YouTube પર પ્રોડક્ટ ખરીદો

 

તમે કન્ટેન્ટમાં દર્શાવવામાં આવેલી, તમારી રુચિઓ સાથે સંબંધિત હોય તેવી, તમારા મનપસંદ નિર્માતાઓ કે દુકાનની પ્રોડક્ટ બ્રાઉઝ કરી શકો છો અને ખરીદી શકો છો.

YouTube પર પ્રોડક્ટ ક્યાં શોધવી

વર્ણનમાં આપેલી પ્રોડક્ટ

કન્ટેન્ટ જોતી વખતે તમે સીધા જ વીડિયોના વર્ણનોમાં આપેલી પ્રોડક્ટ બ્રાઉઝ કરી શકો છો. વીડિયોના વર્ણનમાં, તમે વેચાણ માટેની  આઇટમ અને તેની કિંમતની સૂચિ જોઈ શકો છો. જો તમે કોઈ આઇટમ પસંદ કરો, તો તમને છૂટક વેપારીના અધિકૃત સ્ટોર પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. અન્ય છૂટક વેપારીઓ સાથે કરવામાં આવેલી તમારી પ્રવૃત્તિઓ અને તેમની પાસેથી કરેલી ખરીદીઓ માટે YouTube જવાબદાર નથી.
 

નોંધ: તમારી પાસેથી વિદેશી ચલણમાં શુલ્ક વસૂલવામાં આવી શકે છે અને તમે ચૂકવો તે રકમ વિદેશી ચલણના વિનિમય દર અને બેંકની ફીના આધારે બદલાઈ શકે છે. ખરીદી કરતા પહેલાં છૂટક વેપારીની વેબસાઇટ પર જઈને આઇટમની કિંમતનો રિવ્યૂ કરો. 

ડિફૉલ્ટ તરીકે, બતાવવામાં આવેલી આઇટમનો ક્રમ વિવિધ પરિબળો, જેમ કે કિંમત, લોકપ્રિયતા અને ઉપલબ્ધતાના આધારે ઑટોમૅટિક રીતે ચાલે છે. નિર્માતાઓ તેમની સમગ્ર ચૅનલ કે વીડિયો માટે વીડિયોના વર્ણનમાં બતાવવા અમુક ચોક્કસ આઇટમ મેન્યુઅલી પણ પસંદ કરી શકે છે.

પ્રોડક્ટની શેલ્ફ

યોગ્ય વીડિયો અને લાઇવ સ્ટ્રીમ્સની નીચે અથવા તેની બાજુમાં, પ્રોડક્ટ શેલ્ફ તમને તેમના વીડિયોમાં નિર્માતાની સુવિધાઓનું પ્રીવ્યૂ કરવા દે છે. પ્રોડક્ટ શેલ્ફમાં, તમે વેચાણ માટેની વસ્તુઓ અને તેની કિંમતને શોધી શકો છો. જો તમે કોઈ આઇટમ પસંદ કરો, તો તમે સીધા YouTube પર જઈને આઇટમનો પ્રીવ્યૂ મેળવી શકો છો. અન્યથા, તમને છૂટક વેપારીના અધિકૃત સ્ટોર પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. 

કોઈ વીડિયો, Short અથવા લાઇવ સ્ટ્રીમમાંથી પ્રોડક્ટ જુઓ

કન્ટેન્ટ જોતી વખતે, તમે વૈશિષ્ટિકૃત પ્રોડક્ટ બ્રાઉઝ કરી શકો છો. ખરીદવા અથવા વધુ જાણવા માટે, શોપિંગ બટન પર ક્લિક કરો અથવા શોપિંગ પસંદ કરો shopping bag icon. નિર્માતાએ તેમની કન્ટેન્ટમાં ટૅગ કરેલા પ્રોડક્ટની સૂચિ તમારા માટે તેમના સ્ટોરમાંથી ખરીદવા માટેની લિંક્સ સાથે સપાટી પર દેખાશે. નિર્માતા તેમની લાઇવ સ્ટ્રીમ દરમિયાન પ્રોડક્ટને વધુ હાઇલાઇટ કરવા માટે તેને પિન પણ કરી શકે છે.

  

લાઇવ સ્ટ્રીમ માટે ક્લાસિક અને ઇમર્સિવ પ્લેયર્સ

ચૅનલનો સ્ટોર

નિર્માતાઓના વ્યક્તિગત સ્ટોરમાં વેચવામાં આવતી બધી પ્રોડક્ટ ચૅનલના સ્ટોર ટૅબમાં જોવા મળે છે. તમે નિર્માતાની ચૅનલના હોમપેજ પર તેમના સ્ટોરનું ટૅબ જોઈ શકો છો.

સ્ટોર સંબંધિત વર્ણન માટેની લિંક્સ

નિર્માતા તેમના વીડિયોના વર્ણનમાં તેમના સ્ટોરની URL લિંકનો સમાવેશ કરી શકે છે. વીડિયો ચાલતી હોય ત્યારે સીધા જ YouTube પર આઇટમનું પ્રીવ્યૂ મેળવવા માટે URL પસંદ કરો. પછી તમે ચૅનલના સત્તાવાર સ્ટોર પર જઈને આઈટમ ખરીદવા માટે ફરીથી એ આઈટમને પસંદ કરી શકો છો.

નિર્માતા પાસેથી પ્રોડક્ટ બ્રાઉઝ કરો અને ખરીદો

જો તમે ઉપલબ્ધ લોકેશનમાંથી કોઈ એકમાં છો, તો તમે તમારા કેટલાક મનપસંદ YouTube નિર્માતાને તેમના પ્રોડક્ટની ખરીદી કરીને સમર્થન આપી શકો છો. પાત્ર નિર્માતા YouTube પર તેમના પોતાના પ્રોડક્ટ આમાં પ્રદર્શિત કરી શકે છે:

  • નિર્માતાની ચૅનલનો સ્ટોર
  • વીડિયોના વર્ણનમાં આપેલી પ્રોડક્ટ
  • કોઈ વીડિયો કે લાઇવ સ્ટ્રીમની નીચે અથવા તેની બાજુમાં આવેલી પ્રોડક્ટની શેલ્ફ
  • પિન કરેલ પ્રોડક્ટ સાથે લાઇવ સ્ટ્રીમ્સ
  • સ્ટોર સંબંધિત વર્ણન માટેની લિંક્સ સાથેના વીડિયો વર્ણનો
  • લાંબા ફોર્મના વીડિયો, Shorts અથવા લાઇવ સ્ટ્રીમમાં શોપિંગ બટન

નિર્માતાઓ તેમના પ્રોડક્ટને પ્રદર્શિત કરવા માટે અમારા સમર્થિત પ્લેટફોર્મ અથવા છૂટક વેપારીઓ સાથે કામ કરી શકે છે, જેમ કે YouTube પર અધિકૃત બ્રાન્ડેડ વેપારી. જ્યારે તમે YouTube માંથી તેમની એક આઇટમ પસંદ કરો છો, ત્યારે તે આઇટમ છૂટક વેપારીની વેબસાઇટ પર નવી ટૅબમાં ખૂલશે. પછી તમે રિટેલર પાસેથી નિર્માતાના પ્રોડક્ટ અને સત્તાવાર માલસામાનને બ્રાઉઝ કરીને ખરીદી શકો છો. તમારી ખરીદીઓને સંચાલિત કરતી પૉલિસી વિશે વધુ જાણો.

YouTube પર ટૅગ કરેલા પ્રોડક્ટ બ્રાઉઝ કરો અને ખરીદો

કેટલાક નિર્માતાઓ તેમના YouTube વીડિયો, Shorts અને લાઇવ સ્ટ્રીમમાં અન્ય બ્રાંડના પ્રોડક્ટને પણ ટૅગ કરી શકે છે. જો તમે આ લોકેશનમાંથી કોઈ એકમાં હોવ તો, તમે ટૅગ કરેલા પ્રોડક્ટને બ્રાઉઝ કરીને ખરીદી શકો છો. કેટલાક વીડિયો, Shorts અને લાઇવ સ્ટ્રીમના વૉચ પેજ પર શોપિંગ shopping bag icon ને બતાવવામાં આવી શકે છે જે દર્શાવે છે કે ઓછામાં ઓછી એક પ્રોડક્ટને ટૅગ કરવામાં આવી છે. જો તમે શોપિંગ shopping bag icon પસંદ કરો છો, તો તે ટૅગ કરેલા પ્રોડક્ટ પ્રદર્શિત કરશે.

જો તમે મોબાઇલ ડિવાઇસ પર હો, તો તમારા શોધ પરિણામો, જોવામાં આવતા ફીડ અથવા હોમ ફીડમાં કન્ટેન્ટની નીચે પ્રોડક્ટની શેલ્ફ પર દેખાઈ શકે છે. પ્રોડક્ટની શેલ્ફ એવા પ્રોડક્ટ બતાવશે કે જેને નિર્માતાએ તેમના વીડિયોમાં ટૅગ કર્યા છે. જો તમે કોઈ પ્રોડક્ટને ટેપ કરો છો, તો તમને વોચ પેજ પર લઈ જવામાં આવશે, જ્યાં તમે શામેલ થવા માટેની પૅનલમાં પ્રોડક્ટ વિશેની વિગતોને જોઈ શકો છો. જો તમને બતાવેલ પ્રોડક્ટમાં રુચિ ન હોય, તો તમે બંધ કરો પર ટૅપ કરીને આ સુવિધાને કાઢી નાખી શકો છો .

તમે વ્યક્તિગત પ્રોડક્ટની વિગતોના પેજ પર અથવા તેના વિશે વધુ જાણવા માટે સીધા છૂટક વેપારીની વેબસાઇટ પર જવા માટે પ્રોડક્ટ પસંદ કરી શકો છો. પ્રોડક્ટની વિગતોના પેજ પર, તમે આને પણ શોધી શકો છો:

  • પ્રોડક્ટની છબીઓ
  • પ્રોડક્ટના વર્ણનો
  • પ્રોડક્ટના પ્રકારો, જેમ કે વિવિધ રંગો અથવા કદ
  • એક અથવા વિવિધ છૂટક વેપારી પાસેથી કિંમતની માહિતી
  • વિકલ્પો સાચવો અને શેર કરો
  • પ્રોડક્ટના રેટિંગ્
  • સંબંધિત વીડિયો અને પ્રોડક્ટ

તમે જ્યારે આઇટમ પસંદ કરો, ત્યારે તે તમને YouTube પરથી રીડાયરેક્ટ કરીને છૂટક વેપારીની વેબસાઇટ ખોલશે. બાહ્ય છૂટક વેપારીની વેબસાઇટ પરથી શૉપિંગ કરવા માટેની અમારી પૉલિસીઓ વિશે વધુ જાણો.

નોંધ: જ્યારે તમે કોઈ બ્રાંડ એકાઉન્ટનો ઉપયોગ કરો, ત્યારે તમે બ્રાંડ એકાઉન્ટ વતી કોઈ ખરીદી કરી શકશો નહીં. તમારી ખરીદી બ્રાંડ એકાઉન્ટને બદલે તમારા વ્યક્તિગત એકાઉન્ટ સાથે લિંક થયેલી છે.

YouTube પર પ્રોડક્ટ ખરીદવાની અન્ય રીતો

જ્યારે તમે કોઈ વીડિયો જોઈ રહ્યાં હો, ત્યારે તમે વૉચ ફીડમાં તમે જોઈ રહ્યાં છો તેનાથી સંબંધિત ઑટોમૅટિક રીતે જનરેટ થયેલ પ્રોડક્ટ વિભાગને જોઈ શકો છો. આ સુવિધા યુ.એસ., IN, BR, AU, CA, PH અને MY માં Android ડિવાઇસ અથવા iPhone પર YouTube ઍપમાં ઉપલબ્ધ છે.

જ્યારે તમે YouTube પર પ્રોડક્ટ શોધો છો, ત્યારે તમને પ્રોડક્ટને બ્રાઉઝ કરવાના અને ખરીદી કરવાના વિકલ્પ મળી શકે છે. જો તમે પ્રોડક્ટ પર ક્લિક કરો છો, તો તમે પ્રોડક્ટની વિગતોના પેજ પર જઈ શકો છો અને વધુ માહિતી જોઈ શકો છો. આ સુવિધા યુ.એસ., IN અને BR માં Android ડિવાઇસ પર અથવા iPhone પર YouTube ઍપમાં ઉપલબ્ધ છે.

તમે તમારા હોમ ફીડમાં તમે પહેલાં જોયેલા વીડિયોથી સંબંધિત ઑટોમૅટિક રીતે જનરેટ થયેલ પ્રોડક્ટ વિભાગને જોઈ શકો છો. આ સુવિધા યુ.એસ., IN અથવા BR માં Android ડિવાઇસ અથવા iPhone પર YouTube ઍપમાં ઉપલબ્ધ છે.

દેશ/પ્રદેશની ઉપલબ્ધતા

તમે નિર્માતાઓ અથવા અન્ય બ્રાન્ડ્સ પાસેથી એવી પ્રોડક્ટ ખરીદી શકો છો જેને તેઓ તેમની કન્ટેન્ટમાં દર્શાવે છે. ઉપલબ્ધતા આના આધારે બદલાય છે:

  • ચાહે તમે લાઇવ સ્ટ્રીમ, વીડિયો અથવા Short જોઈ રહ્યાં હોવ
  • તમે કયા દેશ/પ્રદેશમાં છો
  • પછી ભલેને તે પ્રોડક્ટ નિર્માતાની હોય કે કોઈ અન્ય બ્રાંડની

જો તમે આ દેશો/પ્રદેશોમાંથી કોઈ એકમાં કોઈ વીડિયો, Shorts કે લાઇવ સ્ટ્રીમ જોઈ રહ્યાં હો, તો તમે કોઈ નિર્માતા પાસેથી વ્યાપારી સામાન કે તેઓ દર્શાવતા હોય તેવી અન્ય બ્રાંડની પ્રોડક્ટ ખરીદી શકો છો:

  • અલ્જીરિયા
  • આર્જેન્ટિના
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેહરીન
  • બાંગ્લાદેશ
  • બેલ્જિયમ
  • બ્રાઝિલ
  • કંબોડિયા
  • કેનેડા
  • ચિલી
  • કોલંબિયા
  • કોસ્ટા રિકા
  • ચેક રિપબ્લિક
  • ડેનમાર્ક
  • ડોમિનિકન રિપબ્લિક
  • એક્વાડોર
  • ઇજિપ્ત
  • ઍલ સાલ્વાડોર
  • ફિનલૅન્ડ
  • ફ્રાન્સ
  • જ્યોર્જિયા
  • જર્મની
  • ઘાના
  • ગ્રીસ
  • ગ્વાટેમાલા
  • હોંગકોંગ
  • હંગેરી
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • રિપબ્લિક ઓફ આયર્લૅન્ડ
  • ઇઝરાઇલ
  • ઇટાલી
  • જાપાન
  • જોર્ડન
  • કઝાખસ્તાન
  • કેન્યા
  • કુવૈત
  • લેબનોન
  • મલેશિયા
  • મેક્સિકો
  • મોરોક્કો
  • નેપાળ 
  • નેધરલૅન્ડ્સ
  • ન્યૂઝીલૅન્ડ 
  • નિકારાગુઆ
  • નાઇજીરિયા
  • નૉર્વે
  • ઓમાન
  • પાકિસ્તાન 
  • પનામા
  • પેરાગ્વે
  • પેરુ
  • ફિલિપિન્સ 
  • પોલૅન્ડ
  • પોર્ટુગલ
  • પ્યુઅર્ટો રિકો
  • રોમાનિયા
  • સાઉદી અરેબિયા
  • સેનેગલ
  • સિંગાપોર
  • સ્લોવાકિયા
  • દક્ષિણ આફ્રિકા
  • દક્ષિણ કોરિયા
  • સ્પેન
  • શ્રીલંકા 
  • સ્વીડન
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • તાઇવાન 
  • તાન્ઝાનિયા
  • થાઇલેન્ડ 
  • ટ્યુનિશિયા
  • તુર્કિયે
  • યુગાંડા
  • સંયુક્ત અરબ અમીરાત
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ
  • ઉરુગ્વે
  • વિયેતનામ
  • ઝિમ્બાબ્વે

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3909427628426726643
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false