જો તમે YouTubeને જણાવો કે તમને વીડિયો ચલાવવામાં સમસ્યાઓ આવી રહી છે, તો અમે તમારી ડિબગ માહિતી અથવા "અભ્યાસુ માટેનાં આંકડા" વિશે પૂછી શકીએ છીએ. આ માહિતી અમને તમારી સમસ્યાનું નિવારણ કરવામાં સહાય કરે છે. ડિબગ માહિતીમાં અને "અભ્યાસુ માટેનાં આંકડા"માં વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી કોઈ માહિતી શામેલ હોતી નથી, પણ તે તમારા ડિવાઇસ અને તમે જુઓ છો તે વીડિયો વિશેની અમુક વિગતો બતાવે છે. કેટલીક વિગતોમાં આ શામેલ છે પણ આના સુધી મર્યાદિત નથી:
- ડિવાઇસ (નિર્માતા, મૉડલ અને OS વર્ઝન)
- વીડિયો ID (ચલાવવામાં આવતા વીડિયોની લિંક)
- CPN (વર્તમાન પ્લેબૅક માટે મોટેભાગે વિશિષ્ટ રેન્ડમ ઓળખકર્તા)
- બૅન્ડવિડ્થની વિગતો
અભ્યાસુ માટેનાં આંકડા
- જ્યારે વીડિયો ચલાવવામાં આવતો હોય, ત્યારે સેટિંગ પસંદ કરો.
- જે મેનૂ ખુલે તેમાં, અભ્યાસુ માટેનાં આંકડા ચાલુ કરો અથવા પસંદ કરો.
- પ્લેયર પર બતાવેલા અભ્યાસુ માટેનાં આંકડા જોવા માટે વીડિયો પર પાછા જાઓ.
- અભ્યાસુ માટેનાં આંકડા શેર કરવા માટે, તેનો સ્પષ્ટ ફોટો લો.
અભ્યાસુ માટેનાં આંકડા બંધ કરવા માટે, વધુ પર પાછા જઈને તેને બંધ કરો.
કાસ્ટ કરતી વખતે પણ અભ્યાસુ માટેનાં આંકડાની સુવિધાને સપોર્ટ કરવામાં આવે છે. તમારા મોબાઇલ ડિવાઇસ પર અભ્યાસુ માટેનાં આંકડા ચાલુ કરો (સૂચનાઓ નીચે આપેલી છે) અને તે કાસ્ટ સત્રમાં સ્ક્રીન પર દેખાશે.
YouTube ઍપ અથવા મોબાઇલ સાઇટ માટે નીચેની સૂચનાઓને અનુસરો.
YouTube ઍપ
અભ્યાસુ માટેનાં આંકડા
- એકાઉન્ટના આઇકન પર ટૅપ કરો.
- સેટિંગ પર જાઓ, પછી સામાન્ય પર ટૅપ કરો.
- અભ્યાસુ માટેનાં આંકડા ચાલુ કરોની બાજુમાં, ચાલુ કે બંધ કરો પર ટૅપ કરો.
- વીડિયો પર જાઓ અને તેને ચલાવો, પછી વધુ પર ટૅપ કરો.
- આંકડાના પલ્સ આઇકન પર ટૅપ કરો.
- અભ્યાસુ માટેનાં આંકડા શેર કરવા માટે તેનો સ્ક્રીનશૉટ લો.
જો તમે સેટિંગમાં અભ્યાસુ માટેનાં આંકડા ચાલુ નહીં કરો, તો જ્યારે તમે વધુ પર ટૅપ કરશો, ત્યારે તમને તે જોવા મળશે નહીં.
ડિબગ માહિતી
નોંધ: ડિબગ માહિતી મેળવવા માટે, અભ્યાસુ માટેનાં આંકડા ચાલુ હોવા જરૂરી છે.
- વીડિયો પર જાઓ અને તેને ચલાવો, પછી વધુ પર ટૅપ કરો.
- આંકડાના પલ્સ આઇકન પર ટૅપ કરો.
- માહિતી કૉપિ કરવા માટે, ડિબગ માહિતી કૉપિ કરો પર ટૅપ કરો.
- ડિબગ માહિતી શેર કરવા માટે, તેને તમારા ડિવાઇસમાંથી પેસ્ટ કરો.
મોબાઇલ સાઇટ
- પ્લેયર પર ટૅપ કરીને દબાવી રાખો.
- જે મેનૂ ખુલે તેમાંથી, અભ્યાસુ માટેનાં આંકડા પસંદ કરો.
- "અભ્યાસુ માટેનાં આંકડા" શેર કરવા માટે તેનો સ્ક્રીનશૉટ લો.