Copyright Match Toolનો ઉપયોગ કરવો

Copyright Match Tool એવા વીડિયોની ઓળખ ઑટોમૅટિક રીતે કરી શકે છે, જે YouTube પર અપલોડ થયેલા અન્ય વીડિયો સાથે મેળ ખાતા હોય અથવા તે મેળ ખાવાની સંભાવના હોય. એકવાર તમારા વીડિયો સાથે મેળ ખાતા વીડિયોની ઓળખ થઈ જાય, ત્યારબાદ YouTube Studioમાં જઈને તમે તેનો રિવ્યૂ કરી શકો છો અને તમે કયું પગલું લેવા માગો છો તે પસંદ કરી શકો છો.

Copyright Match Toolનો ઉપયોગ કરવાની રીત

તેની કાર્ય કરવાની રીત

Copyright Match Tool, YouTubeના એવા બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે, જેમણે કૉપિરાઇટ કાઢી નાખવાની માન્ય વિનંતી સબમિટ કરી હોય. એકવાર વીડિયો કાઢી નાખવાની તમારી વિનંતી મંજૂર થઈ જાય ત્યારબાદ Copyright Match Tool, વીડિયો કાઢી નાખવાની તમારી વિનંતીમાં જાણ કરવામાં આવેલા વીડિયો સાથે મેળ ખાવાની સંભાવના ધરાવતા વીડિયોની ભાળ મેળવવા માટે YouTube પર અપલોડ કરેલા વીડિયોને સ્કૅન કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ, તમે સંભવિત રીતે મેળ ખાતા વીડિયોનો રિવ્યૂ કરીને કયું પગલું લેવું તે નક્કી કરી શકો છો.

YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં શામેલ ભાગીદારો અથવા એવી કોઈપણ ચૅનલ કે જેણે આ ફોર્મ ભર્યું હોય અને અધિકારોના મેનેજમેન્ટ માટે વિગતવાર ટૂલની જરૂરિયાત દર્શાવી હોય તેમના માટે, Copyright Match Tool સ્કૅન કરીને એવા વીડિયો શોધે છે જે તમારા જ હોય, પરંતુ તેમને YouTubeની અન્ય ચૅનલ પર ફરી અપલોડ કરવામાં આવ્યા હોય. આ ટૂલ તમારા વીડિયો અપલોડ કર્યા બાદ અપલોડ કરવામાં આવેલા વીડિયો સ્કૅન કરે છે, તેથી YouTube પર કન્ટેન્ટ અપલોડ કરનારી સૌથી પહેલી વ્યક્તિ તમે જ હો એ ખૂબ જ મહત્ત્વનું છે.

Copyright Match Toolનો દુરુપયોગ થાય તો તેના પરિણામે આ સુવિધાનો ઍક્સેસ કાઢી નાખવામાં આવી શકે છે અથવા તમારા YouTube એકાઉન્ટની સેવા કે પછી YouTube સાથેની તમારી ભાગીદારી સમાપ્ત કરવામાં આવી શકે છે. આ દુરુપયોગમાં કૉપિરાઇટના ઉલ્લંઘનને કારણે વીડિયો કાઢી નાખવાની વિનંતીની પ્રક્રિયાનો હેતુપૂર્વક કે વારંવાર દુરુપયોગ કરવો અથવા મેળ ખાતા વીડિયો શોધવાની સિસ્ટમ ચેક કરવાનું અથવા રિવર્સ એન્જિનિયરિંગની પ્રક્રિયા કરવાનું શામેલ છે.

મેળ ખાતા વીડિયોનો રિવ્યૂ કરવો અને યોગ્ય પગલું લેવું

તમારા મેળ ખાતા વીડિયોનો રિવ્યૂ કરતા પહેલાં, ધ્યાન રાખો કે અમને મેળ ખાતા વીડિયોની ભાળ મળે, તો તેનો અર્થ એ થતો નથી કે એ વીડિયો તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરે છે. મેળ ખાતા દરેક વીડિયોનો રિવ્યૂ કરીને એ વાતની ખાતરી કરવાની જવાબદારી તમારી છે કે કોઈ વીડિયો પર ઉચિત ઉપયોગ, ઉચિત વ્યવહાર કે કૉપિરાઇટના કાયદા હેઠળ સમાન અપવાદ તો લાગુ થઈ રહ્યો નથી ને.

તમારા વીડિયો સાથે મેળ ખાતા વીડિયોનો રિવ્યૂ કરવા અને તેની સામે પગલું લેવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ  પસંદ કરો.
  3. મેળ ખાતા વીડિયોના ટૅબ પર ક્લિક કરો.
  4. મેળ ખાતા વીડિયોનો રિવ્યૂ કરો. વીડિયોને મળેલા વ્યૂની સંખ્યા (કુલ વ્યૂ) અથવા ચૅનલના સબ્સ્ક્રાઇબરની સંખ્યા (સબ્સ્ક્રાઇબર) અનુસાર વીડિયો શોધવા માટે, તમે ફિલ્ટર  પસંદ કરી શકો છો.
  5. તમે જેના પર પગલું લેવા માગતા હો, તે વીડિયોની આગળ દેખાતા બૉક્સ પર ચેક માર્ક કરો. જે પગલું લેવું હોય તે પસંદ કરો:
    • આર્કાઇવ કરો: આ વિકલ્પ પસંદ કરવાથી તમારા મેળ ખાતા વીડિયોના ટૅબમાંથી મેળ ખાતા વીડિયો કાઢી નાખવામાં આવે છે. મેળ ખાતો વીડિયો ઑટોમૅટિક રીતે ડિલીટ થતો નથી કે તેના પર કોઈ અસર થતી નથી. આર્કાઇવ કરેલા મેળ ખાતા વીડિયો તમારા આર્કાઇવ ટૅબમાં દેખાય છે.
    • કાઢી નાખવાની વિનંતી કરો: આ વિકલ્પ પસંદ કરવાથી, વીડિયો કાઢી નાખવાની વિનંતીવાળું અમારું વેબફોર્મ ખુલે છે, જેથી તમે મેળ ખાતા વીડિયો માટે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકો. વેબફોર્મ સબમિટ કર્યા બાદ, તમે તમારા કાઢી નાખવાની વિનંતીઓના ટૅબમાં જઈને વીડિયો કાઢી નાખવાની તમારી વિનંતીઓ ટ્રૅક કરી શકો છો.
    • ચૅનલનો સંપર્ક કરો: આ વિકલ્પ પસંદ કરવાથી તમે મેળ ખાતા વીડિયો અપલોડ કરનારી વ્યક્તિને પહેલેથી લખેલો ઇમેઇલ મોકલી શકો છો. તમે તમારા મેસેજ ટૅબમાં જઈને અગાઉ મોકલવામાં આવેલા ઇમેઇલ શોધી શકો છો.

તમારા વીડિયો સાથે સંભવિત રીતે મેળ ખાતા વીડિયોનો રિવ્યૂ કરવા અને તેની સામે પગલું લેવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ  પસંદ કરો.
  3. કાઢી નાખવાની વિનંતીઓના ટૅબ પર ક્લિક કરો.
  4. તમે મેળ ખાતા વીડિયો શોધો કૉલમમાં, સંભવિત રીતે મેળ ખાતા એવા વીડિયો શોધી શકો છો, જે કોઈ અન્ય ચૅનલ પર ઑટોમૅટિક રીતે ફરી અપલોડ થવાથી અટકાવી શકાય તેવી યોગ્યતા ધરાવતા ન હતા, કારણ કે તેમને કૉપિ કરીને બનાવવામાં આવ્યા ન હતા.
  5. કોઈ પંક્તિ પર ક્લિક કરો. આમ કરવાથી વીડિયો વિશે વધુ વિગતો બતાવવા માટે પંક્તિ મોટી થાય છે.
  6. મેળ ખાતા વીડિયો જુઓ પર ક્લિક કરો. મેળ ખાતા વીડિયોનું ટૅબ ખુલે છે અને સંભવિત રીતે મેળ ખાતા વીડિયો બતાવવા માટેનું ફિલ્ટર લાગુ થાય છે.
  7. તમે જેના પર પગલું લેવા માગતા હો, તે વીડિયોની આગળ દેખાતા બૉક્સ પર ચેક માર્ક કરો. જે પગલું લેવું હોય તે પસંદ કરો:
    • આર્કાઇવ કરો: આ વિકલ્પ પસંદ કરવાથી તમારા મેળ ખાતા વીડિયોના ટૅબમાંથી મેળ ખાતા વીડિયો કાઢી નાખવામાં આવે છે. મેળ ખાતો વીડિયો ઑટોમૅટિક રીતે ડિલીટ થતો નથી કે તેના પર કોઈ અસર થતી નથી. આર્કાઇવ કરેલા મેળ ખાતા વીડિયો તમારા આર્કાઇવ ટૅબમાં દેખાય છે.
    • કાઢી નાખવાની વિનંતી કરો: આ વિકલ્પ પસંદ કરવાથી, વીડિયો કાઢી નાખવાની વિનંતીવાળું અમારું વેબફોર્મ ખુલે છે, જેથી તમે મેળ ખાતા વીડિયો માટે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકો. આ ફોર્મ સબમિટ કર્યા પછી, તમારા કાઢી નાખવાની વિનંતીઓના ટૅબમાં જઈને એવા વીડિયો જોઈ શકાય છે, જેમને કાઢી નાખવાની વિનંતી તમે કરી હોય.
    • ચૅનલનો સંપર્ક કરો: આ વિકલ્પ પસંદ કરવાથી તમે મેળ ખાતા વીડિયો અપલોડ કરનારી વ્યક્તિને પહેલેથી લખેલો ઇમેઇલ મોકલી શકો છો. તમે તમારા મેસેજ ટૅબમાં જઈને અગાઉ મોકલવામાં આવેલા ઇમેઇલ શોધી શકો છો.
Copyright Match Tool દ્વારા ભાળ મેળવવામાં આવતા મેળ ખાતા નવા વીડિયો વિશે અપડેટ મેળવતા રહેવા માટે, તમારું મેળ ખાતા વીડિયોનું ટૅબ અવારનવાર ચેક કરતા રહો. જ્યારે મેળ ખાતા વીડિયો મળે છે, ત્યારે તમને તમારા ચૅનલના પેજ પર તેની જાણ કરતા બેલના નોટિફિકેશન  પણ મળશે.

સામાન્ય પ્રશ્નો

મેળ ખાતા વીડિયો મળે અને મારે કંઈ કરવું ન હોય તો આગળ શું થશે?
મેળ ખાતા દરેક વીડિયો પર તમારે પગલું લેવું જ જોઈએ એ જરૂરી નથી. આવા વીડિયોને મેળ ખાતા વીડિયોના ટૅબમાંથી કાઢી નાખવા માટે, તમે બસ તેને આર્કાઇવ પણ કરી શકો છો. અમે મેળ ખાતા દરેક વીડિયોને માત્ર એક જ વાર બતાવીશું, તેથી જો તમે તેને આર્કાઇવ કરી લો તો તે તમારા મેળ ખાતા વીડિયોના ટૅબમાં ફરી દેખાશે નહીં.
મને YouTube પર એક એવો વીડિયો મળી આવ્યો છે, જે મારા કન્ટેન્ટ સાથે મેળ ખાય છે પરંતુ તે મારા મેળ ખાતા વીડિયોના ટૅબમાં નથી. આમ થવાનું કારણ શું?
Copyright Match Tool બનાવવાનો હેતુ એવા વીડિયો શોધવાનો છે, જે તમારા વીડિયો સાથે સંપૂર્ણ રીતે અથવા તો ઘણે અંશે મેળ ખાતા હોય. જો કોઈ વ્યક્તિ તમારા વીડિયોની નાનકડી ક્લિપનો ઉપયોગ કરે, તો કદાય તે તમને ન પણ દેખાય. તમે કાઢી નાખવા માગતા હો એવો કોઈ તમારો વીડિયો જો ફરી અપલોડ કરવામાં આવ્યો હોવાની જાણ તમને થાય, તો તમે કોઈપણ સમયે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી કરવા માટેના વેબફોર્મનો ઉપયોગ કરીને તેની જાણ કરી શકો છો.
મારા બધા વીડિયો સાથે મેળ ખાતા વીડિયો શા માટે શોધી શકાતા નથી?
અપલોડ કરવામાં આવેલા તમારા કોઈ વીડિયો સાથે મેળ ખાતા વીડિયો સ્કૅન ન થઈ શકવાના કેટલાક કારણો હોઈ શકે છે, જેમ કે:
  • કદાચ તમે YouTube પર તે વીડિયો સૌથી પહેલા અપલોડ કર્યો હશે નહીં
  • વીડિયોને પહેલેથી જ Content ID દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો હોઈ શકે છે
  • વીડિયો પર Content IDનો દાવો થયો હોઈ શકે છે
હું સંગીતકાર છું. જેમાં મારા ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, એવા અપલોડ કરેલા વીડિયો શોધવા માટે, શું હું આ ટૂલનો ઉપયોગ કરી શકું?

હા, જો તમે તમારા ગીતો કે કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવા બીજી કોઈ વ્યક્તિના વીડિયો સફળતાપૂર્વક કાઢી નાખવા માટે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી માટેના વેબફોર્મનો ઉપયોગ કર્યો હોય, તો Copyright Match Tool ઑડિયો ધરાવતા એવા અન્ય વીડિયો બતાવશે કે જે સંભવિત રીતે તમારા ગીત કે ઑડિયો કન્ટેન્ટની સાથે મેળ ખાતા હોય. Copyright Match Tool, ફરીથી અપલોડ કરવામાં આવેલા એવા પણ વીડિયો શોધી શકે છે, જેમાં ઑડિયો બદલી નાખવામાં કે પછી ડબ કરી નાખવામાં આવ્યો હોય.

ધ્યાન રાખો કે જો કોઈ વ્યક્તિએ તેમના વીડિયોમાં તમારા ગીત અથવા ઑડિયો કન્ટેન્ટના કોઈ ભાગનો ઉપયોગ કર્યો હોય, તો Copyright Match Tool તે બતાવશે નહીં. જો તમને પરવાનગી વિના તમારા ઑડિયોનો ઉપયોગ કરીને બનાવેલો કોઈ વીડિયો મળે, તો તમે કોઈપણ સમયે અમારા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી માટેના વેબફોર્મનો ઉપયોગ કરીને તેની જાણ કરી શકો છો.
શા માટે તમે મારા વીડિયો સાથે મેળ ખાતા વીડિયોને ઑટોમૅટિક રીતે દૂર કરતા નથી?

YouTube, કૉપિરાઇટના માલિકો પર નિર્ભર રહે છે કે તેઓ તેમના કન્ટેન્ટના થયેલા અનધિકૃત ઉપયોગ વિશે અમને જાણ કરે. અમે માત્ર એ જણાવી શકીએ છીએ કે સૌથી પહેલા કન્ટેન્ટ કોણે અપલોડ કર્યું હતું, એ જણાવી શકતા નથી કે તેની માલિકી કોની પાસે છે અને તેને અપલોડ કરવાની પરવાનગી કોની પાસે છે.

ઘણા નિર્માતાઓ અન્ય ચૅનલને તેમના વીડિયો ફરીથી અપલોડ કરવાની પરવાનગી આપે છે. ક્યારેક નિર્માતાઓ વીડિયો ફરીથી અપલોડ કરનારી ચૅનલ સાથે વાત કરીને લાઇસન્સના કરાર હેઠળ તેમને પરવાનગી આપે છે અથવા તો વીડિયો બનાવવા માટે સહયોગ કરે છે અને પછી તેની કૉપિ બનાવીને અલગ-અલગ ચૅનલ પર તેને અપલોડ કરે છે.

આ ઉપરાંત કોઈ વીડિયોમાં તમારા કન્ટેન્ટનો ઉપયોગ, દર વખતે તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન હોતું નથી. ઉચિત ઉપયોગ અને સાર્વજનિક ડોમેન એવા કેટલાક ઉદાહરણો છે કે જેને કારણે તમારા કન્ટેન્ટને ફરીથી અપલોડ કરવાનું માન્ય હોઈ શકે છે.

ઑરિજિનલ કૉપિરાઇટના માલિકોના અધિકારો સાથે અપલોડકર્તાઓના અધિકારોને સંતુલિત કરવા માટે, Copyright Match Tool નિર્માતાઓને માહિતી આપવાનો પ્રયાસ કરે છે કે તેમનું કન્ટેન્ટ કોઈ ચૅનલ પર ફરીથી અપલોડ કરવામાં આવ્યું છે. ત્યારબાદ, તેઓ મેળ ખાતા વીડિયોનો કાળજીપૂર્વક રિવ્યૂ કરી લે પછી Copyright Match Tool તેમને એ નક્કી કરવા દે છે કે તેઓ આગળ શું કરવા માગે છે.

મેં કોઈ ચૅનલ પર કેટલાક વીડિયોને કાઢી નાખવાની વિનંતી કરી છે. તેની સેવા હજી સુધી સમાપ્ત કેમ કરવામાં આવી નથી?

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીની પ્રક્રિયાનો દુરુપયોગ ન થાય, એ માટે અમારી પાસે સંરક્ષણના ઘણા ઉપાયો છે. અમારી સિસ્ટમ ખાતરી કરે છે કે કોઈપણ ચૅનલને તેની સેવાઓ સમાપ્ત કરવામાં આવે તે પહેલાં કૉપિરાઇટ સ્ટ્રાઇકનો સામનો કરવાની તક મળે.

જો તમે કોઈ ચૅનલ વિરુદ્ધ વીડિયો કાઢી નાખવાની ઘણી બધી વિનંતીઓ સબમિટ કરો અને તે ચૅનલ હજી પણ દેખાઈ રહી હોય, તો તેના પર સંરક્ષણના ઉપાયોમાંની કોઈ યંત્રણા લાગુ થતી હોવાની શક્યતા હોય છે. અમારી અમલીકરણ સંબંધિત પૉલિસી અનુસાર એ વાતનો વિચાર કરવામાં આવે છે કે કોઈ ચૅનલ વિરુદ્ધ વીડિયો કાઢી નાખવાની વિનંતીઓની સંખ્યા કેટલી છે. જો તમને મેળ ખાતું કન્ટેન્ટ મળતું રહેતું હોય, તો તમે તેને કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકો છો.

શું હું એક આખેઆખી ચૅનલની જાણ કરી શકું છું?

જો કોઈ વ્યક્તિ, અન્ય વ્યક્તિની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને લોકોને એવો વિશ્વાસ અપાવવા માટે છેતરામણી કરે કે તેઓ YouTube પર બીજી જ કોઈ વ્યક્તિ છે, તો અમે તેને ઢોંગ માનીએ છીએ.

જો તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ ઢોંગ કરીને તમારી ઓળખનો ખોટો ઉપયોગ કરી રહી છે, તો અમારા ઢોંગ વિરુદ્ધ પગલાં લેવા માટેના વેબફોર્મનો ઉપયોગ કરીને તેની જાણ કરો. જો એ માપદંડ લાગુ થતો ન હોય અને તમને લાગતું હોય કે કેટલાક વીડિયોમાં તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તમે તેવા વીડિયોની જાણ કરવા માટે અમારા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી માટેના વેબફોર્મનો ઉપયોગ કરી શકો છો.

હું Copyright Match Toolનો ઍક્સેસ કેવી રીતે મેળવી શકું?

Copyright Match Tool, YouTubeના એવા બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે, જેમણે કૉપિરાઇટ કાઢી નાખવાની માન્ય વિનંતી સબમિટ કરી હોય. એકવાર વીડિયો કાઢી નાખવાની તમારી વિનંતી મંજૂર થઈ જાય ત્યારબાદ Copyright Match Tool, વીડિયો કાઢી નાખવાની તમારી વિનંતીમાં જાણ કરવામાં આવેલા વીડિયો સાથે મેળ ખાવાની સંભાવના ધરાવતા વીડિયોની ભાળ મેળવવા માટે YouTube પર અપલોડ કરેલા વીડિયોને સ્કૅન કરવાનું શરૂ કરશે. અમે તમને આવા સંભવિત મેળ ખાતા વીડિયો બતાવીશું, જેથી તમે નક્કી કરી શકો કે આગળ કયું પગલું લેવું છે.

Copyright Match Tool, એવી બધી ચૅનલ માટે પણ ઉપલબ્ધ છે, જેણે આ ફોર્મ ભર્યું હોય અને અધિકારોના મેનેજમેન્ટ માટે વિગતવાર ટૂલની જરૂરિયાત દર્શાવી હોય. YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં શામેલ ચૅનલ માટે, આ ટૂલ YouTube Studioના કૉપિરાઇટ  પેજ પર ઉપલબ્ધ છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2239323406233421903
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false