તમે જે વીડિયોમાંથી કમાણી કરવાની પ્રક્રિયા કરતા હો તેમાં જાહેરાતો કેવી રીતે દેખાય છે

નિર્માતાની આવકમાં વધારો કરવા માટે, અમે તમારા વીડિયોની પહેલાં અથવા પછી બતાવવામાં આવતી જાહેરાતના ફૉર્મેટ માટેની પસંદગીઓ સરળ બનાવી છે. અમે શરૂઆતની જાહેરાતો, છેવટે બતાવવામાં આવતી જાહેરાતો, છોડી શકવા યોગ્ય અને છોડી ન શકાતી જાહેરાતો માટે વ્યક્તિગત જાહેરાતની પસંદગીઓ કાઢી નાખી છે. હવે, જ્યારે તમે લાંબી અવધિના નવા વીડિયો માટે જાહેરાતો ચાલુ કરો છો, ત્યારે યોગ્ય સમયે અમે તમારા દર્શકોને શરૂઆતની જાહેરાતો, છેવટે બતાવવામાં આવતી જાહેરાતો, છોડી શકવા યોગ્ય અથવા છોડી ન શકાતી જાહેરાતો બતાવીએ છીએ. આ ફેરફાર સુઝાવ આપેલી શ્રેષ્ઠ પદ્ધતિને જાહેરાતના બધા ફૉર્મેટ પર ચાલુ કરે છે, જે દરેક જણ માટે સ્ટૅન્ડર્ડ છે. વીડિયોના મધ્યભાગની જાહેરાતો માટેની તમારી પસંદગીઓમાં કોઈ ફેરફાર થયો નથી. અમે લાંબી અવધિના હાલના વીડિયો માટે તમારી જાહેરાતની પસંદગીઓ પણ જાળવી રાખી છે, સિવાય કે તમે કમાણી કરવાની પ્રક્રિયાના સેટિંગ બદલ્યા હોય.

જ્યારે તમે તમારી ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો, ત્યારે તમે જોવાના પેજ પર કે Shorts ફીડમાં જાહેરાતો બતાવીને આવકની વહેંચણી થાય તે પસંદ કરી શકો છો. જાહેરાતો જાહેરાતની હરાજી, Google Ad Manager અને YouTube દ્વારા વેચાતા અન્ય સૉર્સ મારફત બતાવી શકો છો. એકવાર તમે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો, તે પછી જાહેરાતો દેખાવામાં થોડો સમય લાગી શકે છે.

તમારા વીડિયોમાંની જાહેરાતો તમારા વીડિયોના મેટાડેટા જેવા સંદર્ભ પર અને કન્ટેન્ટ જાહેરાત માટે અનુકૂળ છે કે નહીં તેના આધારે ઑટોમૅટિક રીતે પસંદ થાય છે.

અમે તમારા વીડિયોમાં સૌથી સુસંગત જાહેરાતો આપવા માટે નિયમિતપણે અમારી સિસ્ટમનું નિરીક્ષણ અને તેને અપડેટ કરીએ છીએ. જોકે, અમે તમારા વીડિયોમાં દેખાતી દરેક જાહેરાતનું મેન્યુઅલી નિયંત્રણ નથી કરતા, તેથી અમે અમુક ચોક્કસ જાહેરાત બતાવીશું એવી ગૅરંટી અમે આપી શકતા નથી.

વીડિયો કે જેમાંથી કમાણી કરવામાં આવતી હોય તેમાં હંમેશાં જાહેરાતો નહીં દેખાય. જોતી વખતે જાહેરાત હંમેશાં ઉપલબ્ધ ન પણ હોય. જો તમે માનતા હો કે જાહેરાતો સંબંધિત કોઈ સમસ્યા છે, તો તમારા વીડિયોમાં જાહેરાતો ન દેખાવાનું કારણ જાણો.

ભાગીદારે વેચેલી જાહેરાતોનો પ્રોગ્રામ શું છે?

વર્ષ 2010થી, YouTube દ્વારા ગણતરીના પાર્ટનરને તેઓ YouTube પર જે કન્ટેન્ટ મૂકે તેના માટે જાહેરાતો વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આ જાહેરાતો "ભાગીદારે વેચેલી જાહેરાતોનો પ્રોગ્રામ" કહેવાય છે. ભાગીદારે વેચેલી જાહેરાતોના પ્રોગ્રામ માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, સંસ્થાઓએ સમગ્ર વિવિધ પ્લૅટફૉર્મ પર કન્ટેન્ટનું વિતરણ કરવું અને તેમના વીડિયોના બદલામાં જાહેરાતો વેચવા માટે તેમની પાસે કંપનીનું (સેલ્સ સહિત) ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે.

ભાગીદારે વેચેલી જાહેરાતોના પ્રોગ્રામ માટે, ભાગીદારો તેમની માલિકીના કન્ટેન્ટ પર જાહેરાત આપવા માટે જાહેરાતકર્તાઓ સાથે પ્રત્યક્ષ રીતે કામ કરે છે. જાહેરાતકર્તાઓ આ ભાગીદારો પાસેથી જાહેરાતો ખરીદે છે, જેથી જાહેરાતો અમુક વિશિષ્ટ કન્ટેન્ટ પર દેખાય. આનો અર્થ છે કે ભાગીદારે વેચેલી જાહેરાતોનો પ્રોગ્રામ એ વીડિયો પર પણ દેખાઈ શકે છે જેને YouTubeની માન્યતા હોય કે તે "મોટા ભાગના જાહેરાતકર્તાઓ માટે ઉચિત નથી". આ પાર્ટનર જાહેરાતકર્તાઓ સાથે પ્રત્યક્ષ રીતે કામ કરીને જાહેરાતની પ્લેસમેન્ટ માટે પૂરી જવાબદારી લે છે. તેઓ એવા કન્ટેન્ટ પર જાહેરાત મૂકવાની જવાબદારી લે છે જેના માટે જાહેરાતકર્તાઓ બ્રાંડની અનૂકુળતા ન વિચારતા હોય.

પાર્ટનર કરૂણ ઘટનાઓ સંબંધિત કન્ટેન્ટ માટે જાહેરાતો નથી વેચી શકતા.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9505246445847303351
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false