આધિકારિક કલાકાર ચૅનલનો પરિચય

જો તમે YouTube કલાકાર હો, તો તમારી આધિકારિક કલાકાર ચૅનલ તમારા બધા સબ્સ્ક્રાઇબર અને તમારી વિવિધ YouTube ચૅનલના કન્ટેન્ટને એક જ જગ્યાએ એકસાથે લાવે છે. ઉપરાંત તમને કલાકારો માટે બનાવવામાં આવેલા ઘણા ટૂલના સ્યૂટનો ઍક્સેસ પણ મળશે, જેમાં કલાકારો માટે Analytics શામેલ છે.
તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

આધિકારિક કલાકાર ચૅનલ વિશે જાણો

આધિકારિક કલાકાર ચૅનલની ઑફર:

  • એક જ જગ્યાએ ઉપલબ્ધ: એક એવી આધિકારિક ચૅનલ કે જેના દ્વારા તમે YouTube પર તમારા ચાહકો સુધી સીધા પહોંચી શકો છો અને તેમની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો. અમે તમારા બધા સબ્સ્ક્રાઇબરને તમારી આધિકારિક કલાકાર ચૅનલ પર લાવીએ છીએ અને તેને કારણે તમે એક જ જગ્યાએથી YouTube, YouTube Music અને ચાર્ટ પરની તમારી ઉપલબ્ધતા મેનેજ કરી શકો છો.
  • કન્ટેન્ટની ગોઠવણ: તમારું કન્ટેન્ટ કોઈ વિષય કે લેબલ ચૅનલ પર હોય તો પણ અમે તમારા મ્યુઝિકને આલ્બમના વિભાગમાં અને તમારા આધિકારિક મ્યુઝિક વીડિયોને નવા પ્લેલિસ્ટમાં ઑટોમૅટિક રીતે ગોઠવીએ છીએ. તમારી પાસે તમારી ચૅનલ પર ઑટોમૅટિક રીતે જનરેટ થતા મ્યુઝિકના આ વિભાગોમાંથી કોઈપણ વિભાગને ખસેડવાનો, ડિલીટ કરવાનો અને તેને ફરી ઉમેરવાનો વિકલ્પ હોય છે.
  • કલાકારો માટે Analytics: અહીં તમને YouTube પર તમારા પર્ફોર્મન્સનો ઇતિહાસ જોવા મળે છે, જેમાં તમે, તમારા લેબલ કે પછી VEVO દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયો ઉપરાંત એવી ચૅનલના વીડિયો તથા Shortsના આંકડા હોય છે જેમાં તમારા મ્યુઝિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

પ્રોગ્રામના માપદંડ

આધિકારિક કલાકાર ચૅનલની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, તમારે અહીં જણાવેલી આવશ્યકતાઓ પૂરી કરવી જરૂરી છે:

  • તમારી પાસે એક કલાકાર કે બૅન્ડનું પ્રતિનિધિત્વ કરતી YouTube ચૅનલની માલિકી અને તેને સંચાલન કરવાના અધિકાર હોવા જોઈએ
  • તમારી પાસે ઓછામાં ઓછો એવો 1 આધિકારિક મ્યુઝિક વીડિયો હોવો જોઈએ, જેને YouTube ચૅનલ પર રિલીઝ કરવામાં આવ્યો હોય અને કોઈ મ્યુઝિક વિતરક કે લેબલ દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું હોય
  • તમારી ચૅનલ YouTube પૉલિસીઓનું પાલન કરતી હોવી જોઈએ, જેમાં YouTubeના સમુદાયના દિશાનિર્દેશો, સેવાની શરતો અને કૉપિરાઇટ પૉલિસીઓ શામેલ છે

ઉપરાંત, નીચે આપેલી બાબતોમાંથી કોઈ એક કે તેથી વધુ બાબતોનું પાલન કરવું જરૂરી છે:

  • તમે YouTube પાર્ટનર મેનેજર સાથે કામ કર્યું હોવું જોઈએ
  • તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં શામેલ હોવા જોઈએ
  • તમારી ચૅનલ પાર્ટનર મેનેજર સાથે કામ કરનારા લેબલ નેટવર્કનો ભાગ હોવી જોઈએ
  • તમારા મ્યુઝિકનું વિતરણ કોઈ એવા મ્યુઝિક પાર્ટનર દ્વારા કરવામાં આવ્યું હોવું જોઈએ, જેમનું નામ મ્યુઝિક પાર્ટનર તરીકે YouTubeની સેવાઓની નિર્દેશિકામાં સૂચિબદ્ધ હોય

નોંધ: YouTube પર તમારું મ્યુઝિક કન્ટેન્ટ ડિલિવર કરવાના ભાગ તરીકે મ્યુઝિક સર્વિસ પાર્ટનર, તમારા વતી આધિકારિક કલાકાર ચૅનલની વિનંતી કરી શકે છે.

આધિકારિક કલાકાર ચૅનલની વિનંતી કરવા માટે, સતત નવું મ્યુઝિક રિલીઝ કરતા રહેવું જરૂરી નથી.

આધિકારિક કલાકાર ચૅનલ મેળવો

આધિકારિક કલાકાર ચૅનલ મેળવવા માટે, તમારા લેબલ, ડિજિટલ વિતરક કે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

આધિકારિક કલાકાર ચૅનલની પૉલિસીઓ

જો YouTube પર તમારી આધિકારિક કલાકાર ચૅનલ હોય, તો એ મહત્ત્વનું છે કે તમે YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરો.

જો તમારું કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે, તો તમારી ચૅનલ પર સ્ટ્રાઇક જારી કરવામાં આવશે. સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશે અને જો તમારી ચૅનલને સ્ટ્રાઇક મળે તો તમારે શું કરવું જોઈએ તેના વિશે અહીં વધુ જાણો.

જો તમારી આધિકારિક કલાકાર ચૅનલને સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળે અથવા તો તેમાં એવું કોઈ કન્ટેન્ટ હોય કે જેની સુવિધાઓ મર્યાદિત કરી નાખવામાં આવે, તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે અને પછી તે સ્ટૅન્ડર્ડ ચૅનલ બની જશે. સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનને કારણે તમારી ચૅનલને મળેલી સક્રિય સ્ટ્રાઇક જ્યારે નીકળી જાય, જો તેમાં મર્યાદિત સુવિધાઓવાળું કોઈ કન્ટેન્ટ ન રહે તથા તે ઉપર સૂચિબદ્ધ પ્રોગ્રામના અન્ય બધા માપદંડો પૂરા કરતી હોય, તો જ તમારી ચૅનલને આધિકારિક કલાકાર ચૅનલ તરીકે ઑટોમૅટિક રીતે રિસ્ટોર કરવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16409721794151270392
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false