સંગ્રહિત મ્યુઝિક સંબંધિત પૉલિસી

જો તમારી પાસે YouTube Music એકાઉન્ટ હોય, તો તમને સર્વર પર સ્પેસ પ્રદાન કરવામાં આવશે, જ્યાં તમે તમારા કમ્પ્યૂટરમાંથી કેટલુંક કન્ટેન્ટ (સંગ્રહિત મ્યુઝિક કન્ટેન્ટ) અપલોડ કરીને તેનો સંગ્રહ કરી શકશો (ઉદાહરણ તરીકે એવી મ્યુઝિક ફાઇલો કે જેમાં મેટાડેટા અને આલ્બમ આર્ટ હોઈ શકે છે). જો તમે સંગ્રહિત મ્યુઝિક કન્ટેન્ટ અપલોડ કરવાનું પસંદ કરતા હો, તો સંગ્રહિત મ્યુઝિક કન્ટેન્ટ પરના હાલના તમારા બધા અધિકારો જળવાયેલા રહેશે અને તમારા વતી કૉપિનો સંગ્રહ કરવામાં આવશે. YouTube તમારા YouTube Music એકાઉન્ટ મારફતે તમને તમારા સંગ્રહિત મ્યુઝિક કન્ટેન્ટનો ઍક્સેસ ઉપલબ્ધ કરાવશે. તમારું સંગ્રહિત મ્યુઝિક કન્ટેન્ટ માત્ર તમારા YouTube Music એકાઉન્ટ મારફતે જ ઍક્સેસ કરી શકાશે અને તમે તેને તમારા Google અથવા YouTube કૌટુંબિક પ્લાન એકાઉન્ટનો ભાગ હોય એવા YouTube વપરાશકર્તાઓ સહિત, કોઈની પણ સાથે શેર કરી શકશો નહીં. તમે YouTube Music પર અપલોડ કરેલા સંગ્રહિત મ્યુઝિક કન્ટેન્ટ માટે તમે કાનૂની રીતે જવાબદાર છો અને તમારે તેમાં ત્રીજા પક્ષની બૌદ્ધિક સંપદા (જેમ કે કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ) શામેલ કરવી જોઈએ નહીં, સિવાય કે તમારી પાસે એ પક્ષની પરવાનગી હોય અથવા તો તમારી પાસે તેને વાપરવાનો કાનૂની અધિકાર હોય.

YouTube Music પર પ્લેબૅક કાર્યક્ષમતા માટે જરૂરી હોઈ શકે તે મુજબ અથવા YouTube Music ઍપ મારફતે તમારા સંગ્રહિત મ્યુઝિક કન્ટેન્ટમાં અમને મર્યાદિત જરૂરી ફેરફારો કરવાની જરૂર પડી શકે છે. YouTube તમારા સંગ્રહિત મ્યુઝિક કન્ટેન્ટને ત્રીજા પક્ષો સાથે શેર કરશે નહીં.

નોંધ: YouTube Music ની કેટલીક સુવિધાઓ નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ સાથે ઉપલબ્ધ થતી નથી. YouTube પરના અમારા નિરીક્ષિત અનુભવ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3165975783432596358
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false