YouTube પર વીડિયો થંબનેલ ઉમેરવા વિશે માહિતી

વીડિયો થંબનેલ તમારા ઑડિયન્સને તમારા વીડિયોના ઝડપી સ્નૅપશૉટ જોવા દે છે. તમે YouTube દ્વારા ઑટોમૅટિક રીતે જનરેટ કરાયેલા વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો અથવા જો તમારા એકાઉન્ટની ચકાસણી થઈ ગઈ હોય, તો તમારી પોતાની થંબનેલ અપલોડ કરી શકો છો. ખાતરી કરો કે તમારી થંબનેલ સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે છે.

ઑટોમૅટિક રીતે અથવા કસ્ટમ થંબનેલ ઉમેરવી

iPhone અને iPad માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
  4. ફેરફાર કરો Edit icon અને પછી થંબનેલમાં ફેરફાર કરો પર ટૅપ કરો.
  5. તમારા ડિવાઇસ પર છબીમાંથી કસ્ટમ વીડિયો થંબનેલ બનાવવા માટે, ઑટોમૅટિક રીતે જનરેટ થયેલી થંબનેલ પસંદ કરો અથવા કસ્ટમ થંબનેલ પર ટૅપ કરો.
  6. તમારા થંબનેલની પસંદગી કન્ફર્મ કરો અને પસંદ કરો પર ટૅપ કરો.
  7. સાચવો પર ટૅપ કરો.
નોંધ: YouTube પર તમારી થંબનેલના ફેરફારો દેખાવામાં સમય લાગી શકે છે.

YouTube iPhone અને iPad ઍપ

  1. YouTube ઍપ ખોલો.
  2. લાઇબ્રેરી અને પછી તમારા વીડિયો પર ટૅપ કરો.
  3. તમે જે વીડિયોમાં ફેરફાર કરવા માગતા હો, તેની બાજુમાં વધુ ''અને પછી ફેરફાર કરો અને પછી ફેરફાર કરો થંબનેલ પર ટૅપ કરો.
  4. તમારા ડિવાઇસ પર છબીમાંથી કસ્ટમ વીડિયો થંબનેલ બનાવવા માટે ઑટોમૅટિક જનરેટ થયેલું થંબનેલ પસંદ કરો અથવા કસ્ટમ થંબનેલ પર ટૅપ કરો.
  5. તમારા થંબનેલની પસંદગી કન્ફર્મ કરો અને પસંદ કરો પર ટૅપ કરો.
  6. સાચવો પર ટૅપ કરો.
નોંધ: હોમ, શોધખોળ કરો અને સબ્સ્ક્રિપ્શન પેજ પર 16:9 કસ્ટમ થંબનેલવાળા વર્ટિકલ વીડિયો 4:5 થંબનેલ વડે બદલાઈ જશે. આમ છતાં જોવામાં આવતું ફીડ, જોવાયાના ઇતિહાસ અને મોબાઇલ સિવાયના પ્લૅટફૉર્મ પર તમારી કસ્ટમ થંબનેલ દેખાશે.

કસ્ટમ થંબનેલની શ્રેષ્ઠ પદ્ધતિઓ

 

છબીનું કદ અને રિઝોલ્યુશન

તમારી કસ્ટમ થંબનેલ છબી શક્ય એટલી મોટી હોવી જોઈએ. તેનો ઉપયોગ શામેલ કરેલા પ્લેયરમાં છબીને પ્રીવ્યૂ કરવા માટે કરવામાં આવશે. તમારા કસ્ટમ થંબનેલ માટે અમારો સુઝાવ છે કે:

  • 1280x720 (ન્યૂનતમ પહોળાઈ સાથે 640 પિક્સેલ) રિઝોલ્યુશન રાખો.
  • JPG, GIF અથવા PNG જેવા છબી ફૉર્મેટમાં અપલોડ કરો.
  • વીડિયો માટે 2MB અથવા પૉડકાસ્ટ માટે 10MBની અંદર છબીનું કદ રાખો
  • 16:9 સાપેક્ષ ગુણોત્તરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો કારણ કે YouTube પ્લેયર અને પ્રીવ્યૂમાં તેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.
  • પૉડકાસ્ટ પ્લેલિસ્ટ માટે, 16:9 (1280 x 1280 પિક્સેલ)ના બદલે 1:1 સાપેક્ષ ગુણોત્તર ધરાવતી થંબનેલ અપલોડ કરો.

થંબનેલ પૉલિસી

બધી કસ્ટમ થંબનેલ છબીઓએ અમારા સમુદાયના દિશાનિર્દેશો ફૉલો કરવા જરૂરી છે. તમારા થંબનેલને નકારી શકાય છે અને જ્યારે તમારા એકાઉન્ટમાં નીચે મુજબ હોય ત્યારે તેના પર સ્ટ્રાઇક આવી શકે છે:
  • નગ્નતા અથવા જાતીય રીતે ઉત્તેજક કન્ટેન્ટ
  • દ્વેષયુક્ત ભાષણ
  • હિંસા
  • નુકસાનકારક અથવા જોખમી કન્ટેન્ટ
વારંવાર ગુનો કરવાથી તમારા કસ્ટમ થંબનેલના લાભ 30 દિવસ માટે કાઢી નાખવામાં આવી શકે છે અથવા એકાઉન્ટ બંધ પણ થઈ શકે છે. સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશે વધુ જાણો.
જો સ્ટ્રાઇક કરવામાં આવી છે, તો તમને ઇમેઇલ મળશે અને તમે જ્યારે આગળ YouTubeમાં સાઇન ઇન કરશો ત્યારે તમારા ચૅનલ સેટિંગમાં અલર્ટ દેખાશે. જો તમને લાગતું હોય કે તમારા થંબનેલ YouTube સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા નથી, તો તમે સ્ટ્રાઇક વિરુદ્ધ અપીલ કરી શકો છો. જો તમારી અપીલ મંજૂર થાય છે અને તમે હજી થંબનેલ બદલી નથી, તો અમે તેને રિસ્ટોર કરી શકીએ છીએ.

કસ્ટમ થંબનેલની મર્યાદા

દરરોજ ચૅનલ કેટલા કસ્ટમ થંબનેલ અપલોડ કરી શકે, તેની મર્યાદા છે. જો તમને થંબનેલ અપલોડ કરવાનો પ્રયાસ કરતી વખતે “દરરોજની કસ્ટમ થંબનેલની મર્યાદા પૂરી થઈ” ભૂલ આવે તો, 24 કલાકમાં ફરી પ્રયાસ કરો. 
દેશ/પ્રદેશ અથવા ચૅનલના ઇતિહાસ મુજબ મર્યાદાઓ બદલાઈ શકે છે. કૉપિરાઇટ સ્ટ્રાઇક ચૅનલના ઇતિહાસની યોગ્યતાને અસર કરી શકે છે. સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક તમે કેટલા કસ્ટમ થંબનેલ અપલોડ કરી શકો છો, તેને અસર કરશે.
નોંધ: જેમ તમે લાંબા સ્વરૂપના વીડિયો માટે કસ્ટમ થંબનેલ અપલોડ કરી શકો છો, તેવું તમે Shorts માટે કરી શકશો નહીં. શોધ પરિણામો, હૅશટૅગ અને ઑડિયો પિવટ પેજ તેમજ તમારી ચૅનલના પેજમાં દેખાતી થંબનેલ તરીકે ઉપયોગ કરવા માટે, તમે તમારા Shortમાંથી કોઈ ફ્રેમ પસંદ કરી શકો છો. એકવાર થંબનેલ પસંદ થઈ જાય, એટલે વીડિયો અપલોડ કર્યા પછી તમે તેને બદલી શકશો નહીં.

કસ્ટમ થંબનેલનો મારો વિકલ્પ શા માટે બંધ કરવામાં આવ્યો છે?

જ્યારે કસ્ટમ થંબનેલને દર્શકો માટે અયોગ્ય માનવામાં આવે ત્યારે ચોક્કસ શોધ પરિણામો માટે YouTube તેને બંધ કરી શકે છે.
બધી કસ્ટમ થંબનેલ છબીઓએ અમારા સમુદાયના દિશાનિર્દેશો ફૉલો કરવા જરૂરી છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6155151286367044572
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false