આગામી અને તાજેતરની જાહેરાત માટે દિશાનિર્દેશોની અપડેટ

આ પેજ અમારા જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા માટે આગામી અને તાજેતરની જાહેરાત માટે દિશાનિર્દેશના અપડેટનો ઓવરવ્યૂ પૂરો પાડે છે. YouTube પૉલિસીઓની અન્ય અપડેટ વિશે અહીં વધુ જાણો.

નવીનતમ અપડેટ

છેલ્લા 3 મહિનાની અપડેટ

 

એપ્રિલ 2024

અમે અમારી વર્તમાન પૉલિસીને વધુ સ્પષ્ટ કરવા માટે, જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકામાં “જાહેરાતની કોઈ આવક નહીં” વિભાગમાં અત્યંત ગંદા અપશબ્દો અને દ્વેષપૂર્ણ ભાષા અથવા અપશબ્દોના ઉદાહરણો પ્રદાન કરી રહ્યાં છે. કયા શબ્દને અમે “અત્યંત ગંદા અપશબ્દો" ગણીએ છીએ અથવા જાહેરાતકર્તા માટે અનુકૂળતા માટે તમારા વીડિયોનો કેવી રીતે રિવ્યૂ કરવામાં આવે છે, તે વિશે પૉલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 

જાન્યુઆરી 2024

કોઈ સંવેદનશીલ ઇવેન્ટમાંથી લાભ મેળવતા કે તેનો દુરૂપયોગ કરતા કન્ટેન્ટથી કદાચ કમાણી કરી શકાશે નહીં એ બાબત ભાષામાં સમજાવવા સહિત, સ્પષ્ટ કરવા માટે અમે સંવેદનશીલ ઇવેન્ટ વિશે અમારા દિશાનિર્દેશો અપડેટ કર્યા છે. પૉલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનો અર્થ એ છે કે જાહેરાતકર્તાની અનુકૂળતા માટે તમારા વીડિયોને ચેક કરવાની રીતમાં કોઈ ફરક પડશે નહીં.
 

નવેમ્બર 2023

અમે પુખ્ત લોકો માટેના કન્ટેન્ટ સંબંધિત અમારા દિશાનિર્દેશો આ બે ક્ષેત્રમાં અપડેટ કરી છે:

  • સ્તનપાન: હવે એવું કન્ટેન્ટ પણ જાહેરાતની આવક મેળવી શકે છે કે જેમાં કોઈ બાળકને સ્તનપાન કરતું બતાવવામાં આવ્યું હોય તેમજ સ્તનની ડીંટીની આસપાસનો ગોળાકાર ભાગ દેખાતો હોય. અગાઉ, જો સ્તનની ડીંટીની આસપાસનો ગોળાકાર ભાગ દેખાતો ન હોય, તો જ આવા કન્ટેન્ટથી કમાણી કરી શકાતી હતી. આ ઉપરાંત, સ્તનની ડીંટીની આસપાસના ગોળાકાર ભાગને બતાવ્યા વિના સ્તન પર ફોકસ કરવામાં આવતી સ્તનપાન સંબંધિત થંબનેલથી પણ હવે જાહેરાતની આવક મેળવી શકાય છે.
  • કામુક નૃત્ય:  કામુક નૃત્ય: ટ્વર્કિંગ અથવા ગ્રાઇન્ડિંગ જેવું શારીરિક રિધમિક હિલચાલવાળું જાતીય રીતે આનંદ આપતું ન હોય તેવા ગ્રાફિક નૃત્ય પર તેમજ એકદમ ઓછા વસ્ત્રોમાં બતાવવામાં આવતા નૃત્ય પર હવે જાહેરાતની આવક મેળવી શકાય છે. અગાઉ આવું કન્ટેન્ટ કમાણી કરી શકાય તેવું માનવામાં આવતું ન હતું.

અમે પુખ્ત લોકો માટેના કન્ટેન્ટ માટે અમારા દિશાનિર્દેશોમાં આ ફેરફાર કરી રહ્યાં છીએ, જેથી નિર્માતાઓને ટ્વર્કિંગ જેવું જાતીય રીતે આનંદ આપતું ન હોય તેવા ગ્રાફિક નૃત્ય તેમજ સ્તનપાન સંબંધિત કન્ટેન્ટ બતાવતા કન્ટેન્ટમાંથી જાહેરાતની આવક મેળવવાની મંજૂરી મળે.

ગેમિંગ અને કમાણી કરવાની પ્રક્રિયાનો લેખ પણ આ પૉલિસી અપડેટ પ્રતિબિંબિત થાય તે રીતે અપડેટ કરાયો છે.

અગાઉની અપડેટ

3 મહિના કરતાં વધુ જૂની અપડેટ

2023

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સંબંધિત અપડેટ (ઑક્ટોબર 2023)

અમે અમારી "નુકસાનકારક અથવા જોખમકારક પ્રવૃત્તિઓ" પૉલિસીનું નામ અપડેટ કરીને “હાનિકારક કૃત્યો અને અવિશ્વસનીય કન્ટેન્ટ” રાખ્યું છે.  અમે આ વાતની ચોખવટ કરવા માટે થોડું કન્ટેન્ટ ઉમેર્યું છે કે જે ચૂંટણી અથવા લોકશાહીની પ્રક્રિયામાં સહભાગિતા અથવા વિશ્વાસને નોંધપાત્ર રીતે ઘટાડવાના દાવા કરતું હોય અને જે સ્પષ્ટ રીતે ખોટા હોય, એવા કન્ટેન્ટને જાહેરાતની આવક મેળવવાની મંજૂરી આપતા નથી. ઉદાહરણ તરીકે, સાર્વજનિક મતદાનની પ્રક્રિયાઓ, ઉંમર કે જન્મસ્થળના આધારે રાજકીય ઉમેદવારની યોગ્યતા, ચૂંટણીના પરિણામો કે વસ્તી ગણતરીમાં સહભાગિતા વિશેની એવી માહિતી કે જે આધિકારિક સરકારી રેકોર્ડ સાથે વિરોધાભાસ ધરાવતી હોય. એવું કન્ટેન્ટ કે જે આ ક્ષેત્રમાં ખોટા દાવાઓનો સંદર્ભ આપે છે, પણ તે સ્પષ્ટ કરે છે કે તે ખોટા છે, તો આવા પ્રકારનું કન્ટેન્ટ પણ જાહેરાતની આવક મેળવી શકે છે, જેમ કે કૉમેન્ટરી, શૈક્ષણિક અથવા દસ્તાવેજી કન્ટેન્ટ.

અમે આ પૉલિસીને લાગુ કરવાની રીતમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેનો અર્થ એ છે કે જાહેરાતકર્તાની અનુકૂળતા માટે તમારા વીડિયોને ચેક કરવાની રીતમાં કોઈ ફરક પડશે નહીં.

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સંબંધિત અપડેટ (સપ્ટેમ્બર 2023)

 અમે વિવાદાસ્પદ મુદ્દા વિશેની અમારી માર્ગદર્શિકા અપડેટ કરી છે. 

  • ગર્ભપાત અને પુખ્ત શારીરિક શોષણ જેવા વિષયોની ચર્ચા કરતા કન્ટેન્ટ પર નિર્માતાઓને જાહેરાતની વધુ આવક મેળવવાની મંજૂરી આપવી. આનો અર્થ એ કે ગ્રાફિક વિગતમાં પડ્યા વિના આ વિષયોની ચર્ચા કરતું કન્ટેન્ટ સંપૂર્ણપણે કમાણી કરી શકે છે. અમે જાણીએ છીએ કે આ વિષયોને આવરી લેતા વીડિયો વપરાશકર્તાઓ માટે ઉપયોગી સંસાધન બની શકે છે, આથી બિન-વર્ણનાત્મક અને બિન-ગ્રાફિક રીતે ચર્ચાતા વિવાદાસ્પદ મુદ્દા પર કમાણી કરવાનું બંધ કરાવીને તેમની કમાણી ન અટકાવાય તેવી અમે શક્ય હોય ત્યાં ખાતરી કરવા માગીએ છીએ. અમને એ પણ ખ્યાલ છે કે અમુક નિર્માતા સમુદાયોને એવું લાગે છે કે તેઓ પોતાને અપ્રમાણસર રીતે અસર કરતા વિષયો વિશેનું કન્ટેન્ટ અપલોડ કરતા હોવાથી તેમને વધુ પીળા આઇકન મળે છે. અમે આશા રાખીએ છીએ કે આ ફેરફારોને કારણે બધા નિર્માતાઓને આ વિષયો ચર્ચાવા માટે વધુ અવકાશ મળી રહેશે, સાથે જાહેરાતની આવક મેળવવાની તેમની યોગ્યતા જળવાઈ રહેશે. 
  • ઉપરાંત, અમે ભોજન આરોગવા સંબંધિત બીમારી અંગેની અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાને YouTube સમુદાયના દિશાનિર્દેશોને અનુરૂપ બનાવી રહ્યા છીએ. ભોજન આરોગવા સંબંધિત ખોટી માહિતી આપતા અને ભોજન લાંબો સમય ખાવાનો, છુપાવવાનો અથવા સંગ્રહ કરવાનો સંદર્ભ, જુલાબ પદાર્થોનો દુરુપયોગ કરવા વિશેનું માર્ગદર્શન કરતા કન્ટેન્ટને જાહેરાતની આવક મળશે નહીં. 
    • આ ફેરફાર થકી ખાતરી રહેશે કે આવા કન્ટેન્ટને જાહેરાતો મારફતે આવક ન મળે અને અમારી કમાણી કરવાની પ્રક્રિયા તથા સમુદાયના દિશાનિર્દેશો વચ્ચે એકરૂપતા જળવાઈ રહે. 
    • નોંધ લો કે ભોજન આરોગવા સંબંધિત બીમારી હોવાના આ પાસાનો, આવી ઍક્ટિવિટીનો પ્રચાર કર્યા વિના સંદર્ભ આપતા શૈક્ષણિક અથવા દસ્તાવેજી કન્ટેન્ટ પર આ ફેરફારની અસર પડશે નહીં.

ગેમિંગ અને કમાણી કરવાની પ્રક્રિયાનો લેખ પણ આ પૉલિસી અપડેટ પ્રતિબિંબિત થાય તે રીતે અપડેટ કરાયો છે.

આ અપડેટ પરની વધુ માહિતી માટે, અમારો Creator Insiderનો વીડિયો જુઓ.

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સંબંધિત અપડેટ (માર્ચ 2023)

અમે અનુચિત ભાષા અંગેના અમારા દિશાનિર્દેશો અપડેટ કર્યા છે. પ્રથમ 7 સેકન્ડમાં વપરાયેલા અપશબ્દો (ઉદાહરણ તરીકે, ચો-શબ્દ) અથવા મોટાભાગના વીડિયોમાં જેમ નીચે અગાઉ જાહેરાત કરી હતી તેમ જાહેરાતની આવક બંધ કરવાને બદલે તે મર્યાદિત જાહેરાત આવક મેળવી શકે છે. વીડિયો કન્ટેન્ટમાં "રાંડ", "ચુતીયો", "ગાંડ તારી" અને "નખોડીયા" જેવા શબ્દોનો ઉપયોગ લીલા આઇકન માટે યોગ્ય છે. વીડિયોની પ્રથમ 8-15 સેકન્ડમાં ઉપયોગમાં લેવાયેલા અપશબ્દો માટે હવે જાહેરાતની આવક મેળવી શકે છે. મ્યુઝિકમાં અપશબ્દો સાથે કેવો વ્યવહાર કરવો તે પણ અમે અમારી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કર્યું છે, બૅકગ્રાઉન્ડ મ્યુઝિક, બૅકિંગ ટ્રૅક, શરૂઆત/અંતમાં આવતા મ્યુઝિકમાં વપરાયેલા ખૂબ ગંદા અપશબ્દો પણ કદાચ જાહેરાતની આવક મેળવી શકે છે.

2022

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સંબંધિત અપડેટ (નવેમ્બર 2022)

અમે સ્પષ્ટ ભાષા, ચોક્કસ દિશાનિર્દેશોમાં ફેરફારો અને જાહેરાતને અનુરૂપ ફેરફારો બંનેનો સમાવેશ કરવા માટે અમારા દિશાનિર્દેશો અપડેટ કર્યા છે. પ્રભાવિત દિશાનિર્દેશો ઉપરાંત શું બદલાઈ રહ્યું છે તેના અપૂર્ણ ઉદાહરણો માટે નીચે જુઓ:

  • પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ
    • જાતીય લખાણો (જેમ કે લિંક, 18+), અશ્લીલ ભાષા, છબી (જેમ કે વાસ્તવિક અથવા ઍનિમેટેડ ન્યૂનતમ ઢંકાયેલા કુલા), ઑડિયો (જેમ કે જાતીય ટિપ અથવા કામના અનુભવો શેર કરવા), અને સમાગમના કૃત્યો (જેમ કે પ્રાણી સમાગમ અથવા સૂચિત જાતીય કૃત્યો) ધરાવતા થંબનેલ, શીર્ષક અને વીડિયો જાહેરાતની આવક મેળવી શકશે નહીં.
    • જાતીય પ્રવૃત્તિ, ઉત્તેજક નૃત્ય, ઑડિયન્સને ઉત્તેજિત કરવાના ઉદ્દેશ્ય વિના જાતીય શિક્ષણ દર્શાવતી શાસ્ત્રીય કલાઓની આસપાસ પૉલિસી અમલીકરણ બદલાયું નથી અને તે જાહેરાતની આવક મેળવી શકે છે.
  • હિંસા 
    • કોઈપણ સંદર્ભ વિના રજૂ કરાયેલા ગ્રાફિક વગરના મૃતદેહ, વાસ્તવિક નામવાળી વ્યક્તિ પર નિર્દેશિત હિંસક ગેમ અથવા આઘાતજનક અનુભવો (જેમ કે ઘાતકી સામૂહિક હત્યા), મૃત્યુની ગર્ભિત ક્ષણ (જેમ કે અંદર રહેલા લોકો સાથે મકાન પરનો બોમ્બમારો) બનાવવા માટે ઉત્પાદિત કૃત્યોને જાહેરાતની આવક પ્રાપ્ત થતી નથી.
    • સ્ટૅન્ડર્ડ ગેમ પ્લે જેમાં પ્રથમ 8 સેકન્ડ પછી ગંભીર ઇજાઓ જોવા મળે છે, ગ્રાફિક વગરની દુર્ઘટના અને ત્યારબાદની ઘટના (જેમ કે નગરના પૂરના ફૂટેજ), અથવા કાયદાના અમલીકરણના ભાગ રીતે પોલીસની જપ્તી જાહેરાતની આવક મેળવી શકે છે.
  • નુકસાનદાયક અથવા જોખમી કૃત્યો 
    • જોખમી કૃત્યો કે જેમાં સગીરો સહભાગી હોય અથવા પીડિત હોય (જેમ કે પ્રયોગોમાં ભાગ લેતા સગીરો અથવા બાળકો માટે અયોગ્ય સ્ટંટ શામેલ હોય તેવી ચૅલેન્જ) જાહેરાતની આવક મેળવી શકશે નહીં.
  • સંવેદનશીલ ઇવેન્ટ
    • ડ્રગ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (DTO) અને ફૉરિન ટેરરિસ્ટ ઑર્ગેનાઇઝેશન (FTO) સાથે સંબંધિત તમામ વિષયો સંવેદનશીલ ઇવેન્ટને બદલે નુકસાનદાયક અથવા જોખમી કૃત્યો હેઠળ સ્થિત થશે.
    • સંવેદનશીલ ઘટનાઓને લગતી ભાષા સ્પષ્ટ અને સમજી શકાય તેવી છે તેની ખાતરી કરવા માટે અપડેટ કરવામાં આવી છે, જોકે એ સિવાય પૉલિસી અમલીકરણ યથાવત છે. 
  • અનુચિત ભાષા
    • અપશબ્દો પ્રત્યેનો અમારો અભિગમ બદલાઈ રહ્યો છે. અપશબ્દોના તમામ પ્રકારોને હવે સમાન રીતે ગણવામાં આવે છે, એટલે કે તેઓ ગંભીરતાના લેવલ (ઉદાહરણ તરીકે, હળવા, મધ્યમ, ભારે અથવા આત્યંતિક) પર આધારિત નથી અને અમે હવે 'ભડવો' અને 'ફટટૂ'ને અપશબ્દો તરીકે ગણતા નથી. આમ, શીર્ષક, થંબનેલ અથવા વીડિયોની પ્રથમ 7 સેકન્ડમાં વપરાયેલા અપશબ્દો અથવા સમગ્ર વીડિયોમાં સતત ઉપયોગમાં લેવાયેલા અપશબ્દો જાહેરાતની આવક મેળવી શકશે નહીં.
    • પ્રથમ 8 સેકન્ડ પછી વપરાયેલા અપશબ્દો જાહેરાતની આવક મેળવી શકે છે. સમગ્ર વીડિયોમાં અથવા વીડિયોના મોટાભાગ માટે અપશબ્દો સાથે કન્ટેન્ટ પર કમાણી કરવાની પ્રક્રિયા ન કરવા અંગેની અમારી સ્થિતિ બદલાતી નથી.
  • મનોરંજન માટેનું ડ્રગ અને ડ્રગ સંબંધિત કન્ટેન્ટ
    • ગેમિંગ કન્ટેન્ટમાં ઇન્જેક્શન અથવા સંયુક્ત ધૂમ્રપાન જેવું ડ્રગનો ઉપયોગ અને સેવન જાહેરાતની આવક મેળવી શકશે નહીં. 
    • ડ્રગના સોદા અથવા ગેમિંગ કન્ટેન્ટમાં ડ્રગનો ઉલ્લેખ કરવાથી જાહેરાતની આવક થઈ શકે છે.

અમે અપ્રમાણિક વર્તન શક્ય બનાવવાના દિશાનિર્દેશ હેઠળ નવા દિશાનિર્દેશો પણ રજૂ કરી રહ્યાં છીએ. નીચેનું કન્ટેન્ટ હવે "આ કન્ટેન્ટ કોઈ જાહેરાત આવક નહીં કરે"ના કાર્યક્ષેત્રમાં આવશે: 

  • પ્રોપર્ટીના માલિકની પરવાનગી વિના છૂટક વેપારીના સ્ટોરના કર્મચારી હોવાનો ડોળ કરવો અથવા તેમની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવું (જેમ કે તેમના વ્યવસાયના સમય પછી પણ રહેવું). 
  • સ્પર્ધાત્મક ઇ-સ્પોર્ટ્સમાં હૅકિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરવો અથવા તેના ઉપયોગને પ્રોત્સાહન આપવું

આ પૉલિસી અપડેટને પ્રતિબિંબિત કરવા માટે ગેમિંગ અને કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત લેખને પણ સમાંતરે અપડેટ કરવામાં આવ્યો છે.
 

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સંબંધિત અપડેટ (ઑક્ટોબર 2022)

નિર્માતા સમુદાય માટે આજના વીડિયો-લેવલની કમાણી કરવાની પ્રક્રિયાની માર્ગદર્શિકા દર્શાવેલ VOD (લોંગ-ફોર્મ વીડિયો) અને Shorts બંને ફૉર્મેટ પર લાગુ પડે છે તેને સ્પષ્ટ કરવા માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા પેજને અપડેટ કરવામાં આવ્યું છે. પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની તમારા વીડિયોની તપાસ કરવાની પદ્ધતિમાં તમને કોઈ ફરક દેખાશે નહીં. જ્યારે અપડેટ તૈયાર થશે ત્યારે અમે વધુ અપડેટ પ્રદાન કરીશું. Shorts જાહેરાતથી થતી આવકની વહેંચણી ક્યારે શરૂ થાય છે તે વિશે તમે અહીં વધુ જાણી શકો છો.

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સંબંધિત અપડેટ (ઑગસ્ટ 2022)

અમે કન્ટેન્ટ વિશે કમાણી કરવાની પ્રક્રિયાના માર્ગદર્શનને અપડેટ કર્યું છે જે નુકસાનદાયક અથવા જોખમી હોઈ શકે છે. વિજિલૅન્ટિઝમ દર્શાવતા અપલોડમાં જાહેરાત ચલાવી શકાશે નહીં. 

આને પ્રતિબિંબિત કરવા માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા પેજને અપડેટ કરવામાં આવ્યું છે. પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની તમારા વીડિયોની તપાસ કરવાની પદ્ધતિમાં તમને કોઈ ફરક દેખાશે નહીં.

બાળકો અને કુટુંબો માટે અયોગ્ય કન્ટેન્ટ માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાની અપડેટ (એપ્રિલ 2022)

અમે તાજેતરમાં "બાળકો માટે યોગ્ય" કન્ટેન્ટ માટેના જાહેરાતના દિશાનિર્દેશો અપડેટ કર્યા છે જે નિર્માતાઓને જાહેરાત માટે શું યોગ્ય અને અયોગ્ય છે તે અંગે માર્ગદર્શન આપવામાં મદદ કરે છે. અમે "બાળકો અને કુટુંબો માટે અનુચિત કન્ટેન્ટ" નામે નવું દિશાનિર્દેશ બનાવ્યું છે જેમાં ત્રણ કૅટેગરી છે: નકારાત્મક વર્તનને પ્રોત્સાહિત કરતું કન્ટેન્ટ, બાળકો પ્રત્યે લક્ષિત વયસ્ક લોકો માટેનું કન્ટેન્ટ અને બાળકોને લક્ષિત આઘાતજનક કન્ટેન્ટ. 

યુક્રેન યુદ્ધને લગતા અપડેટ (માર્ચ 2022)

અમે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાના પેજ પર માર્ગદર્શન પોસ્ટ કર્યું છે: 

યુક્રેનમાં યુદ્ધને લીધે, સંઘર્ષનું શોષણ, બરતરફી અથવા યુદ્ધમાં માફી બતાવતું કન્ટેન્ટ આગળની સૂચના સુધી કમાણી કરવાની પ્રક્રિયા માટે અયોગ્ય છે. આ અપડેટનો હેતુ આ યુદ્ધ સાથે સંબંધિત અમારા માર્ગદર્શન વિશે સ્પષ્ટતા કરવાનો અને કેટલાક કિસ્સાઓમાં તેની વિસ્તૃત સમજણ આપવાનો છે.

2021

પુખ્ત લોકો માટેના કન્ટેન્ટ માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાની અપડેટ (ડિસેમ્બર 2021)

અમે લિંગની ઓળખ કરતા ડિવાઇસ દર્શાવતા કન્ટેન્ટ સંબંધિત કમાણી કરવાની પ્રક્રિયાના માર્ગદર્શનને અપડેટ કર્યું છે. નગ્નતા દર્શાવ્યા વિના જે નિર્માતાઓને તેમની લિંગ ડિસફોરિયા પ્રવાસ સમજાવવામાં સહાયક સ્તન અથવા શિશ્ન જેવા જનનેન્દ્રિય જેવી વસ્તુ દેખાતી હોય તેવા અપલોડ જાહેરાત ચલાવી શકે છે.

નુકસાનદાયક અથવા જોખમી કૃત્યો માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાની અપડેટ (ઑક્ટોબર 2021)

અમે નીચેના પૉલિસી ક્ષેત્રોમાં સ્પષ્ટ ઉદાહરણોનો સમાવેશ કરવા માટે અમારા દિશાનિર્દેશો અપડેટ કર્યા છે: પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ, હિંસા, આઘાતજનક કન્ટેન્ટ, દ્વેષપૂર્ણ અને અપમાનજનક કન્ટેન્ટ, સંવેદનશીલ ઇવેન્ટ, હથિયારો-સંબંધિત કન્ટેન્ટ અને મનોરંજક ડ્રગ અને ડ્રગ-સંબંધિત કન્ટેન્ટ. અમે સમગ્ર દિશાનિર્દેશોમાં ઉપયોગમાં લેવાતા મહત્ત્વના શબ્દોને સ્પષ્ટ કરવા માટે એક નવો વ્યાખ્યાનો વિભાગ પણ ઉમેર્યો છે.

વધુમાં, અમે એક નવી માર્ગદર્શિકા રજૂ કરી રહ્યાં છીએ: અપ્રામાણિક વર્તન શક્ય બનાવવું આ અતિક્રમણ, છેતરપિંડી અથવા કમ્પ્યૂટર હૅકિંગ જે વ્યક્તિગત અથવા સશુલ્ક હોય તેવા કન્ટેન્ટ માટે જાહેરાત સેવાની યોગ્યતા વિશે માર્ગદર્શન પૂરું પાડે છે.

અમે COVID-19 સંબંધિત કન્ટેન્ટની કમાણી કરવાની પ્રક્રિયા અંગેના અમારા માર્ગદર્શનને અગાઉના અલગ પેજ પરથી સીધા જ જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકામાં લઈ જઈ રહ્યા છીએ જેથી રિવ્યૂમાં સરળતા રહે. અગાઉના પેજ પરની મુલાકાત જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા પર રીડાયરેક્ટ કરશે.

આ પૉલિસી અપડેટને પ્રતિબિંબિત કરવા માટે ગેમિંગ અને કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત લેખને પણ સમાંતરે અપડેટ કરવામાં આવ્યો છે.

નુકસાનદાયક અથવા જોખમી કૃત્યો માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાની અપડેટ (ઑક્ટોબર 2021)

અમે નવેમ્બરમાં પર્યાવરણમાં ફેરફારની ખોટી માહિતીની આસપાસ કમાણી કરવાની પ્રક્રિયાનું માર્ગદર્શન અપડેટ કરી રહ્યાં છીએ, તે સ્પષ્ટ કરે છે કે પર્યાવરણમાં ફેરફાર વિશેના દાવાઓને પ્રોત્સાહન આપતું વૈજ્ઞાનિક સર્વસંમતિની વિરુદ્ધનું કન્ટેન્ટ જાહેરાત ચલાવી શકશે નહીં. આ વિશે શૈક્ષણિક, દસ્તાવેજી અથવા ન્યૂઝના કન્ટેન્ટ જાહેરાત ચલાવવાનું ચાલુ રાખી શકે છે.

આ અપડેટ વિશે વધુ માહિતી માટે અહીં Google Adsના સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

હથિયારો-સંબંધિત કન્ટેન્ટ માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાની અપડેટ (સપ્ટેમ્બર 2021)

અમે હથિયારો-સંબંધિત કન્ટેન્ટ માટે અમારા કમાણી કરવાની પ્રક્રિયાના લાગુ દિશાનિર્દેશોને સ્પષ્ટ કરી રહ્યાં છીએ. જાળવણી માટે હથિયારોના ભાગોને છૂટા કરવા અને જોડવા બાબતે જાહેરાત ચલાવી શકાય છે. અમે અન્ય પ્રકારના હથિયાર સંબંધિત કન્ટેન્ટ માટે પણ અમારા દિશાનિર્દેશોને મજબૂત બનાવી રહ્યાં છીએ.

ઑક્ટોબરમાં આને પ્રતિબિંબિત કરવા માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા પેજને હથિયારો-સંબંધિત કન્ટેન્ટ હેઠળ અપડેટ કરવામાં આવશે.

હિંસા માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાની અપડેટ (જુલાઈ 2021)

અમે હિંસા સંબંધિત કન્ટેન્ટ પર કમાણી કરવાની પ્રક્રિયાના માર્ગદર્શનને અપડેટ કરી રહ્યાં છીએ, તે સ્પષ્ટ કરે છે કે માનવના હસ્તક્ષેપથી પ્રાણીઓને તકલીફ થતી હોય તેવા ફૂટેજ પર જાહેરાતો ચલાવી શકશે નહીં.

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા અને ગેમિંગ અને કમાણી કરવાની પ્રક્રિયાના લેખોમાં બહુવિધ પૉલિસીઓ માટે અપડેટ (એપ્રિલ 2021)

નિર્માતા અને જાહેરાતકર્તાના ઇનપુટના આધારે, અમે જાહેરાતકર્તા ઉદ્યોગ માનક જાળવવાનું ચાલુ રાખીને વધુ કન્ટેન્ટને સંપૂર્ણ કમાણી કરવાની પ્રક્રિયા (લીલું આઇકન) માટે યોગ્ય બનાવવાની મંજૂરી આપવા માટે અમારા દિશાનિર્દેશો અપડેટ કર્યા છે. 
 
પ્રથમ, અમે શૈક્ષણિક, દસ્તાવેજી અથવા ન્યૂઝના કન્ટેન્ટ પર કમાણી કરવાની પ્રક્રિયાનો વિસ્તાર કરી રહ્યા છીએ જેમાં કાયદાના અમલીકરણ સાથે હિંસક ક્રિયાપ્રતિક્રિયા, મનોરંજક ડ્રગ અને ડ્રગ-સંબંધિત કન્ટેન્ટ અથવા સંવેદનશીલ ઇવેન્ટ શામેલ હોઈ શકે છે. અમે વિવાદાસ્પદ મુદ્દાઓ માટે પણ કમાણી કરવાની પ્રક્રિયાનો વિસ્તાર કરી રહ્યા છીએ જેમાં વીડિયોમાં વિવાદાસ્પદ મુદ્દાઓની ગ્રાફિક વગરની, હેતુપૂર્ણ ચર્ચાઓનો સમાવેશ કરાયો હોય. 
 
બીજું, અમે પ્રથમ 30 સેકન્ડમાં રમૂજના સંદર્ભમાં (દા.ત. રોમાંસ, ડેટિંગ જોક્સ) અને સમાન્ય રીતે અયોગ્ય અપશબ્દો (દા.ત. એની મા ને અને રાંડ)ના ઉપયોગ દ્વારા વિતરિત પુખ્ત થીમને મંજૂરી આપવા માટે કમાણી કરવાની પ્રક્રિયાનો વિસ્તાર કરી રહ્યાં છીએ.

વધુમાં, અમે નીચેના વિભાગમાં તેમના માર્ગદર્શનને સ્પષ્ટ કરવા માટે વધુ ઉદાહરણોનો સમાવેશ કર્યો છે: જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકામાં પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ, નુકસાનદાયક અથવા ખતરનાક કૃત્યો અને હથિયારો-સંબંધિત વિભાગો.
 
આ પૉલિસી અપડેટને પ્રતિબિંબિત કરવા માટે ગેમિંગ અને કમાણી કરવાની પ્રક્રિયાના લેખના ગેમિંગ વીડિયો વિભાગની કમાણી કરવાની પ્રક્રિયા માટેની ટિપ પણ સમાંતરે અપડેટ કરવામાં આવી છે.

અનુચિત ભાષા, હિંસા, મનોરંજક ડ્રગ અને ડ્રગ-સંબંધિત કન્ટેન્ટના દિશાનિર્દેશો તેમજ COVID-19ને લગતી અમારી કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીના અપડેટ માટે માર્ગદર્શનમાં ઉમેરો (ફેબ્રુઆરી 2021)

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા લેખમાં હવે અનુચિત ભાષા, હિંસા અને મનોરંજક ડ્રગ અને ડ્રગ-સંબંધિત કન્ટેન્ટના દિશાનિર્દેશો માટે "તમે આ કન્ટેન્ટ માટે જાહેરાત ચાલુ કરી શકો છો" વિભાગમાં વધારાના ઉદાહરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં, રસીકરણના કન્ટેન્ટ વિશે વધુ માર્ગદર્શન માટે COVID-19 કન્ટેન્ટ પર કમાણી કરવાની પ્રક્રિયાના લેખ પર અપડેટ તેમજ અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાના નુકસાનદાયક અથવા જોખમકારક કૃત્યોના વિભાગમાં અપડેટ કરવામાં આવી છે.

ગેમિંગ કન્ટેન્ટ માટે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાના સંદર્ભમાં નવા પેજની રચના (જાન્યુઆરી 2021)

ગેમિંગ કન્ટેન્ટના YouTube નિર્માતાઓને જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવા માટે, અમે ગેમિંગ અને કમાણી કરવાની પ્રક્રિયાના વિષયને સંદર્ભમાં લાવવામાં મદદ કરવા માટે એક નવું પેજ પબ્લિશ કર્યું છે. 

આ નવું પેજ ગેમિંગ કન્ટેન્ટના સંદર્ભે અમારા દિશાનિર્દેશોને વધુ સ્પષ્ટ બનાવવા અને ગેમિંગ કન્ટેન્ટના YouTube નિર્માતા માટે પોતે કરેલા પ્રમાણીકરણની સમજને બહેતર બનાવવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું હતું. 

પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની તમારા વીડિયોની તપાસ કરવાની પદ્ધતિમાં તમને કોઈ ફરક દેખાશે નહીં. 

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાના વિવિધ વિભાગોને અપડેટ કર્યા છે, તેમાં વધારે માહિતી અને ઉદાહરણો શામેલ કર્યા છે. પોતે કરેલા પ્રમાણીકરણના લેખ સાથે તમારા કન્ટેન્ટને રેટ કરવાનું હવે કાયમ માટે બંધ કરવામાં આવ્યું છે (જાન્યુઆરી 2021)

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા લેખ હવે વધારાના માર્ગદર્શન અને પોતે કરેલા પ્રમાણીકરણ માટે ઉદાહરણો સાથે અપડેટ કરવામાં આવ્યો છે. આને અનુરૂપ, તમારા કન્ટેન્ટને પોતે કરેલા પ્રમાણીકરણ સાથે રેટ કરવાનો લેખ કાયમ માટે બંધ કરવામાં આવ્યો છે. 

"તમે જાહેરાતો ચાલુ કરી શકો છો પરંતુ જે બ્રાંડ પસંદ કરે છે તેઓ જ જાહેરાતો ચલાવશે" (મર્યાદિત જાહેરાતો) અને "તમારે આ કન્ટેન્ટ માટેની જાહેરાતો બંધ કરવી જોઈએ" (કોઈ જાહેરાતો નહીં) હેઠળ પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ અને દ્વેષપૂર્ણ અને અપમાનજનક કન્ટેન્ટ પૉલિસીઓ હેઠળ નવા, વ્યાપક ઉદાહરણોથી વધુ સ્પષ્ટ કરો કે કયા કન્ટેન્ટનું કાર્યક્ષેત્ર છે. અમે સુસ્પષ્ટ અને પારદર્શક પૉલિસી માર્ગદર્શન પ્રદાન કરી રહ્યાં છીએ તેની ખાતરી કરવા માટે અમે સંવેદનશીલ ઇવેન્ટ અને વિવાદાસ્પદ મુદ્દાઓની પૉલિસીઓને પણ અલગ કરી છે. 

નુકસાનદાયક અથવા જોખમકારક કૃત્યો સાથે જોડાયેલી પૉલિસીઓમાં નાનો ઉમેરો કરવામાં આવ્યો છે, તેમાં ઉદાહરણ સાથે જણાવ્યું છે કે, આ પૉલિસીઓના ઉલ્લંઘનથી મર્યાદિત જાહેરાતો અથવા કોઈ જાહેરાતો નહીં સ્ટેટસમાં પરિણમી શકે છે. 

વાચકોની જાણ માટે કે YouTube Studioમાં પોતે કરેલા પ્રમાણીકરણને પ્રશ્નાવલીમાં અન્ય પૉલિસીઓ હેઠળ બંડલ કરવામાં આવે છે તે માટે ફૅમિલી કન્ટેન્ટ પૉલિસીઓમાં ઉશ્કેરણીજનક અને અપમાનજનક, તમાકુ-સંબંધિત કન્ટેન્ટ અને પુખ્ત થીમમાં એક નવી નોંધ ઉમેરવામાં આવી છે.

પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની તમારા વીડિયોની તપાસ કરવાની પદ્ધતિમાં તમને કોઈ ફરક દેખાશે નહીં.

2020

વધુ માહિતી અને ઉદાહરણો પ્રદાન કરીને તમારા કન્ટેન્ટને પોતે કરેલા પ્રમાણીકરણ સાથે રેટ કરવાના વિવિધ વિભાગોની અપડેટ (ઑક્ટોબર 2020)

તમારા કન્ટેન્ટને પોતે કરેલા પ્રમાણીકરણ સાથે રેટ કરો લેખમાં હિંસા અને પુખ્ત લોકો માટેના કન્ટેન્ટની પૉલિસીઓ માટે "તમે આ કન્ટેન્ટ માટે જાહેરાતો ચાલુ કરી શકો છો" હેઠળ વધુ વ્યાપક ઉદાહરણોનો સમાવેશ કરાયો છે જેથી કયું કન્ટેન્ટ કાર્યક્ષેત્રમાં છે તે વધુ સ્પષ્ટ કરી શકાય. અમે વિવાદાસ્પદ મુદ્દાઓ અને સંવેદનશીલ ઇવેન્ટ વિભાગમાં "સંવેદનશીલ ઇવેન્ટ" અને "ફોકસ"ની વ્યાખ્યા પણ સ્પષ્ટ કરી છે.

નુકસાનદાયક અથવા જોખમકારક કૃત્યો અને અયોગ્ય ભાષાના વિભાગોમાં નાના ઉમેરાઓ ભાવનાત્મક તકલીફની મજાકના વધુ ઉદાહરણો દર્શાવવા અને સ્પષ્ટ કરવામાં આવ્યા છે કે ખૂબ ગંદા અપશબ્દોનો વારંવાર ઉપયોગ મર્યાદિત જાહેરાતો અથવા કોઈ જાહેરાત નહીં સ્ટેટસમાં પરિણમી શકે છે. 

પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની તમારા વીડિયોની તપાસ કરવાની પદ્ધતિમાં તમને કોઈ ફરક દેખાશે નહીં.

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકામાં ન્યૂઝને લગતા માર્ગદર્શનનો ઉમેરો (ઑગસ્ટ 2020)

હિંસા અને વિવાદાસ્પદ મુદ્દા અને સંવેદનશીલ ઇવેન્ટ વિશેના દિશાનિર્દેશો સ્પષ્ટ કરશે કે અમારી પૉલિસીઓ વર્તમાન બાબતો પર ન્યૂઝના રિપોર્ટિંગને કેવી રીતે પ્રભાવિત કરે છે. 

આ અપડેટ ઑગસ્ટમાં લાઈવ કરવામાં આવશે.

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકામાં આઘાતજનક કન્ટેન્ટનો ઉમેરો (ઑગસ્ટ 2020)

આઘાતજનક કન્ટેન્ટ સંબંધિત દિશાનિર્દેશો હાલની પૉલિસીની સ્પષ્ટતા રજૂ કરે છે અને દર્શકોને અસ્વસ્થ, અણગમો અથવા આઘાત પહોંચાડી શકે તેવા કન્ટેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે સંસાધનોમાં આ ફેરફાર કરી રહ્યાં છીએ જેથી જાહેરાતો ચલાવી ન શકાય તેવા કન્ટેન્ટ વિશે સમજવામાં નિર્માતાને વધુ સારી સહાય મળે.

પોતે કરેલા પ્રમાણીકરણની પ્રશ્નાવલીમાં નવો વિભાગ ઉમેરવામાં આવશે. નિર્માતા સમુદાયને શક્ય તેટલી વધુ વિગતો આપવા માટે ઑગસ્ટમાં જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા અને તમારા કન્ટેન્ટને પોતે કરેલા પ્રમાણીકરણ સાથે રેટ કરોમાં પણ અપડેટ ઉમેરવામાં આવશે. 

પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની તમારા વીડિયોની તપાસ કરવાની પદ્ધતિમાં તમને કોઈ ફરક દેખાશે નહીં.

અનુચિત ભાષાની અપડેટ (જૂન 2020)

આ વિભાગમાં રહેલા શબ્દોમાં એ સ્પષ્ટતા કરવા માટે સુધારો કરવામાં આવ્યો છે કે અનુચિત ભાષાના પરિણામોને સેન્સર કરવાના હેતુથી શીર્ષક અથવા થંબનેલમાં ખોટી જોડણીવાળી અપશબ્દો મર્યાદિત જાહેરાતો અથવા કોઈ જાહેરાતો નહીં સ્ટેટસમાં પરિણમશે. નિર્માતા અહીં અપડેટ કરેલી ભાષાનો રિવ્યૂ કરી શકે છે.  

પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની તમારા વીડિયોની તપાસ કરવાની પદ્ધતિમાં તમને કોઈ ફરક દેખાશે નહીં.

તમારા કન્ટેન્ટને પોતે કરેલા પ્રમાણીકરણ સાથે રેટ કરવા માટેની અપડેટ (મે 2020)

લેખમાં હવે કન્ટેન્ટના પ્રકારના એવા ઉદાહરણો શામેલ કર્યા છે જે તમારા એકાઉન્ટમાં મળેલી પ્રશ્નાવલીમાં દરેક વિકલ્પોમાં શામેલ છે. અમે મહત્ત્વની કલ્પનાની વ્યાખ્યાઓનો પણ સમાવેશ કર્યો છે, જેમ કે નગ્નતા, જે સમગ્ર પ્રશ્નાવલીમાં સંદર્ભિત છે.

પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની તમારા વીડિયોની તપાસ કરવાની પદ્ધતિમાં તમને કોઈ ફરક દેખાશે નહીં.

COVID-19 સંબંધિત અપડેટ (એપ્રિલ 2020)

કન્ટેન્ટ કે જે COVID-19નો સંદર્ભ આપે છે અને/અથવા દર્શાવે છે, જાહેરાતકર્તા અનુકૂળ અને સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે છે તેની પર હવે કમાણી કરી શકાય છે (અને લીલું આઇકન દેખાશે). COVID-19 કન્ટેન્ટ પર કમાણી કરવા વિશે વધુ વિગતવાર માર્ગદર્શન અહીં મેળવો.

વિવાદાસ્પદ મુદ્દા અને સંવેદનશીલ ઇવેન્ટ અને અનુચિત ભાષાની અપડેટ (ફેબ્રુઆરી 2020)

લેખમાં હવે વિવાદાસ્પદ ગણાતા મુદ્દાની વધુ વ્યાપક સૂચિ સમાવવામાં આવી છે અને અમે સંવેદનશીલ ઇવેન્ટને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તેના પર સ્પષ્ટતાઓ આપી છે. અમે અનુચિત ભાષા વિશેના અમારા દિશાનિર્દેશો પણ સ્પષ્ટ કર્યા છે.

પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ માટે તમારા વીડિયોની તપાસ કેવી રીતે કરવામાં આવે છે તેમાં તમારે કોઈ તફાવતની અપેક્ષા રાખવી જોઈએ નહીં.

2019

જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા સંબંધિત અપડેટ (જૂન 2019)

લેખમાં હવે 'મર્યાદિત જાહેરાતો અથવા કોઈ જાહેરાત નહીં' સ્ટેટસમાં પરિણમતા કન્ટેન્ટના વધુ ઉદાહરણો શામેલ કરવામાં આવ્યા છે. 

પૉલિસીમાં કોઈ ફેરફાર નથી, જેનો અર્થ છે કે જાહેરાતકર્તા માટે અનુકૂળ માટે તમારા વીડિયોની તપાસ કેવી રીતે કરવામાં આવે છે તેમાં તમારે કોઈ તફાવતની અપેક્ષા રાખવી જોઈએ નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15082475620225888529
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false