તમારા કન્ટેન્ટ પર પ્રતિબંધો મેનેજ કરવા

પ્રતિબંધો દર્શકોને તમારા વીડિયો અથવા તમારી સમુદાય પોસ્ટ જોવાથી અટકાવી શકે છે. જ્યારે તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો, ત્યારે પ્રતિબંધો વીડિયો દ્વારા કમાણી કરવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, વીડિયો 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોઈ શકે અથવા કૉપિરાઈટની કોઈ સમસ્યા બાકી હોઈ શકે છે.

તમારા વીડિયો પરના પ્રતિબંધો ચેક કરો

તમારા વીડિયો પર પ્રતિબંધો અસર કરી રહ્યાં છે કે કેમ તે તપાસવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયો ટૅબમાં, સૂચિમાં તમારો વીડિયો શોધો અને "પ્રતિબંધો" કૉલમ તપાસો. તમારા વીડિયોને ફિલ્ટર કરવા માટે, ફિલ્ટર પર ક્લિક કરો અને તમારા ફિલ્ટર પસંદ કરો: 
    • ઉંમર પ્રતિબંધ: 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો અથવા કોઈ નહીં.
    • કૉપિરાઇટ: Content IDના દાવા અથવા કૉપિરાઇટ સ્ટ્રાઇક.
    • બાળકો માટે યોગ્ય: બાળકો માટે યોગ્ય (તમે સેટ કરેલું), બાળકો માટે યોગ્ય પર સેટ કરેલું (YouTube દ્વારા), બાળકો માટે યોગ્ય નથી અથવા સેટ કરેલું નથી.

તમારી પોસ્ટ પરના પ્રતિબંધો ચેક કરવા

પ્રતિબંધો તમારી પોસ્ટને અસર કરી રહ્યાં છે કે કેમ તે ચેક કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પોસ્ટ ટૅબમાં, સૂચિમાં તમારી પોસ્ટ શોધો અને “પ્રતિબંધો” કૉલમ ચેક કરો.

જો કોઈ પ્રતિબંધ સૂચિબદ્ધ હોય, તો તમે વધુ જાણવા અને રિવ્યૂની વિનંતી કરવા માટે, તેના પર કર્સર લઈ જઈ શકો છો.

પ્રતિબંધોના પ્રકારો

કૉપિરાઇટ

જો તમે કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટ ધરાવતો વીડિયો અપલોડ કરો, તો તમારા વીડિયોને Content IDનો દાવો અથવા કૉપિરાઇટ સ્ટ્રાઇક મળી શકે છે.

શરતો અને પૉલિસીઓ

જો તમારો વીડિયો અથવા પોસ્ટ ઉપયોગની શરતો સંબંધિત સમસ્યાને લીધે દૂર કરવામાં આવે, મર્યાદિત અથવા YouTube દ્વારા ખાનગી બનાવવામાં આવે, તો તમને “પ્રતિબંધો” કૉલમમાં “ઉપયોગની શરતો” જોવા મળશે. ઉદાહરણ તરીકે, તમને ઉપયોગની શરતો સંબંધિત સમસ્યા જોવા મળી શકે છે જો:

ઉંમર પ્રતિબંધો

જો તમારો વીડિયો 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય ન હોય, તો તેને વય-મર્યાદાવાળું કન્ટેન્ટ ગણવામાં આવી શકે છે.

બાળકો માટે યોગ્ય

જો તમારું કન્ટેન્ટ બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરેલું હોય, તો અમે લાગુ કાયદાઓનું પાલન કરવા માટે અમુક સુવિધાઓને પ્રતિબંધિત કરીશું.

જાહેરાત માટેની અનુકૂળતા

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો અને તમારા કન્ટેન્ટની ઓળખ, મોટાભાગના જાહેરાતકર્તાઓ માટે યોગ્ય ન હોવા તરીકે ઓળખવામાં આવે, તો તમારો વીડિયો મર્યાદિત જાહેરાતો સાથે અથવા કોઈ જાહેરાત વિના ચાલી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15595946733761207559
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false