YouTube પર વધુ ભંડોળ ઊભું કરો

YouTube વિશ્વમાં સારી બાબતો માટેનું એક સશક્ત બળ બની શકે છે, પછી ભલે તે જાગરૂકતા વધારવાનું કામ હોય કે પછી તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તેવા હેતુઓ અને સંસ્થાઓ માટે ફાળા ઉઘરાવવાનું કામ હોય.

અમે જાણીએ છીએ કે તમારામાંથી ઘણા લોકો તમારા સમુદાયોને આપવાની અને પરિવર્તન લાવવાની રીતો શોધી રહ્યાં છે. તમારા ધ્યેયો હાંસલ કરવામાં તમારી સહાય કરવા માટે, YouTube દ્વારા સૌથી વધુ ભંડોળ કેવી રીતે ઊભુ કરવુ તેના કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે.

તમે શું કરી શકો છો તેના કેટલાક ઉદાહરણો:

  • YouTube ડોનેશન વડે ફાળો ઉઘરાવવો: યોગ્યતા ધરાવતી ચૅનલ તેમના વીડિયો અને લાઇવ સ્ટ્રીમમાં દાન કરવા માટેનું બટન ઉમેરીને, અમુક ચોક્કસ લોકેશનમાં ઉપલબ્ધ બિનલાભકારી સંસ્થાઓ માટે ફાળો ઉઘરાવી શકે છે. ફાળો ઉઘરાવનારી ઝુંબેશનું સેટઅપ કરવાની રીત અહીં જાણો.
  • જો તમે YouTube ડોનેશન માટે યોગ્યતા ન ધરાવતા હો તો: ફાળો ઉઘરાવનારી બહારની ઝુંબેશને લિંક કરવા માટે, સમાપ્તિ સ્ક્રીનનો ઉપયોગ કરો. વીડિયોની છેલ્લી 5–20 સેકન્ડમાં સમાપ્તિ સ્ક્રીન ઉમેરી શકાય છે. ત્યાં કેટલીક માન્ય ત્રીજો પક્ષ ફાળો ઉઘરાવનારી સાઇટ ઉપલબ્ધ છે (જેમ કે GoFundMe, JustGiving) જેને સમાપ્તિ સ્ક્રીનમાં લિંક કરી શકાય છે.
  • ચોક્કસ વીડિયોમાંથી તમારી પોતાની આવકનું ડોનેશન આપવું: તમારા ઑડિયન્સને જોવું ગમે તેવું ઑરિજિનલ કન્ટેન્ટ બનાવો. તમે તમારા દર્શકોને કહી શકો છો કે તમે જે નાણાં કમાશો, તે તમે કોઈ ચોક્કસ બિનલાભકારી સંસ્થાને ડોનેશનમાં આપશો. પરંતુ, યોગદાન વધારવા માટે તમારે તેમને ક્લિક કરવા અથવા જાહેરાતો જોવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ નહીં.

તમે શું નથી કરી શકતા તેના કેટલાક ઉદાહરણો:

  • તમારા વીડિયોમાં જાહેરાતોને વારંવાર જોવા અને તેના પર ક્લિક કરવા જેવી સ્પામ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશો નહીં. રિમાઇન્ડર તરીકે સ્પામ પ્રવૃત્તિ એ અમારી નકલી એંગેજમેન્ટ પૉલિસી અને અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન છે, અને તમારો વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે. જ્યારે અમે આ વર્તનને ઓળખી કાઢીએ, ત્યારે નિર્માતાને આ વ્યૂ અને ક્લિક માટે ચુકવણી કરવામાં આવશે નહીં અને જાહેરાતકર્તાઓ પાસેથી શુલ્ક લેવામાં આવશે નહીં.
  • પૂરતા ફેરફારો કર્યા વિના અન્ય નિર્માતાઓ અથવા કલાકારોનું કાર્ય અપલોડ કરશો નહીં. જો તમે ન બનાવેલા કાર્યનો ઉપયોગ તમે એવી જગ્યાએ કરવાના હો જ્યાં તમે ડોનેશન લેવા માગતા હો, તો તમારા વીડિયો પર કૉપિરાઇટના સંરક્ષણો હેઠળ દાવો કરવામાં આવી શકે છે.
  • સંસ્થા અથવા બિનલાભકારી સંસ્થાને દાન આપવા વિશે ખોટા દાવા કરશો નહીં. YouTube એ ચકાસવા માટે જવાબદાર નથી કે નિર્માતાઓએ જે ફાળા ડોનેશનમાં આપવાનું વચન આપ્યું છે, તે બિનલાભકારી સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15649217791320803973
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false