મોબાઇલ પર લાઇવ સ્ટ્રીમ બનાવો

 

મોબાઇલ પર લાઇવ સ્ટ્રીમ કરવા માટે, તમને જરૂર છે:

તમે 50થી વધુ અને 1,000થી ઓછા સબ્સ્ક્રાઇબર ધરાવતા હો તો

YouTubeને દરેક માટે સુરક્ષિત સમુદાય બનાવવામાં સહાય કરવા માટે, અમે કદાચ તમારા મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગ પર દર્શકોની સંખ્યા મર્યાદિત કરી શકીએ છીએ. વળી, તમારા આર્કાઇવ કરેલા લાઇવ સ્ટ્રીમને ડિફૉલ્ટ તરીકે ખાનગી પર સેટ કરવામાં આવશે. પ્રક્રિયાને કારણે આ ફેરફારની અસર દેખાવામાં થોડા અઠવાડિયાનો સમય લાગે તેમ બની શકે છે.

મારા મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગના ઑડિયન્સને શા માટે મર્યાદિત કરવામાં આવે છે?

સમુદાયનું રક્ષણ કરતા હોય ત્યારે આશાસ્પદ નિર્માતાઓની સહાય કરવા માટે, સંભવિત રીતે હાનિકારક કન્ટેન્ટના ફેલાવાને મર્યાદિત કરવા માટે અમે સંરક્ષણો બનાવ્યા છે.

1,000 સબ્સ્ક્રાઇબર મળે પછી શું થાય?

1,000 સબ્સ્ક્રાઇબર મેળવી લીધા પછી મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગ પર લાગુ ઑડિયન્સ મર્યાદાને કાઢી નાખવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે. જો આ સમય દરમિયાન તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા ઓછી થાય તો આમાં કદાચ વધુ સમય લાગી શકે છે.

જો તમારી ચૅનલના સબ્સ્ક્રાઇબરની સંખ્યા 1,000થી નીચે જાય, તો તમને પાછી એ જ ઑડિયન્સ મર્યાદા લાગુ થાય છે જે જ્યારે તમારી ચૅનલના 1,000 કરતાં ઓછા સબ્સ્ક્રાઇબ હતા ત્યારે હતી. તમારી ચૅનલના સબ્સ્ક્રાઇબરની સંખ્યા 50 કરતાં ઓછી ન થાય ત્યાં સુધી તમે મોબાઇલથી લાઇવ સ્ટ્રીમિંગનો ઍક્સેસ ગુમાવશો નહીં.

મોબાઇલથી લાઇવ સ્ટ્રીમ બનાવો અને શેડ્યૂલ કરો

  1. તમારા ફોન અથવા ટૅબ્લેટમાં YouTube ઍપ ખોલો.
  2. સૌથી નીચેની બાજુએ, બનાવો અને પછી લાઇવ થાઓ પર ટૅપ કરો.
    • મોબાઇલથી તમારા પહેલા લાઇવ સ્ટ્રીમ માટે: તમારું પહેલું લાઇવ સ્ટ્રીમ શરૂ થવામાં કદાચ 24 કલાક સુધીનો સમય લાગી શકે છે. એકવાર ચાલુ થઈ જાય, પછી તમે ઝટપટ લાઇવ સ્ટ્રીમ કરી શકશો.
  3. લાઇવ સ્ટ્રીમ બનાવવા માટેના પગલાં અનુસરો.
    • YouTubeના 13-17 વર્ષની ઉંમરના વપરાશકર્તાઓ માટે, તમારા ડિફૉલ્ટ મોબાઇલ લાઇવ સ્ટ્રીમ પ્રાઇવસી સેટિંગને ફક્ત લિંક સાથે દેખાવા પર સેટ કરેલા હોય છે. જો તમારી ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય, તો તમારા ડિફૉલ્ટ મોબાઇલ લાઇવ સ્ટ્રીમ પ્રાઇવસી સેટિંગ સાર્વજનિક પર સેટ કરેલા હોય છે. તમામ વપરાશકર્તાઓ તેમના લાઇવ સ્ટ્રીમને સાર્વજનિક, ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાવા પર સેટ કરવા માટે આ સેટિંગમાં ફેરફાર કરી શકે છે.
    • પછીથી શેડ્યૂલ કરવા માટે, વધુ વિકલ્પો પર ટૅપ કરો.
    • લાઇવ ચૅટ, ઉંમર પ્રતિબંધ, કમાણી કરવાની પ્રક્રિયા વગેરે માટે વિકલ્પો સેટ કરવા, વધુ વિકલ્પો અને પછી વધુ બતાવો પર ટૅપ કરો. પછી આગળ પર ટૅપ કરો.
    • તમારા ફોનની સ્ક્રીન સ્ટ્રીમ કરવા માટે ચૅનલ બનાવો અને પછી સ્ક્રીન શેર કરો પર ટૅપ કરો.
  4. લાઇવ થાઓ પર ટૅપ કરો.
  5. તમારું સ્ટ્રીમ સમાપ્ત કરવા માટે, સમાપ્ત કરો પર ટૅપ કરો. તમારી ચૅનલ પર સ્ટ્રીમનું એક આર્કાઇવ બનાવવામાં આવશે. તમે કોઈપણ સમયે પ્રાઇવસી સેટિંગમાં ફેરફાર કરી શકો છો અથવા આર્કાઇવને કોઈપણ સમયે ડિલીટ કરી શકો છો.

શેડ્યૂલ કરેલું મોબાઇલથી લાઇવ સ્ટ્રીમ શરૂ કરો

  1. તમારા ફોન અથવા ટૅબ્લેટમાં YouTube ઍપ ખોલો.
  2. બનાવો  અને પછી લાઇવ થાઓ પર ટૅપ કરો.
  3. Calendar અને પછી પર ટૅપ કરો, તમારું લાઇવ સ્ટ્રીમ પસંદ કરો.
    નોંધ: તમે ડિલીટ કરો બટન દબાવીને શેડ્યૂલ કરેલા લાઇવ સ્ટ્રીમને ડિલીટ કરી શકો છો.
  4. લાઇવ થાઓ પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8900701519939220918
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false