ચૅનલની પરવાનગીઓ વડે તમારી YouTube ચૅનલનો ઍક્સેસ ઉમેરવો અથવા કાઢી નાખવો

તેના બદલે જો તમારી પાસે બ્રાંડ એકાઉન્ટ હોય, તો તમારી YouTube ચૅનલનો ઍક્સેસ ઉમેરવા કે તેને કાઢી નાખવા માટે, ચૅનલની પરવાનગીઓ પર સ્વિચ કરો.  ચૅનલની પરવાનગીઓ પર સ્થાનાંતરણ કરવાની રીત વિશે જાણો.

ચૅનલની પરવાનગીઓ વડે, તમે YouTube અને YouTube Studioમાં જઈને અન્ય લોકોને તમારી ચૅનલના ડેટા, ટૂલ અને સુવિધાઓનો ઍક્સેસ આપી શકો છો, જેમાં ઍક્સેસના પાંચ અલગ-અલગ લેવલ શામેલ છે. એકથી વધુ લોકો તમારા Google એકાઉન્ટના ઍક્સેસ વિના તમારી ચૅનલને મેનેજ કરી શકે છે. તેઓ કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસ પર તમારી ચૅનલને સીધા જ YouTube પર અથવા YouTube Studioમાં જઈને મેનેજ કરી શકે છે. કોઈને પરવાનગીઓ આપવી:

  • એ તમારો પાસવર્ડ કે અન્ય સંવેદનશીલ સાઇન-ઇન માહિતી શેર કરવા કરતાં વધુ સુરક્ષિત છે.
  • આમ કરવાથી, તમને તેમનું ઍક્સેસ લેવલ સ્પષ્ટ કરવાની મંજૂરી મળે છે, જેથી તમે એ વધુ સારી રીતે નિયંત્રિત કરી શકો છો કે કોણ તમારી ચૅનલ જોઈ શકે છે અને કોણ તેને અપડેટ કરી શકે છે.

YouTube Studioમાં ચૅનલની પરવાનગીઓ: તમારી ચૅનલ મેનેજ કરવામાં સહાય માટે લોકોને આમંત્રિત કરવા

ચૅનલની પરવાનગીઓ મેળવનારા લોકો માટે અલગ-અલગ પ્રકારના રોલ

રોલ

સપોર્ટેડ

સપોર્ટેડ નથી

માલિક

બધા પ્લૅટફૉર્મ પર બધું કરી શકે છે, જેમાં આનો સમાવેશ થાય છે:

  • ચૅનલ ડિલીટ કરવી
  • લાઇવ સ્ટ્રીમ અને લાઇવ ચૅટ મેનેજ કરવી
  • પરવાનગીઓ મેનેજ કરવી
  • Google Ads એકાઉન્ટ લિંક કરી શકે છે
  • અન્ય વપરાશકર્તાઓને માલિકી ટ્રાન્સફર કરી શકતા નથી

મેનેજર

  • ચૅનલનો બધો ડેટા જોઈ શકે છે
  • પરવાનગીઓ મેનેજ કરી શકે છે (YouTube Studioમાં)
  • ચૅનલની વિગતોમાં ફેરફાર કરી શકે છે
  • લાઇવ સ્ટ્રીમ મેનેજ કરી શકે છે
  • કન્ટેન્ટ (ડ્રાફ્ટ શામેલ છે) બનાવી, અપલોડ કરી, પબ્લિશ કરી અને ડિલીટ કરી શકે છે
  • લાઇવ નિયંત્રણ રૂમમાં ચૅટ કરી શકે છે અથવા ચૅટ મૉડરેટ કરી શકે છે
  • પોસ્ટ બનાવી શકે છે
  • કૉમેન્ટ કરી શકે છે
  • Google Ads એકાઉન્ટ લિંક કરી શકે છે
  • ચૅનલ ડિલીટ કરી શકતા નથી

એડિટર

  • ચૅનલનો બધો ડેટા જોઈ શકે છે
  • બધામાં ફેરફાર કરી શકે છે
  • કન્ટેન્ટ અપલોડ કરી અને પબ્લિશ કરી શકે છે
  • લાઇવ સ્ટ્રીમ મેનેજ કરી શકે છે
  • ડ્રાફ્ટ ડિલીટ કરી શકે છે
  • લાઇવ નિયંત્રણ રૂમમાં ચૅટ કરી શકે છે અથવા ચૅટ મૉડરેટ કરી શકે છે
  • પોસ્ટ બનાવી શકે છે
  • કૉમેન્ટ કરી શકે છે
  • Google Ads એકાઉન્ટ લિંક કરી શકે છે
  • ચૅનલને ડિલીટ કે કન્ટેન્ટ પબ્લિશ કરી શકતા નથી
  • પરવાનગીઓને મેનેજ કરી શકતા નથી
  • કરાર કરી શકતા નથી
  • શેડ્યૂલ કરેલી/લાઇવ/પૂર્ણ થયેલી સ્ટ્રીમ ડિલીટ કરી શકતા નથી
  • સ્ટ્રીમ કી ડિલીટ કે રીસેટ કરી શકતા નથી

એડિટર (મર્યાદિત)

  • એડિટર જેવી જ પરવાનગીઓ
  • એડિટર જેવી જ મર્યાદાઓ
  • આવકનો ડેટા ઍક્સેસ કરી શકતા નથી (ચૅટની આવક અને દર્શકની પ્રવૃત્તિનું ટૅબ શામેલ છે)
સબટાઇટલ એડિટર
  • યોગ્યતા ધરાવતા વીડિયો પર સબટાઇટલ ઉમેરી, તેમાં ફેરફાર કરી, તેને પબ્લિશ કરી અને તેને ડિલીટ કરી શકે છે
  • એડિટર જેવી જ મર્યાદાઓ
  • કોઈપણ જગ્યાએ ફેરફાર કરી શકતા નથી (વીડિયોના સબટાઇટલ સિવાય)
  • આવકનો ડેટા ઍક્સેસ કરી શકતા નથી (ચૅટની આવક અને દર્શકની પ્રવૃત્તિનું ટૅબ શામેલ છે)
  • કન્ટેન્ટ અપલોડ અને પબ્લિશ કરી શકતા નથી (વીડિયોના સબટાઇટલ સિવાય)
  • લાઇવ સ્ટ્રીમ મેનેજ કરી શકતા નથી
  • ડ્રાફ્ટ ડિલીટ કરી શકતા નથી
  • લાઇવ નિયંત્રણ રૂમમાં ચૅટ કરી શકે છે અથવા ચૅટ મૉડરેટ કરી શકતા નથી
  • લાઇવ સ્ટ્રીમ મેનેજ કરી શકતા નથી
  • શેડ્યૂલ કરેલી/લાઇવ/પૂર્ણ થયેલી સ્ટ્રીમ ડિલીટ કરી શકતા નથી
  • લાઇવ નિયંત્રણ રૂમમાં ચૅટ કરી શકે છે અથવા ચૅટ મૉડરેટ કરી શકતા નથી
  • ચૅનલનો બધો ડેટા જોઈ શકતા નથી

દર્શક

  • ચૅનલની બધી વિગતો જોઈ શકે છે (પણ તેમાં ફેરફાર કરી શકતા નથી)
  • YouTube Analytics ગ્રૂપ બનાવી અને તેમાં ફેરફાર કરી શકે છે
  • આવકનો ડેટા જોઈ શકે છે (ચૅટની આવક અને દર્શકની પ્રવૃત્તિના ટૅબ સહિત)
  • બનાવેલી સ્ટ્રીમ લાઇવ થતા પહેલાં અને લાઇવ હોય તે દરમિયાન જોઈ/મૉનિટર કરી શકે છે
  • સ્ટ્રીમ કી સિવાય બધા સ્ટ્રીમ સેટિંગ જોઈ શકે છે
  • લાઇવ સ્ટ્રીમ મેનેજ કરી શકતા નથી
  • શેડ્યૂલ કરેલી/લાઇવ/પૂર્ણ થયેલી સ્ટ્રીમ ડિલીટ કરી શકતા નથી
  • લાઇવ નિયંત્રણ રૂમમાં ચૅટ કરી શકે છે અથવા ચૅટ મૉડરેટ કરી શકતા નથી

દર્શક (મર્યાદિત)

  • દર્શક જેવી જ પરવાનગીઓ
  • દર્શક જેવી જ મર્યાદાઓ
  • આવકનો ડેટા (આમાં ચૅટની આવક અને દર્શકની પ્રવૃત્તિનું ટૅબ શામેલ છે) ઍક્સેસ કરી શકતા નથી

સપોર્ટેડ ક્રિયાઓ

નોંધ: શક્ય છે કે નિયુક્ત પ્રતિનિધિ તરીકે કામ કરતી વખતે કેટલીક ક્રિયાઓ બિલકુલ ઉપલબ્ધ ન થાય.
કૅટેગરી ઍક્સેસ લેવલ / સાર્વજનિક ક્રિયાઓ કમ્પ્યુટર પર YT Studio YT Studio ઍપ YouTube
પરવાનગીને નિયંત્રિત કરવાની બહેતર સુવિધા મેનેજરનો રોલ
એડિટરનો રોલ
એડિટરનો (મર્યાદિત) રોલ
ફક્ત દર્શકનો રોલ
દર્શકનો (મર્યાદિત) રોલ
ફક્ત દર્શકનો રોલ
વીડિયો મેનેજમેન્ટ વીડિયો / Shorts અપલોડ કરવા
Shorts બનાવવા
YouTube Analytics અથવા કલાકાર સંબંધિત વિશ્લેષણોમાં વીડિયોનું પર્ફોર્મન્સ સમજવું
વીડિયો મેનેજ કરવા (મેટાડેટા, કમાણી કરવાની પ્રક્રિયા, દૃશ્યતા)
પ્લેલિસ્ટ બનાવવું
હાલના સાર્વજનિક પ્લેલિસ્ટમાં વીડિયો ઉમેરવા
પ્લેલિસ્ટ મેનેજ કરવા
ચૅનલ તરીકે લાઇવ સ્ટ્રીમ કરવું
કૅપ્શન, ખાનગી વીડિયો શેરિંગ
ચૅનલનું મેનેજમેન્ટ ચૅનલનું હોમપેજ કસ્ટમાઇઝ / મેનેજ કરવું
સમુદાયનું એંગેજમેન્ટ પોસ્ટ બનાવવી
સમુદાય પોસ્ટ મેનેજ કરવી શામેલ ન કરવી ડિલીટ કરવી
સમુદાય પોસ્ટ ડિલીટ કરવી [માત્ર મેનેજર] [માત્ર મેનેજર]
YouTube Studio પરથી ચૅનલ તરીકે કૉમેન્ટનો જવાબ આપવો
ચૅનલ તરીકે અન્ય ચૅનલના વીડિયો પર કૉમેન્ટ કરવી અને તેના પરની કૉમેન્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી
ચૅનલ તરીકે લાઇવ ચૅટનો ઉપયોગ કરવો
વિશિષ્ટરૂપે કલાકારો માટે આધિકારિક કલાકાર ચૅનલની સુવિધાઓ (ઉદાહરણ તરીકે, કૉન્સર્ટ)
કલાકાર ડિસ્કોગ્રાફી મેનેજરનો ઉપયોગ કરો [માલિકો, મેનેજર, એડિટર અને એડિટર (મર્યાદિત)]

YouTube પર સાર્વજનિક વિ. ખાનગી ઍક્ટિવિટી

YouTube પર સીધા જ ચૅનલ માટે નિયુક્ત પ્રતિનિધિ તરીકે કામ કરતી વખતે, સાર્વજનિક અને ખાનગી ક્રિયાઓ વચ્ચે તફાવત હોય છે.

  • સાર્વજનિક ક્રિયાઓ: નિયુક્ત પ્રતિનિધિઓ ચૅનલના માલિક માટે આ ક્રિયાઓ કરી શકે છે અને તે ક્રિયાને ચૅનલની પ્રવૃત્તિ માનવામાં આવશે.
    • સાર્વજનિક ક્રિયાઓ ઉપર આપેલા ટેબલમાં સૂચિબદ્ધ છે.
  • ખાનગી ક્રિયાઓ: નિયુક્ત પ્રતિનિધિઓ આ ક્રિયાઓ, તેમણે જેના વડે સાઇન ઇન કર્યું હોય, તેવા તેમના વ્યક્તિગત એકાઉન્ટ મારફતે કરે છે.
    • ખાનગી ક્રિયાઓમાં શોધવું, વીડિયો જોવા અને ખરીદી કરવી જેવી બાબતો શામેલ છે. વધુ જાણો.

વિઝ્યુઅલ સૂચકો નિયુક્ત વપરાશકર્તાઓને એ જાણવામાં સહાય કરશે કે ક્રિયાની વિશેષતા શું છે.

પરવાનગીઓનો ઉપયોગ કરીને તમારી ચૅનલનો ઍક્સેસ આપવો

જો તમે કોઈ બ્રાંડ એકાઉન્ટ ધરાવતા હો, તો તમારે સૌથી પહેલા ચૅનલની પરવાનગીઓ પર સ્થાનાંતરણ કરવું આવશ્યક છે.

કમ્પ્યૂટર પર ઍક્સેસ ઉમેરવો

  1. studio.youtube.com પર જાઓ.
  2. ડાબી બાજુએ સેટિંગ પર ક્લિક કરો.
  3. પરવાનગીઓ પર ક્લિક કરો.
  4. આમંત્રણ આપો પર ક્લિક કરો અને તમે જે વ્યક્તિને આમંત્રણ આપવા માગો છો તેનું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
  5. ઍક્સેસ પર ક્લિક કરો અને નીચેના કોષ્ટકમાંથી તમે આ વ્યક્તિને જે રોલ સોંપવા માગો છો તે પસંદ કરો.
  6. થઈ ગયું પર ક્લિક કરો.
    • નોંધ: એકવાર આમંત્રણ મોકલવામાં આવે, પછી તેની સમયસીમા 30 દિવસ પછી સમાપ્ત થાય છે.

તમારી ચૅનલનો ઍક્સેસ કાઢી નાખવો

  1. studio.youtube.com પર જાઓ.
  2. ડાબી બાજુએ સેટિંગ પર ક્લિક કરો.
  3. પરવાનગીઓ પર ક્લિક કરો.
  4. તમે જે વ્યક્તિને કાઢી નાખવા માગતા હો તેના પર જાઓ અને નીચેની ઍરો કી દબાવો .
  5. નવો રોલ પસંદ કરો અથવા ઍક્સેસ કાઢી નાખો પર ક્લિક કરો.

નોંધ: ચૅનલની પરવાનગીઓ YouTubeના અમુક ભાગોને હજી પણ સપોર્ટ કરતી નથી. માલિક નીચે જણાવેલી આ સુવિધાઓ ઍક્સેસ કરી શકે છે, જોકે આમંત્રિત વપરાશકર્તાઓ ઍક્સેસ કરી શકતા નથી:

  • YouTube Music
  • YouTube Kids ઍપ
  • YouTube APIs

YouTube પર ખાનગી ક્રિયાઓ

નીચે કેટલીક ક્રિયાઓ આપેલી છે જે ખાનગી માનવામાં આવે છે અને તે નિયુક્ત કરેલા પ્રતિનિધિના વ્યક્તિગત એકાઉન્ટ સાથે સંકળાયેલી હશે:

વીડિયો મેનેજમેન્ટ

સમુદાય એંગેજમેન્ટ

  • કોઈ પોસ્ટ પસંદ, નાપસંદ કરવી કે તેના પર મત આપવો.

પસંદગી/વપરાશ

  • કન્ટેન્ટની શોધ કરવી અથવા શોધ ઇતિહાસનો ઍક્સેસ કરવો.
  • વીડિયો જોવો અથવા જોવાયાનો ઇતિહાસ ઍક્સેસ કરવો.
  • ચૅનલ પર વપરાશકર્તાઓને બ્લૉક કરવા.
  • સબ્સ્ક્રિપ્શન જોવા.
  • ખરીદીઓ (ઉદાહરણ તરીકે: મૂવી અને શો, Premium).
  • ખરીદીનો ઇતિહાસ.

ચૅનલના માલિકની વિગતો શોધવી

કમ્પ્યૂટર પર ચૅનલના માલિકનું નામ અને ઇમેઇલ ઍડ્રેસ શોધવા

જો તમે કોઈ ચૅનલ મેનેજ કરતા હો, તો ચૅનલના માલિકનું નામ અને ઇમેઇલ જાણી શકો છો. તમને આ માહિતીની જરૂર પડી શકે છે, ઉદાહરણ તરીકે, અમુક સુવિધાઓનો ઍક્સેસ મેળવવા માટે તેમને તેમની ચૅનલની ફોન નંબર દ્વારા ચકાસણી કરવાનું કહેવા માટે.

નોંધ: ફક્ત મેનેજર અને માલિક જ ચૅનલનો ઍક્સેસ ધરાવતા લોકોના નામ અને ઇમેઇલ જોઈ શકે છે.
  1. studio.youtube.com પર જાઓ
  2. સેટિંગ અને પછી પરવાનગીઓ પર ક્લિક કરો.
  3. તમે આ ચૅનલનો ઍક્સેસ ધરાવતા દરેક વ્યક્તિના નામ અને ઇમેઇલ જોશો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1525284240099054675
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false