YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમોમાં જોડાઓ

ઑક્ટોબર 2019થી, YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમમાં ભાગ લેવાની યોગ્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમોમાં YouTube પાર્ટનર મેનેજર ધરાવતા હોય અથવા Content IDનો ઍક્સેસ ધરાવતા હોય, માત્ર એવા જ નિર્માતાઓ અને ભાગીદારો ભાગ લઈ શકે છે. જો તમે YouTube દ્વારા પ્રમાણિત કોઈ અભ્યાસક્રમ અગાઉ પાસ કરી લીધો હોય, પરંતુ આ જરૂરી શરતો પૂરી કરી ન હોય તો તમારી ફરી પ્રમાણપત્ર મેળવવાની યોગ્યતા રહેશે નહીં.

YouTube દ્વારા પ્રમાણિત પ્રોગ્રામ, યોગ્યતા ધરાવતા નિર્માતાઓ અને ભાગીદારોની વિગતવાર YouTube સિસ્ટમ તથા ટૂલનો ઉપયોગ કરવામાં સહાય માટે ડિઝાઇન કરવામાં આવેલા વિવિધ પ્રકારના અભ્યાસક્રમોની સીરિઝ છે.

તમે યોગ્યતા ધરાવો છો કે કેમ તે તપાસો

પાર્ટનર મેનેજર અથવા Content ID ધરાવતા હોય, માત્ર એવા જ નિર્માતાઓ અને ભાગીદારો માટે YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, YouTube દ્વારા પ્રમાણિત પ્રોગ્રામ માટે યોગ્ય ઠરવા, જરૂરી છે કે તમે:

અભ્યાસક્રમમાં નોંધણી કરાવો

તમે યોગ્યતા ધરાવતા હો, તો અભ્યાસક્રમમાં નોંધણી કરાવવા માટે તમારા પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો. કયા અભ્યાસક્રમોમાં જોડાવું સૌથી વધુ સહાયરૂપ રહેશે તે સમજવામાં તમારા પાર્ટનર મેનેજર તમારી સહાય કરી શકે છે.

તમે પાર્ટનર મેનેજર ધરાવતા ન હો પરંતુ Content IDનો ઍક્સેસ હોય, તો નિર્માતા સપોર્ટ ટીમનો સંપર્ક કરવા માટે સૌથી ઉપર જમણે આપેલું સપોર્ટ મેળવો પસંદ કરો.

તમારો અભ્યાસક્રમ પૂરો કરો

અભ્યાસક્રમ પૂરો કરવા માટે:

  1. તમારી ગતિએ અભ્યાસક્રમ પૂરો થાય તે રીતની અભ્યાસક્રમની સામગ્રીઓ.
  2. પરીક્ષા આપો. પરીક્ષા આપવા માટે તમારી પાસે 2 કલાકનો સમય છે. પહેલા પ્રયત્ન પછી તમે પાસ ન થાઓ તો 24 કલાક પછી તમે પરીક્ષા ફરીથી આપી શકો છો.

પાસ થવા માટે તમારે પરીક્ષામાં 75% કે તેથી વધુનો સ્કોર કરવો જરૂરી છે. તમારી પરીક્ષા પૂરી થયાનું કન્ફર્મ કરતો ઇમેઇલ તમને મળશે. તે અભ્યાસક્રમ માટેનો તમારો સમાપ્તિનો પત્ર 18 મહિના સુધી માન્ય છે. 18 મહિના બાદ તમારે પરીક્ષા ફરીથી આપવી પડશે.

મ્યુઝિક પાર્ટનર: તમારા SRAVમાં વ્યાખ્યાયિત જેટલા અભ્યાસક્રમો હોય તે પૂરા કરો (લાગુ થતું હોય તો).

YouTube દ્વારા પ્રમાણિત બાબતે સામાન્ય પ્રશ્નો

પરીક્ષા પાસ કરવા માટે મને કેટલા પ્રયાસ મળે છે?

તમે પહેલી વારમાં પરીક્ષા પાસ ન કરો, તો ફરીથી પરીક્ષા આપવા માટે તમારે 24 કલાક રાહ જોવી જરૂરી છે. તમે ઇચ્છો એટલી વાર તમે ફરી પરીક્ષા આપી શકો છો.

મારા અભ્યાસક્રમના સર્ટિફિકેટની સમયસીમા સમાપ્ત થઈ છે. હું કોઈ અભ્યાસક્રમ ફરીથી કેવી રીતે લઈ શકું?

તમે YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમો માટે યોગ્યતા ધરાવતા હો, તો અભ્યાસક્રમ ફરીથી લેવા માટે તમારા પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
તમારી પાસે પાર્ટનર મેનેજર ન હોય પરંતુ Content IDનો ઍક્સેસ હોય, તો નિર્માતા સપોર્ટ ટીમનો સંપર્ક કરવા માટે ઉપર જમણે સપોર્ટ મેળવો પસંદ કરો.
તમે હવે YouTube દ્વારા પ્રમાણિત પ્રોગ્રામ માટે યોગ્યતા ધરાવતા ન હો, તો તમે અભ્યાસક્રમોમાં ફરીથી જોડાઈ ન શકો.

હું YouTube દ્વારા પ્રમાણિત કંપની કેવી રીતે બનું?

અમે પ્રોગ્રામમાં સુધારણા કરી રહ્યાં હોવાથી કંપનીનું સર્ટિફિકેશન હોલ્ડ પર છે. ટૂંક સમયમાં ફરી ચેક કરો!

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
864570518506391487
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false