સ્ટ્રાઇક સંબંધિત સામાન્ય પ્રશ્નો

જો મને સ્ટ્રાઇક મળે તો શું થશે?

જો તમને કૉપિરાઇટ સ્ટ્રાઇક અથવા સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળે, તો અમે તમને ઇમેઇલ દ્વારા, મોબાઇલ અને ડેસ્કટૉપ પર નોટિફિકેશન દ્વારા અને તમારી YouTube ચૅનલમાં જણાવીશું. અમે તમને જણાવીશું કે તમને સ્ટ્રાઇક શા માટે મળી અને તેના વિશે આગળ શું કરવું.

શા માટે અમારી પાસે 2 અલગ સિસ્ટમ છે?

અમારી પાસે 2 સિસ્ટમ છે કારણ કે અમે સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક અને કૉપિરાઇટ સ્ટ્રાઇકને અલગ સમસ્યાઓ તરીકે જોઈએ છીએ.

કૉપિરાઇટ અને સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન વિવિધ કારણોસર થાય છે. અમારા સમુદાયના દિશાનિર્દેશો એવા નિયમો છે જેને અમે YouTube સમુદાયને સુરક્ષિત રાખવા માટે નિર્માતાઓ અને દર્શકો અનુસરે એમ ઇચ્છીએ છીએ. નિર્માતાના અધિકારો સુરક્ષિત રાખવા અને દરેક વ્યક્તિ જ્યારે તેમના વીડિયો, લાઇવ સ્ટ્રીમ અને સ્ટોરીમાં કન્ટેન્ટનો ઉપયોગ કરે ત્યારે કાયદાનું પાલન કરે તેની ખાતરી કરવા માટે કૉપિરાઇટના નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.

તમે ભલે કૉપિરાઇટ પ્રતિબંધોથી પરિચિત હો, પરંતુ નગ્નતા અને જાતીય કન્ટેન્ટ વિશેની અમારી પૉલિસીથી અજાણ હોઈ શકો છો. અથવા તમે થંબનેલને લગતી અમારી પૉલિસીઓ વિશે જાણતા હો, પરંતુ તમારા વીડિયોમાં કોઈ અન્યના ગીતનો ઉપયોગ કરવાથી કૉપિરાઇટ સ્ટ્રાઇક મળી શકે છે તેનાથી કદાચ અજાણ હશો. અમે તમને અમારી તમામ પૉલિસીઓ વિશે જાણવાની તક આપવા માગીએ છીએ.

જો તમે ક્યા પ્રકારની વસ્તુઓને કૉપિરાઇટ ઉલ્લંઘન ગણવામાં આવે છે તે વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે વાંચી શકો છો:

જો તમે અમારા સમુદાય દિશાનિર્દેશો વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે આ વીડિયો જોઈ શકો છો અથવા વ્યક્તિગત પૉલિસીનો સહાયતા કેન્દ્રમાં રિવ્યૂ કરી શકો છો.

દરેક પ્રકારની સ્ટ્રાઇકના પરિણામો અલગ શા માટે હોય છે?

અમે કૉપિરાઇટ સ્ટ્રાઇક અને સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક માટે દંડને એવી રીતે નિર્ધારિત કર્યો છે કે તે વપરાશકર્તાઓને તેમના અનુભવમાંથી શીખવામાં અને YouTubeનો આનંદ માણવા માટે શ્રેષ્ઠ રીતે મદદરૂપ થાય. સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક માટે, અમે જોયું છે કે વપરાશકર્તાઓને ચેતવણી મળે અને તેઓ અનુરૂપ પૉલિસી પેજની મુલાકાત લે પછી તેમના કન્ટેન્ટે કેવી રીતે નિયમો તોડ્યા તે ઘણીવાર ઝડપથી સમજવામાં સક્ષમ હોય છે.

જો આ તમારી પહેલી સ્ટ્રાઇક હોય, તો તમારે કૉપિરાઇટ સ્કૂલ પૂર્ણ કરવી જરૂરી રહેશે.

તમને હંમેશા ચેતવણી કેમ નથી મળતી?

તમને ચેતવણી મળે છે કે નહીં તે કેટલીક બાબતો પર આધાર રાખે છે, જેમ કે તે સમુદાયના દિશાનિર્દેશો અથવા કૉપિરાઇટનું ઉલ્લંઘન છે કે નહીં અથવા તો તે તમારું પહેલું ઉલ્લંઘન છે કે નહીં.

અમે સમજીએ છીએ કે ભૂલો થાય તે સ્વાભાવિક છે. તેથી જ્યારે તમારું કન્ટેન્ટ પહેલીવાર અમારા સમુદાયના દિશાનિર્દેશોમાંથી કોઈ એક દિશાનિર્દેશને ન અનુસરે, ત્યારે અમે ચેતવણી આપીએ છીએ. 90 દિવસ પછી સમુદાયના દિશાનિર્દેશો સંબંધિત ચેતવણીની સમયસીમા સમાપ્ત થાય તે માટે, તમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લઈ શકો છો. અમને આશા છે કે એ તમને અમારી પૉલિસીઓ વિશે જાણવાની અને તેમ ફરી થતું રોકવાની તક આપશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે. ભવિષ્યમાં આવા વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું.

જો અમને કૉપિરાઇટ દૂર કરવાની વિનંતી મળે તેમ છતાં, અમે અપલોડને ડાઉન કરીએ છીએ અને કૉપિરાઇટ સ્ટ્રાઇક ઇસ્યૂ કરીએ છીએ, ભલે તે પહેલી વાર હોય. કાયદાનું પાલન કરવા માટે અમે તેમ કરીએ છીએ. વીડિયો દૂર કરવા માટે, કૉપિરાઇટ માલિકે સંપૂર્ણ અને માન્ય કાનૂની વિનંતીસબમિટ કરવી આવશ્યક છે.

નોંધ: Content ID દાવાઓ સ્ટ્રાઇકમાં પરિણમતા નથી.

હું કેવી રીતે જાણી શકું કે મને કયા પ્રકારની સ્ટ્રાઇક મળી છે?

જ્યારે અમે તમને સ્ટ્રાઇક વિશે જણાવીશું, ત્યારે અમે તમને જણાવીશું કે તમને કયા પ્રકારની સ્ટ્રાઇક મળી છે. જો તે સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક હોય, તો અમે તમને એ પણ જણાવીશું કે તમારા કન્ટેન્ટ દ્વારા કઈ પૉલિસીનું ઉલ્લંઘન થયું છે.

તમારા Studioના ડૅશબોર્ડમાં અથવા તમારા કન્ટેન્ટ ટૅબની અંદર સમુદાયના દિશાનિર્દેશો અને કૉપિરાઇટ સ્ટ્રાઇક જોઈ શકાશે.

જો મને સ્ટ્રાઇક મળે, તો મારે શું કરવું?

અમે સમજીએ છીએ કે ભૂલો થાય છે અને લોકોનો ઇરાદો અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરવાનો અથવા બીજાના કૉપિરાઇટનું ઉલ્લંઘન કરવાનો નથી. અમે જાણીએ છીએ કે સ્ટ્રાઇક મેળવવી ડરામણી હોઈ શકે છે, પરંતુ તમારી ચૅનલ પર કાયમી નકારાત્મક અસર ન થાય તે પ્રકારે તમે પગલાં લઈ શકો છો.

જો તમને સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળે, તો અમે તમને નીચેની બાબતો કરવાની ભલામણ કરીએ છીએ:

  1. તમારું કન્ટેન્ટ અમારી પૉલિસીને અનુસરે છે તેની ખાતરી કરવા માટે અમારા સમુદાયના દિશાનિર્દેશો વિશે જાણો.
  2. અમારી પૉલિસીને રિવ્યૂ કર્યા પછી, જો તમને લાગે કે અમે ભૂલ કરી છે, તો અમને જણાવો. તમે અહીં નિર્ણય સામે અપીલ કરી શકો છો.

જો તમને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે, તો તમારી પાસે નીચેના વિકલ્પો રહેશે:

  • તે સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જુઓ: કૉપિરાઇટ સ્ટ્રાઇક 90 દિવસ પછી સમાપ્ત થાય છે. જો આ તમારી પહેલી સ્ટ્રાઇક હોય, તો તમારે કૉપિરાઇટ સ્કૂલ પૂર્ણ કરવી જરૂરી રહેશે.
  • દાવો પાછો ખેંચવા કહેવું: તમે તમારા વીડિયો પર દાવો કરનાર વ્યક્તિનો સંપર્ક કરી શકો છો અને તેમને કૉપિરાઇટના ઉલ્લંઘનનો તેમનો દાવો પાછો ખેંચવાનું કહી શકો છો.
  • પ્રતિવાદ સબમિટ કરો: જો તમને લાગે કે તમારો વીડિયો ઉલ્લંઘન કરતો હોય એવું લાગતા ભૂલથી કાઢી નાખવામાં આવ્યો હોય અથવા તમને સંભવિત ઉચિત ઉપયોગ તરીકે લાયક હોય, તો તમે પ્રતિવાદસબમિટ કરવાનું પગલું ભરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8891172245839358821
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false