તમે ટૅબ વિશે શોધખોળ કરવા

તમે YouTube પર જે કંઈ જોયું હોય, જે કંઈ ડાઉનલોડ કર્યું હોય કે જે કંઈ ખરીદી કરી હોય તે બધું જોવા માટે તમારા તમે ટૅબની મુલાકાત લો. તમે આ પેજ પર એકાઉન્ટ સંબંધિત સેટિંગ અને ચૅનલની માહિતી પણ શોધી શકો છો.

Explore the You tab on your mobile device

તમે ટૅબ શોધવા માટે, માર્ગદર્શિકા  પર જાઓ અને તમે પર ક્લિક કરો. ત્યાંથી, તમે આ કરી શકશો:

 એકાઉન્ટ સ્વિચ કરવા

તમે ઉપયોગ કરી રહ્યાં હો એ એકાઉન્ટને સ્વિચ કરવા માટે, એકાઉન્ટ સ્વિચ કરો પર ક્લિક કરો. તમને તમારી ચૅનલના નામ હેઠળ, આ વિકલ્પ મળી શકશે. તમે પેજની સૌથી ઉપરની જમણી બાજુએ તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરીને પણ આ વિકલ્પ શોધી શકશો.

Google એકાઉન્ટ

તમારા Google એકાઉન્ટ પર જવા માટે, Google એકાઉન્ટ પર ક્લિક કરો. તમને તમારી ચૅનલના નામ હેઠળ, આ વિકલ્પ મળી શકશે. તમે પેજની સૌથી ઉપરની જમણી બાજુએ તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરીને પણ આ વિકલ્પ શોધી શકશો.

ઇતિહાસ

તમે તાજેતરમાં જોયેલા વીડિયો ઇતિહાસ હેઠળ મળી શકે છે. તમારા જોવાયાના ઇતિહાસને મેનેજ કરવાની રીત વિશે વધુ જાણો.

 Primetime ચૅનલ

તમે ખરીદી કરેલી Primetime ચૅનલ જુઓ.

 પછી જુઓ

તમે પછી જોવા માટેના તમારા પ્લેલિસ્ટમાં સાચવેલા વીડિયો અહીં શોધી શકાય છે.

 પ્લેલિસ્ટ

સાર્વજનિક, ખાનગી અને ફક્ત લિંક સાથે દેખાતા પ્લેલિસ્ટ સહિત તમે બનાવેલા બધા પ્લેલિસ્ટ, પ્લેલિસ્ટ હેઠળ શોધી શકાય છે. પ્લેલિસ્ટમાં વધુમાં વધુ 5,000 વીડિયો બતાવી શકાય છે. તમારા પ્લેલિસ્ટ મેનેજ કરવાની રીત વિશે વધુ જાણો.

 પસંદ કરેલા વીડિયો

તમે અગાઉ પસંદ કરેલા વીડિયો, પસંદ કરેલા વીડિયો હેઠળ શોધી શકાય છે.

 તમારા વીડિયો

તમે અગાઉ અપલોડ કરેલા વીડિયો તમારા વીડિયો હેઠળ શોધી શકાય છે.

 બૅજ

તમે મેળવેલા બૅજ જુઓ. બૅજ મેળવવાની અને તેમને મેનેજ કરવાની રીત વિશે વધુ જાણો.

 તમારી ક્લિપ

જ્યારે તમે વીડિયોના કેટલાક ભાગને પછીથી માણી શકો એ માટે સાચવવા કે અન્ય લોકો સાથે શેર કરવા માટે ક્લિપ કરો છો, ત્યારે તે અહીં સ્ટોર થાય છે. ક્લિપ શેર કરવાની રીત વિશે વધુ જાણો.

નોંધ: તમને તમારા તમે ટૅબમાં આ બધા વિભાગો ન દેખાય એવું બની શકે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3070708999363795795
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false