Studioના કન્ટેન્ટ મેનેજરમાં નવું શું છે

નવીનતમ અપડેટ

જાન્યુઆરી 2024
  • અસેટ મેટાડેટા પેજમાં કલાકારના ISNIની શોધ: Studioના કન્ટેન્ટ મેનેજર યૂઝર ઇન્ટરફેસ (UI)માં અસેટ મેટાડેટા  પેજમાં કલાકારનું નામ દાખલ કરવાથી, ISNI ડેટાબેઝમાંથી તેમના આંતરરાષ્ટ્રીય માનક નામ ઓળખકર્તાઓ (ISNIs) સાથે મેળ ખાતા નામોની સૂચિ બતાવવામાં આવે છે. કૃપા કરીને નોંધ કરો કે આ વૈકલ્પિક છે: કલાકારનું નામ ટાઇપ કરીને પછી Enter દબાવવાથી પણ પૉપ-અપ બૉક્સ ખુલે છે, જ્યાં તમે કલાકારનું નામ તેમના ISNI વગર સાચવી શકો છો. વધુ જાણો.

ઑક્ટોબર 2023 

  • YouTube એડ્વર્ટાઇઝિંગ ફૉર્મેટના નિયંત્રણોમાં ફેરફાર: અપલોડ દરમિયાન, જાહેરાતો ચાલુ કરવાનો અર્થ હવે એવો થાય છે શરૂઆતની, છેવટે બતાવવામાં આવતી, છોડી શકવા યોગ્ય અથવા છોડી ન શકાતી જાહેરાતો તમારા લાંબા સ્વરૂપના વીડિયોની પહેલાં અથવા પછી આવી શકે. વધુ જાણો.
સપ્ટેમ્બર 2023
  • કન્ટેન્ટ ડિલિવરી નમૂના મારફતે સંદર્ભ સેગ્મેન્ટ બાકાત રાખવા: અમે Studioના કન્ટેન્ટ મેનેજરના કન્ટેન્ટ ડિલિવરીમાં "સંદર્ભ - મેનેજમેન્ટ" CSV નમૂના મારફતે સંદર્ભ સેગ્મેન્ટ બાકાત રાખવાની નવી સુવિધા ઉમેરી રહ્યાં છીએ. પાર્ટનર હવે હાલના સંદર્ભો માટે બલ્કમાં બાકાત રાખવાની મેન્યુઅલ સંદર્ભવાળી બાબતો ઉમેરી, બદલી કે કાઢી નાખી શકે છે. વધુ જાણો.

ઑગસ્ટ 2023

  • દાવો કરાયેલા વીડિયોની સૂચિના પેજ પર નવું સબ્સ્ક્રાઇબરની સંખ્યાનું ફિલ્ટર: Studioના કન્ટેન્ટ મેનેજરના દાવો કરાયેલા વીડિયોની સૂચિના પેજ પરના નવા ફિલ્ટર થકી દાવો કરાયેલા વીડિયોને ચૅનલના સબ્સ્ક્રાઇબરની સંખ્યા અનુસાર ફિલ્ટર કરી શકાય છે.

    ફિલ્ટરમાં સબ્સ્ક્રાઇબરની સંખ્યા 1K કરતાં ઓછી, 1k અને 100k વચ્ચે, 100k અને 500k વચ્ચે, 500k અને 5M વચ્ચે, 5M કરતાં વધુ હોય તેવી ચૅનલના વિકલ્પો આપેલા છે. સબ્સ્ક્રાઇબરની સંખ્યાના ફિલ્ટર વિશે વધુ જાણો.
જૂન 2023
  • અસેટ નિકાસમાં નવી માલિકી કૉલમ: અસેટ  પેજમાં આપેલી અસેટ નિકાસમાં હવે અસેટની માલિકી અંગેની માહિતી માટે વિગતવાર "માલિકી" કૉલમનો સમાવેશ થાય છે. અસેટની નિકાસ કરવા વિશે વધુ જાણો.

એપ્રિલ 2023

  • નવું ફિલ્ટર: મર્જ કરેલી અસેટ: અસેટ  પેજ પર નવું "મર્જ કરેલી અસેટ" ફિલ્ટર ઉપલબ્ધ છે, જે તમને મર્જ કરેલી અથવા મર્જ ન કરેલી અસેટ જોવાની સુવિધા આપે છે. અસેટ શોધવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરવા વિશે વધુ જાણો.
  • અસેટ રિપોર્ટ હવે દરરોજ ઉપલબ્ધ છે: અસેટ રિપોર્ટ હવે દૈનિક ધોરણે ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. અસેટ રિપોર્ટને રિપોર્ટ  પેજ પર અસેટ ટૅબમાંથી ડાઉનલોડ કરવામાં આવે છે. ડાઉનલોડ કરવા યોગ્ય રિપોર્ટ વિશે વધુ જાણો.

ફેબ્રુઆરી 2023

  • અસેટ લેબલનો ઉપયોગ કરવાની નવી રીત: Studioના કન્ટેન્ટ મેનેજરમાં અસેટ લેબલનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં તમારી સહાય કરવા માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે હવે આટલું કરી શકો છો:
    • 15,000 અસેટ લેબલ ધરાવી શકો છો (પહેલાંની મર્યાદા 5,000 હતી).
    • સીધા અસેટ લેબલ પેજ પરથી અસેટ લેબલમાં અસેટ ઉમેરી શકો છો. કેવી રીતે તે જાણો.
    • અસેટ લેબલ પેજ પર લેબલ બનાવવાની તારીખ જોઈ શકો છો.
    • અસેટ લેબલને બલ્કમાં ડિલીટ કરી શકો છો. કેવી રીતે તે જાણો.
    • મેન્યુઅલ દાવો કરવાના ટૂલમાં અસેટ બનાવતી વખતે અસેટ લેબલ ઉમેરી અથવા બનાવી શકો છો. કેવી રીતે તે જાણો.
    • અસેટ લેબલનું નામ બદલી શકો છો. કેવી રીતે તે જાણો.
    • દાવો કરાયેલા વીડિયોની નિકાસમાં અસેટ લેબલ જોઈ શકો છો.
    • અસેટ લેબલના ડેટાને .CSV ફાઇલ તરીકે નિકાસ કરી શકો છો. કેવી રીતે તે જાણો.
  • નવા રોલનો પ્રતિબંધ સંદર્ભના પ્લેબૅકને મર્યાદિત કરે છે: જ્યારે તમે નવો રોલ બનાવો, અથવા વર્તમાન રોલમાં ફેરફાર કરો, ત્યારે તમે આ પ્રતિબંધ પસંદ કરી શકો છો, "સંદર્ભના પ્લેબૅકની મંજૂરી નથી." જો કોઈ રોલમાં આ પ્રતિબંધ શામેલ હોય, તો તે રોલ જેને સોંપવામાં આવ્યો હોય તે વપરાશકર્તાઓ ઑડિયો અથવા વીડિયો સંદર્ભો ચલાવી શકશે નહીં. રોલ મેનેજ કરવા વિશે વધુ જાણો.

જાન્યુઆરી 2023

  • 'Studioના કન્ટેન્ટ મેનેજરના ડૅશબોર્ડમાં નવું શું છે' કાર્ડ: તમારા ડૅશબોર્ડ  પેજ પર, "Studioના કન્ટેન્ટ મેનેજરમાં નવું શું છે" શીર્ષકવાળું નવું કાર્ડ છે. આ કાર્ડ Studioના કન્ટેન્ટ મેનેજરમાં નવી સુવિધાઓ અને કાર્યક્ષમતા વિશે ઝડપી અપડેટ બતાવશે. વધુ માહિતી માટે અપડેટને સહાયતા કેન્દ્ર પરના આ લેખ સાથે લિંક કરવામાં આવશે.

અગાઉની અપડેટ

2022

અમે દાવેદારો અને અપલોડકર્તાઓ એ બન્ને માટે Content ID માટે મતભેદની જાણ કરવાની અને અપીલ કરવાની પ્રક્રિયામાં થોડા સુધારા કરી રહ્યા છીએ. અમે પ્રક્રિયા વિશે વર્ષોથી સાંભળેલા પ્રતિસાદના આધારે આ સુધારાઓ કરવામાં આવ્યા છે. આ ફેરફારો Studioના કન્ટેન્ટ મેનેજરમાં તમારા કેટલાક વર્કફ્લોને અસર કરી શકે છે. શેમાં ફેરફાર થઈ રહ્યો છે, તે અહીં આપ્યું છે:

1. પાત્રતાની વધુ આકરી જરૂરિયાતો: અપીલ કરવાની પ્રક્રિયાનો સંભવિત દુરુપયોગ ઘટાડવા, Content IDની અપીલ સબમિટ કરવા માટે, અમે વપરાશકર્તાઓ માટેની જરૂરિયાતો વધારી રહ્યાં છીએ. હવેથી કોઈ અપીલ સબમિટ કરવાની ક્ષમતાને ઍક્સેસની અમારી વિગતવાર સુવિધા દ્વારા નિયંત્રિત કરવામાં આવશે, એક એવી સુવિધા જે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં નિયમિત રીતે રજૂ કરી રહ્યાં છીએ, જેમાં ઍક્સેસ મેળવવા માટે વપરાશકર્તાઓએ ઓળખ પ્રદાન કરવી અથવા સમયાંતરે તેમની ચૅનલનો ઇતિહાસ બનાવવો આવશ્યક છે.

આના પરિણામે અપીલની સંખ્યામાં ઘટાડો અને ક્વૉલિટીમાં વધારો થવાની સંભાવના હોવાને કારણે અમે Content ID સંબંધિત અપીલ રિવ્યૂ કરવાની સમયમર્યાદાને 30થી ઘટાડીને 7 દિવસ કરી રહ્યાં છીએ. જો 7 દિવસમાં કોઈ પગલું લેવામાં નહીં આવે, તો અપીલની સમાપ્તિ માટેનો માનક સમય લાગુ થશે. જો તે 7 દિવસની અવધિમાં અપીલને રિવ્યૂ કરવામાં ન આવે, તો તમે કોઈપણ સમયે દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરવાની ક્ષમતા ધરાવો જ છો. તમે તમારા સમસ્યાઓ પેજ પર તમારો રિવ્યૂ જરૂરી હોય એવી અપીલ શોધી શકો છો અને અપીલની સમાપ્તિ તારીખ મુજબ તેમને સૉર્ટ કરી શકો છો.  

2. અપીલ કરવા ઍસ્કલેટ કરો: વિગતવાર સુવિધાનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તાઓ માટે અમે જે અન્ય ફેરફાર રજૂ કરી રહ્યાં છીએ, તે છે “અપીલ કરવા ઍસ્કલેટ કરો”. પાત્રતા ધરાવતા વપરાશકર્તાઓ જે તેમના વીડિયો પર બ્લૉકરવા સંબંધિત દાવાઓને પડકારવા માગતા હોય, તેમની પાસે મતભેદના પ્રારંભિક પગલાંને છોડીને, સીધી અપીલ સબમિટ કરવાનો વિકલ્પ છે. નોંધ કરો કે માણી કરવા અને ટ્રૅક કરવા સંબંધિત દાવાઓ “અપીલ કરવા ઍસ્કલેટ કરો” સુવિધા માટે પાત્રતા ધરાવતા નથી, માત્ર બ્લૉક કરવા સંબંધિત દાવાઓ પાત્રતા ધરાવે છે. 

એ પણ ધ્યાન રાખો કે અપીલ માટેના તમારા વિકલ્પો, દા.ત. દાવો પાછો ખેંચવો અથવા કન્ટેન્ટ દૂર કરવાની વિનંતી જારી કરવી, બદલાયા નથી. 

તમે મેનેજ કરો છો તે ચૅનલને પણ આ ફેરફારોથી લાભ થવો જોઈએ, કારણ કે તેમની પાસે હવે તેઓ જેને પડકારવા માગતા હોય તેવા દાવાઓ માટે રિઝોલ્યુશનના વધુ ઝડપી વિકલ્પો હશે.

આ ફેરફારો 18 જુલાઈ, 2022થી અસરકારક થવાનું શરૂ થશે. ફેરફારો માત્ર તે તારીખ પછી સબમિટ કરવામાં આવેલા મતભેદો અને અપીલ પર જ લાગુ કરવામાં આવશે. તમારા વર્કફ્લોની ગોઠવણી કરવાનો તમને સમય આપવા માટે, આ ફેરફારો સમયાંતરે ધીમે ધીમે અસરકારક થશે.

 

પ્રતિસાદ

Studioના કન્ટેન્ટ મેનેજરની સુવિધાઓ વિશે અમને તમારો પ્રતિસાદ મોકલવા માટે, આ પગલાં અનુસરો:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, પ્રતિસાદ મોકલો  પસંદ કરો.
  3. તમારો પ્રતિસાદ દાખલ કરો. તમારો પ્રતિસાદ જેટલો સ્પષ્ટ હશે, તેટલો જ તે અમારા માટે ઉપયોગી રહેશે.
    • નોંધ: તમારા પ્રતિસાદમાં કોઈપણ સંવેદનશીલ માહિતી (એવો કોઈપણ ડેટા જેનું રક્ષણ થવું જોઈએ તે) શામેલ કરશો નહીં. ઉદાહરણ તરીકે, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર કે વ્યક્તિગત વિગતો શામેલ કરશો નહીં.
  4. જો તમે કોઈ સ્ક્રીનશૉટ શામેલ કરવા માગતા હો, તો તે પસંદ કરો. તમે સ્ક્રીન પરની કોઈપણ માહિતીને હાઇલાઇટ કરી શકો છો અથવા દેખાતી સંવેદનશીલ માહિતી કાઢી નાખી શકો છો.
  5. તમે પ્રતિસાદ દાખલ કરવાનું પૂર્ણ કરી લો, તે પછી મોકલો પર ક્લિક કરો.

ધ્યાન રાખો કે અમે બધા પ્રતિસાદ વાંચીએ છીએ અને તેના પર વિચાર કરીએ છીએ, પરંતુ સબમિટ કરેલા બધા પ્રતિસાદનો જવાબ આપી શકતા નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6045370555508701732
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false