ચૅનલની પરવાનગીઓ વડે, તમે YouTube અને YouTube Studioમાં જઈને અન્ય લોકોને તમારી ચૅનલના ડેટા, ટૂલ અને સુવિધાઓનો ઍક્સેસ આપી શકો છો, જેમાં ઍક્સેસના પાંચ અલગ-અલગ લેવલ શામેલ છે. એકથી વધુ લોકો તમારા Google એકાઉન્ટના ઍક્સેસ વિના તમારી ચૅનલને મેનેજ કરી શકે છે. તેઓ કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસ પર તમારી ચૅનલને સીધા જ YouTube પર અથવા YouTube Studioમાં જઈને મેનેજ કરી શકે છે. કોઈને પરવાનગીઓ આપવી:
- એ તમારો પાસવર્ડ કે અન્ય સંવેદનશીલ સાઇન-ઇન માહિતી શેર કરવા કરતાં વધુ સુરક્ષિત છે.
- આમ કરવાથી, તમને તેમનું ઍક્સેસ લેવલ સ્પષ્ટ કરવાની મંજૂરી મળે છે, જેથી તમે એ વધુ સારી રીતે નિયંત્રિત કરી શકો છો કે કોણ તમારી ચૅનલ જોઈ શકે છે અને કોણ તેને અપડેટ કરી શકે છે.
YouTube Studioમાં ચૅનલની પરવાનગીઓ: તમારી ચૅનલ મેનેજ કરવામાં સહાય માટે લોકોને આમંત્રિત કરવા
ચૅનલની પરવાનગીઓ મેળવનારા લોકો માટે અલગ-અલગ પ્રકારના રોલ
રોલ |
સપોર્ટેડ |
સપોર્ટેડ નથી |
---|---|---|
માલિક |
બધા પ્લૅટફૉર્મ પર બધું કરી શકે છે, જેમાં આનો સમાવેશ થાય છે:
|
|
મેનેજર |
|
|
એડિટર |
|
|
એડિટર (મર્યાદિત) |
|
|
સબટાઇટલ એડિટર |
|
|
દર્શક |
|
|
દર્શક (મર્યાદિત) |
|
|
સપોર્ટેડ ક્રિયાઓ
YouTube પર સાર્વજનિક વિ. ખાનગી ઍક્ટિવિટી
YouTube પર સીધા જ ચૅનલ માટે નિયુક્ત પ્રતિનિધિ તરીકે કામ કરતી વખતે, સાર્વજનિક અને ખાનગી ક્રિયાઓ વચ્ચે તફાવત હોય છે.
- સાર્વજનિક ક્રિયાઓ: નિયુક્ત પ્રતિનિધિઓ ચૅનલના માલિક માટે આ ક્રિયાઓ કરી શકે છે અને તે ક્રિયાને ચૅનલની પ્રવૃત્તિ માનવામાં આવશે.
- સાર્વજનિક ક્રિયાઓ ઉપર આપેલા ટેબલમાં સૂચિબદ્ધ છે.
- ખાનગી ક્રિયાઓ: નિયુક્ત પ્રતિનિધિઓ આ ક્રિયાઓ, તેમણે જેના વડે સાઇન ઇન કર્યું હોય, તેવા તેમના વ્યક્તિગત એકાઉન્ટ મારફતે કરે છે.
- ખાનગી ક્રિયાઓમાં શોધવું, વીડિયો જોવા અને ખરીદી કરવી જેવી બાબતો શામેલ છે. વધુ જાણો.
વિઝ્યુઅલ સૂચકો નિયુક્ત વપરાશકર્તાઓને એ જાણવામાં સહાય કરશે કે ક્રિયાની વિશેષતા શું છે.
પરવાનગીઓનો ઉપયોગ કરીને તમારી ચૅનલનો ઍક્સેસ આપવો
જો તમે કોઈ બ્રાંડ એકાઉન્ટ ધરાવતા હો, તો તમારે સૌથી પહેલા ચૅનલની પરવાનગીઓ પર સ્થાનાંતરણ કરવું આવશ્યક છે.
YouTube Studio ઍપ પર ઍક્સેસ ઉમેરવો
- YouTube Studio ઍપ ખોલો.
- તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
- મેનૂમાં જઈને સેટિંગ પર ટૅપ કરો.
- સેટિંગ મેનૂમાં પરવાનગીઓ પર ટૅપ કરો.
- આમંત્રણ આપો પર ટૅપ કરો અને તમે જે વ્યક્તિને આમંત્રણ આપવા માગો છો તેનું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
- નીચેના કોષ્ટકમાંથી તમે આ વ્યક્તિને જે રોલ સોંપવા માગો છો તે પસંદ કરો.
- આમંત્રણ મોકલો પર ટૅપ કરો.
- નોંધ: એકવાર આમંત્રણ મોકલવામાં આવે, પછી તેની સમયસીમા 30 દિવસ પછી સમાપ્ત થાય છે.
- સાચવો પર ટૅપ કરો.
તમારી ચૅનલનો ઍક્સેસ કાઢી નાખવો
YouTube Studio ઍપ પરનો ઍક્સેસ કાઢવો અથવા તેને બદલવો
- YouTube Studio ઍપ ખોલો.
- તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
- મેનૂમાં સેટિંગ પર ટૅપ કરો.
- સેટિંગ મેનૂમાં પરવાનગીઓ પર ટૅપ કરો.
- તમે જે વ્યક્તિને કાઢી નાખવા માગતા હો તેને પસંદ કરો.
- નવો રોલ પસંદ કરો અને સાચવો કે કાઢી નાખો પર ટૅપ કરો.
નોંધ: ચૅનલની પરવાનગીઓ YouTubeના અમુક ભાગોને હજી પણ સપોર્ટ કરતી નથી. માલિક નીચે જણાવેલી આ સુવિધાઓ ઍક્સેસ કરી શકે છે, જોકે આમંત્રિત વપરાશકર્તાઓ ઍક્સેસ કરી શકતા નથી:
- YouTube Music
- YouTube Kids ઍપ
- YouTube APIs
YouTube પર ખાનગી ક્રિયાઓ
નીચે કેટલીક ક્રિયાઓ આપેલી છે જે ખાનગી માનવામાં આવે છે અને તે નિયુક્ત કરેલા પ્રતિનિધિના વ્યક્તિગત એકાઉન્ટ સાથે સંકળાયેલી હશે:
વીડિયો મેનેજમેન્ટ
- YouTube Premium ધરાવતા મોબાઇલ ડિવાઇસ પર અન્ય ચૅનલના વીડિયો ડાઉનલોડ કરવા.
- મોબાઇલ ડિવાઇસ પર તમારા પોતાના વીડિયો ડાઉનલોડ કરવા.
સમુદાય એંગેજમેન્ટ
- કોઈ પોસ્ટ પસંદ, નાપસંદ કરવી કે તેના પર મત આપવો.
પસંદગી/વપરાશ
- કન્ટેન્ટની શોધ કરવી અથવા શોધ ઇતિહાસનો ઍક્સેસ કરવો.
- વીડિયો જોવો અથવા જોવાયાનો ઇતિહાસ ઍક્સેસ કરવો.
- ચૅનલ પર વપરાશકર્તાઓને બ્લૉક કરવા.
- સબ્સ્ક્રિપ્શન જોવા.
- ખરીદીઓ (ઉદાહરણ તરીકે: મૂવી અને શો, Premium).
- ખરીદીનો ઇતિહાસ.
ચૅનલના માલિકની વિગતો શોધવી
YouTube Studio ઍપ પર ચૅનલના માલિકનું નામ અને ઇમેઇલ શોધવું
- YouTube Studio ઍપ ખોલો.
- સેટિંગ પરવાનગીઓ પર ટૅપ કરો.
- તમે આ ચૅનલનો ઍક્સેસ ધરાવતા દરેક વ્યક્તિના નામ અને ઇમેઇલ જોશો.