YouTube કન્ટ્રિબ્યૂટર સાથે જોડાવવું

YouTube દ્વારા કન્ટ્રિબ્યૂટરના વૈશ્વિક સમુદાયને ઓળખવા અને તેમને સપોર્ટ કરવા માટે, પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ બધા ઉત્સાહી સભ્યો નીચે જણાવેલી ક્રિયાઓ કરીને દરેક જણ માટે શક્ય એટલો શ્રેષ્ઠ YouTube અનુભવ બનાવવામાં સહાય કરે છે:

  • અમારા સહાય ચર્ચામંચમાં હજારો પ્રશ્નોના જવાબ આપીને (અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ, પોર્ટુગીઝ, રશિયન અને સ્પેનિશ ભાષામાં ઉપલબ્ધ).
  • YouTube Music વાપરનારા અન્ય સભ્યો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરીને અને અમારા YouTube Musicના સહાય સમુદાયમાં પૂછાતા પ્રશ્નોના જવાબ આપીને (અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ).
  • સભ્યો અને નિર્માતાઓને YouTubeનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ રીતે કરવાની રીત સમજવામાં સહાય માટે વીડિયો બનાવીને (ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ, પોર્ટુગીઝ, રશિયન અને સ્પેનિશ ભાષામાં ઉપલબ્ધ).

YouTube કન્ટ્રિબ્યૂટર પ્રોગ્રામમાં જોડાવવું

YouTube કન્ટ્રિબ્યૂટર પ્રોગ્રામમાં જોડાઈને તમે દરરોજ વીડિયો શેર કરવા, જોવા અને ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે, YouTubeને બહેતર પ્લૅટફૉર્મ બનાવવામાં અમારી સહાય કરી શકો છો. તમે YouTubeની ખાસ વર્કશોપનો ઍક્સેસ મેળવી શકો છો, YouTubeની ટીમ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો અને સાથે જ તેની નવી પ્રોડક્ટ તથા સુવિધાઓની ઝલકના પ્રીવ્યૂ પણ જોઈ શકો છો. YouTube કન્ટ્રિબ્યૂટર, Google પ્રોડક્ટ નિષ્ણાતોના પ્રોગ્રામના સહભાગી હોય છે.

આ પ્રોગ્રામમાં YouTube કન્ટ્રિબ્યૂટર અને સહભાગી બનવા માટે, તમારે YouTube કન્ટ્રિબ્યૂટર પ્રોગ્રામના નિયમો સાથે સંમત થવું અને તેમનું પાલન કરવું આવશ્યક છે. નોંધો કે આ પ્રોગ્રામ બીટા વર્ઝનમાં છે અને તે ફેરફારને આધીન છે. અમે સમયની સાથે પ્રોગ્રામને વધુ ને વધુ બહેતર બનાવવા માટે આતુર છીએ. શું જોડાવામાં રુચિ છે? અહીં સાઇન અપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2694137934641023356
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false