YouTube નિર્માતા અવૉર્ડ

YouTube નિર્માતા અવૉર્ડ, એવા નિર્માતાઓને સન્માનિત કરવાની અમારી રીત છે કે જેઓ તેમની ચૅનલનો વિકાસ કરવા તેમજ જવાબદારી પૂર્વક સમુદાયોને સમૃદ્ધ બનાવવા માટે અથાગ પ્રયાસ કરે છે. YouTube નિર્માતા અવૉર્ડ મેળવવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, નિર્માતાઓએ યોગ્યતાના માપદંડ પૂરા કરવા અને અમારી પૉલિસીઓનું પાલન કરવું આવશ્યક છે.

YouTube નિર્માતા અવૉર્ડ

તમારી ચૅનલ YouTube નિર્માતા અવૉર્ડ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે કે નહીં તે જાણો અને જો તે યોગ્યતા ધરાવતી હોય તો તમારા અવૉર્ડ માટે વળતરનો કોડ મેળવો:

YouTube નિર્માતા અવૉર્ડ મેળવો 
 

યોગ્યતાના માપદંડ

YouTube નિર્માતા અવૉર્ડ મેળવવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, તમારે નીચે જણાવેલા દિશાનિર્દેશો અનુસરવા જરૂરી છે:

  • સબ્સ્ક્રાઇબર માટે નક્કી કરેલા ચોક્કસ માઇલસ્ટોન પાસ કરો:
    • સિલ્વર: જ્યારે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા 1,00,000 સુધી પહોંચી જાય
    • ગોલ્ડ: જ્યારે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા 10,00,000 સુધી પહોંચી જાય
    • ડાયમંડ: જ્યારે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા 1,00,00,000 સુધી પહોંચી જાય
    • રેડ ડાયમંડ: જ્યારે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા 10,00,00,000 સુધી પહોંચી જાય
  • તમારી ચૅનલ સક્રિય હોવી જોઈએ (છેલ્લા 6 મહિનામાં તેના પર વીડિયો અપલોડ થયા હોવા જોઈએ).
  • તમે સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ સક્રિય હોય એવી કોઈ સ્ટ્રાઇક ધરાવતા ન હોવા જોઈએ અને છેલ્લા 365 દિવસમાં તમે કોઈ ઉલ્લંઘન કર્યું હોવું જોઈએ નહીં.
  • તમારી ચૅનલ YouTubeની સેવાની શરતોનું પાલન કરતી હોવી જોઈએ.
  • તમારી ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ થઈ હોવી જોઈએ નહીં.
  • તમારી ચૅનલની સેવા સમાપ્ત કરવામાં આવી ન હોવી જોઈએ અથવા જેની સેવા સમાપ્ત કરવામાં આવી હોય એવા એકાઉન્ટ સાથે તે લિંક કરેલી ન હોવી જોઈએ.
  • તમારી ચૅનલ પર કોઈપણ પ્રકારનું ભ્રામક, સ્પામયુક્ત કે સ્કૅમ હોઈ શકે એવું કન્ટેન્ટ હોવું જોઈએ નહીં.
  • તમારું મુખ્ય કન્ટેન્ટ ઑરિજિનલ હોવું જોઈએ. અન્ય નિર્માતાઓના ઑડિયો કે વીડિયો ઉમેરીને બનાવેલા, તેને મિક્સ કરીને તૈયાર કરેલા કે પછી પ્લેલિસ્ટ બનાવીને તૈયાર કરેલા કન્ટેન્ટવાળી ચૅનલ કે પછી કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ અથવા પાત્રોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરતી હોય એવી ચૅનલ આ અવૉર્ડ માટે યોગ્યતા ધરાવતી નથી.

અવૉર્ડ પ્રાપ્ત કરવાની યોગ્યતા માટે તમારે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)ના સભ્ય હોવું જરૂરી નથી. નિર્માતા અવૉર્ડ YouTubeની વિવેકબુદ્ધિથી આપવામાં આવે છે. જરૂરી માપદંડ પૂર્ણ થયા છે, તેની ખાતરી કરવા માટે દરેક ચૅનલનો કાળજીપૂર્વક રિવ્યૂ કરવામાં આવે છે. 

નિર્માતા અવૉર્ડ, વ્યક્તિગત ઉપયોગ માટે હોય છે અને તમારી ચૅનલની ટીમના સભ્યો સિવાય તે કોઈને વેચી કે વિતરિત કરી શકાતો નથી. જો તમે આ પૉલિસીનું ઉલ્લંઘન કરશો, તો તમારા પર શિસ્તના પગલાં લઈ શકાય છે.

શિસ્તના પગલાંમાં આ બાબતો શામેલ હોઈ શકે છે:

  • અવૉર્ડ જપ્ત થવો
  • ભવિષ્યના અવૉર્ડ માટે અયોગ્ય ઠેરવવા
  • તમારા YouTube અથવા Google એકાઉન્ટની સેવાઓની સંભવિત સમાપ્તિ
YouTube નિર્માતા અવૉર્ડ વિશે વધુ માહિતી મેળવવા, તેને સંબંધિત હંમેશાં પૂછાતા અમારા સામાન્ય પ્રશ્નો જુઓ.

દેશ/પ્રદેશમાં ઉપલબ્ધતા

YouTube નિર્માતા અવૉર્ડ નીચે જણાવેલા દેશ/પ્રદેશોમાં રવાના કરવાની સુવિધા હાલમાં ઉપલબ્ધ નથી:

  • બેલારુસ
  • ક્યુબા
  • ઈરાન
  • મ્યાનમાર
  • ઉત્તર કોરિયા
  • રશિયા
  • સોમાલિયા
  • સુદાન
  • સીરિયા
  • તાજિકિસ્તાન
  • યુક્રેન

YouTube નિર્માતા અવૉર્ડ રિડીમ કરવો

એકવાર તમે અવૉર્ડ મેળવવા માટેના અમારા માપદંડ પૂરા કરી લો, ત્યારબાદ અમે તમને વળતર કોડ મોકલીશું. તમારો અવૉર્ડ રિડીમ કરવા માટે, આ પગલાં અનુસરો:

  1. અમે તમને જે વળતર કોડ મોકલ્યો, તે શોધો અને તેની કૉપિ કરો.
    1. જો તમારાથી વળતર કોડ આડોઅવળો મૂકાઈ ગયો હોય, તો તમારો વળતર કોડ મેળવવા માટે અમારી યોગ્યતા માટેની ક્રિયાપ્રતિક્રિયાત્મક તપાસની મુલાકાત લો.
  2. નિર્માતા અવૉર્ડ રિડીમ કરવા માટેની વેબસાઇટ પર જાઓ અને તમારો કોડ દાખલ કરો.
  3. શિપિંગ સંબંધિત તમારી માહિતી દાખલ કરો અને તમે અવૉર્ડ પર તમારી ચૅનલનું નામ કેવી રીતે દેખાય એમ ઇચ્છો છો તે સ્પષ્ટ કરો.
  4. તમારા અવૉર્ડને રિડીમ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, “હમણાં જ ઑર્ડર કરો” પસંદ કરો.

જો તમે બ્રાઝિલ કે ભારતમાં રહેતા હો, તો તમે જ્યારે તમારો નિર્માતા અવૉર્ડ રિડીમ કરો, ત્યારે તમને ટેક્સ ID જેવી વધારાની માહિતી પૂછવામાં આવશે. સંબંધિત કસ્ટમ ઑફિસ માટે આ માહિતી જરૂરી હોય છે.

શિપિંગ અને ડિલિવરી

તમે શિપિંગની તમારી માહિતી સબમિટ કરીને તમારો અવૉર્ડ રિડીમ કરી લો, ત્યારબાદ અમે તમને 2-3 અઠવાડિયામાં અવૉર્ડ ડિલિવર કરીશું. 1 જૂન, 2023 પછી કરવામાં આવેલા ઑર્ડર અહીં ટ્રૅક કરી શકાય છે. તમને તમારો અવૉર્ડ સમયસર મળી જાય એ વાતની ખાતરી કરવા માટે, નીચે જણાવેલી બાબતોની નોંધ લો:

  • શિપિંગની માહિતી સબમિટ કરતી વખતે તમારા પૂરા કાનૂની નામનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. જો તમારે આ અવૉર્ડ કસ્ટમ કે ડિલિવરી ઑફિસેથી પિકઅપ કરવો પડે તો એવી સ્થિતિમાં આખું કાનૂની નામ લખવાથી તમને સહાયતા થશે.
  • એકવાર તમારો અવૉર્ડ રવાના કરી દેવામાં આવે, ત્યારબાદ તમને શિપિંગ કંપની તરફથી ઑટોમૅટિક રીતે જનરેટ થતો ઇમેઇલ મળશે, જેમાં ટ્રૅકિંગ નંબર હશે. તમારો અવૉર્ડ સફળતાપૂર્વક તમારા સુધી પહોંચે તેની ખાતરી કરવા માટેના, ટ્રૅકિંગ નોટિફિકેશન પ્રાપ્ત કરવા માટે સાઇન અપ કરો.
  • તમારી પાસેથી વધુ દસ્તાવેજો કે માહિતી જોઈતી હોય અને ડિલિવરી કંપની દ્વારા તેની વિનંતી કરવા માટે તમારો સંપર્ક કરવામાં આવે, તો તેમને એ માહિતી પૂરી પાડવાની જવાબદારી તમારી છે. આને કારણે તમારા અવૉર્ડને કસ્ટમમાંથી પસાર થવામાં અથવા તમને ડિલિવર કરવામાં સહાય મળી શકે છે.
  • અમુક દેશો/પ્રદેશોમાં નિર્માતા અવૉર્ડ ડિલિવર કરવા માટે કસ્ટમ ડ્યુટી અને/અથવા ટેક્સ ભરવો જરૂરી હોય છે અને તેની જવાબદારી તમારી હોય છે. કાનૂની રીતે, YouTube આ ખર્ચ કવર કરી શકતું નથી. આ દેશોમાં નીચે મુજબના દેશોનો સમાવેશ થાય છે, પરંતુ તે તેના સુધી જ મર્યાદિત નથી: આર્મેનિયા, અઝરબૈજાન, કમ્બોડિયા, કિર્ગિઝ્સ્તાન અને ઉઝબેકિસ્તાન.
  • જો તમે ડિલિવરી કંપનીની વિનંતી બાદ તેમનો સંપર્ક ન કરો, તો તમારો નિર્માતા અવૉર્ડ પાછો આવી શકે છે અથવા ગુમ થઈ શકે છે. આવી સ્થિતિ સર્જાયા બાદ જો તમે તમારો નિર્માતા અવૉર્ડ મેળવવા માગો, તો તેના બદલે તમારે બીજો અવૉર્ડ ખરીદવો પડી શકે છે.
  • એકવાર મેળવ્યા બાદ, આ ફોર્મ સબમિટ કરીને સાત દિવસમાં તમારે કોઈપણ નુકસાનની જાણ Society Awardsને કરવાની રહેશે. તમારે અવૉર્ડ અને બૉક્સના ફોટા મોકલવાના રહેશે, તેથી કૃપા કરીને બધી પૅકેજિંગ સામગ્રી જાળવી રાખજો. આમ કરવાથી તમે વિક્રેતાને અવૉર્ડ બદલી આપવા માટે, તેને પાછો મોકલી આપી શકશો. કૃપા કરીને નોંધો કે એકવાર ઑરિજિનલ અવૉર્ડ પરત કરવામાં આવે અને તેનું મૂલ્યાંકન કરવા પછી જ અવૉર્ડને મફતમાં બદલી આપવામાં આવશે.

શિપિંગ સંબંધિત કોઈપણ સમસ્યા કે ચિંતા માટે, અહીં અમારી પ્રોડક્શન ટીમનો સંપર્ક કરો.
YouTube નિર્માતા અવૉર્ડ વિશે વધુ માહિતી મેળવવા, તેને સંબંધિત હંમેશાં પૂછાતા અમારા સામાન્ય પ્રશ્નો જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9979241373344877707
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false