તમારી ઓળખ અથવા ચુકવણી માહિતી ચકાસો.

Google પ્રોડક્ટ અથવા સેવાઓ માટે સાઇન-અપ, વ્યવહારો અથવા ચુકવણી પદ્ધતિમાં ફેરફાર વગેરે ચોક્કસ Google એકાઉન્ટ ઍક્ટિવિટી માટે તમારે તમારી ઓળખ ચકાસવાની અથવા વપરાયેલી ચુકવણી પદ્ધતિની માલિકી ચકાસવાની જરૂર પડી શકે છે.
ટિપ: Google Pay ઍપમાં તમારી ઓળખ ચકાસવા માટે આ સૂચનાઓને અનુસરો.

ચકાસણી વિશે

શા માટે અમે તમને ચકાસણી માટે કહી શકીએ છીએ
  • જ્યારે તમે ચોક્કસ કન્ટેન્ટનો ઍક્સેસ મેળવો ત્યારે તમારી માહિતી સાચી છે તે ચકાસવા માટે.
  • જ્યારે તમે Google સાથે વ્યવહાર પૂર્ણ કરો ત્યારે તમારી ઓળખ ચકાસવા માટે.
  • અમને અસામાન્ય પ્રવૃત્તિ અથવા વ્યવહાર જોવા મળે છે.
  • અમને કાનૂની અથવા નિયમનકારી કારણોસર વધુ માહિતીની જરૂર છે.

મહત્ત્વપૂર્ણ: જો અમે તમને તમારું એકાઉન્ટ ચકાસવા માટે કહીએ તો કોઈપણ બાકી વ્યવહારો રદ કરવામાં આવે છે. તમારા બેંક સ્ટેટમેન્ટ પરના બાકી શુલ્ક 14 કામકાજી દિવસોમાં અદૃશ્ય થઈ જાય છે.

તમને કઈ માહિતી પ્રદાન કરવાનું કહેવામાં આવી શકે છે

ચકાસણી પૂર્ણ કરવા માટે, તમને દરેક ચુકવણી પદ્ધતિ ચકાસવાનું કહેવામાં આવી શકે છે. આમ કરવા માટે, તમે ચકાસણી કોડની વિનંતી કરી શકો છો.

તમને આ પ્રદાન કરવાનું પણ કહેવામાં આવી શકે છે:

  • કાનૂની નામ
  • તમારી ચુકવણી પ્રોફાઇલ પરનું નામ
  • સરનામું
  • જન્મતારીખ
  • તમારા સરકારી IDની છબી
  • સરનામાનો પુરાવો
  • તમારી ચુકવણી પદ્ધતિની છબી
અમે તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ

Google તમે પ્રદાન કરો છો તે માહિતીનો આના માટે ઉપયોગ કરે છે:

  • તમારી ઓળખ અથવા ચુકવણી પદ્ધતિ ચકાસવા.
  • કપટ અને દુરુપયોગ સામે સુરક્ષા પૂરી પાડવા.
  • Google પ્રોડક્ટ માટે ચકાસણી સેવા બહેતર બનાવવા.

નામ અને સરનામા જેવી તમારી ચકાસણી કરાયેલી માહિતી તમારા Google એકાઉન્ટમાં સ્ટોર કરવામાં આવે છે. તમે payments.google.com પર તમારી ચકાસાયેલી માહિતી મેનેજ કરી શકો છો.

જ્યારે લાગુ પડે ત્યારે તમે સબમિટ કરો છો તે માહિતીને Google પ્રાઇવસી પૉલિસી અને Google Payments પ્રાઇવસી નોટિસ અનુસાર ગણતરીમાં લેવામાં આવે છે.

ચકાસણી કેવી રીતે પૂર્ણ કરવી

તમારી માહિતી ચકાસવા માટે, તમને દસ્તાવેજો સબમિટ કરવાની અથવા કોડની વિનંતી કરવાની જરૂર પડી શકે છે. પ્રોડક્ટ અથવા તમે જે પ્રવૃત્તિ પૂર્ણ કરવા માગો છો, તેના આધારે ચકાસણીની કેટલીક પદ્ધતિઓ કદાચ ઉપલબ્ધ ન પણ હોઈ શકે.

  1. payments.google.com પર જાઓ.
  2. તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  3. ઉપર જમણી બાજુએ, અલર્ટ Alert અને પછી ચકાસો પર ક્લિક કરો.
  4. જેની ચકાસણી કરવી આવશ્યક છે, તેવા કાર્ડની બાજુમાં ચકાસો પર ક્લિક કરો.
  5. તમારી ચકાસણી પદ્ધતિ માટે ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.
  6. જેની ચકાસણી કરવી આવશ્યક છે, તેવી દરેક ચુકવણી પદ્ધતિ માટે ઉપરના પગલાંનું પુનરાવર્તન કરો.

ચકાસણી પદ્ધતિઓ

ચકાસણી પૂર્ણ કરવા માટે, તમને નીચેની પદ્ધતિઓમાંથી એકનો ઉપયોગ કરવાનું કહેવામાં આવશે.

ચકાસણી કોડની વિનંતી કરો
  1. કોડ મેળવો પર ક્લિક કરો.
  2. તમારી ચુકવણી પદ્ધતિ જારી કરનારાની વેબસાઇટ પર જાઓ અને તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  3. તમારા વ્યવહારના ઇતિહાસમાં, “GOOGLE” નામનું $1.95 USDથી ઓછી રકમનું હંગામી શુલ્ક શોધો. ચકાસણી કોડ છેલ્લા 6 અંક છે.
    • હંગામી શુલ્કની રકમ ચલણના પ્રકાર પ્રમાણે બદલાય છે.
    • આમ તો તમને તરત જ કોડ મળવો જોઈએ, પણ તેમાં 7 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
    • ટિપ: તમારા એકાઉન્ટ પર શુલ્ક અથવા હોલ્ડ પર રાખવાનું અસ્થાયી છે. શુલ્ક 30 દિવસની અંદર રિફંડ કરવામાં આવે છે.
  4. 6 અંકનો કોડ દાખલ કરો.
  5. ચકાસો પર ક્લિક કરો.
દસ્તાવેજો અપલોડ કરો

મહત્ત્વપૂર્ણ:

  • તમે આ પ્રક્રિયા માટે અપલોડ કરેલી માહિતીનો ઉપયોગ માત્ર ઓળખના હેતુઓ માટે થાય છે અને સ્થાનિક નિયામકની જરૂરિયાતોને અનુસરીને તેને હૅન્ડલ કરવામાં આવે છે.
  • YouTube અને Google Store પર ખરીદીની ચકાસણી માટે દસ્તાવેજ અપલોડ કરવાની પદ્ધતિ ઉપલબ્ધ નથી.

તમારી ઓળખ અથવા ચુકવણી પદ્ધતિ ચકાસવા માટે, ચકાસણીની વિનંતી શોધો. સ્વીકૃત દસ્તાવેજો અને સૂચનાઓની સૂચિ શોધવા માટે, ચકાસણીની વિનંતીમાં આપેલી લિંકનો ઉપયોગ કરો.

ખાતરી કરો કે તમારા દસ્તાવેજો:

  • તમે સબમિટ કરો છો તે બધા દસ્તાવેજોમાં એક જ પૂરા નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • અપડેટ કરેલા છે અને તેની સમયસીમા સમાપ્ત થઈ નથી.
  • સુવાચ્ય છે.

ખાતરી કરો કે તમે અપલોડ કરો છો તે છબી:

  • દસ્તાવેજની છબી છે અને એ સિવાય કંઈ નથી
  • સુવાચ્ય છે
  • રંગીન છે, બ્લેક ઍન્ડ વ્હાઇટ નથી
  • બ્લર, પ્રકાશ અથવા ડિમ લાઇટ ધરાવતી નથી
  • સંપૂર્ણ દસ્તાવેજના તમામ 4 ખૂણા બતાવે છે

જો તમે દસ્તાવેજોમાંની માહિતી બદલો, તો:

  • બેંક સ્ટેટમેન્ટ માટે, આ બદલો:
    • સંપૂર્ણ એકાઉન્ટ નંબર જેથી માત્ર છેલ્લા 4 અંક જ જોઈ શકાય
    • કોઈપણ એકાઉન્ટ બૅલેન્સ અથવા વ્યવહાર. ચકાસણીના હેતુઓ માટે એકાઉન્ટ બૅલેન્સ અને વ્યવહારોની જરૂર નથી
  • બદલવા માટે, તમે સંવેદનશીલ માહિતી અપલોડ કરતા પહેલાં તેને આવરી લેવા માટે ડાર્ક બૉક્સ દોરી શકો છો.

ટિપ:

  • payments.google.com પર તમારું નામ, સરનામું અને ચુકવણીની માહિતી અપ ટૂ ડેટ છે તેની ખાતરી કરો.
  • તમે તમારા દસ્તાવેજો સબમિટ કરો તે પછી ચકાસણીમાં થોડા દિવસો લાગી શકે છે.

બેંક સ્ટેટમેન્ટ વડે ચકાસવું (માત્ર Play ડેવલપર માટે)

અમુક ચોક્કસ દેશો અથવા પ્રદેશોમાં, Google Play ડેવલપરે નાણાં મોકલવાની તેમની ચુકવણી પદ્ધતિને બેંક સ્ટેટમેન્ટ વડે ચકાસવી પડે તેવું બની શકે છે. તમે અપલોડ કરો છો તે બેંક સ્ટેટમેન્ટ 180 દિવસથી વધુ જૂના ન હોઈ શકે.

  1. payments.google.comમાં સાઇન ઇન કરો.
  2. સબ્સ્ક્રિપ્શન અને સેવાઓ પર ક્લિક કરો.
  3. "Google Play ઍપ” હેઠળ, મેનેજ કરો પર ક્લિક કરો.
  4. “તમે કેવી રીતે ચુકવણી મેળવો છો” હેઠળ, ચુકવણીની પદ્ધતિ ઉમેરો પર ક્લિક કરો.
  5. તમારી ચુકવણી પદ્ધતિ તરીકે તમે જે બેંક એકાઉન્ટ ઉમેર્યું છે, તેને શોધો.
  6. ચકાસો પર ક્લિક કરો.
  7. તમારા બેંક સ્ટેટમેન્ટની કૉપિ અપલોડ કરો. તમે છબી અથવા PDF અપલોડ કરી શકો છો.
    • બેંક સ્ટેટમેન્ટમાંથી સંવેદનશીલ માહિતીને બદલો પણ ખાતરી કરો કે નીચેની માહિતી સ્પષ્ટ રીતે દેખાય છે:
      • બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંક
      • રૂટિંગ નંબર, બેંક કોડ, IFSC કોડ, સૉર્ટ કોડ, SWIFT કોડ અથવા સમાન IDની સંપૂર્ણ વિગતો.
      • તમે વિશ્વના કયા ભાગમાં છો તેના આધારે, બેંક ઓળખ કોડનું અલગ નામ હોઈ શકે છે.

તમે તમારું બેંક સ્ટેટમેન્ટ સબમિટ કરો તે પછી, ચકાસણીમાં થોડા દિવસો લાગી શકે છે.

ચકાસણી સંબંધિત સમસ્યાઓને ઠીક કરવી

ચકાસણી કોડ અને હંગામી હોલ્ડ સાથેની સમસ્યાને ઠીક કરો

જ્યારે તમે ચકાસણી કોડ સાથે ચુકવણી પદ્ધતિ ચકાસવાનો પ્રયાસ કરો ત્યારે સમસ્યાને કેવી રીતે ઠીક કરવી તે શીખો.

દસ્તાવેજ ચકાસણી સાથે સમસ્યા ઠીક કરો

સમસ્યાને ઉકેલવા માટે:

  • જો તમને કોઈ ઇમેઇલ મળે અથવા ભૂલનો મેસેજ મળે: મેસેજમાં આપેલી સૂચના ફૉલો કરો.
  • જો તમને સમસ્યાને ઉકેલવામાં મદદ કરવા માટે અમારી ટીમની મદદની જરૂર હોય તો: અમે તમારી માહિતીનો રિવ્યૂ કર્યા પછી તમારો સંપર્ક કરીશું.

નિષ્ફળ ચકાસણી

જો તમે ચકાસણીમાં નિષ્ફળ જાઓ તો તમને નિર્ણય પછી તરત જ એક ઇમેઇલ પ્રાપ્ત થશે. નિર્ણય સામે અપીલ કરવા માટે, ઇમેઇલમાં આપેલી સૂચનાને અનુસરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10849570644295240392
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false