આ વીડિયોમાં શામેલ મ્યુઝિક

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

જ્યારે તમે એવો કોઈ વીડિયો જોઈ રહ્યાં હો કે જેમાં મ્યુઝિક શામેલ હોય, ત્યારે તમને વીડિયોના વર્ણનમાં “આ વીડિયોમાં શામેલ મ્યુઝિક” નામનો વિભાગ દેખાઈ શકે છે. આ વિભાગમાં, વીડિયોમાં સંભળાઈ રહેલા મ્યુઝિક વિશેની માહિતી બતાવવામાં આવી હોય છે, જેમ કે ગીત અને કલાકારોના નામ.

YouTube કેટલાક વીડિયોમાં ઑટોમૅટિક રીતે ત્યારે આ માહિતી ઉમેરે છે, જ્યારે:

“આ વીડિયોમાં શામેલ મ્યુઝિક”વાળા વિભાગમાં એવી લિંક બતાવવામાં આવી શકે છે, જે મ્યુઝિક વીડિયો કે તેના આધિકારિક કન્ટેન્ટ પર લઈ જાય છે, જેથી તમે અગાઉ ક્યારેય સાંભળ્યા ન હોય એવા ગીતો અને તેના કલાકારોને શોધી શકો છો.

કેટલાક વીડિયોમાં શા માટે વીડિયોના વર્ણનોમાં ગીત વિશેની માહિતી શામેલ હોય છે

સામાન્ય પ્રશ્નો

“YouTubeને લાઇસન્સ આપનારાઓ”નો અર્થ શું છે?

“YouTubeને લાઇસન્સ આપનારાઓ”ની આગળ આપવામાં આવેલા નામ એ કૉપિરાઇટના માલિકોના હોય છે, જેઓ ઓળખાયેલા મ્યુઝિકને વીડિયોમાં વાપરવાની મંજૂરી આપવા માટે, YouTube સાથે સંમત થયા હોય. લાઇસન્સના આ કરાર સાથે જ તેઓ YouTube પર એ બધા વીડિયોમાંથી જે કમાણી થાય છે, તેની આવક પણ શેર કરે છે.

ઉદાહરણ તરીકે, મ્યુઝિકવાળા કોઈ વીડિયો પર જાહેરાત હોય, તો YouTubeની સેવાની શરતો અનુસાર, “YouTubeને લાઇસન્સ આપનારાઓ”ની આગળ સૂચિબદ્ધ કૉપિરાઇટના માલિકોને એ જાહેરાતમાંથી જનરેટ થનારી આવકનો હિસ્સો મળે છે.

અમુક કિસ્સામાં, કોઈ એક જ ગીતમાંથી થતી આવક શેર કરતા એકથી વધુ કૉપિરાઇટના માલિકો હોઈ શકે છે. તમે કદાચ પહેલેથી ઓળખતા હો એવા કેટલાક મ્યુઝિક લેબલ, પબ્લિશર કે “મ્યુઝિકના અધિકારોની સુરક્ષા કરતી સંસ્થાઓ” અને "રૉયલ્ટી ઉઘરાવતી સંસ્થાઓ" તમને આમાં દેખાઈ શકે છે. આ સંસ્થાઓ કૉપિરાઇટના એવા માલિકો વતી રૉયલ્ટી ઉઘરાવે છે, જેઓ તેમની સંસ્થામાં સભ્યો તરીકે જોડાયા હોય. YouTube આવી સંસ્થાઓ સાથે લાઇસન્સના કરારો કરે છે અને પછી તેઓ જે વીડિયો પર દાવો કરે, તેની આવક તેમની સાથે શેર કરે છે. વધુ જાણો.

નોંધ: જ્યારે વીડિયોમાં શામેલ મ્યુઝિક, YouTubeની ઑડિયો લાઇબ્રેરીમાંથી લેવામાં આવ્યું હોય ત્યારે YouTubeની ઑડિયો લાઇબ્રેરી “YouTubeને લાઇસન્સ આપનારાઓ”ની આગળ સૂચિબદ્ધ હોય છે.

“આ વીડિયોમાં શામેલ મ્યુઝિક” વિભાગમાં કેટલીક માહિતી કેમ ખૂટે છે?

“આ વીડિયોમાં શામેલ મ્યુઝિક” વિભાગમાંની માહિતી માત્ર ત્યારે જ દેખાય છે, જ્યારે સચોટ અને ઉચ્ચ ક્વૉલિટીવાળો ડેટા ઉપલબ્ધ હોય. વધુ ડેટા ઉમેરવા અને અમારી પાસે જે માહિતી છે તેની ક્વૉલિટી તથા સચોટતા બહેતર બનાવવા માટે, અમે મ્યુઝિક ઉદ્યોગના અમારા ભાગીદારો સાથે નિરંતર કામ કરી રહ્યાં છીએ.

ઘણા બધા ગીતો ધરાવતા વીડિયોના કિસ્સામાં, પહેલા દસ ગીતોની માહિતી “આ વીડિયોમાં શામેલ મ્યુઝિક” વિભાગ હેઠળ દેખાશે.

જો મને કોઈ વીડિયોમાં મારું ગીત સંભળાતું હોય, પરંતુ “આ વીડિયોમાં શામેલ મ્યુઝિક” વિભાગમાં તેના વિશેની માહિતી ન હોય તો મારે શું કરવું જોઈએ?

“આ વીડિયોમાં શામેલ મ્યુઝિક” વિભાગમાં તમારા મ્યુઝિકની માહિતી ન હોવાના આ કારણો હોઈ શકે:

  • YouTube પાસે કૉપિરાઇટના માલિકનો ડેટા પૂરતા પ્રમાણમાં નહીં હોય.
  • તમારું મ્યુઝિક હજી ઓળખાયું નહીં હોય.
  • તાજેતરમાં જ વીડિયો પર દાવો કરવામાં આવ્યો હોય અને હજી સુધી તેનો ડેટા ઑટોમૅટિક રીતે ભરવામાં આવ્યો નહીં હોય.
શું તમે કોઈ એવા રેકોર્ડ લેબલ, મ્યુઝિક પબ્લિશર કે રૉયલ્ટી ઉઘરાવતી સંસ્થા સાથે કામ કરી રહ્યાં છો, જે તમારા વતી કૉપિરાઇટ મેનેજ કરવાનું કામ કરે છે? YouTubeને તમારા મ્યુઝિક વિશે કઈ માહિતી મોકલવામાં આવી હતી, તે કન્ફર્મ કરવા માટે તમે તેમનો સંપર્ક કરી શકો છો. આ માહિતીમાં ISRCs, ISWCs, UPCs અને ISNIs જેવા ઓળખકર્તાઓ શામેલ હોવા જોઈએ.

મારું ગીત સૂચિબદ્ધ હોય, પરંતુ તેનો ડેટા ખોટો હોય તો શું કરી શકાય?

જો તમે એવા કલાકાર છો જે મ્યુઝિક રેકોર્ડ કરીને તેને રિલીઝ કરે છે અથવા કોઈ ગીતકાર છો અને તમારા ગીતની ઓળખાણ ખોટી રીતે કરવામાં આવી હોય કે તેની માહિતી અધૂરી હોય તો તમે આ કરી શકો છો:
  • અમારા ડેટાની ક્વૉલિટી બહેતર બનાવવામાં સહાય માટે, અમારા પ્રતિસાદ ફોર્મનો ઉપયોગ કરીને અમને પ્રતિસાદ મોકલો.
  • તમારું અને તમારા ગીતોનું રજિસ્ટ્રેશન ISNI Authority પર થયું હોય એ વાતની ખાતરી કરો. રજિસ્ટ્રેશનને કારણે અમને એ કન્ફર્મ કરવામાં સહાય મળે છે કે તમારી અને તમારા મ્યુઝિકની રજૂઆત કરવા માટે અમારી પાસે એકદમ સચોટ ડેટા છે.
શું તમે કોઈ એવા રેકોર્ડ લેબલ, મ્યુઝિક પબ્લિશર કે રૉયલ્ટી ઉઘરાવતી સંસ્થા સાથે કામ કરી રહ્યાં છો, જે તમારા વતી કૉપિરાઇટ મેનેજ કરવાનું કામ કરે છે? YouTubeને તમારા મ્યુઝિક વિશે કઈ માહિતી મોકલવામાં આવી હતી, તે કન્ફર્મ કરવા માટે તમે તેમનો સંપર્ક કરી શકો છો. આ માહિતીમાં ISRCs, ISWCs, UPCs અને ISNIs જેવા ઓળખકર્તાઓ શામેલ હોવા જોઈએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12363824825693282713
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false