YouTube Studio માટે કમાણી કરવાની પ્રક્રિયાના આઇકન માટેની માર્ગદર્શિકા

1 ફેબ્રુઆરી, 2023ના રોજથી Shorts માટે જાહેરાતથી થતી આવકની વહેંચણી શરૂ થઈ. જો તે તારીખ પછી તમારા Shortsની બાજુમાં રાખોડી આઇકન હોય, તો તેનો અર્થ એ થાય કે તમે YouTube Studioમાં મૉડ્યૂલ સ્વીકાર્યું નથી.

તમારા વીડિયો વડે કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને કમાણી કરવાની પ્રક્રિયાના દરેક આઇકનનો અર્થ શું છે તે સમજવા માટે આ લેખનો ઉપયોગ કરો. તમે એ પણ જાણી શકો છો કે, જ્યારે તમારા વીડિયોની બાજુમાં આવેલું કમાણી કરવાની પ્રક્રિયાનું આઇકન બદલાય છે, ત્યારે તેનો અર્થ શું થાય છે.

નોંધ: તમે કોઈ વીડિયો દ્વારા આવક મેળવશો કે કેમ તેનો આધાર કૉપિરાઇટ દાવા, આવકની વહેંચણી અને જાહેરાતકર્તા માટે અનુકૂળતા જેવા ઘણા પરિબળો પર હોય છે. વધુ માહિતી માટે, જાહેરાતો વડે કમાણી કરવા માટે વીડિયો અપલોડ કરવાની રીત જાણો.

તમારા વીડિયો વડે કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ ચેક કરવું

તમારા વીડિયો વડે કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ ચેક કરવા:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. કમાણી કરવાની પ્રક્રિયાની કૉલમમાં તમે કમાણી કરવાની પ્રક્રિયાના આઇકન જોઈ શકો છો. દરેક આઇકનનો અર્થ શું છે તે વિશેની માહિતી માટે, તમે તેના પર કર્સર લઈ જઈ શકો છો.

કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસ મુજબ તમારા વીડિયોની સૂચિ ફિલ્ટર કરવા માટે:

  1. ફિલ્ટર બાર અને પછી કમાણી કરવાની પ્રક્રિયા પર ક્લિક કરો.
  2. લીલા રંગના આઇકનવાળા વીડિયો બતાવવા માટે કમાણી કરનારા ચેક કરો. લાલ અને રાખોડી રંગના આઇકનવાળા વીડિયો બતાવવા માટે કમાણી કરવામાં આવતી નથી ચેક કરો. પીળા રંગના આઇકનવાળા વીડિયો બતાવવા માટે, મર્યાદિત ચેક કરો.
  3. લાગુ કરો પર ક્લિક કરો.

કમાણી કરવાની પ્રક્રિયાના આઇકન માટે માર્ગદર્શિકા

કમાણી કરવાની પ્રક્રિયાના દરેક આઇકનનો અર્થ શું છે તે જાણવા માટે આ ટેબલનો ઉપયોગ કરો.

આઇકન અને વર્ણન

આઇકન ક્યારે દેખાય છે

તમારા વીડિયો દ્વારા કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસ માટે આ આઇકનનો અર્થ શું થાય છે કમાણી કરવાની પ્રક્રિયાના આ સ્ટેટસ વિશે ટિપ
 તપાસ કરી રહ્યાં છીએ જ્યારે અમારી સિસ્ટમ વીડિયોની જાહેરાત માટેની અનુકૂળતાની તપાસ કરી રહી હોય, ત્યારે આ આઇકન વીડિયોની બાજુમાં દેખાય છે. જ્યારે જાહેરાત માટેની અનુકૂળતાની તપાસ કરવામાં આવી રહી હોય, ત્યારે અમે તમારા વીડિયો પર જાહેરાતો બતાવતા નથી.

અપલોડની પ્રક્રિયા દરમિયાન અમારી સિસ્ટમ જાહેરાત માટેની અનુકૂળતાની તપાસ કરે છે. તપાસની આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 20 મિનિટ કરતાં ઓછો અને વધુમાં વધુ 1 કલાક જેટલો સમય લાગે છે.

જ્યારે તપાસની પ્રક્રિયા પૂર્ણ થાય છે, ત્યારે આઇકન લીલું, પીળું અથવા લાલ રંગનું થાય છે.

આવકની સંભવિતતા મહત્તમ કરવા માટે, અમે તમને વીડિયો સાર્વજનિક કરતા પહેલાં તપાસની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવાનો સુઝાવ આપીએ છીએ.

 ચાલુ જ્યારે કોઈ વીડિયો જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનું પાલન કરતો હોય, ત્યારે આ આઇકન વીડિયોની બાજુમાં દેખાય છે. વીડિયો મોટાભાગની જાહેરાતો માટે યોગ્યતા ધરાવે છે. યાદ રાખો કે વીડિયો માટે કદાચ તમને જાહેરાતની બધી જ આવક ન પણ મળે. કેટલીક વખત કૉપિરાઇટ સંબંધિત મતભેદ કે અમાન્ય ટ્રાફિકના કારણે તમારી આવકને હંગામી રીતે રોકી રાખવામાં આવે છે.
 અપવાદો જ્યારે આ વીડિયોના ઑડિયન્સને બાળકો માટે યોગ્ય તરીકે સેટ કરવામાં આવે, ત્યારે આ આઇકન વીડિયોની બાજુમાં દેખાય છે. આ વીડિયો માત્ર મનગમતી બનાવેલી ન હોય એવી જાહેરાતો માટે યોગ્ય છે. -
 શેરિંગ જ્યારે તમે કોઈ ગીતનો કવર વીડિયો અપલોડ કરો અને મ્યુઝિક પબ્લિશર તેના માટે દાવો કરે, ત્યારે આ આઇકન દેખાય છે. આ મ્યુઝિક પબ્લિશર અગાઉ YPPમાં મ્યુઝિક કવર બનાવનારા નિર્માતાઓ સાથે આવકની વહેંચણી કરવા માટે સંમત થયા હતા. આ વીડિયો મ્યુઝિક પર અધિકાર ધરાવનારાઓ સાથે આવકનું વિભાજન કરે છે. તમને આ વીડિયોની બધી નહીં, પરંતુ થોડી આવક મળશે. આવકની વહેંચણી અને કમાણી કરવા માટે યોગ્ય કવર વીડિયો વિશે વધુ જાણો.
 એસ્ક્રો જ્યારે Content IDના મતભેદની પ્રક્રિયા દરમિયાન આવક અલગથી રોકી રાખવામાં આવી રહી હોય, ત્યારે આ આઇકન વીડિયોની બાજુમાં દેખાય છે. Content IDનો મતભેદ ઉકેલાય તે પછી અમે યોગ્ય પક્ષને આવકની ચુકવણી કરીએ છીએ. જો સ્ટેટસનું વર્ણન “કૉપિરાઇટ દાવો” બતાવતું હોય, તો: તેનો અર્થ થાય છે કે વીડિયોમાં કેટલીક કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત સામગ્રી મળી છે અને કૉપિરાઇટના માલિક તમારા મતભેદ કે અપીલને રિવ્યૂ કરી રહ્યાં છે. Content IDના મતભેદ દરમિયાન કમાણી કરવાની પ્રક્રિયા વિશે વધુ જાણો.
 મર્યાદિત જ્યારે કોઈ વીડિયો જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનું પાલન ન કરતો હોય, ત્યારે આ આઇકન વીડિયોની બાજુમાં દેખાય છે. અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનું પાલન ન કરતું હોય તેવા કન્ટેન્ટને બ્રાંડ નાપસંદ કરી શકે છે. તેથી, જાહેરાતકર્તાઓ માટે અનુકૂળ હોય તેવા કન્ટેન્ટની તુલનામાં વીડિયો ઓછી આવક મેળવી શકે છે.

સ્ટેટસનું વર્ણન "જાહેરાત માટેની અનુકૂળતા" બતાવતું હોય તો: આ વર્ણનનો અર્થ એ થાય કે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ દ્વારા આ વીડિયોનું મૂલ્યાંકન થયું છે. તમે રિવ્યૂની વિનંતી કરી શકો છો, જેનો અર્થ થાય છે કે પૉલિસીના નિષ્ણાત તમારા વીડિયોનો ફરીથી રિવ્યૂ કરશે અને જો તે યોગ્ય હશે તો વીડિયો વડે કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ બદલી શકે છે.

સ્ટેટસનું વર્ણન "જાહેરાત માટેની અનુકૂળતા - રિવ્યૂ હેઠળ" બતાવતું હોય તો: આ વર્ણનનો અર્થ એ થાય કે પૉલિસીના નિષ્ણાત વીડિયોનો રિવ્યૂ કરી રહ્યાં છે. નિષ્ણાત કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ જેમ છે તેમ જ રાખી શકે છે અથવા તેને બદલી શકે અને તેમનો નિર્ણય અંતિમ હોય છે.

સ્ટેટસનું વર્ણન "જાહેરાત માટેની અનુકૂળતા - રિવ્યૂ થકી કન્ફર્મ કરાઈ" બતાવતું હોય તો: આ વર્ણનનો અર્થ એ થાય કે અમારા પૉલિસીના નિષ્ણાતોએ વીડિયો રિવ્યૂ કર્યો અને તેઓ માને છે કે તે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા અનુસાર નથી. પીળા રંગના આઇકનનું સ્ટેટસ બદલી શકાતું નથી.

નોંધ: જો વીડિયોમાં અમાન્ય ટ્રાફિક હશે, તો તેમાં પીળી રંગનું આઇકન દેખાશે નહીં. માત્ર અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાના આધારે વીડિયો પર પીળા રંગના આઇકન લાગુ કરવામાં આવે છે.

 અયોગ્ય મોટા ભાગે, જ્યારે કોઈ વીડિયો પર કૉપિરાઇટ દાવો કરવામાં આવેલો હોય, ત્યારે આ આઇકન વીડિયોની બાજુમાં દેખાય છે. આ વીડિયો દ્વારા કમાણી કરી શકાતી નથી. સ્ટેટસનું વર્ણન “કૉપિરાઇટ” બતાવતું હોય, તો: તેનો અર્થ થાય છે કે અધિકાર ધારકે Content IDનો ઉપયોગ કરીને તમારા વીડિયો પર દાવો કર્યો છે અથવા સંપૂર્ણ અને માન્ય એવી કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી છે. જ્યારે તમારો વીડિયો અધિકરણ વિના કૉપિરાઇટ-સંરક્ષિત કાર્યનો ઉપયોગ કરે, ત્યારે આ પરિસ્થિતિ થાય છે. તેના પરિણામે, તમે હવે વીડિયો વડે કમાણી કરી રહ્યાં નથી.
 બંધ જોવાના પેજની જાહેરાતો માટે આ આઇકનનો અર્થ થાય છે કે તમે વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ ન કરવાનું પસંદ કર્યું છે. જો તમને તમારા Shorts પર આ આઇકન મળે, તો તેનો અર્થ થાય છે કે તમે YouTube Studioમાં Shorts દ્વારા કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ સ્વીકાર્યું નથી. આ વીડિયો દ્વારા કમાણી કરવામાં આવતી નથી. સ્ટેટસનું વર્ણન “કૉપિરાઇટ” બતાવતું હોય, તો: તેનો અર્થ થાય છે કે અન્ય કોઈ તમારા વીડિયોમાં રહેલા કન્ટેન્ટના કૉપિરાઇટની માલિકી ધરાવે છે. જાહેરાતો ચાલુ છે અને આવક કૉપિરાઇટના માલિકને જઈ રહી છે. તમારા માટે સારા સમાચાર એ છે કે કૉપિરાઇટના માલિક તમારી સાથે આવકની વહેંચણી કરવા માટે તૈયાર છે. જો તમે કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ બદલીને “ચાલુ” કરો છો, તો તમને આ વીડિયોની આંશિક આવક મળશે.

કમાણી કરવાની પ્રક્રિયાનું આઇકન લીલા રંગમાંથી પીળા રંગમાં શા માટે બદલાઈ શકે છે

કેટલીક વખત વીડિયો વડે કમાણી કરવાની પ્રક્રિયાનું આઇકન લીલા માંથી પીળું  થઈ શકે છે. કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસમાં આ ફેરફાર એટલા માટે થાય છે કે તમારો વીડિયો અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાનું પાલન કરે છે કે નહીં તે જાણવા માટે, અમારી સિસ્ટમ તમારા વીડિયોને સ્કૅન કરવાનું ચાલુ રાખે છે. અમે આ પ્રક્રિયાને ઝડપી અને વધુ સ્થિર બનાવવા માટે સતત કામ કરીએ છીએ.

આઇકનના ફેરફારો વિશે તમે શું કરી શકો

તમે તમારા વીડિયોને લાઇવ પર સેટ કરો, તેની પહેલાં

અપલોડ કરવાની પ્રક્રિયા દરમિયાન, અમે સુઝાવ આપીએ છીએ કે તપાસની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે તમારો વીડિયો પબ્લિશ કરવાની રાહ જુઓ.

તમારો વીડિયો લાઇવ થયા બાદ

તમે તમારો વીડિયો અપલોડ કરી લો તે પછી, આગામી 24થી 48 કલાક દરમિયાન વીડિયો વડે કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ બદલાઈ શકે છે. સામાન્ય રીતે તે 48 કલાક બાદ સ્થિર થાય છે. યાદ રાખો કે દર્શકો તમારા વીડિયો સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે, તેના આધારે તે ફરીથી બદલાઈ શકે છે.

જો તમે એમ માનતા હો કે તમારા વીડિયો પરનું પીળું આઇકન કોઈ ભૂલને લીધે છે, તો તમે માનવ દ્વારા રિવ્યૂની વિનંતી કરી શકો છો. પૉલિસીના નિષ્ણાત વીડિયોનો રિવ્યૂ કરે અને અંતિમ નિર્ણય લે તે પછી, કમાણી કરવાની પ્રક્રિયાનું આઇકન બદલાવું જોઈએ નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4448414298038812968
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false