કૉપિરાઇટને કારણે દૂર કરવાની શેડ્યૂલ કરેલી વિનંતીઓ વિશે જાણવું

કૉપિરાઇટના માલિકને તેમનું કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત કન્ટેન્ટ YouTube પર તેમની પરવાનગી વિના મળે, તો તેઓ કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકે છે. 

આ પ્રક્રિયાના ભાગ તરીકે, તેઓ કૉપિરાઇટ દ્વારા સંરક્ષિત કન્ટેન્ટ કાઢી નાખવાનું શેડ્યૂલ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આનો અર્થ એ કે, YouTube કાઢી નાખવાની વિનંતી માન્ય કરે તે પછી, અપલોડકર્તાની ચૅનલ પર કૉપિરાઇટ સ્ટ્રાઇક લાગુ કરાય તે પહેલાં તેમને પગલું લેવા માટે 7 દિવસ આપવામાં આવે છે. આ 7 દિવસના સમયગાળા દરમિયાન, અપલોડકર્તાઓ કેટલાંક અલગ-અલગ પગલાં લઈ શકે છે:

  • તેમનો વીડિયો ડિલીટ કરવો: જો અપલોડકર્તા 7 દિવસનો સમયગાળો પૂરો થાય તે પહેલાં YouTube પરથી તેમનો વીડિયો કાઢી નાખે, તો તેમની ચૅનલને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળશે નહીં.
    • 7 દિવસનો સમયગાળો પૂરો થયા પછી, વીડિયો દૂર કરાશે તો કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ થશે નહીં. 
  • દાવેદારનો સંપર્ક કરવો: અપલોડકર્તાઓ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરનારી વ્યક્તિ (દાવેદાર)નો સંપર્ક કરી શકે અને તેમને તેમની કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચવાનું જણાવી શકે.
  • અપીલ રદ કરવી: જો શેડ્યૂલ કરેલી કાઢી નાખવાની વિનંતી અપલોડકર્તાએ Content IDના દાવા સામે અપીલ કરી હોવાના પરિણામે હોય, તો અપલોડકર્તા 7 દિવસના સમયગાળાની અંદર તેમની અપીલ રદ કરી શકે છે.
  • કંઈ ન કરવું: અપલોડકર્તાઓ 7 દિવસનો સમયગાળો પૂરો થઈ જાય પછી કાઢી નાખવાની વિનંતી લાગુ થાય તેની રાહ જોઈ શકે છે. તે તબક્કે, કન્ટેન્ટને YouTube પરથી કાઢી નાખવામાં આવશે અને અપલોડકર્તાની ચૅનલ પર કૉપિરાઇટ સ્ટ્રાઇક લાગુ કરવામાં આવશે. ત્યાર બાદ, અપલોડકર્તા પસંદ કરશે કે તેમને કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કરવું છે કે કેમ અને કરવું હોય તો કેવી રીતે કરવું છે.
    • કન્ટેન્ટ પર એકથી વધુ Content IDના દાવા અથવા કાઢી નાખવાની વિનંતીની અસર હોઈ શકે, જોકે એક સમયે માત્ર એક જ કૉપિરાઇટ સ્ટ્રાઇક લાગુ થઈ શકે.

આ સમયે, જો અપલોડકર્તા માને છે કે તેમનો વીડિયો ભૂલથી કાઢી નાખવામાં આવ્યો છે, તો તેઓ પ્રતિવાદ સબમિટ કરી શકે છે. કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીની પ્રક્રિયા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2384246664225260561
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false