અમુક વીડિયો માટેની મર્યાદિત સુવિધા

દ્વેષયુક્ત ભાષણને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. ચોક્કસ વિશેષતાના આધારે વ્યક્તિ અથવા ગ્રૂપ વિરુદ્ધ હિંસા અથવા નફરતને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટને અમે કાઢી નાખીએ છીએ. YouTube હિંસક ગુનેગાર સંગઠનોના વખાણ, પ્રચાર અથવા મદદ કરવાના હેતુવાળા કન્ટેન્ટને પણ મંજૂરી આપતું નથી.

જે કન્ટેન્ટ અમારી પૉલિસીનું ઉલ્લંઘન કરતું ન હોય પરંતુ તે દૂર કરવાની રેખાની નજીક હોય/કેટલાક દર્શકો માટે અપમાનજનક હોય તો કેટલીક સુવિધાઓ બંધ થઈ શકે છે.

કન્ટેન્ટ YouTube પર ઉપલબ્ધ રહેશે, પરંતુ જોવાના પેજમાં હવે આ હશે નહીં:

  • કૉમેન્ટ
  • સૂચવેલા વીડિયો
  • પસંદ

જોવાનું પેજ પણ ચેતવણીના મેસેજની પાછળ મૂકવામાં આવશે. આ વીડિયો જાહેરાત માટે પણ પાત્ર નથી. સુવિધાઓ બંધ કરવાથી તમારી ચૅનલ પર સ્ટ્રાઇક ઉમેરાશે નહીં.

જો તમારા વીડિયોમાંથી કોઈ એકમાં સુવિધા બંધ હોય, તો અમે તમને જણાવવા માટે ઇમેઇલ મોકલીશું. તમે સીધા જ ઇમેઇલની લિંક પરથી અથવા અપીલ પ્રક્રિયાને અનુસરીને નિર્ણય સામે અપીલ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10210483246030467141
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false