YouTube પર ન્યૂઝ

YouTube પર, અમે તમને નવીનતમ ઇવેન્ટ વિશે અપ ટૂ ડેટ રહેવામાં સહાય કરવા માટે, ન્યૂઝના આધિકારિક સૉર્સના કન્ટેન્ટ સાથે તમને કનેક્ટ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તમને અપ ટૂ ડેટ રાખવા માટે, બતાવવામાં આવતા ન્યૂઝ સંબંધિત અમારી સુવિધાઓમાં અમે ન્યૂઝના આધિકારિક સૉર્સ જેમ કે અમારી બ્રેકિંગ ન્યૂઝ શેલ્ફ શામેલ કરીએ છીએ. નીચે, અમે કેવી રીતે નક્કી કરીએ છીએ કે ન્યૂઝના કયા સૉર્સ આધિકારિક છે તે અને બતાવવામાં આવતા ન્યૂઝ સંબંધિત અમારી સુવિધાઓ દ્વારા અમે તેમના કન્ટેન્ટની પહોંચને કેવી રીતે વધારીએ છીએ તે વિશે તમે વધુ જાણી શકો છો.

ન્યૂઝના આધિકારિક સૉર્સની પહોંચને વધારવાની અમારી અન્ય રીતો વિશે જો તમે માહિતી શોધી રહ્યાં હો, તો તમે અહીં વધુ વાંચી શકો છો.

ન્યૂઝના આધિકારિક સૉર્સ

બતાવવામાં આવતા ન્યૂઝ સંબંધિત અમારી સુવિધાઓમાં બતાવવા માટે ઉચ્ચ ક્વૉલિટીવાળા, ન્યૂઝના આધિકારિક સૉર્સની ઓળખ કરવામાં સહાય માટે, અમારી સિસ્ટમ વિવિધ સિગ્નલનો ઉપયોગ કરે છે, જેમાં ચૅનલની ક્વૉલિટી તથા તાજેતરના અને સંબંધિત ન્યૂઝની ઇવેન્ટનું ચૅનલ દ્વારા કવરેજ શામેલ હોઈ શકે છે. ચૅનલ Google Searchની સુવિધાઓ સંબંધિત પૉલિસીઓ અને Google Newsની કન્ટેન્ટ પૉલિસીઓનું પણ પાલન કરે તે જરૂરી છે. 

બતાવવામાં આવતા ન્યૂઝ સંબંધિત અમારી સુવિધાઓ માટે ન્યૂઝના સૉર્સને ઓળખવા ઉપયોગમાં લેવાતા સિગ્નલ ઉત્પન્ન કરવા, અમે મશીન લર્નિંગ ટેક્નિકનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજા પક્ષના માનવ મૂલ્યાંકનકર્તાઓનું ઇનપુટ સતત આ સિગ્નલને તાલીમ આપે છે, તેનું મૂલ્યાંકન કરે છે અને તેને સુધારે છે.

બતાવવામાં આવતા ન્યૂઝ સંબંધિત YouTubeની સુવિધાઓ

તમને YouTube પર નવીનતમ ન્યૂઝ સાથે કનેક્ટ કરવામાં સહાય મળે તે માટે, અમે ઘણી સુવિધાઓ વિકસાવી છે. આ સુવિધાઓ ન્યૂઝની પળો અને દિવસનું મુખ્ય સ્ટોરીને ઓળખવા માટે, Google Newsના સિગ્નલનો ઉપયોગ કરે છે.  

બતાવવામાં આવતા ન્યૂઝ સંબંધિત YouTubeની સુવિધાઓમાં કન્ટેન્ટ ન્યૂઝના આધિકારિક સૉર્સમાંથી લેવામાં આવે છે. બતાવવામાં આવતા ચોક્કસ વીડિયોને ઍલ્ગોરિધમ પ્રમાણે કેટલાક સિગ્નલના આધારે જનરેટ કરવામાં આવે છે, જેમાં આ શામેલ હોઈ શકે છે, પણ તે તેના સુધી મર્યાદિત નથી:

  • સ્થાનિક સુસંગતતા અને ભાષા
  • ન્યૂઝના વિષય અથવા ઇવેન્ટ સાથે સુસંગતતા
  • કન્ટેન્ટ કેટલું નવું છે
  • લાઇવ સ્ટ્રીમ
  • રિપોર્ટિંગનો ઉદ્દેશ્ય અથવા પત્રકારત્વના સંદર્ભવાળા વીડિયો 
  • YouTubeના માનક સુઝાવના સિગ્નલ
  • Google Newsમાં જે વેબસાઇટનું કન્ટેન્ટ બતાવવામાં આવે છે, તેની સાથેનો સંબંધ

બતાવવામાં આવતા ન્યૂઝ સંબંધિત, નીચે જણાવેલી YouTubeની વ્યક્તિગત સુવિધાઓ કદાચ બધા દેશો/પ્રદેશોમાં અને ભાષાઓમાં ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે. અમે વધુ દેશો/પ્રદેશો અને ભાષાઓમાં આ સુવિધાઓ ઑફર કરવા માટે કામ કરી રહ્યાં છીએ.

હોમપેજ પર બ્રેકિંગ ન્યૂઝ શેલ્ફ

જ્યારે કોઈ નોંધપાત્ર ન્યૂઝની ઇવેન્ટ હોય, ત્યારે YouTube હોમપેજ પર બ્રેકિંગ ન્યૂઝ શેલ્ફ બતાવવામાં આવી શકે છે. નોંધપાત્ર ન્યૂઝની ઇવેન્ટના ઉદાહરણોમાં મોટા પાયાની દુર્ઘટનાઓ અથવા મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટનાઓનો સમાવેશ થઈ શકે છે. 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના સાઇન-ઇન થયેલા વપરાશકર્તાઓને શેલ્ફ બતાવવામાં આવી શકે છે. જો તમને આ શેલ્ફમાં રુચિ ન હોય, તો તમે હોમપેજ પર બ્રેકિંગ ન્યૂઝ શેલ્ફને છોડી શકો છો. 

Searchમાં મુખ્ય ન્યૂઝની શેલ્ફ

જો તમે YouTube પર ન્યૂઝની કોઈ ચોક્કસ સ્ટોરી શોધો, તો તમને તમારા શોધ પરિણામોમાં મુખ્ય ન્યૂઝની શેલ્ફ જોવા મળી શકે છે. જો તે દિવસના મુખ્ય ન્યૂઝની સ્ટોરીમાંની એક સ્ટોરી હોય, તો મુખ્ય ન્યૂઝની શેલ્ફ ન્યૂઝની સ્ટોરી સાથે સંબંધિત કન્ટેન્ટ પ્રદર્શિત કરશે. ઉંમરને ધ્યાનમાં લીધા વિના, મુખ્ય ન્યૂઝની શેલ્ફ જોવા મળશે અને તેને છોડી શકાતી નથી.  

તમારા હોમપેજ પર મુખ્ય ન્યૂઝની શેલ્ફ

જો તમે વારંવાર YouTube પર ન્યૂઝ જોતા અથવા શોધતા હો, તો તમારા હોમપેજ પર મુખ્ય ન્યૂઝની શેલ્ફ જોવા મળી શકે છે. મુખ્ય ન્યૂઝની શેલ્ફમાં તે દિવસની મુખ્ય ન્યૂઝની સ્ટોરી સાથે સંબંધિત કન્ટેન્ટ શામેલ હોય છે. ઉંમરને ધ્યાનમાં લીધા વિના, આ શેલ્ફ સાઇન ઇન થયેલા તમામ વપરાશકર્તાઓ માટે દેખાશે.

YouTube.com/news

YouTube.com/news એ દિવસના લોકપ્રિય ન્યૂઝની સ્ટોરી અને વીડિયોને હાઇલાઇટ કરે છે. youtube.com/news પર, કેટલીક પ્રાયોગિક સુવિધાઓ પણ તમારા ધ્યાનમાં આવી શકે છે. આ પ્રયોગો તમને વિવિધ ફૉર્મેટમાં ન્યૂઝના અલગ-અલગ સૉર્સના કન્ટેન્ટ સાથે કનેક્ટ કરી શકે છે. 

Searchમાં વિકાસશીલ ન્યૂઝ માટેની માહિતી પૅનલ

જ્યારે તમે નોંધપાત્ર બ્રેકિંગ ન્યૂઝની ઇવેન્ટ શોધો, ત્યારે ન્યૂઝના વિવિધ સૉર્સમાંથી ન્યૂઝની વિકાસશીલ સ્ટોરી હાઇલાઇટ કરતી માહિતી પૅનલ બતાવવામાં આવી શકે છે. માહિતી પૅનલ ન્યૂઝની વેબસાઇટ સાથે પણ લિંક કરશે, જેથી તમે ઇવેન્ટ વિશેનો સંપૂર્ણ લેખ સરળતાથી ઍક્સેસ કરી અને વાંચી શકો. ન્યૂઝની આ વેબસાઇટ ઉપર દર્શાવેલા યોગ્યતાના માપદંડ પૂરા કરતી YouTube ચૅનલ સાથે સંકળાયેલી હોવી જરૂરી છે.

પ્રતિસાદ સબમિટ કરવા વિશે

જો તમારી પાસે બતાવવામાં આવતા ન્યૂઝ સંબંધિત YouTubeની સુવિધાઓ માટે કોઈ પ્રતિસાદ અથવા સૂચનો હોય, તો તમે આમ કરી શકો છો:

  • પૅનલમાં 'વધુ' '' મારફતે પ્રતિસાદ સબમિટ કરી શકો છો અથવા
  • તમારા પ્રોફાઇલ ફોટો પરના મેનૂનો ઉપયોગ કરીને અમને પ્રતિસાદ મોકલી શકો છો.
     

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14320876227192507495
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false