તમારા ડિવાઇસ સાથે લિંક કરીને તમારા સ્માર્ટ ટીવી પર YouTube જુઓ

તમારા સ્માર્ટ ટીવી પર YouTube જોવાથી તમે વધુ મોટી સ્ક્રીન પર, બહેતર છબી અને અવાજની ક્વૉલિટી સાથે વીડિયો માણી શકો છો. 

તમારા ટીવી પર YouTubeમાં સાઇન ઇન કરવાની રીત

આ લેખમાં તમે તમારા ડિવાઇસને તમારા સ્માર્ટ ટીવી સાથે નીચેની વિવિધ રીતે કેમ લિંક કરવું તે જાણશો:

  • કાસ્ટિંગ: કોઈ YouTube વીડિયોને તમારા ટીવી પર કાસ્ટ કરી તેને વધુ મોટી સ્ક્રીન પર જોવા માટે તમારા ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યૂટરનો ઉપયોગ કરો.
  • જોડાણ બનાવવું: તમારા ટીવી પર YouTube જોતી વખતે, તમારા ફોનમાંથી વીડિયોનું નિયંત્રણ કરવાનું ચાલુ રાખવા માટે તમારા ફોનનું તમારા ટીવી સાથે જોડાણ કરો.
  • ટીવી કોડનો ઉપયોગ કરવો: તમારો ફોન અને ટીવી અલગ-અલગ વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ થયેલા હોય, તો તમે ટીવી કોડનો ઉપયોગ કરીને તેમને લિંક કરી શકો છો અને તમારા ટીવી પર તમારો વીડિયો કાસ્ટ કરી શકો છો. 

જો તમે કનેક્ટ કરવા માટે ટીવી કોડ અથવા કમ્પ્યૂટરનો ઉપયોગ નથી કરતા તો તમારા ફોન અથવા ટૅબ્લેટ પર YouTube ઍપ ડાઉનલોડ કરેલી હોવાની ખાતરી કરો.

નોંધ:

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર YouTube કાસ્ટ કરો

કાસ્ટ સુવિધા ની મદદથી તમે ટીવી પર YouTube અનુભવને નિયંત્રિત કરવા માટે તમારા ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યૂટરનો ઉપયોગ કરી શકો છો. મોબાઇલ ડિવાઇસ અથવા ટૅબ્લેટથી કાસ્ટ કરવા માટે YouTube ઍપ ડાઉનલોડ કરવાની ખાતરી રાખો. તમે મોબાઇલ બ્રાઉઝરમાં youtube.comમાંથી કાસ્ટ ન કરી શકો.

 

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર YouTube કાસ્ટ કરવાની રીત

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ સાથે કનેક્ટ કરો

  1. તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર YouTube ઍપ ખોલો.
  2. તમારા કમ્પ્યુટરને તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસના જ Wi-Fi નેટવર્કથી કનેક્ટ કરો.
  3. તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝરમાંથી youtube.com પર જાઓ.
  4. તમે જે વીડિયો જોવા માગતા હો તે ખોલો અને વીડિયો પ્લેયરમાં કાસ્ટ પર ક્લિક કરો.
  5. તમે જે ડિવાઇસ પર કાસ્ટ કરવા માંગો છો તે પસંદ કરો અને તેને કનેક્ટ થવાની રાહ જુઓ. એકવાર કનેક્ટ થઈ ગયા પછી વીડિયો તમારા ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર ચાલશે.

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસમાંથી ડિસ્કનેક્ટ કરો

  1. કાસ્ટ પર ક્લિક કરો .
  2. ડિસ્કનેક્ટ કરવા માટે કાસ્ટ કરવાનું બંધ કરો પર ક્લિક કરો.
નોંધ: જ્યારે તમે તમારા બ્રાઉઝરમાંથી કાસ્ટ કરો ત્યારે કેટલીક સુવિધાઓ મળતી નથી. વિગતવાર સુવિધાઓનો ઉપયોગ કરવા માટે, YouTube ઍપમાંથી કાસ્ટ કરો.

 

તમારા ફોન અથવા ટૅબ્લેટ સાથે YouTubeનું જોડાણ કરો

જોડાણ બનાવવા થકી તમે તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પરના YouTubeને તમારા ફોન અથવા ટૅબ્લેટ સાથે લિંક કરી શકો છો. ડિવાઇસનું જોડાણ કરવા, તમે તમારા ટીવી અને તમારા ફોન અથવા ટૅબ્લેટ પર સમાન Google એકાઉન્ટ વડે સાઇન ઇન થયેલા હો તે જરૂરી છે.

YouTube જોતી વખતે તમારા ફોન અને ટીવીનું જોડાણ કરવાની રીત

જોડાણ કરો

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ સાથે મોબાઇલ ડિવાઇસનું જોડાણ કરવા માટે:

  1. તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસને ચાલુ કરો.
  2. તમારા મોબાઇલ ડિવાઇસ અથવા ટૅબ્લેટ પર, YouTube ઍપ ખોલો.
    • નોંધ: તમે તમારા ટીવી અને મોબાઇલ ડિવાઇસ પર સમાન Google એકાઉન્ટમાં સાઇન ઇન કરેલું હોવાની ખાતરી કરો.
  3. તમને કહેવામાં આવે ત્યારે, તમારા મોબાઇલ ડિવાઇસનું તમારા ટીવી સાથે જોડાણ કરવા માટે કનેક્ટ કરો પર ટૅપ કરો.
    • જો તમને પૉપ-અપ ન મળે, અથવા તમે તેને આકસ્મિક રીતે કાઢી નાખો, તો કાસ્ટ અથવા ટીવી કોડનો ઉપયોગ કરીને કનેક્ટ કરો.
  4. વીડિયો પ્લેયર તમારા ફોન અથવા ટૅબ્લેટ પરની ઍપમાં ખુલશે, જે દર્શાવે છે કે તમે તમારા ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ સાથે કનેક્ટ થયેલા છો.

જોડાણ તોડો

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસમાંથી મોબાઇલ ડિવાઇસનું જોડાણ તોડવા માટે:

  1. કાસ્ટ કરો પર ટૅપ કરો.
  2. ત્યારબાદ ડિસ્કનેક્ટ કરો પર ટૅપ કરો.

ટીવી કોડનો ઉપયોગ કરીને YouTubeને તમારા ટીવી સાથે કનેક્ટ કરો

તમે તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ સાથે ટીવી કોડનો ઉપયોગ કરીને તમારા ફોન અથવા ટૅબ્લેટને લિંક કરો ત્યારે તમે વાઇ-ફાઇ સાથે કનેક્ટ થયેલા ન હો ત્યારે તમારા ટીવી પર YouTube જોઈ શકો છો. તમારા ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર કન્ટેન્ટ ચલાવવા માટે તમારા ફોન અથવા ટૅબ્લેટનો ઉપયોગ કરો.

ટીવી કોડ કમ્પ્યૂટર સાથે ઉપલબ્ધ નથી. તમે તમારા ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ સાથે કનેક્ટ થવા કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા હો, તો તમારે વિકલ્પ તરીકે કાસ્ટ કરવું જરૂરી છે.

કોડનો ઉપયોગ કરીને YouTubeને તમારા ટીવી સાથે કનેક્ટ કરવાની રીત

ટીવી કોડ વડે ડિવાઇસને લિંક કરો

  1. તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર YouTube ઍપ ખોલો.
  2. સેટિંગ પર જાઓ.
  3. ટીવી કોડ સાથે લિંક પર સ્ક્રોલ કરો. તમારા ટીવી પર વાદળી ટીવી કોડ દેખાશે. આ કોડ માત્ર અંકમાં હશે.
  4. તમારા ફોન અથવા ટૅબ્લેટમાં YouTube ઍપ ખોલો.
  5. કાસ્ટ કરો પર ટૅપ કરો.
  6. ટીવી કોડ વડે લિંક કરો પર ટૅપ કરો.
તમારા ટીવી પર બતાવવામાં આવેલા વાદળી ટીવી કોડને દાખલ કરો અને લિંક કરો પર ટૅપ કરો.

તમારા ડિવાઇસને ડિસ્કનેક્ટ કરો અને ફરીથી કનેક્ટ કરો

એકવાર તમે તમારા ડિવાઇસને ટીવી કોડ વડે લિંક કરી લો તે પછી તમે ડિસ્કનેક્ટ કરી શકો અને તમારા ટીવી પર તમારા ડિવાઇસમાંથી કન્ટેન્ટ ચલાવવા માટે તેમને ફરીથી કનેક્ટ કરી શકો છો.

તમારા ટીવીમાંથી લિંક કરેલા ડિવાઇસને ડિસ્કનેક્ટ કરો

  1. કાસ્ટ કરો પર ટૅપ કરો.
  2. ડિસ્કનેક્ટ કરો પર ટૅપ કરો.

તમારા ટીવી સાથે લિંક કરેલા ડિવાઇસને ફરીથી કનેક્ટ કરો

  1. તમારા સ્માર્ટ ટીવી પર YouTube શરૂ કરો.
  2. તમારા ફોન અથવા ટૅબ્લેટમાં YouTube ઍપ ખોલો.
  3. તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
  4. સેટિંગ પર ટૅપ કરો.
  5. સામાન્ય પર ટૅપ કરો.
  6. ટીવી પર જુઓ પર ટૅપ કરો.
  7. અગાઉ લિંક કરેલા ટીવી ડિવાઇસને શોધો અને લિંક કરો પર ક્લિક કરો.

ટીવી કોડ સાથે લિંક કરેલા ડિવાઇસને અનલિંક કરો

જો તમે હવે તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ સાથે તમારા ફોન અથવા ટૅબ્લેટનો ઉપયોગ કરવા માગતા ન હો તો તમે તેમને અનલિંક કરી શકો છો. એકવાર ડિવાઇસ કાઢી નાખવામાં આવે પછી તમારે ડિવાઇસને ફરીથી લિંક કરવા માટે નવા કોડનો ઉપયોગ કરવો પડશે.

લિંક કરેલા ડિવાઇસને દૂર કરવા તમે આનો ઉપયોગ કરી શકો છો:

  • સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ અથવા
  • ફોન અથવા ટૅબ્લેટ

તમે ડિવાઇસને અલગ-અલગ અનલિંક કરી શકો છો. એક ડિવાઇસને અનલિંક કરવાથી બધા લિંક કરેલા ડિવાઇસ દૂર થઈ જશે.

તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર અનલિંક કરો

  1. તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર YouTube ઍપ ખોલો.
  2. સેટિંગ પર જાઓ.
  3. લિંક કરેલા ડિવાઇસ પસંદ કરો.
  4. બધા ડિવાઇસને એકસાથે અનલિંક કરવા માટે બધા ડિવાઇસને અનલિંક કરો પસંદ કરો.

તમારા ફોન અથવા ટૅબ્લેટ પર અનલિંક કરો

  1. તમારા ફોન અથવા ટૅબ્લેટમાં YouTube ઍપ ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
  3. સેટિંગ પર ટૅપ કરો.
  4. સામાન્ય પર ટૅપ કરો.
  5. ટીવી પર જુઓ પર ટૅપ કરો.
  6. ડિવાઇસ ડિલીટ કરો પર ટૅપ કરો.
  7. લિંક કરેલા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસને કાઢી નાખવા માટે ડિલીટ કરો પર ટૅપ કરો.

 તમારા સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર YouTube બ્રાઉઝ કરો

રિમોટ તરીકે YouTube ઍપનો ઉપયોગ કરો

  1. કાસ્ટ કરો પર ટૅપ કરો.
  2. રિમોટ પર ટૅપ કરો.
  3. તમારા કાસ્ટ અનુભવને નિયંત્રિત કરવા માટે સ્ક્રીન પરના રિમોટનો ઉપયોગ કરો.

તમારા સ્માર્ટ ટીવીના રિમોટનો ઉપયોગ કરો

  • તમારા કાસ્ટ અનુભવને નિયંત્રિત કરવા માટે તમારા ટીવી રિમોટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. મોટાભાગના ટીવી રિમોટ વધારાના સેટઅપ વિના સપોર્ટ કરે છે.
  • જો તમારું રિમોટ કામ કરતું ન હોય તો તમારા સ્માર્ટ ટીવી માટે સૂચના મેન્યુઅલમાં તપાસો કે તે CECને સપોર્ટ કરે છે કે કેમ. જો એમ હોય, તો CEC ચાલુ કરવા માટે મેન્યુઅલમાં આપેલી સૂચનાઓને અનુસરો અને કાસ્ટ અનુભવને નિયંત્રિત કરવા માટે તમારા રિમોટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

તમારા કાસ્ટને સંચાલિત કરવા માટે વૉઇસ નિયંત્રણનો ઉપયોગ કરો

  1. YouTube ઍપમાં વીડિયો ખોલો.
  2. કાસ્ટ કરો પર ટૅપ કરો.
  3. માઇક્રોફોન  પર ટૅપ કરો.
  4. તમારા કાસ્ટ અનુભવને નિયંત્રિત કરવા માટે તમારા ડિવાઇસમાં બોલો.

બધા ડિવાઇસ પર વૉઇસ નિયંત્રણ ઉપલબ્ધ નથી.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8348543383765178105
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false