કલાકારો માટે પ્રોફાઇલ

તમારા મ્યુઝિક અને વીડિયોની જેમ જ તમારી પ્રોફાઇલ એ તમારી સર્જનાત્મક અભિવ્યક્તિનું એક્સ્ટેન્શન છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા ચાહકો સમગ્ર YouTube પર તમારા કાર્ય સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યાં હોય ત્યારે તેઓ તમારા વિશે જાણે.

તમારી પ્રોફાઇલ અપડેટ કરો

YouTube પર, તમારી છબીઓનો ઉપયોગ આનાં પર કરવામાં આવી શકે છે:

  • YouTube શોધ
  • YouTube ચાર્ટ
  • YouTube Music
  • પ્લેલિસ્ટ
  • બૅનર

તમે તમારી પ્રોફાઇલ કોઈપણ સમયે અપડેટ કરી શકો છો.

તમને એકની એક છબી બીજી વખત અપલોડ કરવાનું કહેવામાં આવી શકે છે. છબીઓમાંથી એક છબીનો ઉપયોગ YouTube પર કરવામાં આવશે, જ્યારે અન્ય છબીઓનો ઉપયોગ YouTube Music ઍપમાં કરવામાં આવશે.

  1. studio.youtube.com પર જાઓ.
  2. ડાબી બાજુએ, પ્રોફાઇલ પર ક્લિક કરો.
  3. જીવનવૃત્તાંતના અમારા દિશાનિર્દેશોનો ઉપયોગ કરીને તમારું નામ અને જીવનવૃત્તાંત દાખલ કરો.
  4. અમારા છબીનાં દિશાનિર્દેશોનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્વૉલિટીનો ફોટો પસંદ કરો.
  5. પેન્સિલનાં ચિહ્નનો ઉપયોગ કરીને, એક ચોરસ પ્રોફાઇલ ફોટો અને એક લંબચોરસ પ્રોફાઇલ ફોટો ઉમેરો.

પ્રોફાઇલના જીવનવૃત્તાંતના દિશાનિર્દેશો

તમારા જીવનવૃત્તાંતનો ઉપયોગ આનાં પર કરવામાં આવી શકે:

  • YouTube શોધ
  • તમારી ચૅનલ
  • YouTube Music

તમારો જીવનવૃત્તાંત અપડેટ કરવા માટે, જીવનવૃત્તાંત બૉક્સમાં ગમે ત્યાં પસંદ કરો અને જીવનવૃત્તાંત સાચવો પસંદ કરો. આ દિશાનિર્દેશોનું પાલન કરવાની ખાતરી કરો:

  • તે 1,500 અક્ષરની અંદર રાખો. તમારો જીવનવૃત્તાંત 1,500 અક્ષર લાંબો અને ~150 અક્ષર પછી હોઈ શકે, YouTube Music તેને ક્લિપ કરે છે અને બાકીનો જીવનવૃત્તાંત “વધુ” લિંકની પાછળ મૂકે છે.
  • ખાતરી કરો કે કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે છે.
  • તમારો જીવનવૃત્તાંત અપ ટૂ ડેટ રાખો. તમારા જીવનવૃત્તાંતમાં આગામી આલ્બમ અથવા નવી રિલીઝનો પ્રચાર કરવો તે જૂની વાત થઈ શકે.
છબી માટેના દિશાનિર્દેશો
કલાકારની છબીઓ સમગ્ર YouTube, Google અને ત્રીજા પક્ષની કેટલીક સાઇટ પર દેખાઈ શકે છે. આ પ્રત્યેક લોકેશન પર છબીઓ સુંદર દેખાય છે તેની ખાતરી કરવા માટે, તમારે અનુસરવા જોઈએ એવા કેટલાક દિશાનિર્દેશો અહીં આપ્યા છે:
  • આકાર અને ઓરિએન્ટેશન: છબીઓ લંબચોરસ આકારની અને લૅન્ડસ્કેપ મોડમાં હોવી જોઈએ.
  • કદ: છબીઓ ઓછામાં ઓછી 5120 x 2880 પિક્સેલની હોવી જોઈએ.
  • રિઝોલ્યુશન: છબીઓ ઓછામાં ઓછા 150 dpiની હોવી આવશ્યક છે.
  • ફૉર્મેટ: તમે માત્ર JPG અથવા PNG ફૉર્મેટની છબીઓ જ અપલોડ કરી શકો છો.
  • ખાલી સ્પેસ: તમારી છબી ચોરસ અને વર્તુળ આકારમાં કપાશે, જેથી ખાતરી કરો કે તમારી છબીની કિનારીઓની આસપાસ પર્યાપ્ત સ્પેસ છે.
  • છબીનું કન્ટેન્ટ: પ્રોફાઇલ ફોટામાં તમારો ચહેરો અથવા ચહેરા દેખાવા આવશ્યક છે - ટેક્સ્ટ કે આલ્બમ આર્ટનો ઉપયોગ કરશો નહીં.
  • સમુદાયના દિશાનિર્દેશો: ખાતરી કરો કે તમારી છબી YouTubeના સમુદાયના દિશાનિર્દેશો અનુસાર છે.

નીચે આપેલા છબીનાં ઉદાહરણો વિભાગમાં પ્રોફાઇલ ફોટા કાપવાની રીતના ઉદાહરણો જુઓ.

છબીનાં ઉદાહરણો

પ્રોફાઇલ પર ફોટા અપલોડ કરતી વખતે અનુસરવા માટેનાં શ્રેષ્ઠ અનુભવોનાં ઉદાહરણો અહીં આપ્યા છે.

સોલો કલાકારોએ તેમનું માથું અને ખભા બતાવવા જોઈએ, આખું શરીર નહીં:

Groups માટે વધારાની સ્પેસની જરૂર પડે છે તેથી લોકોને દેખાતો ભાગ ઑટોમૅટિક રીતે કપાતો નથી:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1017893627415837008
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false