, ત્યારે Google Ads ઑટોમૅટિક રીતે ક્લિકનું કન્ફર્મેશન લાગુ કરે છે. અપીલ કરવાની કોઈ જરૂર નથી; તેના બદલે, જ્યારથી Google Ads ચાલુ આકસ્મિક ક્લિકની ભાળ મેળવવાનું બંધ કરે, ત્યારથી ક્લિકનું કન્ફર્મેશન લાગુ કરવાનું ઑટોમૅટિક રીતે બંધ કરવામાં આવે છે. 

રીફ્લો શું છે?

જ્યારે બ્રાઉઝરને વેબ ઘટકોના સ્થાન અને પરિમાણોની ફરી ગણતરી કરવી પડે ત્યારે રીફ્લો થાય છે, જેના પરિણામે વેેબપેજનો ભાગ કે સમગ્ર વેેબપેજ ફરીથી રેન્ડર થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ જાહેરાત પેજના દૃશ્યક્ષમ વ્યૂપોર્ટમાં લોડ થાય, તો જાહેરાતને સમાવી લેવા માટે હાલમાં લોડ થયેલા ઘટકોને નીચે ધકેલાઈ જશે. આ સમય દરમિયાન, તમારી સાઇટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માગતા તમારી સાઇટના મુલાકાતીઓ જાહેરાત પર અજાણતાં ક્લિક કરી શકે છે.

શા માટે મારા CTR/આવક/RPMમાં ઘટાડો થયો?

CTR, CPC, વપરાશકર્તાનો હેતુ, જાહેરાતકર્તાના ROI વગેરે સહિત આવા અન્ય ઘણા પરિબળો છે કે જે જાહેરાતનું પર્ફોર્મન્સ નક્કી કરે છે. CTR ઓછા થવાનો અર્થ એવો નથી કે લાંબા સમય સુધી આવક ઓછી રહે. આ ફેરફાર કોઈપણ અહેતુક ક્લિકને ઘટાડીને, તમારી સાઇટનો કુલ વપરાશકર્તા અનુભવ વધુ સારો બનાવશે. અંતે, આ વપરાશકર્તાઓને ખુશ રાખશે અને જાહેરાતનું પર્ફોર્મન્સ બહેતર બનાવશે. CTR ચોક્કસ એક મહત્ત્વપૂર્ણ સંકેત છે, પણ ક્લિક પછીની પ્રવૃત્તિ વધારવી એ દરેકના શ્રેષ્ઠ હિત માટે છે.

મેં નોંધ લીધી છે કે મારી ડિસ્પ્લે જાહેરાતોને હવે બે ક્લિકની જરૂર છે. વપરાશકર્તા અનુભવ માટે આ શા માટે બહેતર છે?

અમારી સિસ્ટમે નક્કી કર્યું છે કે પ્રભાવિત સાઇટ પરની છબી જાહેરાતો અહેતુક ક્લિક જનરેટ કરી રહી હતી. આનાથી વપરાશકર્તાને નબળો વપરાશકર્તા અનુભવ મળે છે કારણ કે વપરાશકર્તાઓ તેમના હેતુપૂર્વકના કન્ટેન્ટને બદલે જાહેરાતકર્તાના લૅન્ડિંગ પેજ પર પહોંચી જાય છે. બીજું ક્લિક રજૂ કરીને, અમે વપરાશકર્તાને જાહેરાત કરાયેલા પેજની મુલાકાત લેવા માટેનો તેમનો હેતુ કન્ફર્મ કરવાની સુવિધા આપીને અનુભવને બહેતર બનાવીએ છીએ.

શા માટે કેટલીક સાઇટ પર આ વર્તણૂકમાં ફેરફાર થયો છે અને અન્ય સાઇટ પર નથી થયો?

Google Ads ઘણા બધા પરિબળોના આધારે ક્લિકની ક્વૉલિટી માપે છે. અમુક કન્ટેન્ટ, લેઆઉટ અને પ્લેસમેન્ટ ક્લિકની ઓછી ક્વૉલિટીનું કારણ બની શકે છે. Google Ads એવા સંજોગોને ઓળખે છે અને ક્વૉલિટીને વધુ સારી બનાવવા માટે છબીવાળી જાહેરાતોની વર્તણૂકમાં ફેરફાર કરે છે.

મેં મારી સમગ્ર સાઇટનો રિવ્યૂ કરી લીધો છે અને અનુપાલનમાં ન હોય તેવા જાહેરાત સ્લૉટ સામે પગલાં લીધા છે, મારી સાઇટ પર શા માટે હજી પણ ક્લિકનું કન્ફર્મેશન લાગુ છે?

Google Ads ખૂબ લાંબા ગાળાના ડેટાને ધ્યાનમાં લે છે. જ્યારે સિસ્ટમને ક્લિકની એકંદર ક્વૉલિટીમાં નિરંતર સુધારો જણાશે ફક્ત ત્યારે જ તમારા એકાઉન્ટમાં ક્લિકનું કન્ફર્મેશન બંધ થશે અને તેમાંથી કાઢી નાખવામાં આવશે.

શું ક્લિકનું કન્ફર્મેશન ત્રીજા પક્ષની માગના સૉર્સની જાહેરાતોને અસર કરે છે?

ના, ક્લિકનું કન્ફર્મેશન ત્રીજા પક્ષની માગના કોઈ સૉર્સને અસર કરશે નહીં. ક્લિકનું કન્ફર્મેશન માત્ર Google Adsની માગની જાહેરાતોમાં જ ઉમેરવામાં આવે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7759589008857466756
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false