જાહેરાતની આવકના વિશ્લેષણને સમજો

તમે YouTube Analyticsમાં મેટ્રિક્સ વડે તમારી YouTubeની આવક અને ચૅનલનું પર્ફોર્મન્સ ચેક કરી શકો છો. કેટલાક મેટ્રિક્સ સમાન લાગે છે, પરંતુ તમારી YouTube જાહેરાતની આવકને સમજવા માટે તેમના તફાવતો મહત્વપૂર્ણ છે.

RPM

હજાર દર્શકો દીઠ આવક (RPM) એક મેટ્રિક છે જે દર્શાવે છે કે તમે પ્રતિ 1,000 વીડિયો વ્યૂ દીઠ કેટલી કમાણી કરી છે. RPM કેટલાક આવકના સૉર્સ પર આધારિત છે જેમાં: જાહેરાતો, ચૅનલની મેમ્બરશિપ, YouTube Premium ની આવક, Super Chat અને Super Stickersનો સમાવેશ થાય છે.

શા માટે મારી RPM એ મારી CPM કરતાં ઓછી છે?

RPM એ CPM કરતાં ઓછી છે કારણ કે RPM:
  • YouTubeની આવકની વહેંચણી પછી ગણવામાં આવે છે.
  • તેમાં કમાણી કરી ન હોય તે સહિત તમામ વ્યૂ શામેલ હોય છે.
તમે જે આવક કરો છો તે RPM મેટ્રિકના ઉમેરાના ભાગરૂપે બદલાઈ નથી.

RPM અને CPM વચ્ચે શું તફાવત છે?

CPM YouTubeની આવકની વહેંચણી પહેલાં પ્રતિ 1000 જાહેરાતની ઇમ્પ્રેશન દીઠની કિંમત છે. RPM પ્રતિ 1000 વ્યૂ દીઠ તમારી કુલ આવક (YouTubeની આવકની વહેંચણી પછી) છે.

RPM

CPM

  • નિર્માતા પર ફોકસ કરતું મેટ્રિક
  • જાહેરાતો, YouTube Premium, ચૅનલની મેમ્બરશિપ, Super Chat અને Super Stickers સહિત YouTube Analyticsમાં રિપોર્ટ કરેલી કુલ આવકનો સમાવેશ થાય છે
  • તમારા વીડિયોમાંથી કમાણી કરી ન હોય તે સહિત વ્યૂની કુલ સંખ્યાનો સમાવેશ થાય છે
  • આવકની વહેંચણી પછી કમાણી કરેલી વાસ્તવિક આવક.
  • જાહેરાતકર્તા પર ફોકસ કરતું મેટ્રિક
  • માત્ર જાહેરાતો અને YouTube Premium માંથી મળતી આવકનો સમાવેશ થાય છે
  • માત્ર કમાણી કરતાં વીડિયોમાંથી વ્યૂનો સમાવેશ થાય છે (એટલે કે જાહેરાતો બતાવવામાં આવી હતી)
  • આવકની વહેંચણી પહેલાની કમાણી

RPM શા માટે મહત્ત્વની છે?

RPM તમને તમે પ્રતિ 1,000 વ્યૂ દીઠ કેટલી કમાણી કરી રહ્યા છો તે બતાવે છે. તે તમને તમારી કમાણી કરવાની પ્રક્રિયા એકંદરે કેટલી અસરકારક છે તે સમજવામાં પણ મદદ કરે છે.

હું મારી RPM કેવી રીતે વધારી શકું છું?

તમારી RPM સુધારવા માટે તમારે તમારી કુલ આવકમાં સુધારો કરવો જોઈએ. RPM મહત્તમ કરવા માટે અહીં કેટલાક પગલાં આપ્યા છે:
  • તમામ વીડિયો પર કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો.
  • વીડિયોના મધ્યભાગની જાહેરાતો ચાલુ કરો.
  • તમારી આવકના પ્રવાહમાં વધારો કરવા AltMon સુવિધાઓ (દાખલ તરીકે, મેમ્બરશિપ, Super Chat) ચાલુ કરો.

ધ્યાનમાં રાખો કે દરેક સુવિધાની પોતાની જરૂરિયાતો અને દિશાનિર્દેશો છે.

જો મારી RPM વધી રહી હોય અથવા ઓછી થઈ રહી હોય, તો તેનો અર્થ શું છે?

RPM તમે YouTube પર કમાણી કરી રહ્યાં છો તે રેટનો સ્નૅપશૉટ છે. જો તે વધી રહ્યો હોય, તો તેનો અર્થ એ છે કે તમે પ્રત્યેક 1000 વ્યૂ માટે વધુ કમાણી કરી રહ્યાં છો અને જો તે નીચે જઈ રહ્યો હોય, તો તમે ઓછી કમાણી કરી રહ્યાં છો. નોંધ કરો કે જ્યારે તમારી આવક સમાન હોય તો પણ જ્યારે કમાણી ન કરતા વ્યૂમાં વધારો થાય ત્યારે તમારી RPM ઓછી થઈ શકે છે.
RPM વધે કે ઓછું થાય, તે તમારી આવક વ્યૂહરચનામાં શું કામ કરી રહ્યું છે કે શું નથી કરી રહ્યું તેનો સારો સૂચક છે. RPM પર શું પ્રભાવ પાડે છે તે સમજવાથી તમારી કમાણી કરવાની પ્રક્રિયાની વ્યૂહરચના સુધારવાની તકો ઓળખવામાં સહાય મળી શકે છે.

RPM મને મારી આવક વિશે શું જણાવતું નથી?

RPM નિર્માતાઓ માટે ઉપયોગી કમાણી કરવાની પ્રક્રિયાનું મેટ્રિક છે, પરંતુ તે તમારી સંપૂર્ણ આવકની માહિતી આપી શકતું નથી. તેમાં શું શામેલ નથી તે અહીં આપેલું છે:

  • વ્યાપારી સામાન વેચવાથી અથવા વ્યાપારી સામાનની શેલ્ફનો ઉપયોગ કરવાથી થતી આવક.
  • બ્રાંડ સ્પૉન્સરશિપ અને સ્પૉન્સરશિપ (YouTube BrandConnect સિવાય) દ્વારા થયેલી આવક.
  • YouTube દ્વારા અપ્રત્યક્ષ રીતે જનરેટ થતી અન્ય કોઈપણ આવક (સેવાઓ, બોલવાનું, પરામર્શ શુલ્ક).

RPM તમને જણાવી શકતું નથી કે કયો આવકનો સૉર્સ તમારી એકંદર આવકમાં ફેરફાર માટે જવાબદાર છે

કારણ કે RPM કેટલાક મેટ્રિક્સને સંયોજિત કરે છે, તે તમને જણાવી શકતું નથી કે કયો આવકનો સૉર્સ તમારી આવકમાં ફેરફાર માટે જવાબદાર છે.

ઉદાહરણ તરીકે, તમે RPMમાં ઘટાડો જોઈ શકો છો કારણ કે તમારા વ્યૂ વધી શકે છે, પરંતુ બધા જાહેરાત ચાલુ કરેલા વ્યૂ નથી. અથવા તમે જોઈ શકો છો કે તમારી RPM વ્યૂમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયા વિના પણ વધે છે કારણ કે દર્શકો ચૅનલની મેમ્બરશિપ માટે સાઇન અપ કરી રહ્યાં છે.

તમને તમારી RPMમાં થયેલા ફેરફારોને સંપૂર્ણ રીતે સમજવામાં સહાય કરવા માટે તમે YouTube દ્વારા આપવામાં આવેલા તમામ વિવિધ વિશ્લેષણોનો ઉપયોગ કરો તેવો સુઝાવ આપીએ છીએ.

CPM

પ્રતિ 1,000 ઇમ્પ્રેશન દીઠ કિંમત (CPM) એક મેટ્રિક છે જે દર્શાવે છે કે જાહેરાતકર્તાઓ YouTube પર જાહેરાતો બતાવવા માટે કેટલા પૈસા ખર્ચી રહ્યા છે. તમે YouTube Analyticsમાં અમુક અલગ CPM મેટ્રિક્સ જોશો:

  • CPM: 1,000 જાહેરાતની ઇમ્પ્રેશન માટે જાહેરાતકર્તા જે ચુકવે છે તે કિંમત. કોઈપણ સમયે જ્યારે કોઈ જાહેરાત બતાવવામાં આવે, ત્યારે જાહેરાતની ઇમ્પ્રેશન ગણવામાં આવે છે.
  • પ્લેબૅક-આધારિત CPM: જ્યાં જાહેરાત બતાવવામાં આવે છે તે 1,000 વીડિયો પ્લેબૅક માટે જાહેરાતકર્તા ચૂકવે છે તે કિંમત.

CPM અને પ્લેબૅક-આધારિત CPM વચ્ચે શું તફાવત છે?

YouTube પરના વીડિયોમાં એક કરતાં વધુ જાહેરાતો હોઈ શકે છે. CPM જાહેરાતની ઇમ્પ્રેશન માટે જાહેરાતકર્તાની કિંમત પર ફોકસ કરે છે. પ્લેબૅક-આધારિત CPM એક અથવા વધુ જાહેરાતો શામેલ હોય તેવા વીડિયો પ્લેબૅક માટે જાહેરાતકર્તાની કિંમત પર ફોકસ કરે છે. તમારી પ્લેબૅક-આધારિત CPM ઘણીવાર તમારી CPM કરતા વધારે હોય છે.
ઉદાહરણ તરીકે, ધારો કે તમારા વીડિયોના વ્યૂ 5,000 છે. જાહેરાતો સાથેના કુલ 1,500 વ્યૂ માટે, 1,000 વ્યૂમાં એક જાહેરાત અને 500 અન્ય વ્યૂમાં બે જાહેરાતો શામેલ છે. આ ઉદાહરણનો અર્થ છે કે તેમાં 2,000 વ્યક્તિગત જાહેરાતની ઇમ્પ્રેશન હતી, પરંતુ કમાણીવાળા પ્લેબૅક માત્ર 1,500 હતા.
ધારો કે જાહેરાતકર્તાએ કુલ $7 ચૂકવ્યા છે. વીડિયોની ઇમ્પ્રેશન દીઠ કિંમત એ જાહેરાતકર્તાની કિંમત $7ને 2,000 જાહેરાતની ઇમ્પ્રેશન વડે ભાગો અથવા, $0.0035 જેટલી થશે. CPM, અથવા પ્રતિ 1000 ઇમ્પ્રેશન દીઠ કિંમત, પછી $0.0035 ગુણ્યા 1,000, અથવા, $3.50ની બરાબર થશે. પ્લેબૅક-આધારિત CPM એ $7 ભાગ્યા 1,500 કમાણીવાળા પ્લેબૅક, ગુણ્યા 1,000 અથવા $4.67ને બરાબર હશે.

CPM શા માટે મહત્ત્વની છે?

જ્યારે તમારા વીડિયો પર જાહેરાત બતાવવામાં આવે છે ત્યારે તમને જાહેરાતકર્તાઓ જે ચૂકવે છે તેમાંથી કટ મળે છે. જાહેરાતકર્તા તે જાહેરાત માટે જેટલી વધુ ચૂકવણી કરે છે, તેટલા વધુ પૈસા તમે કમાશો. તમારી CPM કેવી રીતે મૂલ્યવાન જાહેરાતકર્તાઓ તેમના પોતાના વ્યવસાયના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારા વીડિયો અને ઑડિયન્સને શોધે છે તેનું એક સારું સૂચક છે.
તમારી આવક તમારી CPM ગુણ્યા તમારા વ્યૂની બરાબર નહીં હોય કારણ કે CPM તમે શું કમાણી કરો છો તે નહીં પરંતુ જાહેરાતકર્તાઓ શું ચૂકવે છે તે પ્રતિબિંબિત કરે છે. ઉપરાંત, તમામ વ્યૂમાં જાહેરાતો હશે નહીં. જો તે જાહેરાતકર્તાને અનુરૂપ ન હોય, તો કેટલાક વીડિયો જાહેરાતો માટે સંપૂર્ણ રીતે અયોગ્ય હોય છે. ઉપલબ્ધ જાહેરાતોના અભાવને કારણે અન્ય વીડિયોના વ્યૂમાં જાહેરાતો શામેલ હોઈ શકતી નથી. વ્યૂ જેમાં જાહેરાતો શામેલ હોય છે તેને કમાણીવાળા પ્લેબૅક તરીકે ઓળખવામાં આવે છે.

મારી CPM કેમ બદલાઈ રહી છે?

સમય જતાં તમારી CPMમાં વધઘટ થવી સામાન્ય છે અને તે ઘણા કારણોસર થાય છે, જેમ કે:
  • વર્ષનો સમય: જાહેરાતકર્તાઓ વર્ષના સમયના આધારે વધારે અથવા ઓછી બિડ કરે છે. દાખલા તરીકે, ઘણા જાહેરાતકર્તાઓ રજાઓની તરત પહેલાં જ વધારે બિડ કરે છે.
  • દર્શકના ભૂગોળમાં ફેરફાર: જાહેરાતકર્તાઓ તેમની જાહેરાતો સાથે કયા ભૌગોલિક વિસ્તારો પર પહોંચવા માગે છે તે નિયંત્રિત કરી શકે છે. જાહેરાતની માર્કેટમાં જુદા લોકેશન પર હરીફાઈનું લેવલ જુદું હશે, તેથી CPM ભૂગોળ પ્રમાણે બદલાશે. જો તમારા મોટા ભાગના વ્યૂ જ્યાંથી આવી રહ્યા છે તેમાં કોઈ ફેરફાર થયો હોય, તો તમે CPMમાં તે ફેરફાર જોઈ શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે પહેલા વધારે CPM ધરાવતા ભૌગોલિક વિસ્તારોમાંથી વ્યૂની સંખ્યા હતી, પરંતુ હવે તમે ઓછા CPM ધરાવતા ભૌગોલિક વિસ્તારોમાંથી વધુ વ્યૂ મેળવી રહ્યાં છો, તો તમે તમારા CPMમાં ઘટાડો જોઈ શકો છો.
  • ઉપલબ્ધ જાહેરાતના ફૉર્મેટના ડિસ્ટ્રિબ્યૂશનમાં ફેરફાર: જુદા જાહેરાતના પ્રકારોના કારણે જુદા CPM હોય છે. જો, ઉદાહરણ તરીકે, જાહેરાત ઇન્વેન્ટરીમાં છોડી ન શકાય તેવી વધુ ઉપલબ્ધ જાહેરાતો હોય, તો CPM વધારે હોઈ શકે છે.

અંદાજિત આવક વિરુદ્ધ જાહેરાતની આવક

  • અંદાજિત આવક: ચૅનલની મેમ્બરશિપ, YouTube Premium ની આવક અને Super Chat સહિત તમામ આવકના પ્રકારમાંથી થતી આવક. તમે આવક ટૅબ પર આ મેટ્રિક જોઈ શકો છો.
  • અંદાજિત જાહેરાતની આવક: તમારા વીડિયો પર ફક્ત જાહેરાતોથી થતી આવક. તમે આ મેટ્રિક આવકના સોર્સના રિપોર્ટમાં જોઈ શકશો.

વ્યૂ, જાહેરાતની ઇમ્પ્રેશન અને અંદાજિત કમાણીવાળા પ્લેબૅક

  • વ્યૂ: તમારો વીડિયો કેટલી વખત જોવામાં આવ્યો હતો.
  • જાહેરાતની ઇમ્પ્રેશન: તમારા વીડિયો પર કેટલી વખત વ્યક્તિગત જાહેરાતો જોવામાં આવી હતી.
  • અંદાજિત કમાણીવાળા પ્લેબૅક: તમારો વીડિયો કેટલી વખત જાહેરાતો સાથે જોવામાં આવ્યો હતો.

જો તમારો વીડિયો 10 વખત જોવામાં આવ્યો હોય, અને તેમાંથી 8 વ્યૂમાં જાહેરાતો હોય, તો તમારી પાસે 10 વ્યૂ અને 8 અંદાજિત કમાણીવાળા પ્લેબૅક હશે. જો તે અંદાજિત કમાણીવાળા પ્લેબૅકમાંથી એકમાં વાસ્તવિક રીતે 2 જાહેરાતો હોય, તો તમારી પાસે 9 જાહેરાતની ઇમ્પ્રેશન હશે.

YouTube પરના તમામ વ્યૂમાં જાહેરાત હોતી નથી. વ્યૂમાં જાહેરાત ન હોઈ શકે જો:

  • વીડિયો જાહેરાતકર્તા માટે અનુકૂળ ન હોય.
  • તે વીડિયો માટે જાહેરાતો બંધ કરવામાં આવી હોય.
  • તે ચોક્કસ દર્શકને બતાવવા માટે કોઈ જાહેરાત ઉપલબ્ધ ન હોય. જાહેરાતકર્તાઓ વિશિષ્ટ ડિવાઇસ, વસ્તી વિષયક માહિતી અને રુચિઓને લક્ષ્ય બનાવવાનું પસંદ કરી શકે છે. તમારા દર્શક આ લક્ષ્યીકરણ સાથે કદાચ મેળ ખાતા ન હોય. વીડિયો જાહેરાતો માટે ઉપલબ્ધ લક્ષ્યીકરણની પદ્ધતિઓ વિશે વધુ જાણો.
  • અન્ય પરિબળોની શ્રેણી, જેમાં દર્શકનું ભૂગોળ, તેમણે હાલમાં ક્યારે જાહેરાત જોઈ છે, તેમની પાસે Premium સબ્સ્ક્રિપ્શન છે કે નહીં વગેરે શામેલ છે.

આ જુદા વ્યૂને કારણે, તમારી પાસે અંદાજિત કમાણીવાળા પ્લેબૅક કરતાં વધુ વ્યૂની સંભાવના છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12221964100766411885
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false