સમુદાય પોસ્ટ પર દર્શકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી

તમે તમારી ચૅનલ પર સમુદાય ટૅબ પર પોસ્ટ ઉમેરો તે પછી, દર્શકો જવાબ આપવા માટે કૉમેન્ટ કરી શકે છે. કેવી રીતે દર્શકો તમારી પોસ્ટનો જવાબ આપી શકે તે વિશે જાણો.

નોંધ: ચૅનલમાં તમારી ભૂમિકાના આધારે સમુદાય પોસ્ટનો ઍક્સેસ બદલાઈ શકે છે. ચૅનલની પરવાનગીઓ વિશે વધુ જાણો.

તમારી સમુદાય પોસ્ટ શોધવી

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પોસ્ટ ટૅબ પર ટૅપ કરો.

નોંધ: કોઈપણ સમયસીમા સમાપ્ત થયેલી પોસ્ટ તમે તમારા આર્કાઇવમાં જોઈ શકો છો. તમારા સમુદાય ટૅબ પર નેવિગેટ કરો અને પછી "આર્કાઇવ્ડ" વિભાગ પસંદ કરો.

તમારી પોસ્ટ પર કૉમેન્ટનો જવાબ આપવો

તમારા ઑડિયન્સ સાથે વાતચીત સ્થાપવા તમારી પોસ્ટ પરની કૉમેન્ટનો જવાબ આપો.

  1. પોસ્ટ પર કર્સર લઈ જાઓ અને કૉમેન્ટ  પર ક્લિક કરો. તમને પોસ્ટનું કૉમેન્ટ પેજ દેખાશે.
  2. કોઈપણ કૉમેન્ટની નીચે જવાબ આપો પસંદ કરો.

તમને પ્રસંગોપાત તમારી સમુદાય પોસ્ટ પરની કૉમેન્ટ વિશે નોટિફિકેશન મળશે, સિવાય કે તમે તે સુવિધા નાપસંદ કરી હોય. તમારા નોટિફિકેશન મેનેજ કેવી રીતે કરવા તે જાણો.

ટિપ: તાજેતરની કૉમેન્ટ પર જવાબ આપવા માટે,   આ અનુસાર સૉર્ટ કરો અને પછી પહેલા સૌથી નવી પર ક્લિક કરો.

સમુદાયની પોસ્ટ પરની કૉમેન્ટના સેટિંગ બદલો

જો તમે કોઈ ચોક્કસ પોસ્ટ માટે કૉમેન્ટના સેટિંગ બદલવા માગતા હો, તો:

  1. તમારા કમ્પ્યૂટર પર,YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પોસ્ટ પસંદ કરો.
  4. તમે અપડેટ કરવા માગતા હો તે પોસ્ટ શોધો, પછી વિગતો  પસંદ કરો.
  5. તમારી કૉમેન્ટના સેટિંગ પસંદ કરો.
  6. સાચવો પસંદ કરો.

કૉમેન્ટ ચાલુ કરવામાં આવે ત્યારે કૉમેન્ટ મૉડરેટ કરવા માટેના તમારા વિકલ્પો સહિત કૉમેન્ટના સેટિંગ વિશે વધુ જાણો.

નોંધ“થોભાવો” વિકલ્પ અત્યારે સમુદાય પોસ્ટ માટે ઉપલબ્ધ નથી.

તમારી પોસ્ટ પર કોઈ કૉમેન્ટને પિન કરવી

કોઈ કૉમેન્ટ (તમારી અથવા દર્શકની) ફીડમાં સૌથી ઉપર રહે તે રીતે પિન થાય તેમ તમે તેને પસંદ કરી શકો છો. કૉમેન્ટ પિન કરવાથી તમારા દર્શકો તેને વધુ સારી રીતે જોઈ શકે છે.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. પોસ્ટ ટૅબ પસંદ કરો.
  4. પોસ્ટ પર કર્સર લઈ જાઓ અને કૉમેન્ટ  પર ક્લિક કરો.
  5. તમારે પિન કરવી હોય તે કૉમેન્ટ પર કર્સર લઈ જાઓ.
  6. વધુ પિન કરો પર ક્લિક કરો. તમે પહેલાંથી જ કોઈ કૉમેન્ટ પિન કરેલી હોય, તો તેને બદલે હમણાંની કૉમેન્ટ આવશે.
    નોંધ: તમે કોઈપણ સમયે કૉમેન્ટને અનપિન કરી શકો અને આમ કરતા કૉમેન્ટ તેના મૂળ સ્થાને પરત જશે.

સમુદાય પોસ્ટ પર કૉમેન્ટ મૉડરેટ કરવી

તમે તમારી સમુદાય પોસ્ટ પરની કૉમેન્ટને તમારા રિવ્યૂ માટે હોલ્ડ પર રાખી શકો છો. કૉમેન્ટ મૉડરેટ કરવા વિશે વધુ જાણો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. સમુદાય અને પછી ડિફૉલ્ટ પસંદ કરો.
  4. "તમારી ચૅનલ પર કૉમેન્ટ" હેઠળ, તમારું સેટિંગ પસંદ કરો.
  5. સાચવો પસંદ કરો.

પોસ્ટ પરની કૉમેન્ટમાં હાર્ટ ઉમેરવા

તમારા સમુદાય ટૅબની પોસ્ટ પર દર્શકની કૉમેન્ટની પ્રશંસા કરવા માટે તમે હાર્ટનો ઉપયોગ કરી શકો. થમ્બ્સ અપ અને થમ્બ્સ ડાઉનની બાજુમાં હાર્ટ મળશે.

દર્શકોને તમારો ફોટો અને એક નાનું લાલ હાર્ટ તેમની કૉમેન્ટના નીચેના ડાબા ખૂણે દેખાશે. તેમના સેટિંગના આધારે, ચૅનલના માલિકને તેમની કૉમેન્ટ ગમી હોવાનું જણાવતું નોટિફિકેશન પણ તેમને મળી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12019598012606491240
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false