લાઇવ ચૅટ મૉડરેટ કરો

તમારી લાઇવ ચૅટને મૉડરેટ કરવાથી તમે તમારા ઑડિયન્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો અને તમારા લાઇવ સ્ટ્રીમ અનુભવને તમારા માટે કામ કરે તે રીતે પસંદ કરી શકો છો. YouTube તમને પોતાને અને તમારા દર્શકોને સુરક્ષિત રાખવા માટે જરૂરી હોય એવા ટૂલ આપે છે.

નોંધ: લાઇવ ચૅટના દરેક સહભાગી અન્ય વપરાશકર્તાની જાણ કરી શકે છે અથવા તેમને બ્લૉક કરી શકે છે.

How to Moderate Live Chat on YouTube

તમે લાઇવ ચૅટ કરો તે પહેલાં

મૉડરેશનના આ ટૂલનું સેટઅપ કરીને તમારા લાઇવ ચૅટ સત્ર માટે તૈયાર રહો. આમાંથી કેટલાક ટૂલનો ઉપયોગ તમારા લાઇવ સ્ટ્રીમ દરમિયાન અને પછી પણ થઈ શકે છે.

ફક્ત સબ્સ્ક્રાઇબર માટે લાઇવ ચૅટ

તમે લાઇવ ચૅટ ફક્ત તમારા સબ્સ્ક્રાઇબરને જ ઉપલબ્ધ કરાવી શકો છો અને તમે ઉલ્લેખ કરી શકો છો કે દર્શકોએ કેટલા સમય સુધી સબ્સ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ. તમારા લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર પહેલાં અને દરમિયાન આ સેટિંગને બદલી શકાય છે.

પ્રિમિયર માટે, ફક્ત સબ્સ્ક્રાઇબર માટેની લાઇવ ચૅટની સુવિધા ચાલુ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. કન્ટેન્ટમાંથી, તમે અપડેટ કરવા માગતા હો તે પ્રિમિયર પસંદ કરો.
  3. 'વિગતો'માં, વધુ બતાવો અને પછી લાઇવ ચૅટ પર જાઓ.
  4. સહભાગીઓ મોડ હેઠળ, સબ્સ્ક્રાઇબરને પસંદ કરો.

જ્યારે તમે ફક્ત સબ્સ્ક્રાઇબર માટે ચૅટ ચાલુ કરો છો, ત્યારે તમારા ઑડિયન્સને સૂચિત કરવામાં આવશે કે તે ચાલુ છે અને મેસેજ મોકલવા માટે તેઓએ કેટલા સમય સુધી સબ્સ્ક્રાઇબ કરેલું હોવું આવશ્યક છે.

ધીમો મોડ અને ફક્ત સબ્સ્ક્રાઇબર માટે ચૅટને એક જ સમયે ચાલુ કરી શકાય છે. ફક્ત સભ્યો માટે ચૅટ અને ફક્ત સબ્સ્ક્રાઇબર માટે ચૅટને એક જ સમયે ચાલુ કરી શકાતી નથી.

ફક્ત સબ્સ્ક્રાઇબર માટે ચૅટ ચાલુ કરવા માટે:

  1. લાઇવ નિયંત્રણ રૂમમાં જાઓ.
  2. તમારા લાઇવ સ્ટ્રીમમાંથી ફેરફાર કરો પર ક્લિક કરો.
  3. લાઇવ ચૅટ પર ક્લિક કરો.
  4. "કોણ મેસેજ મોકલી શકે છે" હેઠળ, સબ્સ્ક્રાઇબર પસંદ કરો.
  5. વૈકલ્પિક: પસંદ કરો કે દર્શકો લાઇવ ચૅટ મેસેજ મોકલી શકે તે પહેલાં તેમણે કેટલા સમય સુધી સબ્સ્ક્રાઇબ કરેલું હોવું આવશ્યક છે.
  6. સાચવો પર ક્લિક કરો.
નોંધ: જો દર્શક ફક્ત સબ્સ્ક્રાઇબર માટેની લાઇવ ચૅટમાં સહભાગી બનવા માગતા હોય, તો અન્ય દર્શકો સાર્વજનિક રીતે જોઈ શકશે કે તેમણે ચૅનલને સબ્સ્ક્રાઇબ કરેલી છે.

ફક્ત સભ્યો માટે લાઇવ ચૅટ

તમે એવી લાઇવ ચૅટ રોકી શકો છો જે ફક્ત તમારા સભ્યો માટે હોય. તમારા કમ્પ્યુટર પર ફક્ત સભ્યો માટે લાઇવ ચૅટ ચાલુ કરવા માટે:
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ઉપર જમણી બાજુએ, બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો.
  3. ડાબી બાજુથી, સ્ટ્રીમ કરો પર ક્લિક કરો.
  4. સ્ટ્રીમ બનાવો:
    1. અગાઉના સ્ટ્રીમને કૉપિ કરવા માટે: અગાઉના સ્ટ્રીમને પસંદ કરો અને સેટિંગનો ફરીથી ઉપયોગ કરો પર ક્લિક કરો.
    2. નવું સ્ટ્રીમ બનાવવા માટે: તમારા સ્ટ્રીમની માહિતી દાખલ કરો અને સ્ટ્રીમ બનાવો પર ક્લિક કરો.
  5. સૌથી ઉપર જમણા ખૂણામાં, ફેરફાર કરો પર ક્લિક કરો.
  6. "લાઇવ ચૅટ" હેઠળ, ફક્ત સભ્યો માટે ચૅટ ચાલુ કરો પસંદ કરો.
  7. સાચવો પર ક્લિક કરો.

પ્રિમિયર માટે, ફક્ત સભ્યો માટેની ચૅટની સુવિધા ચાલુ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. કન્ટેન્ટમાંથી, તમે અપડેટ કરવા માગતા હો તે પ્રિમિયર પસંદ કરો.
  3. વિગતોમાં, વધુ બતાવો અને પછી લાઇવ ચૅટ પર જાઓ.
  4. સહભાગીઓ મોડ હેઠળ, સબ્સ્ક્રાઇબરને પસંદ કરો.

લાઇવ કૉમેન્ટરી મોડ

લાઇવ સ્ટ્રીમ સત્ર દરમિયાન ફક્ત માન્ય વપરાશકર્તાઓને લાઇવ ચૅટ સહભાગીઓ તરીકે મંજૂરી આપવા માટે, તમે તમારી લાઇવ ચૅટનું સેટઅપ કરી શકો છો. ફક્ત તમે પસંદ કરેલા વપરાશકર્તાઓ જ લાઇવ ચૅટ મેસેજ મોકલી શકશે, અન્ય દર્શકો તમારા લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયરની સાથે આ મેસેજ જોઈ શકશે.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ઉપર જમણી બાજુએ, બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો.
  3. લાઇવ ચૅટ ચાલુ કરવા માટે, કસ્ટમાઇઝેશન હેઠળ લાઇવ ચૅટ બૉક્સને ચેક કરો.
  4. ચાલુ કરવા માટે, ‘લાઇવ કૉમેન્ટરી’ પસંદ કરો. (તમે સમુદાય સેટિંગમાં ‘મંજૂર વપરાશકર્તાઓ’ની સૂચિ અપડેટ કરી શકો છો).
  5. વૈકલ્પિક: મંજૂર વપરાશકર્તાઓની સૂચિમાં ચૅનલના URLs ઉમેરો. નોંધ: જો તમારી 'મંજૂર વપરાશકર્તાઓ'ની સૂચિમાં કોઈ ચૅનલ નથી, તો તમારી ચૅનલ લાઇવ ચૅટનો ઉપયોગ કરવા માટે એકમાત્ર મંજૂર વપરાશકર્તા હશે.
  6. સાચવવા માટે આગળ પર ક્લિક કરો.

પ્રિમિયર માટે, લાઇવ કૉમેન્ટરી મોડ ચાલુ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. કન્ટેન્ટમાંથી, તમે અપડેટ કરવા માગતા હો તે પ્રિમિયર પસંદ કરો.
  3. વિગતોમાં, વધુ બતાવો અને પછી લાઇવ ચૅટ પર જાઓ.
  4. સહભાગીઓ મોડ હેઠળ, સબ્સ્ક્રાઇબરને પસંદ કરો.

મૉડરેટર અસાઇન કરો

મૉડરેટર કોઈ એવી વ્યક્તિ છે કે જેના પર તમે તમારા સમુદાય માટે સકારાત્મક તેમજ સુરક્ષિત ચૅનલ અનુભવ બનાવવામાં સહાય કરવા માટે વિશ્વાસ કરો છો. મૉડરેટર વપરાશકર્તાઓ વીડિયો પર કરે છે તે કૉમેન્ટનો અથવા સ્ટ્રીમની લાઇવ ચૅટ દરમિયાન સહભાગીઓ મોકલે છે તે મેસેજનો રિવ્યૂ કરવામાં અને તેને મેનેજ કરવામાં સહાય કરે છે. મૉડરેટરના બે પ્રકાર છે: સ્ટૅન્ડર્ડ મૉડરેટર અને મેનેજિંગ મૉડરેટર. સ્ટૅન્ડર્ડ મૉડરેટર કરતાં મેનેજિંગ મૉડરેટર વધુ પરવાનગીઓ ધરાવે છે. અહીં વધુ જાણો.

YouTube ઍપ

  1. YouTube ઍપ ખોલો.
  2. લાઇવ ચૅટ શરૂ કરવા માટે, પહેલા Plus અને પછી Live દબાવીને તમારી લાઇવ સ્ટ્રીમ શરૂ કરો.
  3. કોઈ ચૅટ મેસેજની બાજુમાં, મેનૂ '' પર ક્લિક કરો અને "મેનેજિંગ મૉડરેટર તરીકે ઉમેરો" અથવા "સ્ટૅન્ડર્ડ મૉડરેટર તરીકે ઉમેરો" પસંદ કરો.

YouTube Studio ઍપ

  1. YouTube Studio ખોલો.
  2. ડાબી બાજુએથી, સેટિંગ અને પછી સમુદાય પર ક્લિક કરો.
  3. ઑટોમેટિક રીતે ચાલતા ફિલ્ટર ટૅબમાંથી ચૅનલના URLને “મેનેજિંગ મૉડરેટર” અથવા “સ્ટૅન્ડર્ડ મૉડરેટર” બૉક્સમાં દાખલ કરો.
  4. સાચવો પર ક્લિક કરો.

ચોક્કસ શબ્દો ધરાવતા મેસેજને બ્લૉક કરો

જેમાં ચોક્કસ શબ્દો હોય અથવા તેનાથી સૌથી વધુ મેળ ખાતા શબ્દો હોય એવા લાઇવ ચૅટ મેસેજને બ્લૉક કરવા માટે, YouTube Studioમાં બ્લૉક કરેલા શબ્દોની સૂચિ બનાવો.
  1. YouTube Studio ખોલો.
  2. ડાબી બાજુએથી, સેટિંગ અને પછી સમુદાય પર ક્લિક કરો.
  3. ઑટોમૅટિક રીતે ચાલતા ફિલ્ટર ટૅબ અને પછી “બ્લૉક કરેલા શબ્દો”માં જઈને, બ્લૉક કરેલા શબ્દોની સૂચિ દાખલ કરો. આમાંના કોઈપણ શબ્દો ધરાવતા હોય એવા મેસેજને તમારી લાઇવ ચૅટમાંથી બ્લૉક કરવામાં આવશે.
  4. સાચવો પર ક્લિક કરો.

લાઇવ ચૅટના અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા મેસેજને રિવ્યૂ માટે રાખો

તમે પસંદ કરી શકો છો કે YouTube લાઇવ ચૅટના અયોગ્ય હોવાની સંભાવના હોય તેવા મેસેજને રોકી રાખે. જો તમે આ વિકલ્પ પસંદ કરો, તો અમારી સિસ્ટમ દ્વારા ઓળખવામાં આવતા લાઇવ ચૅટ મેસેજને ચૅટ ફીડમાં રિવ્યૂ માટે રોકી રાખવામાં આવશે. આ ચૅટ મેસેજ બતાવવા અથવા છુપાવવાનો અંતિમ નિર્ણય તમારો હોય છે. કોઈપણ સિસ્ટમ સચોટ હોતી નથી, પરંતુ આ સુવિધા તમારા માટે તમારા લાઇવ સ્ટ્રીમ પર લાઇવ ચૅટ મેસેજને મૉડરેટ કરવાનું સરળ બનાવી શકે છે.
"રિવ્યૂ માટે રાખો" ચાલુ અથવા બંધ કરો
  1. YouTube Studio પર જાઓ.
  2. ડાબી બાજુએથી, સેટિંગ અને પછી સમુદાય અને પછી ડિફૉલ્ટ પર ટૅપ કરો.
  3. “તમારી લાઇવ ચૅટના મેસેજ” હેઠળ, સંભવિત રીતે અયોગ્ય ચૅટ મેસેજ રિવ્યૂ માટે રાખો વિકલ્પને ચેક અથવા અનચેક કરો.
એકવાર તમે "રિવ્યૂ માટે રાખો" ચાલુ કરી લો તે પછી, તમે YouTube દ્વારા રાખવામાં આવેલા મેસેજને છુપાવી અથવા બતાવી શકો છો.
  • જો તમે બતાવો પસંદ કરો છો તો: ચૅટ સ્ટ્રીમમાં ચૅટ મેસેજ તે મૂળ સમયે પ્રદર્શિત થાય છે કે જ્યારે તેને દાખલ કરવામાં આવ્યા હતા.
  • જો તમે છુપાવો પસંદ કરો છો તો: ચૅટ મેસેજ દર્શકોથી છુપાવેલા રહે છે.
  • જો તમે કોઈ પગલું ન લો તો: ચૅટ મેસેજ દર્શકોથી છુપાવેલા રહે છે.

ધીમો મોડ

ધીમો મોડ તમે કૉમેન્ટ વચ્ચે સમય મર્યાદા સેટ કરીને દરેક વપરાશકર્તા કેટલી વાર કૉમેન્ટ કરી શકે તે મર્યાદિત કરી શકો છો. ચૅનલ માલિક, મૉડરેટર અને YouTube ચૅનલના સભ્યો મર્યાદિત નથી.
લાઇવ નિયંત્રણ રૂમમાં ચાલુ કરો અને પછી સ્ટ્રીમિંગ
  1. લાઇવ સ્ટ્રીમ બનાવો.
  2. ફેરફાર કરો પર ક્લિક કરો.
  3. કસ્ટમાઇઝેશન પર ક્લિક કરો.
  4. "મેસેજ વિલંબ" હેઠળ, ધીમો મોડ ચેક કરો. એક મેસેજ મોકલ્યા પછી બીજો મેસેજ મોકલવા માટે સહભાગીઓ કેટલો સમય રાહ જોશે તે માટે તમારી ઇચ્છા મુજબનો સમય દાખલ કરો.

લાઇવ ચૅટ ચાલુ અથવા બંધ કરો

ઇવેન્ટ શરૂ થયા પછી પણ તમે કોઈપણ સમયે લાઇવ ચૅટ ચાલુ અથવા બંધ કરી શકો છો. તમે પ્રિમિયર પર લાઇવ ચૅટ બંધ કરી શકતા નથી.

સૌથી ઉપર જમણી બાજુએથી, ફેરફાર કરો અને પછી લાઇવ ચૅટ અને પછી લાઇવ ચૅટ ચાલુ કરો પર ક્લિક કરો.

લાઇવ ચૅટ દરમિયાન

લાઇવ ચૅટ ફીડમાં મૉડરેશન પ્રવૃત્તિને મેનેજ કરો

તમે લાઇવ ચૅટ ફીડમાં મૉડરેશન પ્રવૃત્તિને ચાલુ અથવા બંધ કરી શકો છો. લાઇવ ચૅટ મૉડરેશન માટે ડિફૉલ્ટ સેટિંગ બંધ રહે છે.

લાઇવ ચૅટ ફીડમાંથી

  1. લાઇવ ચૅટ ફીડમાંથી, વધુ '' પર ક્લિક કરો.
  2. પછી વધુ અને પછી મૉડરેશન પ્રવૃત્તિને ટૉગલ કરો પર ક્લિક કરો.

ટિપ: જો તમે તમારા બ્રાઉઝરની કૅશ મેમરીને સાફ કરો છો અથવા અન્ય ચૅનલ ધરાવો છો, તો મૉડરેશન પ્રવૃત્તિ ચાલુ અથવા બંધ કરવાની ખાતરી કરવા માટે તમારા મૉડરેશન પ્રવૃત્તિના સેટિંગ ચેક કરો.

લાઇવ ચૅટ ફીડમાંથી મેસેજ અને દર્શકોને મૉડરેટ કરો

તમારા કમ્પ્યુટર પર, ચૅટ ફીડ થોભવવા અને મેસેજ પર જવા માટે, કીબોર્ડ પર 'ALT' / 'Option' દબાવી રાખો. તમને આ માટેના વિકલ્પો દેખાશે:
  • મેસેજ ડિલીટ કરો.
  • વપરાશકર્તાને સમય સમાપ્તિ પર મૂકો.
  • તમારી ચૅનલ પર ચૅટ મેસેજ ફીડ અથવા કૉમેન્ટ વિભાગમાંથી વપરાશકર્તાને છુપાવો.

ટિપ: મૉડરેટર સીધા તેમની ચૅનલ પર જઈને લાઇવ ચૅટના સહભાગીઓ વિશે જાણી શકે છે.

  • કમ્પ્યુટર પર: કર્સરને મેસેજ પર લઈ જાઓ, વધુ '' પર ક્લિક કરો અને પછી ચૅનલ પર જાઓ.
  • મોબાઇલ પર: મેસેજ પર ટૅપ કરો અને પછી ચૅનલ પર જાઓ.

લાઇવ ચૅટ ફીડમાંથી ચૅનલની પ્રવૃત્તિને ઍક્સેસ કરવા વિશે

નોંધ: હાલમાં, માત્ર ડેસ્કટૉપ પર જ ઉપલબ્ધ છે.
તમે અને મૉડરેટર મેનૂમાંથી ચૅનલની પ્રવૃત્તિ પર ક્લિક કરીને લાઇવ ચૅટ ફીડમાંથી વપરાશકર્તાના સાર્વજનિક ઇતિહાસને ઍક્સેસ કરી શકો છો. તેમાં આ માહિતી દેખાશે:
  • વપરાશકર્તાનો સાર્વજનિક પ્રોફાઇલ ફોટો 
  • વપરાશકર્તાનું સાર્વજનિક હૅન્ડલ
  • YouTubeમાં જોડાયાની તારીખ
  • વપરાશકર્તાના સબ્સ્ક્રાઇબરની સંખ્યા
  • સાર્વજનિક લાઇવ ચૅટ મેસેજ (સ્ટ્રીમ દીઠ વધુમાં વધુ 50 મેસેજ)

તેમાં ગયા વર્ષે વપરાશકર્તા વિરુદ્ધ કરવામાં આવેલી નીચે મુજબની મૉડરેશન સંબંધિત ક્રિયાઓની કુલ સંખ્યા પણ શામેલ હશે:

  • ડિલીટ કરેલા મેસેજ
  • સમયસમાપ્તિઓ
  • છુપાવેલી

દર્શકને લાઇવ ચૅટમાં બતાવો અથવા તેમાંથી છુપાવો

છુપાવવું ઘણીવાર એવા સહભાગીઓ માટે આવશ્યક બનાવેલું હોય છે કે જેઓ દિશાનિર્દેશો અને ચેતવણીઓને અવગણે છે અને વારંવાર અયોગ્ય મેસેજ મોકલે છે. જ્યારે તમે ચૅનલમાંથી કોઈને છુપાવશો, ત્યારે તેમના ચૅટ મેસેજ અને કૉમેન્ટ અન્ય દર્શકોને દેખાશે નહીં. YouTube વપરાશકર્તાને એવું જણાવશે નહીં કે તમને છુપાવવામાં આવ્યા છે.
લાઇવ ચૅટ ફીડમાંથી
  1. લાઇવ ચૅટ ફીડમાંથી, તમે છુપાવવા માગતા હોય તેવા દર્શકના મેસેજ શોધો.
  2. મેસેજની પાસે, વધુ '' અને પછી વપરાશકર્તા છુપાવો પર ક્લિક કરો.
YouTube Studioમાંથી
  1. YouTube Studio ખોલો.
  2. ડાબી બાજુએથી, સેટિંગ અને પછી સમુદાય પર ક્લિક કરો.
  3. ઑટોમૅટિક રીતે ચાલતા ફિલ્ટર ટૅબ અને પછી “છુપાવેલા વપરાશકર્તાઓ”માં જઈને, છુપાવવા માગતા હો એવા દર્શકનું નામ ટાઇપ કરો.
  4. કોઈ દર્શક ફરી બતાવવા માટે, તેમના નામની બાજુમાં, X પર ક્લિક કરો. તેઓ હવે તમારી ચૅનલ પર કૉમેન્ટ અને લાઇવ ચૅટ મેસેજ લખી શકે છે.
  5. સાચવો પર ક્લિક કરો.
નોંધ: આમ કરવાથી વપરાશકર્તાને કૉમેન્ટમાંથી પણ છુપાવવામાં આવશે. તમે છુપાવેલા વપરાશકર્તાઓને સમુદાયના સેટિંગમાં છુપાવેલા વપરાશકર્તાઓમાં જોઈ શકાશે.

તમારી લાઇવ ચૅટ પછી

લાઇવ ચૅટ ફરી ચલાવો

લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થાય તે પછી, લાઇવ ચૅટ ફરી ચલાવવાની સુવિધા તમામ સ્ટ્રીમ આર્કાઇવ પર ઉપલબ્ધ થાય છે. આ સ્ટ્રીમની સાથે ચૅટને એવી જ રીતે ફરીથી ચલાવશે જે રીતે તે સ્ટ્રીમ લાઇવ હતી ત્યારે દેખાતી હતી. લાઇવ ચૅટ ફરી ચલાવવાની સુવિધા તમારા બધા લાઇવ સ્ટ્રીમ પર ડિફૉલ્ટ તરીકે ચાલુ હોય છે.
લાઇવ ચૅટ ફરી ચલાવવાની સુવિધા બંધ કરવા માટે
  1. youtube.com/my_videos પર જાઓ.
  2. લાઇવ ટૅબ પર ક્લિક કરો.
  3. વીડિયો પસંદ કરો.
  4. કસ્ટમાઇઝેશન ટૅબ પર ક્લિક કરો.
  5. "ચૅટ ફરી ચલાવો"ની પાસે બૉક્સને નાપસંદ કરો

તમારો લાઇવ ચૅટ ઇતિહાસ જુઓ અથવા ડિલીટ કરો

તમે YouTube લાઇવ સ્ટ્રીમ દરમિયાન જેમાં ભાગ લીધો હોય તે લાઇવ ચૅટને જોઈ શકો છો.
  1. ઇતિહાસ પર જાઓ.
  2. પેજની જમણી બાજુએ, લાઇવ ચૅટ પર ક્લિક કરો.
  3. નીચે સ્ક્રોલ કરો અને લાઇવ ચૅટ મેસેજ શોધો. તેને ડિલીટ કરવા માટે, તેના પર સૂચક લઈ જાઓ અને X પર ક્લિક કરો.
જો તમારી પાસે સ્પૉન્સર કરેલી ચૅટ અથવા Super Chats હોય, તો તમે તેને પણ જોઈ શકો છો. લાઇવ સ્ટ્રીમ પછી ડિલીટ કરવામાં આવતા Super Chat મેસેજ રિફંડ કરવામાં આવતા નથી.
નોંધ: જો તમારા સ્ટ્રીમનું કન્ટેન્ટ અથવા લાઇવ ચૅટ અમારા સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોય, તો વપરાશકર્તાના રિપોર્ટના આધારે, YouTube તમારા વીડિયો પર લાઇવ ચૅટ બંધ કરી શકે છે.

તમારું સ્ટ્રીમ સમાપ્ત થાય પછી કૉમેન્ટ જુઓ

તમે લાઇવ સ્ટ્રીમ સમાપ્ત કરો પછી લાઇવ ચૅટ ઉપલબ્ધ થતી નથી, પણ કૉમેન્ટ વીડિયો પ્લેયરની નીચે બતાવવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3218117935070260944
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false