સબ્સ્ક્રાઇબર નોટિફિકેશનની સમસ્યાઓ ઉકેલો

બાળકોના ઑનલાઇન પ્રાઇવસી સુરક્ષા કાયદા (COPPA) અને અન્ય કાયદાનું પાલન કરવા માટે, “બાળકો માટે બનાવાયેલું” તરીકે સેટ કરેલા કન્ટેન્ટ માટે નોટિફિકેશન બંધ કરેલા છે. તમારું ઑડિયન્સ સેટ કરવા વિશે અને આમ ચોક્સાઇપૂર્વક કરવું શા માટે મહત્ત્વનું છે તે વિશે વધુ જાણો.

નોટિફિકેશન બાબતે સમસ્યા નિવારણ

  1. દર્શકોને તેમના સેટિંગ ચેક કરવાનું કહો. નોટિફિકેશનને લગતી લગભગ બધી સમસ્યાઓ દર્શકોના નોટિફિકેશનના સેટિંગને કારણે થતી હોય છે. દર્શકોને નોટિફિકેશન ન મળતા હોય તો તેમને નોટિફિકેશન સમસ્યાનિવારકનો ઉપયોગ કરવાનું કહો.
  2. વીડિયો અપલોડ કરતી વખતે સબ્સ્ક્રાઇબરને નોટિફિકેશન મોકલો. વીડિયો અપલોડ કરતી વખતે, "વિગતવાર સેટિંગ" ટૅબ પર "સબ્સ્ક્રિપ્શન ફીડ પર પબ્લિશ કરો અને સબ્સ્ક્રાઇબરને નોટિફિકેશન મોકલો"ની બાજુમાં આપેલું બૉક્સ ચેક કરેલું રાખો.
  3. છેલ્લા 24 કલાકમાં તમે કેટલી વાર પોસ્ટ કર્યું છે તે ચેક કરો. દર્શકો 24 કલાકના સમયગાળામાં દરેક ચૅનલમાંથી વીડિયોના મહત્તમ 3 નવા નોટિફિકેશન મેળવી શકે છે. નોટિફિકેશનની મર્યાદાઓ વિશે નીચે વધુ વાંચો.
  4. એક સાથે ખૂબ વધારે વીડિયો પબ્લિશ કરવાનું ટાળો. ટૂંકા સમયગાળામાં તમે 3 કરતાં વધુ વીડિયો પબ્લિશ કરો, તો અમે 24 કલાક માટે હંગામી ધોરણે નોટિફિકેશન મોકલવાનું અટકાવી દઈએ તેમ બની શકે. એક સાથે ખૂબ વધારે વીડિયો પબ્લિશ કરવાથી સબ્સ્ક્રાઇબર અને અમારી નોટિફિકેશન સિસ્ટમ, બંને પર બોજો આવી શકે છે. બધામાંથી માત્ર 1 વીડિયો માટે નોટિફિકેશન મોકલવાનું નાપસંદ કરાયું હોય તો પણ આ હોલ્ડ લાગુ થઈ શકે છે. તમે એકસાથે થોડા વીડિયો અપલોડ કરતા હો, તો તેમને પહેલા "ખાનગી" તરીકે અપલોડ કરવાનો પ્રયાસ કરો. પછી તમે વિવિધ સમયે એક-એક વીડિયો પબ્લિશ કરી શકો.
  5. પબ્લિશ કર્યા બાદ વીડિયોને સાર્વજનિક રાખો. બધા નોટિફિકેશન મોકલવામાં સામાન્ય રીતે 10–20 મિનિટનો સમય લાગતો હોય છે. તમે તમારા વીડિયોને પબ્લિશ કર્યા બાદ તરત જ તેનું પ્રાઇવસી સેટિંગ બદલીને "ખાનગી" કરી નાંખો, તો અમે નોટિફિકેશન મોકલવાનું અટકાવી દઈશું. 
  6. તમારો વીડિયો પબ્લિશ થયાની તરત પહેલાં તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે કે કેમ તે ચેક કરો.. આ પરિસ્થિતિઓમાં, અમે બધા યોગ્યતા ધરાવતા સબ્સ્ક્રાઇબરને જણાવીશું, પરંતુ રિપોર્ટિંગમાં થયેલા વિલંબને કારણે 100% કરતાં ઓછા સબ્સ્ક્રાઇબરને જાણ થઈ હોય તેમ બની શકે.
  7. જાણીતી સમસ્યાઓ બાબતે ચેક કરો. જૂજ કિસ્સાઓમાં નોટિફિકેશન ડિલિવર કરવામાં સમસ્યાઓ આવી હોય તેમ બની શકે. આ સમસ્યાઓ થઈ રહી છે કે કેમ તે જાણવા માટે, સહાયતા કેન્દ્રનો જાણીતી સમસ્યાઓનો વિભાગ અથવા TeamYouTube Twitter હૅન્ડલ ચેક કરો.
  8. પ્રતિસાદ મોકલો. તમે ઉપરનું બધું ચેક કરી લીધું હોય અને તેમ છતાં સબ્સ્ક્રાઇબરને હજુ નોટિફિકેશન મળતા ન હોય, તો અમને પ્રતિસાદ મોકલો.

Notification - Backstage at YouTube

સામાન્ય પ્રશ્નો

હું સબ્સ્ક્રાઇબરને કેટલી વાર નોટિફિકેશન મોકલી શકું?

  • દર્શકો 24 કલાકના સમયગાળામાં દરેક ચૅનલમાંથી મહત્તમ 3 નોટિફિકેશન મેળવી શકે છે. આ નોટિફિકેશનમાં વીડિયો અપલોડ, લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયરનો સમાવેશ થાય છે.
  • 3 દિવસના સમયગાળામાં તમે માત્ર 1 સમુદાય પોસ્ટનું નોટિફિકેશન મોકલી શકો છો.

નવા વીડિયો પર નોટિફિકેશનની આ મર્યાદાઓ શા માટે છે?

નોટિફિકેશન દર્શકોને તેમના મનપસંદ નિર્માતા વિશે જાણવામાં સહાય કરે છે. દર્શકોને ખૂબ વધારે નોટિફિકેશન મળે, ત્યારે તેઓ મોટે ભાગે નોટિફિકેશન બિલકુલ બંધ જ કરી દેતા હોય છે, જેની અસર બધા નિર્માતાઓ પર પડે છે. નોટિફિકેશન પર દર 24 કલાકના સમયગાળામાં ચૅનલ દીઠ વીડિયોના 3 નવા નોટિફિકેશનની મર્યાદા રાખવાથી દર્શકોને YouTube પર લાંબા ગાળા સુધી સક્રિય રાખવામાં સહાય મળે છે.

અમુક સબ્સ્ક્રાઇબરને હું મારો વીડિયો પબ્લિશ કરું તેના કલાકો પછી શા માટે નોટિફિકેશન મળે છે?

મનગમતા બનાવેલા નોટિફિકેશન દરેક વ્યક્તિગત સબ્સ્ક્રાઇબરને શ્રેષ્ઠ સમયે મોકલવામાં આવે છે. આ સેટિંગનો અર્થ એવો થઈ શકે કે પોતાના નોટિફિકેશનને "મનગમતા બનાવેલા" પર સેટ કરેલા અમુક સબ્સ્ક્રાઇબરને તેમના નોટિફિકેશન તમારો વીડિયો પબ્લિશ કર્યાના કલાકો પછી મળે. અમે ડિલિવરીનો એવો સમય સેટ કરીએ છીએ કે જે સમયે સબ્સ્ક્રાઇબર નોટિફિકેશન જોયા પછી તમારો વીડિયો જુએ તેવી સૌથી વધુ શક્યતા હોય.
બધા નોટિફિકેશન મેળવવાનું પસંદ કર્યું હોય તેવા સબ્સ્ક્રાઇબરને સામાન્ય રીતે તમે નવી વીડિયો પબ્લિશ કરો તેની મિનિટોમાં જ જણાવી દેવાતું હોય છે.

"મનગમતા બનાવેલા" નોટિફિકેશનનો અર્થ શું થાય?

"મનગમતા બનાવેલા"ની વ્યાખ્યા દરેક વ્યક્તિ પ્રમાણે જુદી હોય છે. દરેક દર્શકના જોવાયાના ઇતિહાસ, તેમનો ચૅનલમાંથી વીડિયો જોવાનો સમય, અમુક વીડિયોની લોકપ્રિયતાનું પ્રમાણ અને તેઓ નોટિફિકેશન ક્યારે ખોલે છે તેના આધારે તે દરેક માટે કસ્ટમાઇઝ કરાતા હોય છે.

YouTubeમાં "મનગમતું બનાવવા"નું સેટિંગ શા માટે છે? બધા નોટિફિકેશન શા માટે મોકલી ન દેવા?

મોટા ભાગના દર્શકોને બધા નોટિફિકેશન મેળવવા નથી હોતા. સબ્સ્ક્રાઇબરને તેમને મળતા નોટિફિકેશનની સંખ્યાનો બોજો લાગે, તો તેઓ નોટિફિકેશન મેળવવાનું બિલકુલ બંધ કરી દે તેમ બની શકે. 
મનગમતા બનાવાયેલા નોટિફિકેશનને કારણે વપરાશકર્તાઓને તમારી ચૅનલ માટેના અથવા બધી ચૅનલ માટેના બધા નોટિફિકેશન બંધ કરતા અટકાવવામાં સહાય રહે છે. તેના થકી દર્શકોને લાંબા ગાળા સુધી નોટિફિકેશન સાથે વધુ સંકળાયેલા રાખવામાં સહાય રહે છે.
"મનગમતા બનાવવા"ની સુવિધા ધરાવતા સબ્સ્ક્રાઇબર તમારી ચૅનલ માટે મૂલ્યવાન તો છે જ. આ સબ્સ્ક્રાઇબરને તમે અપલોડ કરેલો દરેક વીડિયો તેમના સબ્સ્ક્રિપ્શન ફીડમાં દેખાશે. આ સેટિંગ તમારા વીડિયોને YouTube પરના અન્ય લાખો વીડિયોથી અલગ તારવે છે. 

લાઇવ સ્ટ્રીમ નોટિફિકેશન કેવી રીતે કામ કરે છે?

વીડિયો અપલોડની જેમ જ, તમારા લાઇવ સ્ટ્રીમ માટેના નોટિફિકેશન એવા સબ્સ્ક્રાઇબરને મોકલાય છે જેમણે:
  1. તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" ચાલુ કરેલા હોય અને 
  2. તેમના એકાઉન્ટ અને ડિવાઇસ માટે YouTube નોટિફિકેશન ચાલુ કરેલા હોય 

તમે એન્કોડરનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમારું લાઇવ સ્ટ્રીમ સાર્વજનિક બનાવાય અને તમે લાઇવ હોવાની અમને જાણ થાય તે પછી નોટિફિકેશન આ સબ્સ્ક્રાઇબરને મોકલાય છે. ઉદાહરણ તરીકે, જો તમારું લાઇવ સ્ટ્રીમ સાર્વજનિક હોય પણ અમને તમારા એન્કોડર તરફથી તમે લાઇવ હોવાનું ઇન્જેશન ન મળ્યું હોય તો અમે નોટિફિકેશન મોકલીશું નહીં. 

YouTube પર લાઇવ સ્ટ્રીમિંગ વિશે વધુ જાણો.

દર્શકના નોટિફિકેશન માટે એકથી વધુ સેટિંગ કેમ છે?

નોટિફિકેશન દર્શકોને તેમના મનપસંદ નિર્માતા વિશે જાણવામાં સહાય કરે છે. અમે દર્શકોને તેમના નોટિફિકેશન કોઈ એક ચૅનલ અનુસાર કે પછી તેમના સંપૂર્ણ એકાઉન્ટ માટે કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ આપવા માંગીએ છીએ.
નોટિફિકેશનના અમુક સેટિંગ YouTubeના નિયંત્રણ બહાર છે. ઉદાહરણ તરીકે, સબ્સ્ક્રાઇબરના ડિવાઇસનું સેટિંગ YouTubeને ઓવરરાઇડ કરી શકે અને નોટિફિકેશન સબ્સ્ક્રાઇબર સુધી પહોંચતા અટકાવી શકે.
કયા સેટિંગની અસર નોટિફિકેશન પર પડી શકે?
નીચેના સેટિંગમાં કરેલા ફેરફાર જે-તે ચૅનલના પેજ પર પ્રતિબિંબિત થતા નથી.

YouTube ઍપ અથવા વેબસાઇટ પર:

  • કમ્પ્યુટર પર એકાઉન્ટ નોટિફિકેશનના સેટિંગ: કોઈ કમ્પ્યુટર પર, સેટિંગ અને પછી નોટિફિકેશન પર જઈને દર્શકો તેમને YouTubeમાંથી ઇમેઇલ અપડેટ અને કમ્પ્યુટર નોટિફિકેશન મેળવવા છે કે કેમ તેનું નિયંત્રણ કરી શકે છે. તેઓ જે-તે ચેનલમાંથી નોટિફિકેશનને ઇમેઇલ અપડેટ તરીકે, નોટિફિકેશન તરીકે, બંને રીતે કે એક પણ રીતે ન મેળવવા તે પણ પસંદ કરી શકે છે.
  • મોબાઇલ પર એકાઉન્ટ નોટિફિકેશનના સેટિંગ: કોઈ મોબાઇલ ડિવાઇસ પર, સેટિંગ અને પછી નોટિફિકેશન પર જઈને દર્શકો સબ્સ્ક્રિપ્શનમાંથી નોટિફિકેશન ચાલુ અથવા બંધ કરી શકે છે.
  • કમ્પ્યુટર પર સબ્સ્ક્રિપ્શન મેનેજર: કમ્પ્યુટર પર સબ્સ્ક્રિપ્શન મેનેજરમાંથી સબ્સ્ક્રાઇબર જે-તે ચૅનલમાંથી નોટિફિકેશન બંધ કરી શકે છે. 
  • મોબાઇલ પર ચૅનલના સેટિંગ: મોબાઇલ પર દર્શકો જે-તે ચૅનલમાંથી નોટિફિકેશન બંધ કરવા માટે સેટિંગ અને પછી નોટિફિકેશન અને પછી ચૅનલ સેટિંગ હેઠળ ચૅનલ સેટિંગ પેજનો ઉપયોગ કરી શકે છે. 

તમારા ડિવાઇસ પર:

  • ડિવાઇસ નોટિફિકેશન સેટિંગ: મોબાઇલ ડિવાઇસ પર, દર્શકો તેમના ડિવાઇસ સેટિંગમાં YouTube નોટિફિકેશન બંધ કરી શકે છે. આ સેટિંગ YouTube ઍપ અને એકાઉન્ટના કોઈપણ સેટિંગને ઓવરરાઇડ કરે છે.
  • Chromeના નોટિફિકેશન સેટિંગ: કમ્પ્યુટર પર Chromeના વપરાશકર્તાઓ તેમના સેટિંગમાં Chrome નોટિફિકેશન બંધ કરી શકે છે. આ સેટિંગ Chrome નોટિફિકેશન માટેના YouTube સેટિંગને ઓવરરાઇડ કરે છે.
આ બધા સેટિંગના ઓવરવ્યૂ માટે TeamYouTubeનો આ વીડિયો જોઈ જુઓ.

“બાળકો માટે બનાવેલા” કન્ટેન્ટ પર નોટિફિકેશન શા માટે બંધ કરેલા છે? 

બાળકોના ઑનલાઇન પ્રાઇવસી સુરક્ષા કાયદા (COPPA) અને અન્ય કાયદાનું પાલન કરવા માટે, અમે બાળકો માટેનું હોવા તરીકે રજૂ કરેલા કન્ટેન્ટ પર ડેટાનો સંગ્રહ સીમિત રાખીએ છીએ. આ કન્ટેન્ટ પર નોટિફિકેશન સહિતની અમુક સુવિધાઓ પર નિયંત્રણ હોય અથવા બંધ કરાઈ હોય તેમ બની શકે અને તમારા સબ્સ્ક્રાઇબર હવેથી તમારી ચૅનલ વિશે નોટિફિકેશન નહીં મેળવે. તમારી ચૅનલ અથવા વીડિયોનું ઑડિયન્સ સેટ કરવા વિશે તમે અહીં વધુ જાણી શકો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17386917763656716761
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false