કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત સિસ્ટમ અથવા ‘જાહેરાતોના ઍલ્ગોરિધમ’ની વિગતવાર સમજ

YouTube એ પૃથ્વી પરના તમામ લોકો માટે તેમની સ્ટોરી શેર કરવા માટેની જગ્યા છે. YouTube પર દર મિનિટે 400 કરતાં વધુ કલાકના વીડિયો અપલોડ થાય છે, YouTube પર દરરોજ સેંકડો મિલિયન કલાક જોવામાં આવે છે અને દર મહિને અબજો વપરાશકર્તાઓ તેને જુએ છે.
નિર્માતાઓ, દર્શકો અને જાહેરાતકર્તાઓ માટે અમારો સમુદાય સલામત હોવાની ખાતરી કરવા માટે, અમે ઑટોમૅટિક રીતે ચાલતી એવી સિસ્ટમ બનાવી છે, જે અમને YouTube પર બધા કન્ટેન્ટને ફિલ્ટર કરવામાં મદદ કરે છે. આ સિસ્ટમ કેટલીક વખત “જાહેરાતના ઍલ્ગોરિધમ” અથવા “સિસ્ટમ” તરીકે ઓળખાય છે.

અમારી સિસ્ટમ કમાણી કરનારા નિર્માતાઓને કેવી રીતે અસર કરે છે

અમારી સિસ્ટમ તમારા કન્ટેન્ટ અને ચૅનલને અલગ-અલગ રીતે અને અલગ-અલગ તબક્કે જુએ છે. YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ નિર્માતાઓ માટે, અમારી કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત સિસ્ટમ તમારા કન્ટેન્ટ અને તમારી ચૅનલ એમ બન્નેને અસર કરી શકે છે.

કન્ટેન્ટ પર અસર

જ્યારે તમે કન્ટેન્ટ માટે જાહેરાતોને ચાલુ કરો છો ત્યારે અમારી સિસ્ટમ તેને 2 રીતે સ્કૅન કરે છે:

  • જાહેરાતકર્તાને અનુરૂપ કન્ટેન્ટ. જે કોઈ વીડિયોને તમે જાહેરાતો વડે કમાણી કરવા માટે રાખો, તે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. અમારી સિસ્ટમ તમારા વીડિયોના શીર્ષક, થંબનેલ, વર્ણન, ટૅગ અને વીડિયોને ચેક કરીને જુએ છે કે તે અમારા દિશાનિર્દેશોનું પાલન કરે છે કે નહીં. તમે કમાણી કરવાની પ્રક્રિયાના આઇકનના સ્વરૂપમાં આનું પરિણામ જોઈ શકો છો.
  • દર્શકોનું શામેલ હોવું. અમારી સિસ્ટમ દર્શકોના શામેલ હોવા સંબંધિત સ્કૅન પણ કરશે. આનો અર્થ થાય કે અમે કૉમેન્ટ, પસંદ જેવી વસ્તુઓ અને સમગ્ર વીડિયો જોવામાં આવ્યો છે કે નહીં, તે જોઈએ છીએ. અમે તમારા ઑડિયન્સ બીજા ક્યા પ્રકારના કન્ટેન્ટ જુએ છે, તે પણ જોઈએ છીએ. પછી અમારી સિસ્ટમ કમાણી કરવાની પ્રક્રિયાનું એવું અન્ય મૂલ્યાંકન કરી શકે છે, જે તમારા વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ બદલી શકે છે.

કમાણી કરવાની પ્રક્રિયાના આઇકનના સ્ટેટસમાં ફેરફારો અને તમે શું કરી શકો, તે વિશે વધુ જાણો.

ચૅનલ પર અસર

અમારી સિસ્ટમ એ પણ ચેક કરે છે કે તમે તમારી ચૅનલ પર કમાણી કરવાની પ્રક્રિયા માટે સતત સચોટ નિર્ણય કરો છો કે નહીં. યાદ રાખો, તમારે માત્ર એ વીડિયો માટે જ જાહેરાતો ચાલુ કરવી જોઈએ કે જે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનું પાલન કરતા હોય. જો તમે સતત અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારા વીડિયો માટે જાહેરાતોને ચાલુ કરો છો, તો અમારી સિસ્ટમ તમારી ચૅનલને અયોગ્ય કન્ટેન્ટ માટે ચિહ્નિત કરી શકે છે. અસામાન્ય કેસમાં, અમે જાહેરાતો વડે કમાણી કરવાની તમારી ક્ષમતાને બંધ કરી શકીએ છીએ અથવા તમને YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી કાઢી નાખી શકીએ છીએ.

તમે સિસ્ટમ સંબંધે શું કરી શકો છો

અમારી સિસ્ટમ હંમેશા વસ્તુઓને યોગ્ય રીતે કરતી નથી. એટલા માટે જ તમે હંમેશાં તમારા વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસને રિવ્યૂ કરવા માટેની વિનંતી કરી શકો છો. જ્યારે તમે રિવ્યૂ કરવાની વિનંતી કરો ત્યારે પ્રશિક્ષિત પૉલિસીના નિષ્ણાત તમારા કન્ટેન્ટને તે અમારા દિશાનિર્દેશોનું પાલન કરે છે કે નહીં, તે માટે જુએ છે. જો અમારા રિવ્યૂઅર અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ સાથે અસંમત થાય, તો અમે રિવ્યૂઅરના નિર્ણયને અંતિમ નિર્ણય માનીશું.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1315113318197890614
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false