જોવાયાનો ઇતિહાસ જુઓ, ડિલીટ કરો અથવા ચાલુ કે બંધ કરો

YouTubeના જોવાયાના ઇતિહાસને કારણે તમે તાજેતરમાં જોયેલા વીડિયો શોધવાનું સરળ બને છે અને જ્યારે તે ચાલુ હોય, ત્યારે અમે સંબંધિત વીડિયોના સુઝાવો આપી શકીએ છીએ. તમે તમારો ઇતિહાસ ડિલીટ કરીને અથવા બંધ કરીને તમારા જોવાયાના ઇતિહાસને નિયંત્રિત કરી શકો છો. જો તમે તમારા જોવાયાનો અમુક અથવા આખો ઇતિહાસ ડિલીટ કરી નાખો, તો YouTube ભવિષ્યમાં તે કન્ટેન્ટ પર આધારિત વીડિયોના સુઝાવો આપશે નહીં. ઇતિહાસ બંધ હોય ત્યારે તમે જોયેલો કોઈપણ વીડિયો તમારા ઇતિહાસમાં દેખાશે નહીં.

જોવાયાનો ઇતિહાસ જુઓ

  1. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. myactivity.google.com પર જાઓ.
  3. YouTube ઇતિહાસ પર ક્લિક કરો.
  4. તમે જોયેલા વીડિયો જોવા માટે ઇતિહાસ મેનેજ કરો પર ક્લિક કરો.
નોંધ: તમે સાઇન આઉટ કરેલું હોય ત્યારે તમારો જોવાયાનો ઇતિહાસ જોઈ શકતા નથી.

જોવાયાનો ઇતિહાસ ડિલીટ કરો

  1. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો. 
  2. myactivity.google.com પર જાઓ.
  3. YouTube ઇતિહાસ પર ક્લિક કરો.
  4. ઇતિહાસ મેનેજ કરો પર ક્લિક કરો.
  5. તમારે જે વીડિયો ડિલીટ કરવા હોય તેના માટે ટાઇમફ્રેમ પસંદ કરવા માટે ડિલીટ કરો પર ક્લિક કરો.

જો તમે YouTube પરથી સીધા જ 'ઇતિહાસ' ટૅબની મુલાકાત લો, તો તમે તમારા જોવાયાનો ઇતિહાસ સાફ કરવાની ક્ષમતા તરીકે પ્રસ્તુત આ વિકલ્પ પણ જોઈ શકો છો.

જો તમારો અગાઉનો જોવાયાનો ઇતિહાસ નોંધપાત્ર ન હોય, તો 'YouTube હોમપેજ પરના સુઝાવો' જેવા વીડિયો માટેના સુઝાવો આપવા માટે, તમારા જોવાયાના ઇતિહાસ પર આધાર રાખતી YouTubeની સુવિધાઓ કાઢી નાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમે નવા વપરાશકર્તા હો તો કોઈપણ વીડિયો જોયા પહેલાં અથવા તમે તમારો જોવાયાનો ઇતિહાસ સાફ કરી અને બંધ કરી દેવાનું પસંદ કરો તો આ લાગુ થાય છે.

જોવાયાનો ઇતિહાસ ચાલુ અથવા બંધ કરો

  1. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. myactivity.google.com પર જાઓ.
  3. YouTube ઇતિહાસ પર ક્લિક કરો.
  4. ચાલુ કરો અથવા બંધ કરો પર ક્લિક કરો.

આ પેજ પર, જ્યારે જોવાયાનો ઇતિહાસ ચાલુ હોય, ત્યારે તમે તેમાં શું શામેલ કરવા માગો છો તે પણ પસંદ કરી શકો છો. વિકલ્પોની સૂચિમાંથી પસંદ કરીને, તમે આમ કરવાનું પસંદ કરી શકો છો:

નોંધ: જો તમે YouTube પરથી સીધા જ 'ઇતિહાસ' ટૅબની મુલાકાત લો, તો તમે તમારા જોવાયાનો ઇતિહાસ થોભાવવાની ક્ષમતા તરીકે પ્રસ્તુત આ વિકલ્પ પણ જોઈ શકો છો.

જોવાયાના ઇતિહાસમાંથી વીડિયો કાઢી નાખો

  1. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. myactivity.google.com પર જાઓ.
  3. YouTube ઇતિહાસ પર ક્લિક કરો.
  4. ઇતિહાસ મેનેજ કરો પર ક્લિક કરો.
  5. તમે જે વીડિયો કાઢી નાખવા માગતા હો, તેની બાજુમાં આવેલા ડિલીટ કરો બટન પર ક્લિક કરો.
નોંધ: જો તમારું ડિવાઇસ ઑફલાઇન હોય ત્યારે તમે તમારા જોવાયાના ઇતિહાસમાંથી કોઈપણ વીડિયો કાઢી નાખો, તો તે ફેરફારો કરવામાં થોડા કલાકો લાગી શકે છે.

જોવાયાનો ઇતિહાસ શોધો

  1. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. myactivity.google.com પર જાઓ.
  3. YouTube ઇતિહાસ પર ક્લિક કરો.
  4. ઇતિહાસ મેનેજ કરો પર ક્લિક કરો.
  5. શોધો પર ક્લિક કરો.

તમારો YouTube ઇતિહાસ ઑટોમૅટિક રીતે ડિલીટ કરો

  1. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. myactivity.google.com પર જાઓ.
  3. YouTube ઇતિહાસ પર ક્લિક કરો.
  4. ઇતિહાસ મેનેજ કરો પર ક્લિક કરો.
  5. ઑટોમૅટિક રીતે ડિલીટ કરો પર ક્લિક કરો.
  6. તમારી પસંદગીની સમય શ્રેણી પસંદ કરો, પછી 'આગળ' પર ક્લિક કરો.
  7. જ્યારે થઈ જાય ત્યારે કન્ફર્મ કરો પર ક્લિક કરો.

ટીવી, ગેમ કન્સોલ અથવા મીડિયા સ્ટ્રીમિંગ બૉક્સ

તમારો જોવાયાનો ઇતિહાસ થોભાવો

  1. ડાબી બાજુના મેનૂમાં, સેટિંગ પર જાઓ.
  2. જોવાયાનો ઇતિહાસ થોભાવો પસંદ કરો.
  3. જોવાયાનો ઇતિહાસ થોભાવો બટન પસંદ કરો.

તમારો જોવાયાનો ઇતિહાસ સાફ કરો

  1. ડાબી બાજુના મેનૂમાં, સેટિંગ પર જાઓ.
  2. જોવાયાનો ઇતિહાસ સાફ કરો પસંદ કરો.
  3. જોવાયાનો ઇતિહાસ સાફ કરો બટન પસંદ કરો.

સાઇન આઉટ કરેલું હોય ત્યારે જોવાયાનો ઇતિહાસ થોભાવો અને સાફ કરો

જ્યારે તમે સાઇન આઉટ હો, ત્યારે પણ, YouTube તમે તે ડિવાઇસ પર જોયેલા વીડિયોના આધારે તમને આપવામાં આવતા સુઝાવો બહેતર બનાવે છે.

To turn off or delete your watch history while signed out:

  1. Go to YouTube.
  2. Select History.
  3. Select Clear all watch history or Pause watch history.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5147794394148608069
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false