લાઇવ સ્ટ્રીમ પર DVR ચાલુ કરો

YouTubeની DVR સુવિધા ચાલુ કરવાથી તમારા દર્શકો લાઇવ સ્ટ્રીમ દરમિયાન તેને થોભાવી, રિવાઇન્ડ કરી અને ચાલુ રાખી શકે છે. એકવાર દર્શક ચલાવવાનું ફરી શરૂ કરે, પછી લાઇવ સ્ટ્રીમ જ્યાં થોભાવ્યું હોય ત્યાંથી ફરી ચાલુ થશે. DVR ચાલુ કરવા માટે, આ પગલાં અનુસરો:

 
  1. YouTube Studio પર જાઓ.
  2. બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો.
  3. સ્ટ્રીમ ટૅબમાંથી હવે લાઇવ સ્ટ્રીમ ચાલુ કરો અથવા મેનેજ ટૅબમાંથી લાઇવ સ્ટ્રીમ શેડ્યૂલ કરો.
  4. સ્ટ્રીમ ડૅશબોર્ડમાંથી, DVR ચાલુ કરો પર ક્લિક કરો.

મર્યાદાઓ

જો તમારું લાઇવ સ્ટ્રીમ ખૂબ લાંબું થઈ જાય, તો તમારા દર્શકો માત્ર એક મર્યાદા સુધી રિવાઇન્ડ કરી શકશે કારણ કે DVRની કાર્યક્ષમતાઓ મર્યાદિત હોઈ શકે છે અથવા 12 કલાકથી લાંબા સ્ટ્રીમ માટે અનુપલબ્ધ હોઈ શકે છે. Apple TV, Apple AirPlay અથવા ઍપના જૂના વર્ઝન પર જોવું ઓછી મર્યાદાઓને આધીન છે.

દર્શક જ્યારે થોભાવો અને ફરી શરૂ કરો વિકલ્પનો ઉપયોગ કરે, ત્યારે પણ આ મર્યાદાઓ લાગુ થાય છે. તમે લાઇવ જાઓ તે પહેલાં દર્શકો ક્યારેય રિવાઇન્ડ કરી શકતા નથી.

DVR બંધ કરવું 

જો તમે DVR બંધ કરવાનું પસંદ કરો, તો તમે સ્ટ્રીમ કરી રહ્યા હોય, ત્યારે દર્શકો રિવાઇન્ડ કરી શકતા નથી, પણ તમારા સંપૂર્ણ સ્ટ્રીમનું રેકોડિંગ એકવાર ઉપલબ્ધ થાય પછી જોઈ શકે છે. વેબકૅમ અને મોબાઇલથી સ્ટ્રીમિંગ માટે DVR બંધ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી.

જો લાઇવ થયા પછી, તમે DVR વિશે તમારો વિચાર બદલો, તો તમે લાઇવ સ્ટ્રીમ કરતા હોય ત્યારે પણ ચાલુ અથવા બંધ કરી શકો છો. જો કે, ફેરફારો ફક્ત એવા દર્શકોને જ લાગુ થશે કે જેઓ તમે ફેરફાર કર્યા પછી તમારું સ્ટ્રીમ ચલાવવાનું શરૂ કરે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8333001622471861578
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false