YouTube VR વડે શરૂઆત કરો

YouTube VR ઍપ તમને ચોક્કસ હૅડસેટ અને ડિવાઇસ વડે સરળતાથી 360 વીડિયો અને વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ શોધવા અને જોવાની મંજૂરી આપે છે.

સાઇન ઇન કરો

YouTube VR સાઇન ઇન થયા પછીના અનુભવને સપોર્ટ કરે છે, જે તમને તમારા સબ્સ્ક્રિપ્શન જોવા જેવા વિવિધ લાભનો ઍક્સેસ આપે છે.

સાઇન ઇન કરો

  1. હોમ સ્ક્રીન પરથી, એકાઉન્ટ અને સેટિંગ આઇકન પસંદ કરો.
  2. સાઇન ઇન કરો પર ક્લિક કરો.
  3. તમને સક્રિયકરણનો કોડ જોવા મળશે.
  4. તમારા કમ્પ્યૂટર અથવા મોબાઇલ ડિવાઇસ પર, https://youtube.com/activate પર જાઓ.
  5. સક્રિયકરણનો કોડ દાખલ કરો.
  6. કહેવામાં આવે ત્યારે સાઇન ઇન કરો. જો તમારી પાસે અનેક Google એકાઉન્ટ હોય, તો તમારે YouTube સાથે જે એકાઉન્ટનો ઉપયોગ કરવો હોય તેને પસંદ કરો. જો તમે પહેલેથી જ સાઇન થયેલો હો, તો આ પગલું છોડીને આગલા પગલાં પર જાઓ.
  7. એકવાર સાઇન ઇન કર્યા પછી, તમે તમારા ડિવાઇસ પર ઑટોમૅટિક રીતે સાઇન ઇન થઈ જશો.
નોંધ: પગલું 3માં, અમુક પ્લૅટફૉર્મ તમને કોડને ક્લિપબોર્ડ પર કૉપિ કરવાની મંજૂરી આપશે, પછી કોડ દાખલ કરવા માટે પ્લૅટફૉર્મ બ્રાઉઝર ખોલો. ફીલ્ડમાં કોડ પેસ્ટ કરવા માટે ટ્રિગરને થોડીવાર માટે દબાવી રાખો.
નોંધ: હાલમાં બ્રાંડ એકાઉન્ટને સપોર્ટ કરવામાં આવતા નથી.

સાઇન આઉટ કરો

  1. હોમ સ્ક્રીન પરથી, એકાઉન્ટ અને સેટિંગ આઇકન પસંદ કરો.
  2. તમે જે એકાઉન્ટમાંથી સાઇન આઉટ કરો માગતા હો, તેને પસંદ કરો.
  3. સાઇન આઉટ કરો પર ક્લિક કરો.

વીડિયો બ્રાઉઝ કરો

તમે ટચપૅડ પર ઉપર અને નીચે સ્ક્રોલ કરીને પ્લેલિસ્ટમાં અથવા હોમ સ્ક્રીન પર વીડિયો બ્રાઉઝ કરી શકો છો. YouTubeનો લોગો પસંદ કરીને તમે ગમે ત્યારે હોમ સ્ક્રીન પર પહોંચી શકો છો.

વીડિયો શોધો

તમે YouTube VRમાં બે રીતે વીડિયો શોધી શકો છો: વૉઇસ શોધ અથવા કીબોર્ડ શોધ. પ્લેયરના નિયંત્રણોના મેનૂમાં અથવા હોમ સ્ક્રીન પરથી શોધ જોવા મળે છે.

વૉઇસ શોધ

  1. શોધો શોધ પર ક્લિક કરો.
  2. માઇક્રોફોનનું આઇકન પસંદ કરો.
  3. તમારો શોધ શબ્દ મોટેથી બોલો.


કીબોર્ડ શોધ

  1. શોધો શોધ પર ક્લિક કરો.
  2. કીબોર્ડનો ઉપયોગ કરીને તમે જે શોધતા હો તે દાખલ કરો.

તમે નીચેની પસંદગીઓમાંથી એક કે વધુને પસંદ કરીને તમારા શોધ પરિણામોને ફિલ્ટર કરી શકો છો: 360°, VR180, 4K, 3D અને CC.

પ્લેયરના નિયંત્રણો

વીડિયો ચલાવતી વખતે, સ્ક્રીન પર ગમે ત્યાં ક્લિક કરો.

પ્લેયરના નિયંત્રણો તમને ઘણી ક્રિયાઓ કરવાની મંજૂરી આપે છે, જેમાં આટલું શામેલ છે:

  • વીડિયો ચલાવવો/થોભાવવો.
  • વૉલ્યૂમ બદલવો.
  • પાછલા વીડિયો પર જવું.
  • આગલા વીડિયો પર જવું.
  • જોવાના સેટિંગ બદલવા.

કૅપ્શન ચાલુ કે બંધ કરવા

  1. સેટિંગ સેટિંગ પર ક્લિક કરો.
  2. કૅપ્શન પર ક્લિક કરો.
  3. જોઈતી ભાષા પસંદ કરો.

વીડિયોની ક્વૉલિટીમાં ફેરફાર કરો

  1. સેટિંગ સેટિંગ પર ક્લિક કરો.
  2. ક્વૉલિટી પર ક્લિક કરો.
  3. જોઈતી વીડિયો ક્વૉલિટી પસંદ કરો.

વક્ર સ્ક્રીન ચાલુ કે બંધ કરો (360 વીડિયો સિવાયના વીડિયો અને જાહેરાતો માટે)

  1. સેટિંગ સેટિંગ પર ક્લિક કરો.
  2. વક્ર સ્ક્રીન પસંદ કરો અને ચાલુ કે બંધ કરો.

પ્લેયરના નિયંત્રણો છોડવા માટે, વીડિયો પર ગમે ત્યાં ક્લિક કરો અથવા જ્યાં સુધી તેમને ઑટોમૅટિક રીતે છોડી ન દેવામાં આવે ત્યાં સુધી રાહ જુઓ.

તમારા વ્યૂને ફરી કેન્દ્રમાં લાવો

તમને કદાચ જોવા મળશે કે કર્સર અથવા વ્યૂ એક દિશામાં આગળ વધે છે. નિયંત્રકનો ઉપયોગ કરીને કર્સર અને વ્યૂને ઝડપથી ફરી કેન્દ્રમાં લાવી શકાય છે.
  1. નિયંત્રકને આગળ તરફ રાખો.
  2. તમારા નિયંત્રક પર હોમ બટન દબાવી રાખો.

અનુચિત વીડિયો, ચૅનલ અને અન્ય કન્ટેન્ટની જાણ કરવી

તમે VR ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હો, તો તમે સીધી YouTube VR ઍપમાંથી અનુચિત કન્ટેન્ટની જાણ કરવા માટે નીચેની સૂચનાઓ અનુસરી શકો છો.

વીડિયોની જાણ કરો

જાણ કરવામાં આવેલા વીડિયોને YouTube દિવસમાં 24 કલાક અને અઠવાડિયામાં 7 દિવસ રિવ્યૂ કરે છે. YouTube પર અપલોડ થયા પછી વીડિયોની ક્યારેય પણ જાણ કરી શકાય છે. જો અમારી રિવ્યૂ કરનારી ટીમના ધ્યાને કોઈ ઉલ્લંઘનો ન આવે, તો વીડિયો અપલોડ થયેલો રહેશે અને પછીથી થતી જાણને કારણે તેના સ્ટેટસમાં ફેરફાર થશે નહીં.
કોઈ વીડિયોની જાણ કરવા માટે:
  1. YouTube ઍપ  ખોલો.
  2. તમે જાણ કરવા માગતા હો તે વીડિયો પર જાઓ.
  3. પ્લેબાર ઉપર ખેંચવા માટે ટ્રિગર દબાવો (અથવા હાથનો ઉપયોગ કરતા હો તો પિન્ચ કરો).
  4. પ્લેબારની જમણી બાજુએ, સેટિંગ  અને પછી જાણ કરો  પસંદ કરો.
  5. વીડિયો દ્વારા થયેલા ઉલ્લંઘન માટે સૌથી વધુ બંધબેસતું કારણ પસંદ કરો.
  6. ઓકે પસંદ કરીને સબમિટ કરવાનું કન્ફર્મ કરો.

નોંધ: તમે જે વીડિયોની જાણ કરો છો તેનું કમ્પ્યૂટર પર સ્ટેટસ ચેક કરવા માટે તમારા રિપોર્ટિંગના ઇતિહાસની મુલાકાત લો. તમારા રિપોર્ટિંગના ઇતિહાસ વિશે વધુ જાણો.

કોઈ Shortની જાણ કરો

જાણ કરવામાં આવેલા વીડિયોને YouTube દિવસમાં 24 કલાક અને અઠવાડિયામાં 7 દિવસ રિવ્યૂ કરે છે. YouTube પર અપલોડ થયા પછી વીડિયોની ક્યારેય પણ જાણ કરી શકાય છે. જો અમારી રિવ્યૂ કરનારી ટીમના ધ્યાને કોઈ ઉલ્લંઘનો ન આવે, તો વીડિયો અપલોડ થયેલો રહેશે અને પછીથી થતી જાણને કારણે તેના સ્ટેટસમાં ફેરફાર થશે નહીં.
તમે Shorts પ્લેયરમાંથી YouTube Shortsની જાણ કરી શકો છો:
  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમે જાણ કરવા માગતા હો તે Short પર જાઓ.
  3. પ્લેબાર ઉપર ખેંચવા માટે ટ્રિગર દબાવો (અથવા હાથનો ઉપયોગ કરતા હો તો પિન્ચ કરો).
  4. પ્લેબારની જમણી બાજુએ, સેટિંગ  અને પછી જાણ કરો  પસંદ કરો.
  5. વીડિયો દ્વારા થયેલા ઉલ્લંઘન માટે સૌથી વધુ બંધબેસતું કારણ પસંદ કરો.
  6. ઓકે પસંદ કરીને સબમિટ કરવાનું કન્ફર્મ કરો.

નોંધ: તમે જે વીડિયોની જાણ કરો છો તેનું કમ્પ્યૂટર પર સ્ટેટસ તપાસવા માટે તમારા રિપોર્ટિંગના ઇતિહાસની મુલાકાત લો. તમારા રિપોર્ટિંગના ઇતિહાસ વિશે વધુ જાણો.

કોઈ ચૅનલની જાણ કરો

તમે વપરાશકર્તાઓ, બૅકગ્રાઉન્ડની અયોગ્ય છબીઓ કે અયોગ્ય પ્રોફાઇલ અવતારની જાણ કરી શકો છો. કોઈ ચૅનલની જાણ કરવા માટે:
  1. YouTube ઍપ  ખોલો.
  2. તમે જે ચૅનલના પેજની જાણ કરવા માગતા હો, તેના પર જાઓ.
  3. ઉપર જમણી બાજુએ, વધુ '' અને પછી વપરાશકર્તાની જાણ કરો  પસંદ કરો.
  4. ચૅનલના ઉલ્લંઘન સાથે સૌથી વધુ બંધ બેસતું હોય તે કારણ પસંદ કરો.
  5. જાણ કરો પસંદ કરો.
    • વૈકલ્પિક: ખુલનારી વિન્ડો તમને વધુ વિગતો દાખલ કરવાનું પૂછી શકે છે. તમે શેર કરવા માગતા હો, તેવી બીજી કોઈપણ વિગતો દાખલ કરો.

નોંધ: જ્યારે તમે કોઈ ચૅનલની જાણ કરો છો ત્યારે અમે ચૅનલના વીડિયોને રિવ્યૂ કરતા નથી. ચૅનલ વિશે વધુ સમજ મેળવવા માટે અમે તમે રિપોર્ટ સાથે જે વીડિયો જોડો છો, તેને વાપરી શકીએ છીએ, પરંતુ અમે ઉલ્લંઘનો માટેના વીડિયો ચેક કરતા નથી. અમે ચૅનલની જે સુવિધાઓને રિવ્યૂ કરીએ છીએ, તેમાં ચૅનલનો પ્રોફાઇલ ફોટો, હૅન્ડલ અને વર્ણન શામેલ છે પરંતુ તે પૂરતું મર્યાદિત નથી. જો તમને લાગતું હોય કે ચૅનલના ચોક્કસ વીડિયો અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરે છે, તો તમારે ચોક્કસ વીડિયોની જાણ કરવી જોઈએ.

કોઈ પ્લેલિસ્ટની જાણ કરવી

જો કોઈ પ્લેલિસ્ટનું કન્ટેન્ટ, શીર્ષક, વર્ણન કે ટૅગ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા હોય, તો તમે તેની જાણ કરી શકો છો:
  1. YouTube ઍપ  ખોલો.
  2. તમે જાણ કરવા માગતા હો તે પ્લેલિસ્ટ પર જાઓ.
  3. "બધું ચલાવો" બટનની જમણી બાજુએ, વધુ ''  અને પછી જાણ કરો     અને પછી જાણ કરો પસંદ કરો.

કોઈ થંબનેલની જાણ કરવી

તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારી વીડિયો થંબનેલની જાણ કરી શકો છો:
  1. YouTube ઍપ  ખોલો.
  2. તમારા હોમ પેજ પર, સૂચવેલા વીડિયોમાં કે શોધ પરિણામોમાંથી તમે જે વીડિયો વિશે જાણ કરવા માગતા હો, તેના પર જાઓ. કોઈ વીડિયોના જોવાના પેજ પરથી તમે કોઈ થંબનેલની જાણ કરી શકશો નહીં.
  3. થંબનેલમાં ઉપર જમણા ખૂણે, વધુ  '' અને પછી જાણ કરો  પસંદ કરો.
  4. તમે થંબનેલની જે કારણથી જાણ કરતા હો તેની સાથે સૌથી વધુ બંધ બેસતું કારણ પસંદ કરો.
  5. જાણ કરો પસંદ કરો.

કૉમેન્ટની જાણ કરો

તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારી કૉમેન્ટની જાણ કરી શકો છો:
  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમે જાણ કરવા માગતા હો તે કૉમેન્ટ પર જાઓ.
  3. વધુ  '' અને પછી જાણ કરો  પસંદ કરો.
  4. કૉમેન્ટ જે પૉલિસીનું ઉલ્લંન કરતી હોય, તેને પસંદ કરો.
  5. ઓકે પસંદ કરીને સબમિટ કરવાનું કન્ફર્મ કરો.
    • વૈકલ્પિક: નિર્માતા તરીકે, તમે કોઈ કૉમેન્ટની જાણ કરી દો પછી તમે તમારી ચૅનલ પર તે વ્યક્તિની કૉમેન્ટ બતાવવાથી રોકી શકો છો. વપરાશકર્તાને મારી ચૅનલ પર છુપાવોની બાજુમાં આપેલા બૉક્સ પર ટિક કરો અને પછી ઓકે પસંદ કરો.

મારી ચૅનલને ખોટી રીતે સ્પામ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે

જો તમને લાગતું હોય કે તમારી કૉમેન્ટને ખોટી રીતે સ્પામ તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી, તો તમે અપલોડકર્તાનો સંપર્ક કરી શકો છો અને તેમને તમારી કૉમેન્ટ ફરી ચાલુ કરવા માટે પૂછી શકો છો.

કોઈ જાહેરાતની જાણ કરો

જો તમને કોઈ એવી જાહેરાત મળે કે જે અયોગ્ય હોય અથવા Google Ads પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોય, તો તમે તેની જાણ કરી શકો છો. આ ફોર્મ ભરો અને સબમિટ કરો.
કોઈ વીડિયોમાંની જાહેરાત વિશે જાણ કરવા માટે:
  1. જાહેરાતમાં સૌથી નીચે, 'કેમ આ જાહેરાત?' પસંદ કરો .
  2. જાહેરાતની જાણ કરો  પસંદ કરો.
  3. ફોર્મ ભરો અને સબમિટ કરો. અમારી ટીમ તમે જાહેરાતની જે જાણ કરી છે, તેને રિવ્યૂ કરશે અને જો યોગ્ય લાગશે, તો તેના પર પગલું ભરશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3301202658787012495
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false