કૉમેન્ટનો રિવ્યૂ કરો અને જવાબ આપો

 કૉમેન્ટ મૉડરેટ કરવી અને તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી એ તમારી ચૅનલ પર સ્વસ્થ સમુદાય જાળવી રાખવાનો શ્રેષ્ઠ રસ્તો છે.

કૉમેન્ટનો રિવ્યૂ કરવો અને તેમને મેનેજ કરવી

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી કૉમેન્ટ પસંદ કરો.
  3. પબ્લિશ કરેલી કૉમેન્ટ તમારો ડિફૉલ્ટ વ્યૂ છે.  તમે આ કરી શકો છો:
    • ફિલ્ટર: શોધ, પ્રશ્નો, જવાબના સ્ટેટસ અને વધુ મુજબ તમે જુઓ છો તે કૉમેન્ટને ફિલ્ટર કરવા માટે ફિલ્ટર બાર  પર ટૅપ કરો.
    • જવાબ આપો: કૉમેન્ટનો જવાબ આપવા માટે જવાબ આપો પર ટૅપ કરો.
    • હૃદયનું ચિહ્ન: પ્રશંસા દર્શાવવા માટે હૃદયના ચિહ્ન  પર ટૅપ કરો.
    • પસંદ: કૉમેન્ટને પસંદ કરવા માટે થમ્બ્સ અપ  પસંદ કરી શકો છો.
    • નાપસંદ: કૉમેન્ટને નાપસંદ કરવા માટે થમ્બ્સ ડાઉન  પસંદ કરી શકો છો.
    • વપરાશકર્તાને કાઢી નાખો, તેમની સ્પામ તરીકે જાણ કરો અથવા તેમને ચૅનલથી છુપાવો: વધુ '' પર ટૅપ કરો.
    • પિન કરો: કોઈ કૉમેન્ટ પર ટૅપ કરો પછી વધુ '' પર ટૅપ કરો, તમારા વીડિયોના જોવાના પેજની સૌથી ઉપર કોઈ કૉમેન્ટને હાઇલાઇટ કરવા માટે પિન કરો. આ વિકલ્પ કોઈ વ્યક્તિગત વીડિયો પરની કૉમેન્ટ જોતી વખતે જ દેખાય છે.

રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી કૉમેન્ટ પર પગલું લો

“રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી” ટૅબ પર તમે નીચેના પગલાં લઈ શકો છો. તમે “પબ્લિશ કરેલી” ટૅબ પર વધુ '' પર ક્લિક કરીને પણ આ વિકલ્પો શોધી શકો છો.

  • મંજૂરી આપો: કૉમેન્ટને સાર્વજનિક રીતે બતાવવા માટે 'મંજૂરી આપો'  પસંદ કરો.
  • કાઢી નાખો: કૉમેન્ટ કાઢી નાખવા માટે 'કાઢી નાખો'  પસંદ કરો.
  • સ્પામ અથવા દુરુપયોગની જાણ કરો: કૉમેન્ટમાં સ્પામ અથવા દુરુપયોગની જાણ કરવા માટે 'જાણ કરો'  પર ટૅપ કરો. સ્પામ કૉમેન્ટ વિશે વધુ જાણો.
  • વપરાશકર્તાને છુપાવો: વધુ '' અને પછી વપરાશકર્તાને ચૅનલથી છુપાવો પર ટૅપ કરો. અમુક ચોક્કસ લોકોથી કૉમેન્ટ છુપાવવા વિશે વધુ જાણો.
  • હંમેશાં મંજૂર કરો: આ વિકલ્પ ફક્ત “પબ્લિશ કરેલી” ટૅબ પર જ ઉપલબ્ધ છે. ચોક્કસ દર્શકની બધી ભાવિ કૉમેન્ટ ઑટોમૅટિક રીતે અને મંજૂર થાય અને તે સાર્વજનિક રૂપે દેખાય તે માટે, વધુ '' અને પછી આ વપરાશકર્તાની કૉમેન્ટ હંમેશાં મંજૂર કરો પર ટૅપ કરો.

સામાન્ય પ્રશ્નો

કૉમેન્ટ મૉડરેટર શું કરી શકે છે?

કૉમેન્ટ મૉડરેટર લઈ શકે તે ઍક્શનનો આધાર તેઓ સ્ટૅન્ડર્ડ મૉડરેટર છે કે મેનેજિંગ મૉડરેટર તેના પર રહે છે. મેનેજિંગ મૉડરેટર પાસે સ્ટૅન્ડર્ડ મૉડરેટરની સરખામણીએ વધુ વિકલ્પો ઉપલબ્ધ હોય છે. બંને પ્રકારના મૉડરેટર કૉમેન્ટને તમારા રિવ્યૂ માટે હોલ્ડ પર રાખી શકે છે.
મૉડરેટર પાસે YouTube Studioમાં તમારી ચૅનલનો ઍક્સેસ હોતો નથી. તે કૉમેન્ટ તમારી “રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી” કતારમાં રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકવામાં આવશે. જ્યાં સુધી તમે તેને મંજૂર નહીં કરો ત્યાં સુધી અન્ય દર્શકો તે કૉમેન્ટ જોઈ શકશે નહીં.

કૉમેન્ટ મૉડરેટર શું કરી શકે તે વિશે વધુ જાણો.
લાઇવ ચૅટમાં કૉમેન્ટ મૉડરેશન અલગ રીતે કામ કરે છે. લાઇવ ચૅટ માટે મૉડરેટરની સોંપણી કરવાની રીત જાણો.

હું કૉમેન્ટ મૉડરેટરને કેવી રીતે કાઢી શકું?

કૉમેન્ટ મૉડરેટર ઉમેરવાના ઉપર આપેલા પગલાં ફૉલો કર્યા બાદ કાઢી નાખવાનો વિકલ્પ પસંદ કરીને તમે તમારા મોડરેટરને મેનેજ કરી શકો છો.

જ્યારે હું દર્શકોની કૉમેન્ટ પર હૃદયનું ચિહ્ન આપું, તેને પસંદ કરું, નાપસંદ કરું, પિન કરું અથવા તેનો જવાબ આપું, ત્યારે શું તેમને જાણ કરવામાં આવે છે?

જ્યારે તમે કોઈ કૉમેન્ટ પર હૃદયનું ચિહ્ન આપો, તેને પિન કરો અથવા તેનો જવાબ આપો, ત્યારે કૉમેન્ટ કરનારને તેમના નોટિફિકેશનના સેટિંગના આધારે, તમે પ્રત્યુત્તર આપ્યાનું નોટિફિકેશન મળી શકે છે.
પસંદ અને નાપસંદ અનામી હોય છે. જો તમે કોઈ કૉમેન્ટ પસંદ કરો, તો કૉમેન્ટ કરનારને એવું નોટિફિકેશન મળી શકે છે કે, “કોઈએ તમારી કૉમેન્ટ પસંદ કરી." જ્યારે તમે દર્શકોની કૉમેન્ટ નાપસંદ કરો છો ત્યારે દર્શકોને નોટિફિકેશન મળતું નથી.

હું કોઈ કૉમેન્ટ અનપિન કેવી રીતે કરું?

જો તમે જોવાના પેજની સૌથી ઉપર કોઈ કૉમેન્ટ પિન કરી હોય, પણ હવે તમને તે ત્યાં ન જોઈતી હોય, તો તમે તેને અનપિન કરી શકો છો. કૉમેન્ટની બાજુમાં, વધુ '' અને પછી અનપિન કરો પસંદ કરો.
તમે કોઈ અલગ કૉમેન્ટ પણ પિન કરી શકો છો, જે પહેલાંની કૉમેન્ટને અનપિન કરશે.

હું કોઈ કૉમેન્ટને સ્પામ તરીકે માર્ક કરું તો શું થશે?

કૉમેન્ટને તમારી ચૅનલ પરથી કાયમ માટે છુપાવવામાં આવશે. સ્પામની ભાળ મેળવવા માટે YouTube, કૉમેન્ટ અને કૉમેન્ટ કરનારની વર્તણૂકનો પણ રિવ્યૂ કરી શકે છે.

કૉમેન્ટ સંબંધી વિષયોનો સારાંશ કેવી રીતે આપવામાં આવે છે અને શું હું તેમાં ફેરફાર કરી શકું કે?

કૉમેન્ટ સંબંધી વિષયો માટે કૉમેન્ટના મોટા વિભાગો ધરાવતા YouTube વીડિયો પર માનવ દ્વારા રિવ્યૂ વિના, કૉમેન્ટને ગોઠવવા અને તેમનો સારાંશ આપવા Googleની માલિકીના AI મૉડલનો ઉપયોગ કરવામાં આવે છે. કૉમેન્ટ સંબંધી વિષયો ત્યારે જ બનાવવામાં આવે છે, જ્યારે કોઈ થીમ રજૂ કરવા માટે પર્યાપ્ત કૉમેન્ટ હોય. 

કૉમેન્ટ સંબંધી વિષયો એવી સુવિધા છે જેના માટે નાપસંદ કરવાનો કોઈ વિકલ્પ નથી. જો તમે અમુક ચોક્કસ વિષય હેઠળ દેખાતી કૉમેન્ટ કાઢી નાખો, તો તે વિષય કાઢી નાખવામાં આવશે. 

રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકવામાં આવેલી, બ્લૉક કરેલા શબ્દો શામેલ હોય એવી કે પછી છુપાવેલા વપરાશકર્તાઓની કૉમેન્ટ પરથી વિષયો બનાવવામાં આવશે નહીં. 

કૉમેન્ટ સંબંધી વિષયો પર પ્રતિસાદ આપવા માટે: 

  1. YouTube ઍપ પરના કોઈ વીડિયોનો કૉમેન્ટ વિભાગ ખોલો.
  2. વિષયો  પર ટૅપ કરો.
  3. વધુ '' પર ટૅપ કરો.
  4. પ્રતિસાદ મોકલો પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13521155893790175452
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false