તમને ગમતા કલાકારનું મ્યુઝિક શોધો

તમે મ્યુઝિક કલાકારોને સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને તેમના નવીનતમ મ્યુઝિક, વીડિયો અને ટૂર પર અપડેટ રહેવા માટે તેમની ચૅનલમાંથી નોટિફિકેશન મેળવી શકો છો.

કલાકારને સબ્સ્ક્રાઇબ કરો

તમે આ પગલાંને અનુસરીને YouTube પર અન્ય નિર્માતાની જેમ કલાકારને સબ્સ્ક્રાઇબ કરી શકો છો:

  1. YouTube પર સાઇન ઇન કરો
  2. તમને ગમતા કલાકારના વીડિયો પર જાઓ.
  3. વીડિયો પ્લેયર હેઠળ, સબ્સ્ક્રાઇબ કરો પર ક્લિક કરો અથવા ટૅપ કરો.

એકવાર તમે સબ્સ્ક્રાઇબ કરી લો, પછી કલાકાર દ્વારા પબ્લિશ કરવામાં આવેલા કોઈપણ નવા વીડિયો તમારા સબ્સ્ક્રિપ્શન ફીડમાં દેખાશે. ચૅનલ પર સબ્સ્ક્રાઇબ કરવા વિશે જાણો. તમે ચેનલ પેજ પર કલાકારને સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો.

એક કલાકાર પાસે હોઈ શકે તેવા ચૅનલના પ્રકાર

એક કલાકાર YouTube પર એક કરતાં વધુ પ્રકારની ચૅનલ ધરાવી શકે છે:

  • કલાકાર પોતે જ મેનેજ કરે તેવી ચૅનલ.
  • ભાગીદાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી ચૅનલ, જે YouTube Music વિતરણ માટે ના ભાગીદાર (જેમ કે રેકોર્ડ લેબલ) દ્વારા સંચાલિત થાય છે.
  • ટૉપિક ચૅનલ, જે YouTube ઑટોમૅટિક જનરેટ કરે છે. આ ચૅનલનું શિર્ષક "કલાકારનું નામ - ટૉપિક" છે અને ચૅનલના વિશે વિભાગમાં "YouTube દ્વારા ઑટોમૅટિક -જનરેટેડ" કહે છે. નીચે કલાકારો માટે ઑટોમૅટિક જનરેટ થયેલી ટૉપિક ચૅનલ વિશે જાણો.
  • એક આધિકારિક કલાકાર ચૅનલ મ્યુઝિક નોંધ, કલાકારના મ્યુઝિક અને તેમની તમામ વિવિધ YouTube ચૅનલમાંથી વીડિયોનો સંગ્રહ. તમે YouTube પર કલાકારને શોધીને કલાકારની આધિકારિક કલાકાર ચૅનલ (OAC) શોધી શકો છો. તમે કલાકારનો આધિકારિક મ્યુઝિક વીડિયો જોઈને તેમનું OAC પણ શોધી શકો છો. આધિકારિક કલાકાર ચૅનલ વિશે જાણો.

જો તમે પહેલાથી જ કોઈ કલાકારની ટૉપિક ચૅનલ અથવા પાર્ટનર દ્વારા પ્રદાન કરેલી ચૅનલ સબ્સ્ક્રાઇબ કરેલી હોય તો તમે ઑટોમૅટિક રીતે તેમની આધિકારિક કલાકાર ચૅનલ બની જાય પછી સબ્સ્ક્રાઇબ થઈ જશો. ત્યારબાદ કલાકારની આધિકારિક કલાકાર ચૅનલ પરથી નોટિફિકેશન મોકલવામાં આવશે. નીચે કલાકારોના નોટિફિકેશન વિશે જાણો.

એકવાર કલાકારની આધિકારિક કલાકાર ચૅનલ પર સબ્સ્ક્રાઇબ થઈ ગયા પછી, તેમની ટૉપિક ચૅનલ અને ભાગીદાર દ્વારા પ્રદાન કરાયેલી ચૅનલ પરના તમારા સબ્સ્ક્રિપ્શન્સ નિષ્ક્રિય થઈ જશે. આનો અર્થ એ છે કે તે હવે તમારી સબ્સ્ક્રિપ્શન સૂચિમાં રહેશે નહીં. તમે હજી પણ શોધમાં કલાકારની ટૉપિક ચૅનલ અથવા ભાગીદાર દ્વારા પ્રદાન કરેલી ચૅનલ શોધી શકો છો, પરંતુ આ ચૅનલમાં હવે સબ્સ્ક્રાઇબ બટન રહેશે નહીં.

હંમેશની જેમ, તમે આધિકારિક કલાકાર ચૅનલ સહિત, તમે સબ્સ્ક્રાઇબ કરેલી કોઈપણ ચૅનલ માટે તમારા સબ્સ્ક્રિપ્શન્સનું સંચાલન કરી શકો છો.

કલાકાર તરફથી નોટિફિકેશન

એકવાર તમે ચૅનલ સબ્સ્ક્રાઇબ કરી લો, પછી જ્યારે ચૅનલ નવા વીડિયો પબ્લિશ કરે ત્યારે તમને નોટિફિકેશન મળવાનું શરૂ થઈ શકે છે. ડિફૉલ્ટ તરીકે, અમે તમને ચૅનલમાંથી ફક્ત હાઇલાઇટ મોકલીશું. તમારા નોટિફિકેશન મેનેજ કેવી રીતે કરવા તે જાણો.

જો કોઈ કલાકારની આધિકારિક કલાકાર ચૅનલ હોય, તો તમને તમારા સબ્સ્ક્રિપ્શન ફીડમાં માત્ર તેમની આધિકારિક ચૅનલમાંથી જ નોટિફિકેશન મળશે.

તમને આધિકારિક કલાકાર ચૅનલમાંથી જે પ્રકારના નોટિફિકેશન મળશે તે કલાકારની અન્ય ચૅનલ માટે તમારી પાસે રહેલી નોટિફિકેશન પસંદગીઓ પર આધારિત છે:

  • જો તમે આધિકારિક કલાકાર ચૅનલ પર બેલનું નોટિફિકેશન સેટ કર્યું હશે તો અન્ય ચૅનલ પર તમારા સેટિંગને ધ્યાનમાં લીધા વિના તમને બેલના નોટિફિકેશન મળશે. 
  • જો તમે આધિકારિક કલાકાર ચૅનલ પર હાઇલાઇટ સેટ કરી હશે, તો અન્ય ચૅનલ પર તમારા સેટિંગને ધ્યાનમાં લીધા વિના તમને હાઇલાઇટ મળશે. 
  • જો તમારી પાસે આધિકારિક કલાકાર ચૅનલ પર કોઈ અન્ય નોટિફિકેશનના સેટિંગ હોય, અને તમારી પાસે બેલનું નોટિફિકેશન હોય અથવા પાર્ટનર દ્વારા આપવામાં આવેલી ચૅનલ પર કોઈ નોટિફિકેશન સેટ ન હોય, તો આધિકારિક કલાકાર ચૅનલને પાર્ટનર દ્વારા આપવામાં આવેલી ચૅનલમાંથી નોટિફિકેશનના સેટિંગ મળશે.
  • ટૉપિક ચૅનલની પસંદગીઓ આધિકારિક કલાકાર ચૅનલ માટે નોટિફિકેશન સેટિંગને અસર કરતી નથી.

કલાકારો માટે ઑટોમૅટિક જનરેટ થયેલી ટૉપિક ચૅનલ

તમે શોધમાં ટૉપિક ચૅનલ અને આધિકારિક કલાકાર ચૅનલ બંને જોઈ શકો છો. કલાકારની ટૉપિક ચૅનલ YouTube દ્વારા ઑટોમૅટિક જનરેટ કરવામાં આવે છે અને તેનું શિર્ષક "કલાકારનું નામ - ટૉપિક" છે. જો કોઈ કલાકાર પાસે આધિકારિક કલાકાર ચૅનલ ન હોય તો તમે તેમની ટૉપિક ચૅનલ પર સબ્સ્ક્રાઇબ કરી શકો છો. તેનાથી તમારી સબ્સ્ક્રિપ્શન્સ સૂચિમાં ટૉપિક ચૅનલ ઉમેરાશે પરંતુ તમારા સબ્સ્ક્રિપ્શન્સ ફીડમાં કોઈપણ વીડિયો ઉમેરાશે નહીં. તમને ટૉપિક ચૅનલ તરફથી નોટિફિકેશન મળશે નહીં.

જો તમે ટૉપિક ચૅનલ ધરાવતા કલાકાર હો તો અમે આધિકારિક કલાકાર ચૅનલ કરવાનું સૂચન આપીએ છીએ.

 

કોઈ કલાકાર માટે ટૉપિક ચૅનલ ઑટોમૅટિક રીતે ક્યારે જનરેટ કરવી તે YouTube કેવી રીતે નક્કી કરે છે?

જ્યારે કોઈ કલાકારની YouTube પર નોંધપાત્ર હાજરી હોય ત્યારે તેમના માટે ટૉપિક ચૅનલ બનાવવામાં આવે છે. જો કોઈ કલાકાર પાસે ટૉપિક ચૅનલ ન હોય, તો તેનાં આ કારણો હોઈ શકે છે:

  • કલાકાર તરફથી માત્ર થોડા જ વીડિયો મુકવામાં આવ્યા છે.
  • કલાકારના વીડિયોના બહુ વ્યૂ નથી.
  • કલાકારના વીડિયો YouTubeના ગુણવત્તાના સ્ટૅન્ડર્ડને પૂર્ણ કરતા નથી.
કલાકારની ટૉપિક ચૅનલમાં કયું કન્ટેન્ટ જાય છે તે YouTube કેવી રીતે નક્કી કરે છે?

ઍલ્ગોરિધમનો ઉપયોગ કરીને, YouTube વીડિયોમાં કેન્દ્રીય ટૉપિક શોધી કાઢે છે અને તે માહિતીનો ઉપયોગ કલાકાર માટે વીડિયો સંગ્રહ વિકસાવવા માટે કરે છે. ટૉપિક ચૅનલમાં કલાકાર ચૅનલનું કન્ટેન્ટ તેમજ વપરાશકર્તા દ્વારા જનરેટ કરેલું કન્ટેન્ટ શામેલ હોઈ શકે છે. આ ચૅનલ YouTube તરફથી કોઈ સંપાદકીય અભિપ્રાય વ્યક્ત કરતી નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9357581950171701903
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false