“બાળકો માટે યોગ્ય” વિશે સામાન્ય પ્રશ્નો

COPPA and YouTube: Answering Your Top Questions

 

તમારું લોકેશન કોઈપણ હોય, બાળકોના ઑનલાઇન પ્રાઇવસી સુરક્ષા કાયદા અને/અથવા અન્ય કાયદાનું પાલન કરવા માટે તમે કાનૂની રીતે બંધાયેલા છો. જો તમે બાળકો માટેનું કન્ટેન્ટ બનાવતા હો, તો તમારે અમને જણાવવું જરૂરી છે કે તમારા વીડિયો બાળકો માટે યોગ્ય છે. આ ફેરફારો બાળકો અને તેમની પ્રાઇવસીને બહેતર રીતે સુરક્ષિત કરવા અને કાયદાનું પાલન કરવા માટે છે. 

જો ડેટા એકત્ર કરનાર એક YouTube જ હોય (નિર્માતા નહીં), તો કાયદાનું પાલન કરવાની જવાબદારી શા માટે નિર્માતાની છે?

YouTube અને નિર્માતાઓ વિવિધ કાયદા હેઠળ બાળકોના પ્રાઇવસી નિયમોનું પાલન કરવા માટે જવાબદારી શેર કરે છે. તમારું કન્ટેન્ટ બાળકો માટે છે કે કેમ તે અમને જણાવવા માટે અમે તમારા પર આધાર રાખીએ છીએ કારણ કે તમે તમારું કન્ટેન્ટ ખૂબ શ્રેષ્ઠ રીતે જાણો છો. અમને વિશ્વાસ છે કે તમે તમારા ઑડિયન્સને ચોક્કસ રીતે સેટ કરશો અને અમે ફક્ત ભૂલ અથવા દુરુપયોગના કિસ્સામાં જ ઑડિયન્સ સેટિંગની તમારી પસંદગીને ઓવરરાઇડ કરીશું. એકવાર તમે તમારા ઑડિયન્સને સેટ કરી લો, તે પછી અમે તે કન્ટેન્ટને ઑડિયન્સ સેટિંગ સાથે સંરેખિત કરવા માટે ઉપયોગ અને ડેટા એકત્ર કરવાની અમારી રીતને મર્યાદિત કરીશું.
મારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય નથી કે છે તે હું કેવી રીતે જાણી શકું?
FTCના દિશાનિર્દેશો મુજબ, જો તમારા વીડિયોમાં અભિનેતાઓ, પાત્રો, પ્રવૃત્તિઓ, ગેમ, ગીતો, સ્ટોરી અથવા અન્ય વિષય છે કે જે બાળકોને લક્ષ્ય બનાવવાના ઉદ્દેશ્યથી બતાવવામાં આવ્યા હોવાનું દર્શાવે છે, તો “બાળકો માટે યોગ્ય” હોવાનું સંભવિત છે, જો નહીં તો અસંભવિત છે કે તમારા કન્ટેન્ટને “બાળકો માટે યોગ્ય” તરીકે ચિહ્નિત કરેલું હોવું જરૂરી હોય.
વીડિયોને માત્ર અહીં જણાવેલા કારણસર બાળકો માટે યોગ્ય માનવો જરૂરી નથી:
  • તે દરેક લોકોના જોવા માટે સુરક્ષિત અથવા યોગ્ય છે (આને કહેવાય તે “કુટુંબ માટે અનુકૂળ” છે)
  • તેમાં પરંપરાગત રીતે બાળકો સાથે સંકળાયેલી પ્રવૃત્તિને આવરી લેવામાં આવે છે
  • બાળકો આકસ્મિક રીતે તેને જોઈ શકે છે

બાળકોને ધ્યાનમાં રાખીને વીડિયો બનાવવાનો હેતુ સૂચવતી માહિતી ઉપલબ્ધ ન હોવા પર, "સામાન્ય ઑડિયન્સ" તરીકે ગણી શકાય તેવા પ્રકારના વીડિયોના અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે:

  • શોખીનોને ઢીંગલી કેવી રીતે બનાવવી અથવા માટીની આકૃતિઓ કેવી રીતે બનાવવી તે શીખવતા DIY વીડિયો
  • મનોરંજન પાર્કની મુલાકાત વિશે ફૅમિલી વ્લૉગ 
  • સુધારા કરવા સંબંધિત વિગતવાર સૂચનાઓ બતાવતો વીડિયો 
  • વ્યંગાત્મક વીડિયો કે જેમાં પુખ્ત વયના લોકોને બાળગીતો ગાતા બતાવવામાં આવ્યા હોય 
  • બધી ઉંમરના લોકોને આકર્ષિત કરતો ઍનિમેટ કરેલો પ્રોગ્રામ
  • Minecraft વીડિયો કે જેમાં પુખ્ત વયના લોકોની રમૂજનો સમાવેશ હોય 

તમે તમારા કન્ટેન્ટ અને ઉપરોક્ત પરિબળોનું મૂલ્યાંકન કરતી વખતે તમારા વીડિયોને કોના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાનું યાદ રાખો. 

શું “સામાન્ય ઑડિયન્સ” કન્ટેન્ટ “મિશ્ર ઑડિયન્સ” કન્ટેન્ટ જેવું જ હોય છે?
નહીં. સામાન્ય ઑડિયન્સ કન્ટેન્ટ એ કન્ટેન્ટ છે જે દરેક લોકોને આકર્ષિત કરે છે, પણ તે વિશેષ રીતે બાળકોના હેતુપૂર્વકનું હોતું નથી અથવા કન્ટેન્ટ કે જે કિશોર કે તેથી વધુ ઉંમરના ઑડિયન્સ માટે બનાવ્યું હોય. સામાન્ય ઑડિયન્સ કન્ટેન્ટને “બાળકો માટે યોગ્ય નથી” તરીકે સેટ કરેલું હોવું જોઈએ. 

બાળકોને ધ્યાનમાં રાખીને વીડિયો બનાવવાનો હેતુ સૂચવતી માહિતી ઉપલબ્ધ ન હોવા “સામાન્ય ઑડિયન્સ” તરીકે ગણી શકાય એવા પ્રકારના કેટલાક વીડિયોના ઉદાહરણો અહીં આપેલા છે.  
  • શોખીનોને ઢીંગલી કેવી રીતે બનાવવી અથવા માટીની આકૃતિઓ કેવી રીતે બનાવવી તે શીખવતા DIY વીડિયો
  • અન્ય માતાપિતાને મનોરંજન પાર્કની મુલાકાત વિશે જણાવતો ફૅમિલી વ્લૉગ 
  • સુધારા અથવા અવતાર તૈયાર કરવા સંબંધિત વિગતવાર સૂચનાઓ બતાવતો વીડિયો
  • બધી ઉંમરના લોકોને આકર્ષિત કરતું ઍનિમેટેડ કન્ટેન્ટ
  • પુખ્ત ઉંમરના લોકો માટે રમૂજ દર્શાવતો ગેમિંગ વીડિયો 
બીજી બાજુ, મિશ્ર ઑડિયન્સ કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પ્રકાર ગણવામાં આવે છે. આ એવું કન્ટેન્ટ છે જે તેની એક ઑડિયન્સ કૅટેગરી તરીકે બાળકોને લક્ષ્ય બનાવે છે, પછી ભલે તે મુખ્ય અથવા પ્રાથમિક ઑડિયન્સ ન હોય અને તેને ઉપર વર્ણવેલા પરિબળોને સંતુલિત કર્યા પછી બાળક નિર્દેશિત તરીકે યોગ્ય ગણવામાં આવે છે.

શું હું માત્ર અસ્વીકારનું સ્ટેટમેન્ટ ઉમેરી શકું કે મારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય નથી?

તમારું કન્ટેન્ટ 13 કરતાં વધુ ઉંમરના ઑડિયન્સ માટે છે એવું જણાવતું અસ્વીકારનું સ્ટેટમેન્ટ ઉમેરવાનો અર્થ એ નથી કે FTC ઑટોમૅટિક રીતે તમારા કન્ટેન્ટને બાળકો માટે યોગ્ય નથી તરીકે સેટ કરશે. તે ચોક્કસપણે એક પરિબળ છે જે તમારા હેતુપૂર્વકના ઑડિયન્સ નક્કી કરવામાં સહાય કરી શકે છે, પરંતુ FTC તેની અન્ય COPPA પરિબળો સાથે તુલના કરશે, જેમ કે: 
  • પાત્રો, પ્રવૃત્તિઓ, ગેમ, રમકડા, ગીતો, સ્ટોરી અથવા અન્ય ઘટકોની ઉપલબ્ધતા જે ખાસ કરીને બાળકોને આકર્ષિત કરતા હોય
  • અન્ય સ્ટેટમેન્ટ કે જે તમે તમારા કન્ટેન્ટના હેતુવાળા ઑડિયન્સના સંબંધમાં કર્યા હોઈ શકે જે અસ્વીકારથી અલગ હોય (જેમ કે કોઈ વ્યક્તિગત વેબસાઇટ પર કરવામાં આવ્યા હોય)

જો મારી પાસે આમ કરવા માટેના ટૂલ ન હોય તો શું મારે મારા ઑડિયન્સની ઉંમર સાબિત કરવી જરૂરી હોય છે? બાળકો મારું કન્ટેન્ટ જોઈ રહ્યાં હોવાના પુરાવા તરીકે FTC શું માન્ય કરે છે? 

તમારા દર્શકોની ઉંમર વિશે તમારી પાસે હોઈ શકે તે કોઈપણ પુરાવો એ તમારા કન્ટેન્ટને "બાળકો માટે યોગ્ય" તરીકે સમર્પિત કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ તેવા પરિબળોમાંથી એક છે. કમનસીબે, YouTube Analytics (YTA)ને બાળકો તમારું કન્ટેન્ટ જોઈ રહ્યાં છે કે નહીં તે નક્કી કરવામાં સહાય કરવા માટે બનાવવામાં આવ્યું નથી. FTC એ સલાહ આપી છે કે તમારા વપરાશકર્તાઓની ઉંમર વિશેના સર્વેક્ષણના પરિણામો જેવા ડેટાને ધ્યાનમાં લેવો, તે તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં સહાયરૂપ થઈ શકે છે.
શા માટે YouTube દ્વારા "મિશ્ર ઑડિયન્સ" સેટિંગનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો નથી? 
ઑડિયન્સ સેટિંગ સુવિધા તૈયાર કરવામાં, પહેલેથી અસ્પષ્ટ વસ્તુઓ છે તેમાં વધુ ગૂંચવણ પેદા ન થાય તે માટે, અમે એક “બાળકો માટે યોગ્ય” કૅટેગરી બનાવીને નિર્માતાઓ માટેના વિકલ્પોને વધુ કાર્યક્ષમ બનાવ્યા છે. મિશ્ર ઑડિયન્સની કૅટેગરીમાં કેટલીક જટિલતાઓ છે અને નિર્માતાઓ માટે બહેતર ઉકેલ લાવવામાં અમારી સહાય માટે અમે FTC પર સાર્વજનિક કૉમેન્ટ સબમિટ કરી છે, જેમાં મિશ્ર ઑડિયન્સ નિર્માતાઓનો સમાવેશ પણ છે. 

બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલા કન્ટેન્ટમાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી અને તે સુવિધાઓ શા માટે ઉપલબ્ધ નથી? 

હાલમાં બાળકો માટે યોગ્ય કન્ટેન્ટ પર ઉપલબ્ધ નથી તેવી સુવિધાઓની સૂચિ તમે અહીં જોઈ શકો છો. આ તમામ સુવિધાઓ અથવા તેનો ભાગ વપરાશકર્તાના ડેટા પર આધાર રાખે છે. બાળકોની પ્રાઇવસીનું રક્ષણ કરવામાં અને કાનૂની જરૂરિયાતો પૂરી કરવામાં સહાય કરવા માટે, અમારે "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરેલા વીડિયો પર ડેટા સંગ્રહ અને ઉપયોગ મર્યાદિત કરવો પડશે.

બાળકો માટે યોગ્ય અથવા બાળકો માટે યોગ્ય નથી તરીકે સેટ કરેલા કન્ટેન્ટ માટે સુઝાવો કેવી રીતે કામ કરશે? શું આની અસર મારા વીડિયો પર પડશે?

YouTubeના સુઝાવોની સિસ્ટમનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને તેઓ જોવા માગતા હોય તેવા વીડિયો શોધવા અને વપરાશકર્તાઓને તેમને ગમતા કન્ટેન્ટ સાથે કનેક્ટ કરવામાં સહાય કરવાનો છે -- આમાં “બાળકો માટે યોગ્ય” તરીકે સમર્પિત કન્ટેન્ટનો સમાવેશ પણ છે. અમે વપરાશકર્તાઓને જેમાં તેમની રુચિ હોય તેવું કન્ટેન્ટ આપવા માટે કામ કરીએ છીએ અને તેમને YouTube પર શ્રેષ્ઠ અનુભવ આપીએ છીએ. “બાળકો માટે યોગ્ય” તરીકે સેટ કરેલા વીડિયોનો બાળકોના અન્ય વીડિયો સાથે સુઝાવ આપવાની વધુ સંભાવના રહે છે. તમારું કન્ટેન્ટ યોગ્ય ઑડિયન્સ સુધી પહોંચે છે તેની ખાતરી કરવા માટે, તમારા કન્ટેન્ટને “બાળકો માટે યોગ્ય” અથવા “બાળકો માટે યોગ્ય નથી” તરીકે ચોક્કસ રીતે સમર્પિત કરવું મહત્ત્વપૂર્ણ છે.

આ વીડિયો અયોગ્ય હોય એવું લાગે છે. તેને શા માટે “બાળકો માટે યોગ્ય” તરીકે સેટ કરેલો છે?

જ્યારે વીડિયો અથવા ચૅનલના ઑડિયન્સને “બાળકો માટે યોગ્ય” તરીકે સેટ કરેલા હોય, ત્યારે તે જણાવે છે કે બાળકો કન્ટેન્ટના પ્રાથમિક ઑડિયન્સ છે અથવા તે વીડિયોને બાળકો માટે નિર્દેશિત કરેલો છે. કન્ટેન્ટ ઑડિયન્સને "બાળકો માટે યોગ્ય" તરીકે સેટ કરવાની સુવિધા જે નિર્માતાઓને COPPAનું વધુ સારી રીતે પાલન કરવામાં સહાય કરવા માટે ઉપલબ્ધ છે.

અમારી પાસે YouTube પર કન્ટેન્ટની યોગ્યતા નક્કી કરવા માટે અન્ય સિસ્ટમ પણ છે. YouTubeના સમુદાયના દિશાનિર્દેશો YouTube પર કઈ બાબતની મંજૂરી છે અને કઈ બાબતની નથી તે બતાવે છે. YouTube પર બાળકો અને કુટુંબોને શક્ય એટલી શ્રેષ્ઠ સુરક્ષા આપવામાં સહાય કરે તેવી ટેક્નોલોજી અને ટીમમાં અમે રોકાણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, પુખ્ત ઑડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવેલા કન્ટેન્ટને અમે ઉંમર પ્રતિબંધવાળું બનાવીએ છીએ, પણ ફૅમિલી કન્ટેન્ટ સાથે સરળતાથી ગૂંચવણ પેદા કરી શકે. જો આ કન્ટેન્ટ શીર્ષક, વર્ણન અથવા ટૅગમાં સ્પષ્ટપણે સગીરો અને કુટુંબોને લક્ષ્ય બનાવતું હોય, તો અમે તેને પણ કાઢી નાખી છીએ. જો એવું કોઈ કન્ટેન્ટ હોય કે જેમાં તમને લાગતું હોય કે YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તમે અમારા YouTube સ્ટાફ દ્વારા તેનો રિવ્યૂ કરાવવા માટે જાણ કરવાની સુવિધાનો ઉપયોગ પણ કરી શકો છો.

જો કન્ટેન્ટને “બાળકો માટે યોગ્ય” તરીકે સેટ કરેલું હોય, તો શું એનો અર્થ એ કરી શકાય કે તેને YouTube Kids ઍપમાં શામેલ કરવામાં આવશે?

“બાળકો માટે યોગ્ય” તરીકે સેટ કરેલા વીડિયોને YouTube Kids ઍપમાં ઑટોમૅટિક રીતે શામેલ કરવામાં આવતા નથી. અમારી કન્ટેન્ટ પૉલિસીઓ ખાતરી કરે છે કે YouTube Kidsમાં શામેલ કન્ટેન્ટ ઉંમરને અનુકૂળ છે, અમારા ક્વૉલિટી સિદ્ધાંતોનું પાલન કરે છે અને વિશ્વભરના બાળકોની રુચિઓ અનુસાર બનાવવામાં આવ્યું છે. કન્ટેન્ટ YouTube Kids ઍપ માટે યોગ્ય છે કે કેમ તે નક્કી કરવા માટે, અમે ઑટોમૅટિક રીતે ચાલતા ફિલ્ટર, વપરાશકર્તાના પ્રતિસાદ અને માનવ રિવ્યૂઅર આ બધાનો ભેગો ઉપયોગ કરીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4396308466001250051
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false